Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

ચડ્ડી-બનિયન ગેંગનો સરદાર મુંદ્રામાં ઝડપાયો!

RTRAJENDRA THACKER
Jul 17, 2025 02:03:19
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch સાવધાન ગુજરાત માટે એંકર ગુજરાતના મુંદ્રા શહેરમાં પોલીસ, સ્થાનિક રહેવાસીઓ અને સિક્યુરીટી ગાર્ડની ચપળ કામગીરીથી ખુંખાર ચડ્ડી-બનિયન ગેંગનો સરદાર રંગે હાથ ઝડપાયો છે. આ રીઢો ગુનેગાર, જેની સામે પાંચ રાજ્યોમાં 12 ગુના નોંધાયેલા છે. 2023માં કર્ણાટકની જેલમાંથી ફરાર થયો હતો. મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ માટે 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ચાલો, જાણીએ આ ગુનેગાર કેવી રીતે પકડાયો અને તેની ગુનાહિત મોડસ ઓપરેન્ડી શું હતી. વીઓ મુંદ્રા પોલીસે મિલકત સંબંધી ગુનાઓ રોકવા માટે "આપની સુરક્ષા, અમારો સંકલ્પ" નામનું વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. જેમાં સોસાયટીના રહેવાસીઓ અને સિક્યુરીટી ગાર્ડ સાથે સતત સંકલન રાખવામાં આવે છે. આ ગ્રૂપ દ્વારા બંધ મકાનો પર નજર રાખવા અને શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. 14 જુલાઈની મોડી રાત્રે, ગોકુલમ સોસાયટીના સિક્યુરીટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ CCTVમાં ચડ્ડી-બનિયન પહેરેલા શખ્સોને સોસાયટીમાં ઘૂસતા જોયા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. મુંદ્રા પોલીસે ઝડપથી ઘટનાસ્થળે પહોંચી, હરદેવસિંહ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી એક શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો. તપાસમાં એક બંધ મકાનનો નકુચો અને એન્કર લૉક તૂટેલો જણાયો, જેના માલિકે 40,000 રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી. વીઓ આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. તે પોતાના સાથીઓ સાથે દિવસે શહેરમાં રેકી કરી. ખુલ્લા મેદાનો અને બાવળની ઝાડીઓવાળી પોશ સોસાયટીઓને ટાર્ગેટ કરતો. રાત્રે 8થી 1 વાગ્યા સુધી ઝાડીઓમાં સૂઈ, પછી દિવાલ કૂદીને બંધ મકાનોમાં ઘૂસી, ડિસ્મીસથી તાળા-નકુચા તોડી, સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી નાસી જતો. સઘન પૂછપરછ કરી. આરોપીએ શરૂઆતમાં ખોટા નામો આપ્યા, પરંતુ ઈગુજકોપ, ICJS અને ટેકનિકલ એપ્લિકેશન્સની મદદથી તેની ઓળખ નિશ્ચિત થઈ. મધ્યપ્રદેશ પોલીસ સાથેના સંપર્કથી જાણવા મળ્યું કે આરોપી ચડ્ડી-બનિયન ગેંગનો સરદાર છે. જે મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 12 ગુનાઓમાં વોન્ટેડ છે. તે કર્ણાટકની જેલમાં 6 વર્ષની સજા ભોગવી રહ્યો હતો અને 2023થી ફરાર હતો. બાઈટ : મિનેષ કિસ્ચિયન DYSP ભુજ
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top