Back
Maska गांव में जल संचय से TDS घटकर 2000 के आसपास, संकट दूर
RTRAJENDRA THACKER
Jan 27, 2026 08:39:16
Sadhara, Gujarat
બાઈટ :Rajendra Thacker Kutch Approved : assignment Special story PKG Location Maska-mandvi- 60 60=120 km FTP KUTCH 0501ZK_JALSANCHY _MANDVI એંકર : મસ્કામાં જળક્રાંતિ, TDS 5500થી ઘટી 2000ના સ્તરે માંડવી વિસ્તારમાં દરિયા કાંઠે આવેલું મસ્કા નું સ્તુત્ય પગલું જળ સંચય માટેની કામગીરી ઉદ્દીપક વી ઓ: કચ્છનો દરિયાકાંઠો અને ખારા પાણી જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. પરંતુ માંડવી તાલુકાના મસ્કા ગામે આ વિભાવનાને બદલી નાખી છે. દરિયા કિનારાથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં પીવાના પાણીની સમસ્યા વર્ષો જૂની હતી. પાણીનું TDS 5500 જેવું अत्यંત વધારે હતું, જેના કારણે પાણી પીવાલાયક રહ્યું નહોંતુ. પરંતુ, સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનોની જનભાગીદારીએ એક એવી જળક્રાંતિ સર્જી છે કે આજે આ TDS ઘટીને 2000ની આસપાસ આવી ગયા છે. આ પરિવર્તન પાછળ મस्कા ગામના સરપંચ ઉર્મિલાબેન ગોર અને પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરના પ્રયાસોથી VRTI સંસ્થા, જલ મંદિર અભિયાન અને સમસ્ત મહાજન, રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી, ભાડિયાના દેવાંગ ભાઈ ગઢવી, જયેશ ભાઈ લાલકા અને ગ્રામજનોના સહયોગથી ગામમાં ચાર જેટલા રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરસાદી પાણીના વહેણને રોકવા અને તેને જમીનમાં ઉતારવા માટે પીટ લાઇનનું નેટવર્ક પણ ઉભું કરવામાં્યું છે. સરકાર, સંસ્થાઓ અને જન ભાગીદારીનો ત્રિવેણી સંગમ થયો છે વૈજ્ઞાનિક જળ સંચય અને અટલ ભૂજલ યોજના ગામમાં જળ સંચય માટે માત્ર બોર જ નહીં, પણ ચાર જેટલા તળાવ અને ચેકડેમોમાં ઊંડા માટીકામ (ಡಿ-સિલ્ટિંગ) કરીને તેમની સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી ચையாகી છે. અટલ ભૂજલ યોજના હેઠળ બનાવવામાં આવેલા રિચાર્જ બોરના કારણે વરસાદી પાણી સીધું જમીનના પેટાળમાં ઉતરે છે. જેના પરિણામે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે અને ખારાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનિયા વાડી વિસ્તારમાં નવા ચેકડેમોનું નિર્માણ કરીને પાણીના સંગ્રહની વ્યવસ્થા મજબૂત કરાઈ છે. આ કાર્યથી મસ્કા ગામમાં નલ સે જલ યોજના હેઠળ 1200 જેટલા ઘરોમાં દૈનિક ધોરણે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જળ સંચય એ દરિયાકાંઠાના વિસ્તારો માટે આશીર્વાદ સમાન છે. કારણ કે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાથી ભૂગર્ભજળસ્તર ઊંચા આવે અને દરિયાઈ ખારાશને જમીનમાં આગળ વધતી અટકાવી શકાય છે. તેનાથી પાણીમાં રહેલાં TDS (ક્ષાર) નું પ્રમાણ घटે છે. પરિણામે પથરી અને ચામડીના રોગો જેવા સ્વાસ્થ્યલક્ષી પ્રશ્નોમાં ઘટાડો થાય છે તથા ખેતી અને પશુપાલન માટે મીઠું પાણી ઉપલબ્ધ થતા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત મળે છે. મસ્કામાં થયેલી જળક્રાંતિમાં 4 રિચાર્જ બોર, પાણીના સંગ્રહ માટે પીટ લાઇન બનાવાઈ, સહયોગી સંસ્થાઓ રામ કૃષ્ણ ટ્રસ્ટ, VRTI, જલ મંદિર અભિયાન, સમસ્ત મહાજન અને અટલ ભૂજલ યોજનાનો સહિયારો પ્રયાસ રહ્યો છે. અન્ય રાજ્યોના છાત્રો માટે નિરીક્ષણનું સ્થળ મસ્કા બન્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓએ પણ મસ્કા ગામની મુલાકાત લીધી હતી અને અહીં થયેલી જળ સંચયની ઉત્કૃષ્ટ કામગીરીનું નિરીક્ષણ કરીને પ્રેરણા મેળવી હતી. બાઈટ : કીર્તિ ગોર પૂર્વ સરપંચ, મસ્કા બાઈટ : ચંદ્રકાંત મોતા અગ્રણી મસ્કા બાઈટ : ગૌરાંગ ઠક્કર ગ્રામજન મસ્કા બાઈટ : વિપુલ મોતા ખેડૂત, મસ્કા બાઈટ : લક્ષ્મીદાસ રામજી ખેડૂત, મસ્કા બાઈટ : રમેશ રાજગોર ખેડૂત, મસ્કા બાઈટ : વિપુલ બાબુલાલ ખેડૂત, મસ્કા VRTI ngoના અધિકારી એ પૂરક માહિતી આપી અને આખી યોજનાઓ માં જળ સંચય થી ફાયદો અને ખેતી અંગે પણ વાત કરી હતી બાઈટ : કમલેન્દુભાઈ ભક્ત ડેપ્યુટી સી.ઈ.ઓ વી.આર.ટી.આઈ. માંડવી નોધ : આ સાથે મસ્કા ગામની ટીમ જે તે વખત નાં ફાઇલ ફૂટેજ સાથે એ અગ્રણી દેવાંગ ગઢવી ની બાઈટ લઈ શકાય એમ છે (devang gdhvi jlsnchy 1 ane 2)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:18:060
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:17:210
Report
RMRaghuvir Makwana
FollowJan 27, 2026 15:04:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 27, 2026 15:01:530
Report
CPCHETAN PATEL
FollowJan 27, 2026 15:01:300
Report
URUday Ranjan
FollowJan 27, 2026 14:21:120
Report
MDMustak Dal
FollowJan 27, 2026 14:20:280
Report
AKArpan Kaydawala
FollowJan 27, 2026 12:15:480
Report
GPGaurav Patel
FollowJan 27, 2026 12:15:180
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:460
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:280
Report
ARAlkesh Rao
FollowJan 27, 2026 12:03:100
Report
AKAshok Kumar
FollowJan 27, 2026 11:48:110
Report
DSDM Seshagiri
FollowJan 27, 2026 11:47:110
Report