Back
सूरत के 67 बेटियाँ एक साथ विवाह उत्सव में सामाजिक समानता की मिसाल बनीं
PDPRASHANT DHIVRE
Jan 26, 2026 06:50:50
Surat, Gujarat
સુરત: સામાજિક સમરસતા અને સેવાના સંગમ સમાન એક ભવ્ય પ્રસંગ સુરતના રાંદેર વિસ્તારમાં યોજાયો હતો. દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ૯મા સમૂહ લગ્નોત્સવમાં ભરવાડ, આહિર અને રબારી સમાજની ૬૭ દીકરીઓએ શાહી ઠાઠ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમગ્ર આયોજનનો આર્થિક भार જાણીતા સેવાભાવી દાતા રણછોડભાઈ ભડિયાદ્રા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રણછોડભાઈએ આ સમૂહ લગ્નમાં પોતાની પણ બે દીકરીઓના લગ્ન કરાવીને समाजને 'સમાનતા'નો એક ઉત્તમ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમણે ભાવુક સંબોધન કરતા જણાવ્યું હતું કે ભરવાડ, રબારી અને આહિર સમાજમાં વડીલો વૃદ્ધાશ્રમમાં હોય તેવો કોઈ દાખલો નથી તે ગૌરવની વાત છે. પણ હવે સમય છે કે આપણે વહુને દીકરી તરીકે સ્વીકારી તેને દુનિયાની બરોબરી કરવાની તક આપીએ. જો વહુને થોડી છૂટછાટ અને સન્માન મળશે, તો તે પરિવારનું કલ્યાણ અદભૂત રીતે કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાતા રણછોડભાઈ દાજીના આ ભગીરથ કાર્યની કદર રૂપે તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા. સ્પીચ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) દરેક દીકરીને ઘરવખરીની કુલ ૭૫ જેટલી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ધારાસભ્યો, મંત્રીઓ અને સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. હજારોની જાનમેદનીને સાચવવા માટે ૧૫૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા. આ 'શાહી' સમૂહ લગ્ને માત્ર સુરતમાં જ નહીં, પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સામાજિક એકતા અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowJan 26, 2026 07:46:380
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 07:38:380
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 07:38:270
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 06:51:120
Report
CPCHETAN PATEL
FollowJan 26, 2026 05:20:540
Report
SBShilu Bhagvanji
FollowJan 26, 2026 04:45:230
Report
DRDarshal Raval
FollowJan 26, 2026 04:16:490
Report
URUday Ranjan
FollowJan 26, 2026 04:00:300
Report
HSHEMANT SANCHETI
FollowJan 26, 2026 03:30:260
Report
DMDURGESH MEHTA
FollowJan 25, 2026 18:03:140
Report
DMDURGESH MEHTA
FollowJan 25, 2026 18:02:380
Report
PDPRASHANT DHIVRE
FollowJan 25, 2026 18:02:250
Report
PDPRASHANT DHIVRE
FollowJan 25, 2026 18:01:540
Report
HBHimanshu Bhatt
FollowJan 25, 2026 14:46:070
Report