Back
Botad SP ने नागलपुर में सुरक्षा, ट्रैफिक और साइबर क्राइम पर ग्रामजन से संवाद
RMRaghuvir Makwana
Jan 27, 2026 15:04:37
Botad, Gujarat
બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને અને પોલીસ તથા જનતા વચ્ચેનો સેતુ મજબૂત થાય તેવા હેતુ સાથે બોટાદ જિલ્લા પોલીસ વડા (SP) ધર્મેન્દ્ર શર્મા દ્વારા ‘વિલેજ વિઝિટ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તેઓ આજે નાગલપર ગામે પહોંચી રહ્યા હતા, જ્યાં ગ્રામજનો સાથે ભાવસભર સંવાદ યોજાયો હતો.
નાગલપર ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજીત આ બેઠકમાં ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. SP ધર્મેન્દ્ર શર્માએ ગામની શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ગ્રામજનોએ પણ પોતાની રજૂઆતો અને સમસ્યાઓ પોલીસ વડા સમક્ષ મૂકી હતી. જેના નિરાકરણ માટે તેમણે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટ્રાફિક અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ પોલીસ વડાએ આધુનિક સમયના જોખમો અને સુરક્ષા અંગે ગ્રામજનોને ખાસ ટકોર કરી હતી:
ટ્રાફિક નિયમો: હેલ્મેટ પહેરવાને પ્રાથમિકતા આપવા અને વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ટાળવા કડક અપીલ કરી હતી.
સાયબર સુરક્ષા: વધતા જતા સાયબર ફ્રોડથી બચવા માટે અજાણી લીંક ન ખોલવા અને ઓનલાઇન છેતરપિંડી સામે સાવધ રહેવા સમજણ આપી હતી.
સોગીર બાળકોના કિસ્સામાં ચિંતા અને અપીલ તાજેતરમાં સગીર બાળકો ઘરેથી કહ્યા વગર નીકળી જવાના કે ગુમ થવાના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરતા SPએ જણાવ્યું હતું કે, "માતા-પિતાએ પોતાના બાળકો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે." તેમણે વાલીઓને બાળકો સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા આગ્રહભરી વિનંતી કરી હતી"
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:18:060
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:17:210
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 27, 2026 15:01:530
Report
CPCHETAN PATEL
FollowJan 27, 2026 15:01:300
Report
URUday Ranjan
FollowJan 27, 2026 14:21:120
Report
MDMustak Dal
FollowJan 27, 2026 14:20:280
Report
AKArpan Kaydawala
FollowJan 27, 2026 12:15:480
Report
GPGaurav Patel
FollowJan 27, 2026 12:15:180
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:460
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:280
Report
ARAlkesh Rao
FollowJan 27, 2026 12:03:100
Report
AKAshok Kumar
FollowJan 27, 2026 11:48:110
Report
DSDM Seshagiri
FollowJan 27, 2026 11:47:110
Report