Back
कતारगाम में साइबर फ्रोड के धंधे का पर्दाफाश: 8 आरोपी गिरफ्तार
CPCHETAN PATEL
Sept 27, 2025 07:30:11
Surat, Gujarat
એકર
શહેરમાં સાઈબર ફ્રોડ માટે બેંક ખાતા ભાડે આપવાનો અને બેંક કીટ વેચવાનો ધંધો પૂરબહારમાં ચાલી રહ્યો છે. જે બાબતને ધ્યાને લઈ સાયબર સેલે બાતમીના આધારે કતારગામમાં એક અને સરથાણામાં બે ઠેકાણે દરોડા પાડી ૮ આરોપીને પકડી પાડયા હતા.આરોપીઓના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા 19 કરોડથી વધુને ટ્રાન્ઝેક્શન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી
વિઓ.1
કતારગામમાં લક્ષ્મી એન્કલેવમાં મેટાડોર ટ્રેડિંગ એકેડમી ખાતે દરોડા પાડયા હતા. જયાંથી પોલીસે સીપીયુ, મોબાઈલ, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે લઈ આરોપીને પકડી પાડયા હતા. આરોપીઓ ગુનાઈત કાવતરું રચી લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હતા. જે બેંકની કીટો મેળવી સાયબર ક્રિમિનલ્સને પહોંચાડતા હતા. આરોપીઓના ૨૫ બેંક ખાતામાં 3.૩૫ કરોડના ટ્રાન્જેક્શન એ મળી આવ્યા હતા. આ ઉપરાંત, સરથાણામાં નેચર પાર્કની પાછળ સેતુ રેસિડન્સીમાં ક્રોસ વલર્ડ આઈટી સોલ્યુશન અને રાજવી શોપિંગ સેન્ટરમાં સોનીક ફીનકેર પાલિ.માં દરોડા પાડયા હતા. જ્યાંથી પણ મોબાઇલ, ચેકબુક, સીપીયુ વિગેરે કબ્જે લઈ ચાર આરોપીને પકડી લેવાયા હતા. આ આરોપીઓ પણ સાઈબર ફ્રોડ તથા ગેમિંગના ઓનલાઇન નાણાં મેળવવા કે હેરાફેરી કરવા બોગસ કંપનીઓ બનાવતા હતા. કંપનીઓના નામે અલગ અલગ કરંટ એકાઉન્ટો ઓપન કરાવી કમિશનથી સાઈબર ક્રિમિનલ્સને પહોંચાડતા હતા. આ ચાર આરોપીના પણ પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આરોપીઓના ૧૮ બેંક ખાતામાં 16.56 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા.
આરોપીના નામ
1.મીત પ્રદિપ શાહ
2. યશ હરિદાસ
3. ઋષિકેશ નંદલાલ સપકાળ
4. નિલેશ સોલંકી
5.જિગ્નેશ મનસુખ માંગુકીયા
6. જિતેન્દ્ર કેશુભાઇ વાડદોરિયા
7.સતિષ મનસુખ માંગુકીયા
8.તદીપ પ્રાગજી કકાણી
સાયબર સેલે મીત શાહની કરેલી પૂછપરચ્છમાં એવો ખુલાસો થયો હતો કે તે ૨ વર્ષ પહેલાં ગોવા ગયો હતો ત્યારે તેની મુલાકાત જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર સાથે થઇ હતી. તેની પાસે ગેમિંગ ફંડ આવતું હોય મીત એન્ટ્રીનું કામ કરતો હતો. ત્યારબાદ જતીન સાથે કામ કરતા કરણ દેસાઇ ઉર્ફે દ્વારકેશ સાથે પરિચય થયો હતો તેને ઘરે રહી ફંડ ટ્રાન્સફર કરવાનું કામ સોંપ્યું હતુ અને ફ્રેન્ચાઇઝી પણ લેવડાવી હતી. અલગ-અલગ બેંક ખાતામાં સાધભર કામ અને ગેમિંગ ફંડ જુદી જુદી ઓનલાઇન બેટિંગ વેબસાઇટમાંથી આવતું હતું જે ફંડ ટ્રાન્સફર કરવાના કામ બદલ કરણ દેસાઇ મીતને મહિને ૮૦ હજાર પગાર ચૂકવતો હતો. કરણ અને જોનને વોન્ટેડ જાહેર કરાયા છે.આરોપી મીત સાહ કાયડ દલાલ નિલેશ સોલંકી પાસેથી બેંક એકાઉન્ટ પર કમિશન મેળવતો હતો. મીતે પોતાની નીચે અને ઋષિકેશને ૨૫-૨૫ હજારના પગારથી રાખ્યા હતા. જે પગાર કરણ ચુકવતો હતો. નિલેશ સોલંકી ગોવાથી ફલાઇટમાં સુરત આવવાનો હોવાની બાતમી મળતા જ સાયબર સેલે સુરત એરપોર્ટથી જ નિલેશને દબોચી લીધો હતો.સાયબર સેલની તપાસમાં નેશનલ સાઇબર ક્રાઈમ રિપોટિંગ પોર્ટલ પર આરોપીઓના બેંક એકાઉન્ટ સામે વિવિધ પ્રકારના સાઇબર ફોડના ગુના દર્જ થયા હતા.
મહારાષ્ટ્રમાં ૧૧
ગુજરાતમાં ૬
બંગાળમાં ૨
યુપી, હરિયાણામાં ૩-૩
દિલ્હીમાં ૨
એમપીમાં ૩
એમ ૬૭ ગુનામાં 7.96 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનો પણ ખુલાસો થયો હતો
બાઈટ..બીશાખા જૈન..ડીસીપી સાયબર ક્રાઈમ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 27, 2025 10:06:070
Report
MDMustak Dal
FollowSept 27, 2025 10:04:440
Report
BPBurhan pathan
FollowSept 27, 2025 09:47:270
Report
SVSANDEEP VASAVA
FollowSept 27, 2025 09:47:100
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 09:46:530
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:45:420
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:45:350
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 09:45:100
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 27, 2025 09:40:010
Report
AKAshok Kumar
FollowSept 27, 2025 09:39:120
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:17:400
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:17:270
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:15:480
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 08:38:510
Report
GKGovindbhai Karmur
FollowSept 27, 2025 08:38:290
Report