Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Aravalli383315

अरवल्ली में धारदार रात, छह लुटेरों ने फार्म हाउस लूटा

PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 27, 2025 07:34:23
Modasa, Gujarat
અરવલ્લી ધનસુરાના વડાગામમાં લૂંટારુ ટોળકીનો આતંક ગત મધ્ય રાત્રીએ ફાર્મ હાઉસ પર લૂંટ કમલેશ પટેલના ફાર્મ ફાઉસ પર ૬ લૂંટારુ ત્રાટક્યા માસ્ક સાથે કાળા કપડા પહેરેલી ટોળકીએ બે લોકોને બનાવ્યા બંધક બંધક બનાવી ત્રણ લાખની લૂંટને આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ લૂંટની ઘટનાથી પંથકમાં ફફડાટ વ્યાપ્યો એક તરફ નવરાત્રીનો પર્વ બીજી તરફ લૂંટારુ ગેંગ સક્રિય ધનસુરા પોલીસ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી જિલ્લા એલસીબી , એસ ઓ જી સહિત પોલીસ ટીમો તપાસમાં જોડાઈ વોક થ્રુ મહેશ પરમાર અરવલ્લી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Sept 27, 2025 09:17:27
Ahmedabad, Gujarat:(PLS TAKE THIS FEED FROM GUJARAT VSAT) અમદાવાદ શહેરમાં વધુ એક સ્થળે લાગ્યા આઈ લવ મહંમદ ના પોસ્ટર દરિયાપુરમાં કડીયાનાકા પાસે લાગ્યા પોસ્ટર અગાઉ વેજલપુર જુહાપુરામાં પોસ્ટર લાગતા વિવાદ ન થાય માટે પોલીસે પોસ્ટર હટાવ્યા હતા દરિયાપુરમાં આઇ લવ મોહમ્મદ સાથે આઇ લવ મહાદેવના પોસ્ટર સનાતન હી સત્ય હૈ : ૐ લખાણ વાળા પોસ્ટર લાગ્યા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે પોલીસનો પોઇન્ટ લાગ્યો વોક થ્રુ अहमदाबादशहर में एक और स्थान पर "आई लव मोहम्मद" के पोस्टर लगाए गएदरियापुर में कड़ियानाका के पास पोस्टर लगेइससे पहले वेजलपुर जूहापुरा में पोस्टर लगने पर विवाद न हो, इसलिए पुलिस ने पोस्टर हटाए थेदरियापुर में "आई लव मोहम्मद" के साथ "आई लव महादेव" के पोस्टर"सनातन ही सत्य है: ॐ" लिखे हुए पोस्टर लगेकानून और व्यवस्था की स्थिति बिगड़े नहीं, इसके लिए पुलिस का पॉइंट तैनात किया गया वॉक थ्रू 2709K_LIVE_AHD_VHP_BITE (PLS TAKE THIS FEED FROM GUJARAT VSAT जूहापुरा के बाद दरियापुर में लगे धार्मिक पोस्टर मामले में VHP की प्रतिक्रियायह उत्तर प्रदेश से शुरू हुआ है।उनका अपनी तरह से इबादत करना, इसका कोई विरोध नहीं है।लेकिन सार्वजनिक स्थानों और सड़कों पर इस तरह पोस्टर लगाना उचित नहीं है।दहेगाम के बहियल में जो हुआ, वह भी इसका हिस्सा था।हमारी सरकार से अनुरोध है कि ऐसे जिहादियों के खिलाफ सख्त कार्रवाई की जाए।बाइट: अश्विन पटेल, प्रदेश मंत्री - VHP, गुजरात
0
comment0
Report
GPGaurav Patel
Sept 27, 2025 09:15:48
Ahmedabad, Gujarat:ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇશુદાન ગઢવીની પ્રેસ ઇશુદાન ગઢવીનું નિવેદન ભાજપ દ્વારા જી્એસટી અને સ્વદેશીની મુહિમ ચલાવાઇ રહી છે ૨૦૧૭માં અડધી રાત્રી વાગે જીએસટી લાગુ કર્યુ અધધ લુંટ કર્યા બાદ હવે જીએસટી ઓછો કર્યો જીએસટીમાંથી પેટ્રોલ ડીઝલને બાકાત રાખી લુંટ કરી સામાન્ય જનતાને લુંટનો સણસણતો તમાચો ૧૨૭ લાખ કરોડ જીએસટી સામાન્ય જનતા પાસે થી ઉઘરાવ્યો ૮૦ લાખ કરોડ જીએસટી માત્ર ૬૪ ટકા પ્રજા પાસેથી ઉઘરાવેલા ૪ લાખ કરોડ ટેક્સ ત્રણ ટકા અમીર પાસેથી ઉઘરાવ્યા સામાન્ય જનતાને ૨૨ લાખ ૮૮ હજાર કરોડ ટેક્સ ચુકવ્યો ખેડૂતોને કપાસના ભાવ નથી મળતા અને વિદેશથી કપાસ આાયાત કરે છે ભાજપના નેતાઓને વિનંતી કે જીએસટીનુ નાટક બંધ કરે જીએસટીમાં આઠ વર્ષમાં જે લુંટ કરી તે પ્રજાને પરત આપે બાઇટ ઇશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ આપ ગુજરાત
0
comment0
Report
LJLakhani Jaydeep
Sept 27, 2025 08:37:16
Dwarka, Gujarat:વીઓ 01:- દ્વારકા ખાતેના રઘુવંશી સમાજમાં તાજેતરમાં ''ઓપરેશન સિંદૂર''ની સફળતાને બિરદાવવા માટે એક અનોખા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના લોકોએ એકસાથે આવીને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.આ ખાસ ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે રાસ રમીને સેનાના પરાક્રમને સલામ કરી હતી. આ તિરંગા રાસનો કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક ઉજવણી નહોતો, પરંતુ ''ઓપરેશન સિંદૂર''માં ભાગ લેનાર સુરક્ષા દળોના શૌર્ય અને બલિદાન પ્રત્યેનું સમાજનું ઊંડું સમર્થન અને ગૌરવ દર્શાવતો હતો. બાઈટ :- ધવલ દાવડા ,અગ્રણી,રઘુવંશી સમાજ, દ્વારકા વીઓ 02 :- સમગ્ર વિસ્તારમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમની ધૂન સાથે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનાથી એક અદ્ભુત અને પ્રેરણાદાયક માહોલ સર્જાયો હતો. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો અને રાષ્ટ્રની રક્ષા કરનારા જવાનોને સન્માન આપવાનો છે.''ઓપરેશન સિંદૂર'' એ તાજેતરમાં કરવામાં આવેલ સુરક્ષા દળોનું એક મહત્વનું ઓપરેશન છે. જેની સફળતાની ઉજવણી દેશભરમાં વિવિધ રીતે થઈ રહી છે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Sept 27, 2025 08:03:28
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૭/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: હમીમ સર. સ્લગ: ભાવનગર માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ ગગડ્યા, ત્રણ રૂપિયે કીલો વેચાયા લીંબુ. એન્કર : ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ગગડી જતા ખેડૂતો મૂંઝાયા, ત્રણથી ચાર રૂપિયા કિલોના ભાવે વેચાયા ખેડૂતોના લીંબુ, એક સમયે 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા લીંબુના હાલ ખેડૂતોને રૂપિયા 3 થી 15 સુધીના ભાવ મળી રહ્યા છે, ખેડૂતોએ લીંબુના વાવેતરથી લલણી સુધીનો ભાવ પણ નહીં નીકળતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિઓ ૧: ઉનાળામાં લીંબુનું પુષ્કળ વેચાણ થતું હોય છે, ગરમીના સમયે લોકો વિટામિન સી થી ભરપૂર લીંબુનો મોટાપાયે ઉપયોગ કરતા હોય છે, પરંતુ એ સમયે લીંબુની આવકો ઓછી રહેતા લીંબુના ભાવ આકાશને આંબતા હોય છે, જેના કારણે ખેડૂતોને ઉનાળાના સમયમાં લીંબુના કિલો દીઠ 100 થી 250 સુધીના ભાવ મળી રહે છે, પરંતુ હાલ ચોમાસું હોય બજારમાં લીંબુની મોટાપાયે આવક થઈ રહી છે, બીજી બાજુ ઉત્પાદન થઈ રહ્યું છે, પુષ્કળ ઉત્પાદનના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં લીંબુના વેચાણ કરવા આવી રહ્યા છે, લીંબુની યાર્ડમાં પુષ્કળ આવકો થતા લીંબુના ભાવ ગગડી ને સિઝનના તળીયે પહોંચી ગયા છે, લીંબુ માર્કેટમાં લીંબુના ભાવમાં રોજે રોજ કડાકો બોલી રહ્યો છે, બે દિવસ પહેલા લીંબુના ભાવ કિલો દીઠ 5 રૂપિયાથી સારામાં સારા લીંબુના 35 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા, પરંતુ આજે સારા લીંબુના ભાવ 15 રૂપિયા ગગડીને 20 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે, તેમજ નબળી ગુણવત્તા ધરાવતા લીંબુના ભાવ 3 રૂપિયાથી 10 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે, હાલ ચોમાસામાં વરસાદની સિઝન હોય લીંબુ બગાડવાની સંભાવના વધી જાય છે, જ્યારે ઉત્પાદન પણ વધારે આવતા બજારમાં લીંબુની મબલખ આવક થઈ રહી છે, ભાવનગરમાંથી મહારાષ્ટ્ર અને હરિયાણા પ્રદેશમાં લીંબુનું વેચાણ કરવામાં આવતું હોય છે, જેમાં અન્ય રાજ્યમાંથી લીંબુની ખરીદી શરૂ થતા ગુજરાતમાંથી લીંબુનું વેચાણ ઘટી ગયું છે, જે પણ લીંબુના ભાવ ઘટાડા માટે મહત્વનું સાબિત થઈ રહ્યું છે, હાલમાં લીંબુ બગડી જવાની બીકે ખેડૂતો ઢગલે ઢગલા લીંબુ માર્કેટમાં ઠાલવી રહ્યા છે, પરંતુ પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વિઓ ૨: લીંબુનું વાવેતર કર્યા પછી ખેડૂતોને તેની સતત ચાર વર્ષ સુધી માવજત કરવી પડતી હોય છે, ખેડૂતો ઉત્પાદન પૂર્વે ખાતર, નીંદામણ, મજૂરી સહિત અનેક પ્રકારનાં ખર્ચાઓ ભોગવે છે, અને ઉત્પાદન શરૂ થયા બાદ લીંબુનું ફળ મોટું થાય ત્યાં સુધી માવજત કરવી પડે છે, અને અંતે લીંબુનું ઉત્પાદન થતા તેને બજાર સુધી લઈ જવા ખેડૂતોને પોટકા દીઠ ચોક્કસ રકમ ચૂકવવી પડે છે, પરંતુ લીંબુમાં પૂરતા ભાવ નહીં મળતા તેમજ ઓછા ભાવે વેચાણ થતા પડતર ખર્ચ પણ નથી નીકળતો, હાલમાં લીંબુનું ઉત્પાદન વધ્યું છે, લીંબુના 10 કિલોના પોટકા ને ખેતરથી બજારમાં લાવવા સુધી ખાતર, માવજત, મજૂરી, ગાડી ભાડું બધું મળી 70 થી 80 રૂપિયા ખર્ચ થાય છે, જ્યારે એક 10 કિલોનું લીંબુનું પોટલું 80 થી 100 રૂપિયા જેવી નજીવા ભાવે વેચાણ થતા પડતર ખર્ચ પણ નથી નીકળતો, પડતર સામે ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે, જો આમ જ ચાલશે તો ખેડૂતો લીંબુની ખેતી છોડી અન્ય પાકો લેવાનું શરૂ કરી દેશે. બાઈટ: ઈશ્વરભાઈ ઘોરી, ખેડૂત, ફરિયાદકા ગામ. બાઈટ: રાજુભાઈ આહિર, ખેડૂત, ભાવનગર. બાઈટ: હીપાભાઈ દેવીપૂજક, ભાગીયો, લોલિયાણા ગામ. બાઈટ: શંભુભાઈ પટેલ, ખેડૂત, ચોક ગામ. બાઈટ: વિરેન્દ્રસિંહ ગોહીલ, લીંબુના વેપારી, ભાવનગર માર્કેટયાર્ડ.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 27, 2025 07:34:37
Surat, Gujarat:aniથી ફીડ આવી છે તે ઉપયોગમાં લેશો ૉ સુરત... રેલ મંત્રી અશ્વની વૈષ્ણવ દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશનની કરી મુલાકાત આંત્રોલી સ્થિત સ્ટેશનની મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ સુરત બુલેટ ટ્રેન સ્ટેશન મુસાફરો નું સુવિધા અને કનેક્ટવિટી ને નવી દિશા આપશે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી આરામદાયક આંતરિક સુવિધાઓ, ઝળહળતી રોશની, પ્રાકૃતિક અને હવાદાર પ્લેટફોર્મ ની સુવિધા મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે માટેની સુવિધા સ્ટેશન પર પ્રતક્ષાલય,શૌચાલય,ખાણીપીણી સ્ટોલ સહિતની સુવિધા સ્ટેશન પર બાળકો,મહિલાઓ અને સિનિયર સિટીઝન માટેની પણ સંપૂર્ણ સુવિધા સુરત બુલેટ ટ્રેન સ્ટેશન જોડે 330 મીટર ન અંતરમાં brts બસ સ્ટોપ, 280 મીટર ના અંતરમાં સુરત મેટ્રો સ્ટેશન, 11 કિલોમીટર ના અંતરમાં સુરત રેલ્વે સ્ટેશન, 10 કિલોમીટર અંતરમાં સુરત સિટી બસ સ્ટેશન, 5 કિલોમીટર ના અંતરમાં ચલથાણ રેલવે સ્ટેશન, જ્યારે 5 કિલોમીટર ના અંતરમાં નેશનલ હાઇવે 48 ની કનેક્ટિવિટી સ્ટેશન પર જળ સંચય ની પણ સુવિધા હાલ સ્ટેશન પર બિલ્ડિંગ સ્ટ્રક્ચર ની કામગીરી પૂર્ણ જ્યારે હાલ આંતરિક સજ્જા,છત સહિત સ્ટેશનથી જોડાયેલી સુવિધાઓ અંગેની કામગીરી પ્રગતિ હેઠળ બુલેટ ટ્રેન સ્ટેશનની કુલ ઊંચાઈ 26.3 મીટર ક્ષેત્રફળ 58,352 મીટર સ્ટેશન બિલ્ડિંગ ના ત્રણ સ્તર પાર્કિંગ સુવિધા, પિક એન્ડ ડ્રોપની સુવિધા *મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન કોરિડોર 399 કિલો મીટર ના પિયર નું કામ પૂર્ણ 17 નદી પુલ,5 પ્રિ સ્ટ્રેસ્ડ કોંક્રિટ અને 9 સ્ટીલ બ્રિજ ની કામગીરી પૂર્ણ 210 કિલોમીટર ના માર્ગ પર 4 લાખથી વધુ ટ્રેક નોઈઝ બૈરીયર લગાડવામાં આવ્યા રેલ્વે મંત્રીએ તમામ કામગીરી અંગે નું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરી
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 27, 2025 07:34:31
Ahmedabad, Gujarat:અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ મા ન્યુ મણિનગર ચાર રસ્તા થી રામોલ રિંગરોડ પહોળો કરવામાં JCB થી કરાતા ખોદકામ ને લઈ ને મુખ્ય પાણી ની લાઈન મા અનેક જગ્યા એ ભંગાણ પડતા ઠેરઠેર પાણી ના ફુવારા ઓ ઉડયા રોડ પહોળો કરવાને લઈ ને ખોદકામ કરાતા વ્હેલી સવારે જ ભંગાણ પડતા આસપાસ ની અનેક સોસાયટી ઓ પીવા ના પાણી વગર હાલાકી ઓમા મુકાઈ જ્યારે હજારો લિટર પીવા ના પાણી નો થયો વ્યય સુરતી સોસાયટી.શાલીમાર સોસાયટી સહિત જનતાનગર મા પણ આજ નો સવાર નો પાણી પુરવઠો મહદઅંશે ખોરવાયો જયા પાણી સામાન્ય રીતે આવ્યું ત્યાં માટી વાળુ પાણી નહિવત્ આવ્યું હોવાની બુમરાણ સ્થાનિક ઓ એ કરી એક તો વરસાદ મા પહેલે થી જ આખો રોડ તુટી ગયો છે ત્યાં ચોમાસા મા જ રોડ પહોળો કરવાના ભાગરુપે JCB થી ખોદકામ કરાતા ટાફિક જામ ની સમસ્યા ઓ સાથે આખા રોડ પર માટી સાથે વાહનો ના ધુમાડા ઓનું સામાજયઁ છવાયું
0
comment0
Report
DPDhaval Parekh
Sept 27, 2025 07:34:08
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS JAL SANCHAY નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 27 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : ભારતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આમ પાટીલની આગેવાનીમાં જળ સંચયની કામગીરી વેગ પકડી ચુકી છે. ત્યારે આજે નવસારીના પરીખ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લામાં 350 વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બનાવવાની શરૂઆતનું ઈ ખાતમુર્હુત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. વી/ઓ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ગણદેવીની કોળી સમાજ વાડીમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જળ સંચય, જન ભાગીદારીથી અભિયાન હેઠળ જિલ્લામાં પરીખ ફાઉન્ડહસનાના સહયોગથી થનારા 350 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચરનું ઈ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જેની સાથે જ પોષણ માહ અંતર્ગત પોષણ મેળો પણ યોજવામાં આવ્યો હતો. સાથે જ નવસારી શહેર સહિત જિલ્લામાં લારી ઉપર વેપાર કરતા નાના વેપારીઓ માટે એકસરખી ડિઝાઇન અને સુવિધાઓ સાથેની લારીઓ આપવાનો પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની ડિઝાઇન કરેલી લારીઓનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલે જિલ્લામાં થયેલા જળ સંચયના કાર્યોના ઉદાહરણ આપી જિલ્લામાં એક વીઘામાં એક સ્ટ્રક્ચર બનાવવાની અપીલ કરી હતી. જેમાં રૂપિયાની કોઈ તકલીફ ન પડે એનું આશ્વાસન પણ આપ્યું હતું. ખાસ કરીને ધારાસભ્યોને રાજ્ય સરકારે 50 લાખની વિશેષ ગ્રાન્ટ તેમજ એમની ગ્રાન્ટમાંથી 20 ટકા રકમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. બીજી તરફ ભારત સરકારે પણ મનરેગા યોજનામાંથી ગ્રાન્ટ ફાળવી છે અને તેમાં નવસારી જિલ્લાને જળ સંચય માટે 18 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. સમગ્ર મુદ્દે સાંસદ સી. આર. પાટીલે નવસારીને આગળ રાખવા સૌને સહિયારા પ્રયાસની અપીલ પણ કરી છે. બાઈટ : સી. આર. પાટીલ, જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 27, 2025 07:34:02
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યા વરદાયિની માતાના દર્શન રૂપાલ ગામે આગામી પલ્લીની યાત્રાને લઇ ચાલી રાહેલી તૈયારીઓની કરી સમીક્ષા ગામના 27 સ્થળોએ ફરનારી યાત્રા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બાઈટ : હર્ષ સંઘવી, ગૃહરાજ્ય મંત્રી --------------------- ૩૦ સપ્ટેમ્બર નોમ ના દિવસે રાત્રે ૧૨ વાગ્યા બાદ માતાજીની પલ્લી નીકળશે વહેલી સવારે પલ્લી મંદીર પરત ફરશે દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ કરી છે ટ્રાફિક , પાર્કિંગ અને સફાઈ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદી માહોલ હશે તો ડોમ પણ તૈયાર થશે હજારો ટન ઘી નો માનતા પ્રમાણે શ્રદ્ધાળુઓ ઘીનો અભિષેક કરશે અંદાજે 10-12 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવશે બાઈટ : નીતિન પટેલ, ટ્રસ્ટી - વરદાયીની મંદીર , રૂપાલ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 27, 2025 07:30:11
Surat, Gujarat:એકર શહેરમાં સાઈબર ફ્રોડ માટે બેંક ખાતા ભાડે આપવાનો અને બેંક કીટ વેચવાનો ધંધો પૂરબહારમાં ચાલી રહ્યો છે. જે બાબતને ધ્યાને લઈ સાયબર સેલે બાતમીના આધારે કતારગામમાં એક અને સરથાણામાં બે ઠેકાણે દરોડા પાડી ૮ આરોપીને પકડી પાડયા હતા.આરોપીઓના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા 19 કરોડથી વધુને ટ્રાન્ઝેક્શન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી વિઓ.1 કતારગામમાં લક્ષ્મી એન્કલેવમાં મેટાડોર ટ્રેડિંગ એકેડમી ખાતે દરોડા પાડયા હતા. જયાંથી પોલીસે સીપીયુ, મોબાઈલ, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે લઈ આરોપીને પકડી પાડયા હતા. આરોપીઓ ગુનાઈત કાવતરું રચી લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હતા. જે બેંકની કીટો મેળવી સાયબર ક્રિમિનલ્સને પહોંચાડતા હતા. આરોપીઓના ૨૫ બેંક ખાતામાં 3.૩૫ કરોડના ટ્રાન્જેક્શન એ મળી આવ્યા હતા. આ ઉપરાંત, સરથાણામાં નેચર પાર્કની પાછળ સેતુ રેસિડન્સીમાં ક્રોસ વલર્ડ આઈટી સોલ્યુશન અને રાજવી શોપિંગ સેન્ટરમાં સોનીક ફીનકેર પાલિ.માં દરોડા પાડયા હતા. જ્યાંથી પણ મોબાઇલ, ચેકબુક, સીપીયુ વિગેરે કબ્જે લઈ ચાર આરોપીને પકડી લેવાયા હતા. આ આરોપીઓ પણ સાઈબર ફ્રોડ તથા ગેમિંગના ઓનલાઇન નાણાં મેળવવા કે હેરાફેરી કરવા બોગસ કંપનીઓ બનાવતા હતા. કંપનીઓના નામે અલગ અલગ કરંટ એકાઉન્ટો ઓપન કરાવી કમિશનથી સાઈબર ક્રિમિનલ્સને પહોંચાડતા હતા. આ ચાર આરોપીના પણ પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આરોપીઓના ૧૮ બેંક ખાતામાં 16.56 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા. આરોપીના નામ 1.મીત પ્રદિપ શાહ 2. યશ હરિદાસ 3. ઋષિકેશ નંદલાલ સપકાળ 4. નિલેશ સોલંકી 5.જિગ્નેશ મનસુખ માંગુકીયા 6. જિતેન્દ્ર કેશુભાઇ વાડદોરિયા 7.સતિષ મનસુખ માંગુકીયા 8.તદીપ પ્રાગજી કકાણી સાયબર સેલે મીત શાહની કરેલી પૂછપરચ્છમાં એવો ખુલાસો થયો હતો કે તે ૨ વર્ષ પહેલાં ગોવા ગયો હતો ત્યારે તેની મુલાકાત જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર સાથે થઇ હતી. તેની પાસે ગેમિંગ ફંડ આવતું હોય મીત એન્ટ્રીનું કામ કરતો હતો. ત્યારબાદ જતીન સાથે કામ કરતા કરણ દેસાઇ ઉર્ફે દ્વારકેશ સાથે પરિચય થયો હતો તેને ઘરે રહી ફંડ ટ્રાન્સફર કરવાનું કામ સોંપ્યું હતુ અને ફ્રેન્ચાઇઝી પણ લેવડાવી હતી. અલગ-અલગ બેંક ખાતામાં સાધભર કામ અને ગેમિંગ ફંડ જુદી જુદી ઓનલાઇન બેટિંગ વેબસાઇટમાંથી આવતું હતું જે ફંડ ટ્રાન્સફર કરવાના કામ બદલ કરણ દેસાઇ મીતને મહિને ૮૦ હજાર પગાર ચૂકવતો હતો. કરણ અને જોનને વોન્ટેડ જાહેર કરાયા છે.આરોપી મીત સાહ કાયડ દલાલ નિલેશ સોલંકી પાસેથી બેંક એકાઉન્ટ પર કમિશન મેળવતો હતો. મીતે પોતાની નીચે અને ઋષિકેશને ૨૫-૨૫ હજારના પગારથી રાખ્યા હતા. જે પગાર કરણ ચુકવતો હતો. નિલેશ સોલંકી ગોવાથી ફલાઇટમાં સુરત આવવાનો હોવાની બાતમી મળતા જ સાયબર સેલે સુરત એરપોર્ટથી જ નિલેશને દબોચી લીધો હતો.સાયબર સેલની તપાસમાં નેશનલ સાઇબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલ પર આરોપીઓના બેંક એકાઉન્ટ સામે વિવિધ પ્રકારના સાઇબર ફોડના ગુના દર્જ થયા હતા. મહારાષ્ટ્રમાં ૧૧ ગુજરાતમાં ૬ બંગાળમાં ૨ યુપી, હરિયાણામાં ૩-૩ દિલ્હીમાં ૨ એમપીમાં ૩ એમ ૬૭ ગુનામાં 7.96 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનો પણ ખુલાસો થયો હતો બાઈટ..બીશાખા જૈન..ડીસીપી સાયબર ક્રાઈમ
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 27, 2025 02:01:28
Porbandar, Gujarat:2709 ZK PBR MER FORMAT-PKG DATE-27-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર શેરી ગરબીઓે અને થોડી ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા મળે છે ત્યારે પોરબંદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની આગવી પરંપરાને જાળવી રાખી છે.અહી મહિલાઓ પારંપરિક વસ્ત્રોની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરનો ટ્રેડિશનલ પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિની ઝાંખી અહીં જરુર થતી જોવા મળે છે. વીઓ-1 શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 24 વર્ષથી પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે મહેર સમાજના લોકો માટે નવરાત્રીનુ સુંદર આયોજન કરવામાં આવી રહ્યુ છે.આજે જ્યારે નવરાત્રીમાં પણ આધુનિકતા ભળી હોય એમ ગરબાનુ સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યું છે અને ગરબીઓનુ મ્યુઝિક પણ પાર્ટીમય બની ચુક્યુ છે ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરિક પોશાક પહેરીને જ મહિલા અને પુરુષો રમે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.અહી પાંચમાં નોરતે આ વખતે પણ આપણા પરંપરાગત જે જુના ગરબાઓ છે તેની ઝલક જોઈ શકાય છે.મેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારાઓ મંત્રમુગ્ધ બની જાય છે.મહિલાઓ પારંપરિક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરી મણિયારો રાસ રમે છે. બાઈટ-1 વિમલજી ઓડેદરા પ્રમુખ,શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ બાઈટ-2 ભોજા આગઠ આગેવાન,મહેર સમાજ,પોરબંદર વીઓ-2 ગુજરાતના લોકનૃત્યોમાં રાસના અનેક પ્રકારો છે જેમાં એક છે મણીયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં મહેર સમાજ દ્વારા રમવામાં આવે છે.આજે દેશ વિદેશમાં તેમજ દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ અચૂક મહેરનો મણીયારો આપણે જોવા મળે છે..મણીયારો રાસ રમતી વેળાએ પુરુષો આંગણી,ચોરણી અને પાઘડી અને ખેસ પહેરીને રમે છે તો પારંપરિક મહેરનો રાસ રમતી મહિલાઓ પોશાકમાં ઢારવો,કાપડુ,ઓઢણી અને કાનમાં વેઢલા તો ડોકમાં સોનાના હાર સહિત લાખો રૂપિયાના સોનાના દાગીના પહેરે છે.આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો એક તોલુ સોનુ લેવાનુ પણ ટાળતા હોય છે.ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ લાખો રુપિયાના ઘરેણાં પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાય છે. બાઈટ-3 રમા ભુતિયા ખેલૈયા બાઈટ-4 ખેલૈયા બાઇટ-5 ખૈલેાયા વીઓ-3 પોરબંદરમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ પાંચમાં નોરતે જ્યારે પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવું અવશ્ય કહી શકાય કે,મહેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે.આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની અનુભૂતિ અહીં જરૂરથી સૌ કોઈને થાય છે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
4
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top