Back
जेतपुर जिला में गणतंत्र दिवस ध्वजवंदन, राष्ट्रगान के साथ सम्मान समारोह
NBNARESH BHALIYA
Jan 26, 2026 09:02:42
Jetpur, Gujarat
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જેતપરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો.
દેશભક્તિના ગૌરવભર્યા માહોલ વચ્ચે ગુજરાત રાજ્યના કૃષિ તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું.
ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પ્રોબેશનરી આઈ.પી.એસ. અધિકારી પ્રખર કુમારની આગેવાઈમાં પોલીસ, હોમગાર્ડ્સ, એસ.પી.સી. તથા અશ્વદળની પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ અને દમદાર માર્ચપાસ્ટ યોજાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન સ્કવોડના શ્વાન હેરી અને માઈટીએ દિલધડક કરતુંબઈનાઓ રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી, ઉપસ્થિત જનમેદનાના દિલ જીતી લીધા હતા, સાથે દેશભક્તિના રંગોથી ભરપૂર આ કાર્યક્રમમાં જેતપુરની વિવિધ શાળાના બાળાએ યોગ અને દેશભક્તિ ગીતો પર આધારીત મનોહર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સાથે સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને કાર્યક્રમના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોતાના સંબોધનમાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેતપુરે સ્વ. સવજીભાઈ કોરાટ અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા રાજ્ય કક્ષાના દિગ્ગજ નેતાઓ દેશને આપ્યા છે. વર્ષ 2016 બાદ પૂરા 10 વર્ષ પછી ફરી એકવાર જેતપુરને જિલ્લા કક્ષાના ધ्वજવંદન સમારોહનું યજમાન પદ મળ્યું છે, જે સમગ્ર પંથક માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી, સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે રાષ્ટ્રગાન સાથે સમારોહ હર્ષોલ્લાસપૂર્વક પૂર્ણ થયું હતો. કાર્યક્રમ દરમ્યાન વિવિધ વિભાગોના ટેબ્લો (ચિત્રરથ) દ્વારા સરકારની જનહિતકારી યોજનાઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowJan 26, 2026 10:47:000
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 09:33:470
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 09:20:060
Report
AKAshok Kumar
FollowJan 26, 2026 08:52:010
Report
NDNavneet Dalwadi
FollowJan 26, 2026 07:46:380
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 07:38:380
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 07:38:270
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 06:51:120
Report
PDPRASHANT DHIVRE
FollowJan 26, 2026 06:50:500
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 05:20:540
Report
SBShilu Bhagvanji
FollowJan 26, 2026 04:45:230
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 04:16:490
Report
URUday Ranjan
FollowJan 26, 2026 04:00:300
Report
HSHEMANT SANCHETI
FollowJan 26, 2026 03:30:260
Report