Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

આંબોલી માં 108 ઈમરજન્સી સેવા દ્વારા મહિલાની જીવનરક્ષા!

SVSANDEEP VASAVA
Jul 15, 2025 11:02:09
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- આંબોલી (કામરેજ) સ્લગ :-1507ZK_SRT_PRASHRUTI_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... રાજ્યની મેડીકલ ૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા ફરી એક સગર્ભા મહિલા માટે દેવદૂત બની છે ,લેબર પેઇન થી કણસી રહેલી મહિલાની સમયસર રોડ પર કચરાના ઢગલા પર ડીલીવરી કરવી મહિલા તેમજ બાળકી બંને નો જીવ બચાવ્યો, હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બંને સ્વસ્થ હોવાની માહિતી મળી વીઓ... ગઈકાલે સાંજના સમયે કરેજ ૧૦૮ ના ઈ એમ ટી રાકેશ ડુમરાળિયા ને ઇમરજન્સી ઓફિસ માંથી કોલ આવ્યો હતો જેને લઇ રાકેશ ડુમરાળિયા અને પાયલોટ આનંદ ભરતી તરત કામરેજ ના આંબોલી ખાતે આપવામાં આવેલા લોકેશન પર પહોંચ્યા, જ્યાં એક મહિલા કચરાના કચરાના ઢગલામાં લેબર પેઇન થી કણસી રહી હતી, મહિલા ને ૭ માસ નો ગર્ભ હતો અને પરિસ્થિતિ ક્રિટીકલ હતી જેને લઇ રાકેશ ભાઈ એ ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો અને પાયલટ સાથે મળી કચરાના ઢગલા પાસે જ પ્રસુતિ કરાવી હતી અને ત્યારબાદ બાળકને મધર કેર અને યુટ્રીણ મસાજ આપી બંને એને સહી સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી બાળકીને સારવાર માટે યુ એન એમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ઈ એમ ટી અને પાઈલોટ બંને ત્યાંથી બીજા કોલ પર નીકળી ગયા હતા. બાઈટ :- રાકેશ ડુમરાળિયા - ઈ એમ ટી - કામરેજ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 31, 2025 18:16:38
Modasa, Gujarat:
અરવલ્લી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા!! જાહેરમાં કાયદો હાથમાં લઈ ભય પેદા કરવાનો પ્રયાસ યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી અસામાજિક તત્વોએ યુવકને જુતાનો હાર પહેરાવી જાહેરમાં ઢસડી માર માર્યો —— બાઈટ - સ્વજન
14
comment0
Report
NBNARESH BHALIYA
Aug 31, 2025 18:01:05
Jetpur, Gujarat:
SULG:- ZK RJT JASDAN MA KOLI SAMAJ NA YUVANNI HATYA NI ASHANKA..... FORMANT:- AVBB..... APPROVED:- TAPAN BHAI..... FEED:- WHATSEAP..... એન્કર:-જસદણના વિરનગર-કનેસરા રોડ પર ડુંગર વિસ્તારમાંથી ગત મોડી રાત્રે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,બાદમાં મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો,આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૃતક જસદણ તાલુકાના કાળાસર ગામનો લાલજી ધીરુભાઈ મકવાણા (ઉ.વ. 28) હોવાનું સામે આવ્યું હતું,મૃતકના પરિવારજનોએ આ ઘટના પાછળ વ્યાજખોરોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો,મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને ન્યાયની માંગ કરતા વાતાવરણ તંગ બન્યું હતું, મૃતક લાલજી મકવાણા જેસીબી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો,પરિવારે આક્ષેપ કર્યો હતો કે, લાલજીએ કેટલાક વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. આ વ્યાજખોરો સાથે પૈસાની લેતીદેતી બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થઈને આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી, પરિવારજનોએ જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો,તેમજ મૃતકના પરિવાર સાથે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપરાંત કોળી સમાજના આગેવાનો અનશન ઉપર બેઠા હતા, જ્યાં સુધી આરોપીઓ અને પરિવાર ને ન્યાય ન મળે તે સુધી અનશન ઉપર બેસવાની ચીમકી ઉચારતા,આ પરિસ્થિતિને જોતા ગોંડલ ડીવાયએસપી, એલ.સી.બી., એસઓજી, જસદણ અને આટકોટ પોલીસનો મોટો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા,મૃતક લાલજી મકવાણાને સંતાનમાં એક નાનો દીકરો છે, અને એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું,પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી,..... બાઈટ:- મૃતકની પત્ની, બાઈટ:- મૃતકના સંબંધી, બાઈટ:- કોળી સમાજ આગેવાન...
14
comment0
Report
AKAshok Kumar
Aug 31, 2025 16:16:27
Junagadh, Gujarat:
ભવનાથ ખાતે ગુરુ ગૌરક્ષનાથ આશ્રમમાં મન કી બાત કાર્યક્રમ : સાધુ-સંતો, ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ ગિરનાર પર્વતની પવિત્ર છાયામાં આવેલા ભવનાથ વિસ્તારમાં ગુરુ ગૌરક્ષનાથ આશ્રમ ખાતે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” નો 125મો એપિસોડ વિશેષ રીતે નિહાળવામાં આવ્યો. કાર્યક્રમમાં જૂનાગઢ ભાજપના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ભવનાથ-ગિરનાર વિસ્તારમાં રહેતા સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું કે, “ગિરનારની ધરતી સદાય સાધુ-સંતોની તપસ્યાથી પવિત્ર રહી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વમાં આગવું સ્થાન મેળવી ચૂક્યું છે. રમતગમત, ખેતી, ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિત દરેક ક્ષેત્રમાં ભારત નવી ઊંચાઈ સર કરી રહ્યું છે.” પ્રધાનમંત્રી મોદીએ પોતાના 125મા મન કી બાત સંબોધનમાં આ કાર્યક્રમને દેશવાસીઓ સાથે હૃદયપૂર્વક જોડાવાનો પવિત્ર અવસર ગણાવ્યો. તેમણે જણાવ્યું કે આ માધ્યમ મારફતે તેઓ સામાન્ય નાગરિકોના જીવનમાંથી પ્રેરણા મેળવે છે. મોદીએ ખાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન પર ભાર મૂકતા કહ્યું કે છેલ્લા દાયકામાં આ પહેલ મહાન લોકઆંદોલનમાં રૂપાંતરિત થઈ છે. તેમણે ગિરનાર અને ભવનાથ જેવા પવિત્ર સ્થળોએ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનોની પ્રશંસા કરી. મહિલા શક્તિ પર ભાર મૂકી પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે મહિલાઓ રમતગમત, સ્ટાર્ટઅપ, સેના, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત દરેક ક્ષેત્રમાં આગેવાની કરી રહી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર ભારતીય ખેલાડીઓનું તેમણે વિશેષ ઉદાહરણ આપ્યું. યુવાનોને સંબોધતાં મોદીએ આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ્સ વિષે જણાવ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી બની છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યુવાનો નવતર પ્રયોગો કરી રહ્યા છે. “આજના યુવાનો માટે કોઈ સપનું અશક્ય નથી, સંકલ્પ અને મહેનત જરૂરી છે,” એમ તેમણે કહ્યું. પર્યાવરણની સુરક્ષા માટે મોદીએ વૃક્ષારોપણ, પાણી બચાવ, ઊર્જા બચત અને પ્રાણી-પક્ષીઓની સંભાળને દરેક નાગરિકનું કર્તવ્ય ગણાવ્યું. તેમણે “એક વૃક્ષ – એક જીવન” સૂત્ર અપનાવવાની અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ અનેક સામાન્ય નાગરિકોના પ્રેરણાદાયક કિસ્સાઓ પણ શેર કર્યા – જેમણે પોતાના ગામમાં પાણીની તંગી દૂર કરી કે શાળાઓને ટેકનોલોજીથી સજ્જ કરી. “દેશની સાચી શક્તિ આ જ સામાન્ય લોકો છે, જે અસાધારણ કાર્ય કરીને ભારતને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે,” એમ મોદીએ ઉમેર્યું. અંતમાં તેમણે દેશવાસીઓને એકતા, સંકલ્પ અને સંસ્કાર સાથે 2047 સુધી ભારતને વિશ્વનું શ્રેષ્ઠ અને પ્રેરણાદાયક રાષ્ટ્ર બનાવવા માટે આગળ આવવાની અપીલ કરી. બાઈટ મહંત શેરનાથ બાપુ મહંત ગુરુ ગોરખનાથ આશ્રમ અશોક બારોટ જૂનાગઢ
14
comment0
Report
KJKaushal Joshi
Aug 31, 2025 15:03:37
Jagatiya, Gujarat:
https://drive.google.com/drive/folders/1v2n5NDWfukWqRg9-Fj3My83q_cvlSRdD 1955 થી યોજાય છે લોકસંસ્કૃતિ,અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમો "સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો" ------ મુલાકાતીઓ માટે સુરક્ષા અને સુલભતા સાથે ઊભી કરાય છે સાત્વિક આનંદની તમામ વ્યવસ્થાઓ સોમનાથ, તા. વર્ષ ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક "કાર્તિકી પૂર્ણિમા મેળો" કાર્તિકી પૂર્ણિમાનું મહાત્મ્ય: સ્થાનિક જાણકારોનું કેહવુ છે કે સોમનાથ જ્યોતિર્લિંગના આદ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃતવર્ષા યોગ પણ કહેવામાં આવે છે. આ વિશેષ દિવસે ખગોળીય સંયોગમાં મધ્ય રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખરના કેન્દ્ર પર આવે છે, મહાદેવની ધ્વજા અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક સીધી હરોળમાં આવે છે. મેળાના વિવિધ આકર્ષણ: કાર્તિકી પુર્ણીમા મેળો સોમનાથ બાયપાસ સમીપ ટ્રસ્ટના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાય છે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગની ગેલેરી, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, આકર્ષક સેલ્ફી પોઇન્ટસ, સોમનાથ @70 ચિત્ર પ્રદર્શની, સાથેજ પ્રતિદિન ગુજરાતી લોકસાહિત્યના શીર્ષના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. મેળો દરમ્યાન દર્શનના સમયમાં વધારો: કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 01:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવે છે. ભક્તોમાં કાર્તિકી પૂર્ણિમાએ વિશેષ ઉત્સાહ: સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. ત્યારે મેળાના ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરી જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા ઉત્તમ આતિથ્ય પૂરું પાડવામાં આવે છે. મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર, રિક્ષા, અને 4 વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. સેહલાણીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા: આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવે છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા હોય છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવે છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાય છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા હોય છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવે છે. લોકોને મળે છે ઓનલાઈન લાભ: દેશ-વિદેશના ભક્તો શ્રી સોમનાથ મંદિર ના ઓફિશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, યુટ્યુબના માધ્યમો દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત પણે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકે છે. સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોકસાહિત્ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાય છે. આમ, સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે. જેથી મેળામા સેહલાણીઓને કોઈપણ તકલીફ ન પડે.
13
comment0
Report
URUday Ranjan
Aug 31, 2025 13:19:14
Ahmedabad, Gujarat:
Slug : 3108ZK_LIVE_GNR_AMIT_SHAH Reporter : UDAY RANJAN Injgst Feed : 3108ZK_LIVE_GNR_AMIT_SHAH Date : 31 - 08 - 2025 Format : PKG & WEB ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત મકાનો તેમજાક 1034 પોલીસ વાહન નું જનરક્ષક વાનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના હાથે કરવા માં આવ્યું શું છે પ્રોજેક્ટ જનરક્ષક ? રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ| ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર ત્વરિત મદદ મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવા ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ ગૃહ મંત્રાલય ભારત સરકારના નિર્દેશ મુજબ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અમલીકરણ કરવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ડાયલ 112 માં શું શું સેવા મળશે ? ગુજરાત રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ ૧૦૦, આરોગ્ય વિભાગની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, શહેરી વિકાસ વિભાગની ૧૦૧ ફાયર સેવા, મહિલા અને બાળ વિકાસની અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ડિઝાસ્ટર હેલ્પલાઈન ૧૦૭૦, ૧૦૭૭, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ૧૦૯૮ ચાઈલ્ડ હેહ્લલાઈન, વગેરે જેવી મહત્વની ઈમરજન્સી સેવાઓ મેળવવા ડાયલ ૧૧૨ નંબર કરવાથી ઉપરોક્ત તમામ સંકલિત (ઇન્ટીગ્રેટેડ) ઈમરજન્સી સેવાઓ| ઝડપથી લોકોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કાર્યાનિ્વત કરવા તા:૧૮/૦૨/૨૦૨૫ નાં રોજ ગૃહ વિભાગ અને| EMRI GHS જે છેલ્લા ૧૮ વર્ષથી રાજ્યમાં ૧૦૮ સેવાનું સફળ સંચાલન કરી રહેલ છે તે સંસ્થા સાથે પીપીપી ધોરણે MoU કરવામાં આવેલ છે. નંબર એક ,સેવા અનેક પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઈન (૧૮૧), ચાઈલ્ડ હેલ્પલાઈન (૧૦૯૮) અને ડિઝાસ્ટર હેલ્પલાઈન (૧૦૭૦/૧૦૭૭) જેવી સેવાઓ માટે હવે માત્ર ૧૧૨ નંબર ડાયલ કરવાનો રહેશે. શું હોય છે જનરક્ષક પોલીસ વાહન માં ? ત્વરિત અને અસરકારક પ્રતિસાદ: જીપીએસ ટેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપી પહોંચ અને સમયસર મદદ મળી રહેશે. કોલ કરનારનું સ્થળ (લોકેશન) ડિટેકશન સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન| પ્રાપ્ત થતાં ઈમરજન્સી સેવાની ટીમોનું સીઘ્ર પ્રસ્થાન ડાયલ 112 માં ટેક્નોલોજી ના ઉપયોગ ડાયલ ૧૧૨ રિસ્પોન્સ સેંટરમાં કોમ્પ્યુટર એઈડેડ ડિસ્પેચ (CAD) સિસ્ટમ, વોઇસ લોગર,| કોલર લોકેશન બેઝ સરિ્વસિસ, જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટરિ્મનલ્સ (MDT), વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે. ડાયલ 112 કઈ રીતે કામ કરશે ? ૧. સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (SERC) કેનિ્દ્રય સંચાલન અમદાવાદ ખાતે કાર્યરત આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. અહીં ૧૫૦ બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર છે, જે સમગ્ર રાજ્યભરમાંથી આવતા તમામ ઈમરજન્સી કોલ્સનું રિપોરિ્ટંગ અને ઘટના સ્થળે જરૂરી ઈમરજન્સી સેવાની ટીમને ત્વરિત મોકલવાની વ્યવસ્થાનું સંચાલન કરશે.અહીંથી કોલ્સને સંબંધિત ઈમરજન્સી સેવાઓ સાથે જોડીને ત્વરિત મદદ પૂરી પાડવામાં આવશે| ૨. ડિસિ્ટક્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (DERC): સ્થાનિક જિલ્લા/શહેર સ્તરે મોનિટરિંગ: દરેક જિલ્લા/શહેર પોલીસ કંટોલ રૂમમાં ખાતે જનરક્ષક કેન્દ્ર કાર્યરત| રહેશે. અહીંથી સ્થાનિક પીસીઆર વાનોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ અને સંચાલન કરી શકાશે. | ૩. ‘ડાયલ ૧૧૨ જનરક્ષક’ પીસીઆર વાનઃ વાહનોનો કાફલો: હાલમાં ઉપલબ્ધ ૫૦૦ પીસીઆર વાન ઉપરાંત નવી ૫૦૦ વાન ઉમેરાતા હવે કુલ ૧૦૦૦ ‘જનરક્ષક’ વાન પોલીસ ઈમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે. કેટલો ખર્ચ થાય છે આ પ્રોજેક્ટ માં ? ડાયલ ૧૧૨ જનરક્ષક ઈમરજન્સી વાનની સેવા માટે વારિ્ષક કુલ રૂ. ૯૨ કરોડ ખર્ચ માટે બજેટ જોગવાઈ. આ પોલીસ વાહન માં કોણ કરશે કામ ? આ તમામ વાનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે, જેથી તેમનું લોકેશન અને મૂવમેન્ટ સતત ટ્રેક કરી શકાશે વાહનોમાં લાઈટ બાર, પબિ્લક એડ્રેસ સિસ્ટમ, MDT, વાયરલેસ સેટ અને અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ રહેશે. | દરેક વાનમાં એક શિફ્ટ દરમિયાન હેડ કોન્સ્ટેબલ/ASI, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર એમ કુલ ત્રણ સભ્યોની ટીમ હાજર રહેશે.રિસ્પોન્સ ટીમના સભ્યો પાસે યુનિફોર્મ, લાઠી, હેલ્મેટ, અને બોડી વોર્ન કેમેરા ઉપલબ્ધ રહેશે. ખદ્યતન કોલ સેન્ટર અને નવી 500 જનરક્ષક PCR વાન નં લોકાર્પણ રાજ્યવ્યાપી 112 – ઈનિ્ટગ્રેટેડ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નો પ્રારંભ| મામ માગરિકોને એકજ નંબર – 112 દ્વારા પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇ- '' સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ ડાયલ ૧૧૨ જનરક્ષક– એકીકૃત ઈમરજન્સી સેવા| રાજ્યમાં અગાઉથી કાર્યરત સેવા નંબરનું એકીકરણ: પોલીસ 100 ફાયર 101 એમ્બ્યુલન્સ 108 મહિલા હેલ્પલાઇન 181 ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070/1077| 2019 થી રાજ્યમાં 112 નંબર કાર્યરત, હાલ ૭ જિલ્લા અને સુરત શહેરમાં અમલીકરણ હતું જનરક્ષક PCR વાન -સેવા અને વિશેષતા 1000 PCR વાન (મોજુદ 500 નવી 500 ફાળવણી)| GPS, MDT, ડિજિટલ કોમ્યુનિકેશન સાધનો સાથે સજ્જ સ્ટાફ: 1ASI/HC 1કોન્સ્ટેબલ 1 ડ્રાઇવર-24x7 ફરજ બોડી-વોર્ન કેમેરા, હેલ્મેટ, પ્રોટેકિ્ટવ ગિયર, લાઇટ બાર, પબિ્લક એડ્રેસ સિસ્ટમ PCR વાનમાં થયેલ તમામ કામગીરીનું ફરજીયાત MDT એપિ્લકેશનમાં રેકોરિ્ડંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા રિયલ ટાઈમ મોનિટરીંગ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત 19 ફેબ્રુઆરી 2019 થી કાર્યરત હતું અત્યાર સુધી 1.55 કરોડ કોલ્સ નું સફળ પ્રતિસાદ આપવા માં આવ્યો છે જેમાં 94,717 કેસોમાં તાત્કાલિક મદદ માટે ટીમ મોકલાઈ છે આ પ્રોજેક્ટ ના ઉદ્દેશ્ય શું છે ડાયલ 112 નાગરિકોને સુરક્ષા અને સલામતીની ખાતરી આપવી પોલીસ ઈમરજન્સી સેવાઓને વધુ સુદૃઢ, ઝડપી અને સક્ષમ બનાવવી ટેક્નોલોજી આધારિત ઈમરજન્સી મેનેજમેન્ટ સિસ્ટમથી આદર્શ રિસ્પોન્સ ટાઈમ પ્રાપ્ત કરવો રાજ્યના દરેક ગામ અને શહેર સુધી વિશ્વસનીય સેવા પહોંચાડવી ડાયલ 112 – જનરક્ષક” પ્રોજેક્ટ ગજરાતમાં નાગરિક સુરક્ષા માટે સરકારનો પ્રયાસ બનશે One to one ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment0
Report
GKGovindbhai Karmur
Aug 31, 2025 13:17:00
Khambhalia, Gujarat:
દ્વારકા જિલ્લાના વાડીનાર પોલીસ સ્ટેશનનો લોકો એ કર્યો ઘેરાવ... વાડીનાર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીએ એક યુવક ને દારૂ ના કેસમાં પકડી ઢોર માર્યા બાદ યુવક એ કર્યો હતો આપઘાત... યુવક એ આપ ઘાત કરતા પેહલા પ્રદીપસિંહ તેમજ કરાશન ભાઈ નામના 2 પોલીસ કર્મીએ ઢોર માર મારેલ હોય આપ ઘાત કરતા હોવાનો વિડ્યો કર્યો હતો વાઈરલ... વાડીનાર પોલીસ ની બેદરકાર ભરી કામગીરી બદલ ભરાણા તેમજ વાડીનાર વિસ્તાર ના અંદાજે 1000 જેટલા લોકોએ વાડીનાર પોલીસ સ્ટેશન નો કર્યો ઘેરાવ... આરોપી પોલીસ કર્મીઓ વિરુદ્ધ આત્મ હત્યા માટે મજબૂર કરવા બદલ ના ગુન્હો દાખલ કરવા કરાઈ રહી છે માંગ... 1000 જેટલા લોકો ન્યાય માટે કરી રહ્યા છે પોલીસ વિરુદ્ધ પ્રદર્શન....
14
comment0
Report
URUday Ranjan
Aug 31, 2025 12:49:01
Ahmedabad, Gujarat:
એન્કર : ગુજરાત માં ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવનિર્મિત મકાન અને પોલીસ વાહનો નો લોકાર્પણ કરવા માં આવ્યું ગાંધીનગર ના રામકથા ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે કરવા માં આવ્યું હતું ગુજરાત પોલીસ ના દરેક શહેર અને દરેક જિલ્લામાં માં 1034 પોલીસ વાહનો ફાળવવા માં આવશે આ પોલીસ વાહન ક્વિક રિસ્પોન્સ આપશે કોઈ પણ આપતી કે કાયદા વ્યવસ્થા સ્થાપવા માટે થી હવેથી ઉપયોગ માં લેવા માં આવશે સાથે ડાયલ 112 હેલ્પલાઇન પણ શરૂ કરવા માં આવી છે જેમાં લોકો ઇમરજન્સી મદદ મેળવી શકશે One to one ઉદય રંજન સાથે IPS ખુર્શીદ અહેમદ
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 31, 2025 12:16:27
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_BOARD_EXAM એંકર:ગુજરાત શિક્ષણ બોર્ડે (GSEB) વર્ષ 2026થી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રના સ્વરૂપમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રશ્નપત્રને લઈને થતી મૂંઝવણને દૂર કરવાનો છે. ખાસ કરીને સામાન્ય અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. હવેથી ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્રોમાં વિકલ્પ A અને વિકલ્પ B એમ બે ભાગ રહેશે. * વિકલ્પ A: આ વિકલ્પ સામાન્ય વિદ્યાર્થીઓ માટે રહેશે અને તેમાં ચિત્ર, આલેખ, ગ્રાફ, અને નકશા આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે * વિકલ્પ B: આ વિકલ્પ ખાસ કરીને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હશે. આ પ્રશ્નો વિકલ્પ Aમાં આપેલા પ્રશ્નોના બદલે હશે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. બાઈટ: પ્રફુલ પાનસેરીયા (રાજ્ય શિક્ષણ મંત્રી) ગત વર્ષે લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નિયમિત અને દ્રષ્ટિહીન બંને પ્રકારના વિદ્યાર્થીઓને એક જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રશ્નપત્રમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નો પણ સમાવવામાં આવ્યા હતા, જે સામાન્ય વિદ્યાર્થીઓ માટે મૂંઝવણનું કારણ બન્યું. ઘણા વિદ્યાર્થીઓએ ભૂલથી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના સરળ પ્રશ્નોના જવાબ લખ્યા હતા, જેના કારણે તેમને પરિણામમાં નુકસાન થયું હતું. બાઈટ: ભગીરથસિંહ પરમાર (જિલ્લા શિક્ષણ અધિકારી) બોર્ડે જણાવ્યું છે કે આ નવું સ્વરૂપ લાગુ કરવા પાછળનો મુખ્ય હેતુ પરીક્ષાનો માહોલ વધુ ન્યાયસંગત બનાવવાનો છે. આ ફેરફારથી કોઈ પણ વિદ્યાર્થીને ખોટી સમજૂતી નહીં થાય અને દરેકને પોતાની ક્ષમતા અનુસાર પ્રશ્નોના જવાબ આપવાની તક મળશે. બોર્ડ દ્વારા આ નવા નિયમો અને ફેરફારો વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતી જાણકારી આપવામાં આવશે.આ નિર્ણયથી વિદ્યાર્થીઓને તેમની તૈયારી કરવામાં અને પરીક્ષામાં યોગ્ય પ્રશ્નોના જવાબ લખવામાં સ્પષ્ટતા મળશે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
12
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 12:16:22
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: ગોધરા ના બજાર માં ભરચક ટ્રાફિક અને ભીડ વચ્ચે આખલા એ તોફાન મચાવ્યું ગોધરા માં ગણેશ વિસર્જન માટે બંદોબસ્ત સમીક્ષા માટે નીકળેલા પોલીસ અધિકારીઓ પાછળ દોડ્યો આખલો પોલીસ જવાનો અને અધિકારીઓ એ માંડ માંડ જીવ બચાવ્યો ગોધરા માં ઠેર ઠેર રખડતા પશુઓ નો આતંક સમગ્ર ઘટના નો વિડિઓ થયો વાયરલ
13
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 12:01:41
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: મોરવા હડફ ના હડફ ડેમ માંથી પાણી છોડાયું ઉપર વાસ માં પડેલા ભારે વરસાદ ને પગલે 26 હજાર ક્યુસેક પાણી ની આવક થતા છોડાયું પાણી હડફ ડેમ પૂર્ણ સપાટી એ ભરાઈ જતા રુલ લેવલ જાળવવા માટે 26000 ક્યુસેક પાણી હડફ નદી માં છોડવા માં આવ્યું ડેમ ના 5 દરવાજા 1.20 મીટર સુધી છોડાઈ રહ્યું છે નદી પર આવેલા કોઝ વે અને નાના બ્રિજ ક્રોસ ન કરવા અને નદી કાંઠા ના ગામો ને સાવચેત રહેવા સૂચના
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 31, 2025 12:00:49
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_CYBER_AAROPI એંકર:સુરત શહેરના સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઇન શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર એક ઠગને પાટણથી ઝડપી પાડ્યો છે. આરોપીએ એક વ્યક્તિ પાસેથી Angel Broking માં રોકાણ કરવાના બહાને રૂપિયા 6,75,600 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. વીઓ:1 આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ભોગ બનનાર વ્યક્તિએ તા. 27/07/2025 ના રોજ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ, આરોપીએ અલગ-અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો અને તેમને શેર માર્કેટમાં વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. બાઈટ: બિશાખા જૈન (સુરત શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી) વીઓ:2 પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પોતાને Angel Broking કંપનીના પ્રતિનિધિ તરીકે રજૂ કરતો હતો અને રોકાણ પર મોટા ફાયદાનું વચન આપતો હતો. આ રીતે વિશ્વાસ કેળવીને તેણે ભોગ બનનાર પાસેથી રૂપિયા 6,75,600 પોતાના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.ફરિયાદના આધારે, સાયબર ક્રાઇમ પોલીસે તકનીકી અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. આખરે, પોલીસે આરોપી ચિરાગકુમાર રામજીભાઈ પ્રજાપતિને પાટણથી શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી. બાઈટ: બિશાખા જૈન (સુરત શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી) વીઓ:3 આ ઘટના ઓનલાઇન છેતરપિંડીના વધતા જોખમોને ફરી એકવાર ઉજાગર કરે છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે લોકોને અજાણી વ્યક્તિઓ દ્વારા મળતી આવી લોભામણી ઓફરોથી સાવધાન રહેવાની અપીલ કરી છે. રોકાણ કરતા પહેલા હંમેશા અધિકૃત અને વિશ્વસનીય પ્લેટફોર્મની જ તપાસ કરવી સલાહભરી છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
13
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 12:00:44
Godhra, Gujarat:
બિગ બ્રેકીંગ :: પંચમહાલ :: પંચમહાલ ના પાનમ ડેમ માંથી 1.67 લાખ ક્યુસેક પાણી છોડાયું પંચમહાલ અને મહીસાગર જિલ્લા ના પાનમ નદી કાંઠા ના 19 થી વધારે ગામો ને હાઈ એલર્ટ કરાયા ઉપરવાસ માં ભારે વરસાદ થતાં પાનમ ડેમ માં 1.65 લાખ ક્યુસેક થી વધારે પાણી આવક નોંધાઇ ડેમ નું રુલ લેવલ 127.36 મીટર જાળવવા માટે ડેમ ના 8 દરવાજા 15 ફૂટ સુધી ખોલી પાણી છોડાયું જરૂરિયાત મુજબ તબક્કાવાર પાણી છોડવા ની માત્રા માં વધારો કરવા માં આવી શકે છે હાલ પણ પાનમ ડેમ માં વરસાદી પાણી ની આવક નોંધાઇ રહી છે જિલ્લા વહીવટી તંત્ર પણ વરસાદ ની સ્થિતિ જોતા એલર્ટ બન્યું બાઇટ :: રાહુલ રાઠોડ,કાર્યપાલક ઈજનેર, પાનમ સિંચાઈ વિભાગ વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
12
comment0
Report
ASAMIT SONI
Aug 31, 2025 11:45:50
Lalitpur, Uttar Pradesh:
उत्तर प्रदेश के ललितपुर जिले में सदर कोतवाली क्षेत्र अंतर्गत रोड़ा ग्राम में पारिवारिक विवाद के चलते दो परिवार के बीच जमकर मारपीट हो गयी । इस दौरान एक परिवार के लोगों ने दूसरे परिवार के घर मे जाकर उनकी महिलाओ सहित लोगों को जमकर पीटा , इस मारपीट के दौरान एक 75 वर्षीय बुजुर्ग दादा भी नजर आये । जो मारपीट के दौरान अपनी लाठी से लोगों को मारते हुये नजर आ रहे हैं , महिलाओ और पुरुषों के बीच हुई इस मारपीट का।वीडियो बनाकर पीड़ित लोगों ने सोशल मीडिया पर वायरल कर दिया , मारपीट की सूचना PRV 112 को दी गयी । जो मौके पर पहुँची लेकिन पुलिस के सामने भी जान से मारने की धमकी और मारपीट की जाती रही । फिलहाल पुलिस शिकायत और वायरल वीडियो के आधार पर कार्यवाही करने की बात कह रही है । BYTE - मोनू यादव (शिकायत कर्ता)
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Aug 31, 2025 11:45:40
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_DIGITAL_AAROPI એંકર:સુરતમાં એક વેબ ડિઝાઇનર મહિલા સાથે "ડિજિટલ અરેસ્ટ"ના નામે રૂપિયા 19 લાખની છેતરપિંડી કરનાર ગેંગના એક આરોપીની સાયબર પોલીસે ધરપકડ કરી છે.આ છેતરપિંડીના મામલામાં, આરોપીઓએ ફેડેક્સ કુરિયર અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને મહિલાને ફસાવી હતી. વીઓ:1 આ બનાવમાં, આરોપીઓએ મહિલાને ફોન કરીને જણાવ્યું કે મુંબઈથી ઈરાન જઈ રહેલા એક પાર્સલમાં 300 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. અને આ પાર્સલ માટે તેના આધાર કાર્ડ અને ફોન નંબરનો ઉપયોગ થયો છે.જો આ પાર્સલ તેમનું ન હોય, તો તેણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવો પડશે, એમ કહીને ફોન એક બનાવટી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર પાસે ફોરવર્ડ કર્યો. બાઈટ: બિશાખા જૈન (સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ડીસીપી) વીઓ:2 બનાવટી અધિકારીએ મહિલાને ડરાવી-ધમકાવીને જણાવ્યું કે તેના અન્ય ઘણા દસ્તાવેજો પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપીઓએ વીડિયો કૉલ દ્વારા પોતાને RBI અને EDના અધિકારીઓ તરીકે રજૂ કરીને મહિલાને વિશ્વાસમાં લીધી. તેઓએ ખોટા સહી-સિક્કાવાળા દસ્તાવેજો પણ બતાવ્યા અને આ કેસમાંથી બચવા માટે મહિલા પાસેથી પૈસાની માંગણી કરી. બાઈટ: બિશાખા જૈન (સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ડીસીપી) વીઓ:3 મહિલાએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતા, આરોપીઓએ તેને ICICI બેંકની એપ્લિકેશન પરથી લોન લેવાની સલાહ આપી, અને આ રીતે મહિલાએ રૂપિયા19 લાખ ટ્રાન્સફર કરી દીધા. મહિલાના પતિ અચાનક ઘરે આવી જતાં, ગભરાયેલા આરોપીઓએ ફોન કાપી નાખ્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં, મહિલાના પતિએ તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કર્યો. બાઈટ: બિશાખા જૈન (સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ડીસીપી) વીઓ:4 સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી અને આરોપી હિરેનકુમાર લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરી. આરોપી મહેસાણાના રાધનપુર રોડનો રહેવાસી છે. પોલીસે હિરેન પટેલનું HDFC બેંકમાં ચાલતું કરંટ બેંક એકાઉન્ટ શોધી કાઢ્યું, અને જાણવા મળ્યું કે આ એકાઉન્ટ અન્ય 14 જેટલી છેતરપિંડીની ફરિયાદોમાં પણ સંડોવાયેલું છે. બાઈટ: બિશાખા જૈન (સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ડીસીપી) વીઓ:5 તપાસમાં બહાર આવ્યું છે કે હિરેન પટેલને આ છેતરપિંડીના બદલામાં રૂપિયા 2.81 લાખનું કમિશન મળ્યું હતું.પોલીસે બેંક એકાઉન્ટની માહિતી મેળવીને પૈસા રિકવર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.અત્યાર સુધીમાં, પોલીસે મહિલાને તેના ગયેલા રૂપિયા 19 લાખમાંથી રૂપિયા 10.86 લાખ પરત અપાવ્યા છે. અને બાકીના પૈસા પાછા મેળવવાની કામગીરી ચાલુ છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
14
comment0
Report
MGMohd Gufran
Aug 31, 2025 11:31:55
Prayagraj, Uttar Pradesh:
अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप की बुद्धि शुद्धि के लिए हवन पूजन, संगम नगरी में डोनाल्ड ट्रंप की बुद्धि शुद्धि के लिए हुआ हवन पूजन, डंडी स्वामी संन्यासियों ने आयोजित किया बुद्धि शुद्धि महायज्ञ, ट्रंप की बुद्धि शुद्धि के लिए वैदिक मंत्रोच्चार के साथ किया हवन पूजन, भारत पर 50 फ़ीसदी टैरिफ लगाए जाने से नाराज़ हैं डंडी स्वामी संन्यासी। एंकर -- अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के भारत पर 50 फ़ीसदी टैरिफ लगाए जाने पर साधु संतों में भी आक्रोश देखा जा रहा है। संगम नगरी प्रयागराज में डंडी स्वामी संन्यासियों ने आज भारत की अर्थव्यवस्था की मजबूती के लिए बाकायदा वैदिक मंत्रोच्चार के साथ हवन पूजन किया और ट्रंप की बुद्धि शुद्धि के लिए यज्ञ किया। डंडी स्वामी संन्यासियों के इस बुद्धि शुद्धि महायज्ञ में बड़ी संख्या में लोग शामिल हुए। संतो ने कहा कि ट्रंप भारत पर दबाव बनाना चाहता है, लेकिन भारत उसके दबाव के सामने झुकने वाला नहीं है। ट्रंप की बुद्धि शुद्धि के लिए आज बाकायदा हवन पूजन किया गया है। डंडी स्वामी प्रबंधन समिति के संरक्षक स्वामी महेशाश्रम ने कहा कि भारत के सैनिकों के लिए वह हमेशा अनुष्ठान करते रहते हैं। लेकिन प्रयागराज यज्ञ की धरती है, यहां पर सच्चे मन से किया गया यज्ञ का फल अवश्य मिलता है। इसी उद्देश्य के साथ आज भारत की अर्थव्यवस्था की मजबूती और अमेरिकी राष्ट्रपति के बुद्धि शुद्धि के लिए हवन पूजन यज्ञ किया गया है। उन्होंने कहा कि अमेरिका भारत पर अनैतिक रूप से दबाव बनाकर व्यापार करना चाहता है, लेकिन भारत उनके इस मंसूबे को किसी कीमत पर कामयाब नहीं होने देगा। स्वामी महेशाश्रम ने कहा कि हम अब लगातार ये अनुष्ठान करते रहेंगे। ताकि भारत को कमजोर करने का प्रयास करने वाली शक्तियों के मंसूबों को तोड़ा जा सके। बाइट -- स्वामी महेशाश्रम, संरक्षक - डंडी स्वामी प्रबंधन समिति
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top