Back
रूपपुरा ग्राम में सोलर से बिजली बिलों में राहत, ग्रामीणों को बड़ा लाभ
ARAlkesh Rao
Jan 27, 2026 08:42:32
Palanpur, Gujarat
બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ વીобавીલની ઝંકઝટમાંથી મુક્ત થયું છે. રૂપુરા ગામ સોલાર યુક્ત ગામ બન્યું છે ગામના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે જેના કારણે તમામ ઘરોમાં બિલ નથી આવતું અને લોકો વિજબિલ તો નથી ભરવુ પડતું પરંતુ સોલારથી લોકો પૈસાની બચત શરૂ થઈ છે.. સોલાર સિસ્ટમ લગાવી રૂપપુરા ગામ અન્ય ગામો માટે પ્રેરણા રૂપ બન્યું છે.
ગુજરાતમાં સોલાર સિસ્ટમથી અનેક લોકોને ફાયદો થયો છે અનેક ઉદ્યોગ એકમો ઘણા વ્યવસાય માટે પણ સોલાર સિસ્ટમ ખૂબ ઉપયોગી નીવડી છે આમ તો દર બે મહિને વીજ બિલ આવે ત્યારે ઘણા પરિવારોને વીજ બિલ ભરવાની પણ મુશ્કેલી પડતી હોય છે.. ત્યારે લોકો હવે સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે.અને આ સોલાર સિસ્ટમમાં સરકાર સબસીડી આપી રહી છે.જેના થી લોકો ને લાભ થઈ રહ્યો છે.. રૂપપુરા ગામે પહેલા વીજ అధికారીએ સોલાર સિસ્ટમના લોકોને સાથે ગ્રામજનોની ગ્રામસભા યોજાઈ હતી અને તેમાં સોલાર થી કેટલા ફાયદા છે તેની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ લોકો એ સોલાર લગાવવા માટે ની તૉયરી દર્શાવી હતી ત્યારે રૂપપુરા ગામે સમગ્ર ગામમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે જયાં મોટાભાગના ઘર ઉપર સોલાર સિસ્ટમ લાગી ગઈ છે અને રૂપપુરા ગામ સોલાર યુક્ત બન્યું છે ગામના લોકોને કહેવું છે કે સોલાર લગાવવાથી ઘણી ફાયદા થાય છે બિલની ઝંઝડટમાંથી મુક્તિ મળી છે તેમજ દર વર્ષે પાંચ થી સાત હજાર રૂપિયા જેટલી બચત થાય છે ત્રણ થી પાંચ વર્ષમાં સોલાર લગાવવાનો ખર્ચ પણ નીકળી જાય છે.સામાન્ય રીતે 3.30 કિલો સોલાર સિસ્ટમ લગાવવા માટે દોઢ લાખ જેટલો ખર્ચ થતો હોય છે સરકાર દ્વારા 78,000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. એટલે ગ્રાહકને 70 થી 80 હજાર રૂપિયા જેટલા ભરવાના આવે છે. જોકે આ સોલાર સિસ્ટમ લગાવવામાં સરકારની સબસીધી સિવાય ગામના પશુપાલકોને બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવી જેનાથી ગ્રાહકોને 70 થી 80 હજાર રૂપિયા ભરવાનું ભારણ ઘટ્યું અને દરેક પશુપાલકોને 90 ટકા લોન મળતા પશુપાલકોના ખાતામાં નજદીવ રકમ દર મહિને હેપ્તા રૂપે રકમ કપાત કરીને લોન આપવામાં આવી જેનો ફાયદો સીધો ગ્રાહકોને થયો અને એક બાજુ સરકારની સબસીડી અને બીજી તરફ બનાસ ડેરીનો સહયોગ મળ્યો અને જેના કારણે રૂપપુરા ગ્રામજનો એ સોલાર સિસ્ટમ અપનાવી.અને સોલાર થકી લોકોને બચત કરતા થયા છે.
બાઈટ-મેઘરાજ પટેલ.-ગ્રામજન
( અમારા ગામમાં વીજ કંપનીના માર્ગદર્શન અને બનાસડેરીના સહયોગથી સમગ્ર ગામમાં સોલાર લાગવાયું છે.)
બાઈટ-.ફલજી ભાઈ પટેલ.-ગ્રામજન
( અમે સોલાર લગાવ્યું છે જેના થકી અમને મોટો ફાયદો થઈ રહ્યો છે.વીજ બિલ ભરવાની ઝંઝટથી છૂટકારો મળ્યો છે.)
મોંઘી વીજળી, વધતા બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યાઓ વચ્ચે હવે સોલર ઊર્જા સામાન્ય લોકો માટે આશાની કિરણ બની રહી છે. સોલાર સિસ્ટમ લગાવવાને લઈ વીજ કંપની ના અધિકારીએ કહ્યું હતું કે દર મહિને બિલ ભરવાની ઝંઝેટમાંથી મુક્તિ મળે છે. ગ્રાહકનું જે બેંકમાં ખાતું હોય તેમાં બચત રકમ જમા થાય છે.. એટલે એનાથી એક મોટો ફાયદો થાય છે. આર્થિક રીતે પણ લોકો ને ફાયદો થાય છે.. એક જ એવી સ્કીમ છે એવી જેનું તમને રિટર્ન સારામાં સારું મળે છે 25 વર્ષ સુધી વિધુત બોર્ડ જોડે કરાર થાય છે એટલે ખૂબ સારી લાભદાયક વસ્તુ છે અત્યારે ગામ મા મોટા ભાગ ની કામગીરી થઈ છે અને અત્યારે ચાલુ છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને જેના કારણે એવું લાગે છે કે દરેક ગ્રાહકો માટે ખૂબ જ લાભદાયક વસ્તુ છે..
બાઈટ- એમ આર મોંઢ.-વીજ કંપની અધિકારી
(સોલાર લગાવવાથી ગ્રાહકો ને મોટો ફાયદો થાય છે ગ્રાહકોને વધારાની વીજના પૈસા તેમના ખાતામાં જમા થાય છે)
સરકાર દ્વારા સોલર ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લોકો પણ પરંપરાગત વીજળીના બદલે સોલર તરફ વળતા જોવા મળી રહ્યા હોય છે.સોલર ઊર્જાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકවර સોલર પેનલ લગાવ્યા બાદ લાંબા સમય સુધી વીજળીનો ખર્ચ ઘણો ઘટી જાય છે અને વીબિલ બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સરકાર દ્વારા સોલર માટે વિવિધ સબસિડી અને યોજનાઓ પણamlમાં आहे. જેના કારણે સામાન્ય લોકો માટે સોલર સિસ્ટમ લગાવવી વધુ સહેલી બનાવી છે. રૂપપુરા ગામે પણ સરકારની સબસીડી સિવાય બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવી ગામની મંડળી મા દૂધ ભરાવી તેના પૈસા મા નાજદીયા હપ્તા રૂપે કપાય જેનાથી કોઈપણ પશુ પાલક ને પણ ભારણ પડે નહિ. ત્યારે જેનો સીધો ફાયદો ગામના પશુપાલકોને થયો છે અને પશુપાલકોએ પણ પોતાના ઘરો ઉપર આ સોલાર સિસ્ટમ લગાવી છે.
બાઈટ-લક્ષમણ ભાઈ કરેણ-સોલાર કર્મચારી
( સોલાર લગાવવા માટે સરકાર દરેક લોકોને 78 હજાર જેટલી સબસિડી આપે છે ગ્રાહકને મોટો ફાયદો થાય છે આ ગામમાં અમે દરેકના ઘરે સોલાર લગાવ્યા છે.)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:18:060
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:17:210
Report
RMRaghuvir Makwana
FollowJan 27, 2026 15:04:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 27, 2026 15:01:530
Report
CPCHETAN PATEL
FollowJan 27, 2026 15:01:300
Report
URUday Ranjan
FollowJan 27, 2026 14:21:120
Report
MDMustak Dal
FollowJan 27, 2026 14:20:280
Report
AKArpan Kaydawala
FollowJan 27, 2026 12:15:480
Report
GPGaurav Patel
FollowJan 27, 2026 12:15:180
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:460
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:280
Report
ARAlkesh Rao
FollowJan 27, 2026 12:03:100
Report
AKAshok Kumar
FollowJan 27, 2026 11:48:110
Report
DSDM Seshagiri
FollowJan 27, 2026 11:47:110
Report