Back
वडोदरा के अक्षर चौक के पास डंपर की टक्कर से 21 वर्षीय युवक की मौत
JSJayanti solanki
Feb 01, 2026 11:20:07
Vadodara, Gujarat
વડોદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવાનનું મોત
એંકર
વડોદરા શહેરમાં વધુ એક જીવલેણ માર્ગ અકસ્માત સામે આવ્યો છે.અક્ષર ચોક સર્કલ પાસે ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.નાઇટ શિફ્ટ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા યુવક સાથે આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
વડોદરા શહેરના અક્ષર ચોક સર્કલ નજીક ડમ્પરની અડફેટે 21 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ પાદરામાં રહેતા શ્રીજી ધર્મેશકુમાર ગાંધી તરીકે કરવામાં આવી છે. શ્રીજી ગાંધી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એલેમ્બિક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે સેકન્ડ શિફ્ટ પૂર્ણ કરી શ્રીજી ગાંધી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. રાત્રિના લગભગ 11 વાગ્યાની આસપાસ અક્ષર ચોક નજીક ડમ્પરને ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી યુવકના મોબાઇલ ફોન પરથી તેના પરિવારજનોને જાણ કરી હતી અને ગંભીર હાલતમાં શ્રીજી ગાંધીને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે યુવકને ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે મૂકવામાં આવ્યો હતો. પરંતુ છાતી, ડાબા પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાના કારણે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કાર્યક્રમ એકૂતામાં જોવા મળતા અકસ્માતને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.અકસ્માત અંગે મૃતકના મોટાભાઈ ધ્રુવકુમાર ગાંધી દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માત કરનાર ડમ્પર તથા તેના ચાલકને પોલીસ દ્વારા કબજે લઈ જેપી રોડ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. ડમ્પર ચાલકની ઓળખ વિઠ્ઠલભાઈ રાઠવા તરીકે થઈ છે. હાલ જેપી રોડ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 01, 2026 17:15:480
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:390
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 16:45:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:45:350
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 01, 2026 14:33:110
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 13:32:540
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 01, 2026 12:50:100
Report
URUday Ranjan
FollowFeb 01, 2026 12:20:290
Report
SBShilu Bhagvanji
FollowFeb 01, 2026 11:46:070
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:21:260
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:21:160
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:20:270
Report
GPGaurav Patel
FollowFeb 01, 2026 11:19:460
Report
JSJayanti solanki
FollowFeb 01, 2026 11:18:220
Report