Back
सी.आर. पटेल ने नवसारी में 350 वॉटर हार्वेस्टिंग शुरू करने का ऐलान
DPDhaval Parekh
Sept 27, 2025 07:34:08
Navsari, Gujarat
એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા
સ્લગ : NVS JAL SANCHAY
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 27 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : ભારતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આમ પાટીલની આગેવાનીમાં જળ સંચયની કામગીરી વેગ પકડી ચુકી છે. ત્યારે આજે નવસારીના પરીખ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લામાં 350 વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બનાવવાની શરૂઆતનું ઈ ખાતમુર્હુત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
વી/ઓ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ગણદેવીની કોળી સમાજ વાડીમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જળ સંચય, જન ભાગીદારીથી અભિયાન હેઠળ જિલ્લામાં પરીખ ફાઉન્ડહસનાના સહયોગથી થનારા 350 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચરનું ઈ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જેની સાથે જ પોષણ માહ અંતર્ગત પોષણ મેળો પણ યોજવામાં આવ્યો હતો. સાથે જ નવસારી શહેર સહિત જિલ્લામાં લારી ઉપર વેપાર કરતા નાના વેપારીઓ માટે એકસરખી ડિઝાઇન અને સુવિધાઓ સાથેની લારીઓ આપવાનો પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની ડિઝાઇન કરેલી લારીઓનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે સાંસદ સી. આર. પાટીલે જિલ્લામાં થયેલા જળ સંચયના કાર્યોના ઉદાહરણ આપી જિલ્લામાં એક વીઘામાં એક સ્ટ્રક્ચર બનાવવાની અપીલ કરી હતી. જેમાં રૂપિયાની કોઈ તકલીફ ન પડે એનું આશ્વાસન પણ આપ્યું હતું. ખાસ કરીને ધારાસભ્યોને રાજ્ય સરકારે 50 લાખની વિશેષ ગ્રાન્ટ તેમજ એમની ગ્રાન્ટમાંથી 20 ટકા રકમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. બીજી તરફ ભારત સરકારે પણ મનરેગા યોજનામાંથી ગ્રાન્ટ ફાળવી છે અને તેમાં નવસારી જિલ્લાને જળ સંચય માટે 18 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. સમગ્ર મુદ્દે સાંસદ સી. આર. પાટીલે નવસારીને આગળ રાખવા સૌને સહિયારા પ્રયાસની અપીલ પણ કરી છે.
બાઈટ : સી. આર. પાટીલ, જળ શક્તિ મંત્રી, ભારત સરકાર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 27, 2025 10:06:070
Report
MDMustak Dal
FollowSept 27, 2025 10:04:440
Report
BPBurhan pathan
FollowSept 27, 2025 09:47:270
Report
SVSANDEEP VASAVA
FollowSept 27, 2025 09:47:100
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 09:46:530
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:45:420
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:45:350
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 09:45:100
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 27, 2025 09:40:010
Report
AKAshok Kumar
FollowSept 27, 2025 09:39:120
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:17:400
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:17:270
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:15:480
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 08:38:510
Report
GKGovindbhai Karmur
FollowSept 27, 2025 08:38:290
Report