Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan384265
संतलपुर के वाोवा गाँव में भारी बारिश, मकान धराशायी हो गए
PTPremal Trivedi
Sept 11, 2025 11:01:08
Patan, Gujarat
એન્કર સાંતલપુર તાલુકામાં બે દિવસ ભારે વરસાદ થતા ગામે ગામ પાણીથી તરબોળ બની જવા પામ્યા હતા . જેમાં ખાસ કરીને સાંતલપુર તાલુકાના મહુવા ગામને મોટી અસર થતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા . પાણીના પ્રવાહમાં ગામના અનેક મકાનો ધરાસાઈ તેમજ નુકસાની થવા પામી છે જેને લઈને પરિવારોને ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે નિર્માણ થવા પામ્યું છે ત્યારે હવે સરકાર વાહરે આવે અને સહાય જાહેર કરે તો પરિવારોને કોઈ સહારો મળે તેમ છે વીઓ.. પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ વરસાદ સરહદી સાંતલપુર અને રાધનપુર તાલુકાઓમાં ખાબકતા આ વિસ્તારના ગ્રામીણ લોકોની હાલત કફોડી બની છે. બે દિવસ ખાબકેલા અતિ ભારે વરસાદને પગલે વૌવા ગામ ના તબાહી ના દ્રશ્યો ઝી 24 કલાક ના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મા સામે આવ્યા હતા બે દિવસ ભારે વરસાદ મા સાંતલપુર તાલુકા ના વૌવા ગામે ભારે વરસાદી પાણી તેમજ આસ પાસ ના તળાવો ફાટતા ધસ મસતો પાણીનો પ્રવાહ ગામમાં ધીમે ધીમે રાત્રિના સમયે વધવા લાગ્યો હતો અને જોત જોતા માતો આખું ગામ પાણીના ઘેરાવવામાં આવી જવા પામ્યું હતું ત્યારે ગામ ના જાગૃત સરપંચ સહિત આગેવાનોએ સતર્ક બની ગામમા લોકોને બૂમો પાડી ઘરની બહાર નીકળી જવા દોડધામ કરી હતી ત્યારે ગામમાં છાતી સમા પાણી ફરી વળતા લોકોએ જીવ બચાવવાં નાસ ભાગ મચાવી હતી ત્યારે ગામમા પાણી નો ભારે પ્રવાહ વહેતા અનેક પાકા, કાચા મકાનો પડી જવા પામ્યા હતા ઘર મા રહેલ તમામ સર સમાન કેટલોક દબાઈ ગયો તો કેટલોક પાણી મા તણાઈ ગયો જેને લઇ પરિવારો ઘર વિહોણા બનવા પામ્યા છે ઉપર આકાશ અને નીચે ધરતી રહેવા પામી છે ત્યારે આવા અસરગ્રસ્ત પરિવારો ની હાલત કફોડી બનવા પામી છે આ પરિવારો ને રહેવું કયા અને ખાવુ શું તેની વિમાસણ મા મુકાઈ જવા પામ્યા છે ત્યારે હવે સરકાર તાત્કાલિક ધોરણે નુકશાન ની નું સર્વે કરાવી સહાય કરે તો જ આ પરિવારો ફરી પગ ભર બને અને પરિવારના માથે છત મળી શકે તેમ છે બાઈટ. 1 to 1. અસરગ્રસ્ત મકાન માલિક સાથે બાઈટ. 1 to 1 અસરગ્રસ્ત મકાન માલિક સાથે બાઈટ. 1 બાબુભાઇ આહીર. સરપંચ વૌવા ગામ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 11, 2025 13:34:44
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લાની આશા વર્કર તેમજ ફેસીલેટર બહેનો દ્વારા આજે તેઓની પડતર માંગોને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસોથી વધુ આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આજે તેઓની પડતર માગો ને લઇ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓ એ ટાગોરબાગ થી કલેકટર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચાર કરી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે વેતન પગાર વધારો કરવામાં આવે અને કાયમી ધોરણે વર્ગ-૪માં તેઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ ઓનલાઈન કામગીરી અંગે મોબાઈલ આપવામાં આવે અને પાંચમું છઠ્ઠું પગાર પંચ આપવામાં આવે અને સરકારી લાભો પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે 2000 રૂપિયા જેટલું માત્ર વેતન આપી અને આશા વર્કર બહેનોનું શોષણ કરતા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો બાઈટ 1. રાજુલ બેન (મહીલા આગેવાન) 2. ભાવનાબેન રાઠોડ (આશા વર્કર) 3. પારુલબેન (આશા વર્કર)
0
comment0
Report
URUday Ranjan
Sept 11, 2025 13:32:22
Ahmedabad, Gujarat:Slug : 1109ZK_LIVE_AHD_CHORI_AROPIReporter : UDAY RANJAN Injgst Feed :1109ZK_LIVE_AHD_CHORI_AROPI Date : 11 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ ના ધોળકા માં લાખો રૂપિયા ની ઘરફોડી ના કેસ માં અમદાવાદ જિલ્લા પોલીસે એક ચોર ની ધરપકડ કરી ને મ,મુદ્દામાલ કબ્જે કર્યો છે .... વીઓ-1અમદાવાદ જિલ્લા પોલીસ એલસીબી દ્વારા ધોળકા શહેર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે એક ચોર આરોપીની ધરપકડ કરી છે. ધોળકા માં ગઈ તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ધોળકા શહેરમાં અરિહંત હોસ્પિટલ ની સામે ફરિયાદીના ઘર ની નીચેના ગેરેજમાં ઘૂસીને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.આ ચોરી નો બનાવ બનતા ની સાથે જ સ્થાનિક પોલીસ સહિત એલસીબીની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ માં લાગી હતી ત્યારે અમદાવાદ પોલીસે આ કેસમાં તપાસ કરતા ચોકાવનારી હકીકત સામે આવી કારણ કે આ ચોરીની ઘટના માં આરોપી બીજું કોઈ નહીં પરંતુ ફરિયાદી નો જ પરિચિત અને ગેરેજ ની સામે ફ્રુટની લારી ચલાવતો ઉમર ફારુક મનસુરી જ હોવાનું સામે આવ્યું છે .... જેને ફરિયાદીના ઘરની નીચે રહેલા ગેરેજ નું શટર ચાવી વડે ખોલી ગેરેજ ની અંદર રહેલા લોખંડની તિજોરી ખોલી ને રૂપિયા રૂપિયા 17 લાખ રોકડા અને રૂપિયા 5.97 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરીની તપાસ માટે સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ગ્રામ્ય ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં લાગી હતી. ત્યારે તપાસ દરમિયાન અંદાજે 30થી વધારે શંકાસ્પદ લોકોના નિવેદન લીધા અને પૂછપરછ હાથ ધરી હતી જેમાં સાથે સાથે ઘટના સ્થળ આસ્પા લાગેલા સીસીટીવી ફૂટેજની પણ પોલીસે ફંફોળવા ના શરુ કર્યા હતા જેની તપાસ માં આરોપી વિરુદ્ધ ના પુરાવા હાથે લાગતા પોલીસ દવરા આરોપી ની કડક હાથે પૂછપરછ કરતા સમગ્ર ચોરી ના ગુના ની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી ત્યારે સૌથી મહત્વની વાત એ હતી કે આ ચોરીના કિસ્સા માં પકડાયેલ આરોપી ઉમર ફારુક મન્સૂરી ચોરી કર્યા બાદ ફરીથી રાબેતા મુજબ ફ્રુટ ની લારી ગેરેજ સામે જ ચલાવવા લાગ્યો હતો. જેથી કરીને કોઈને શંકા ન જાય. પોલીસે 30 લોકોના નિવેદન લીધા હતા તે પૈકી આરોપીનો પણ સમાવેશ થાય છે. જેને શરૂઆતમાં આ કેસમાં પૂછપરછ દરમિયાન પોલીસને મદદ પણ કરી હતી. જોકે અંતે પોલીસને પૂછપરછ દરમિયાન કેટલાક લોકો પર શંકા પ્રબળ બની. જેના આધારે તેમના ઘરે તપાસ કરવામાં આવી. આરોપી ફારૂક ના ઘરે તપાસ કરતા ભાંડો ફૂટ્યો અને તેને જ પોતાના પરિચિત મિત્રને ત્યાં ચોરી કરી હોવાની હકીકત સામે આવી. જેના આધારે કરવામાં આવી. આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે ફરિયાદીએ થોડા દિવસ પહેલા પોતાની જમીન વેચી હતી જેના રોકડ રૂપિયા ગેરેજની તિજોરીમાં રાખ્યા હતા. ફરિયાદીની બરોબર સામે જ આરોપી ફ્રુટની લારી ચલાવતો હતો અને તેનો મિત્ર હતો. જ્યારે જ્યારે આરોપી ઉમર ફારૂક ને નાની મોટી મદદની જરૂર હોય ત્યારે ફરિયાદી ને મદદ પણ કરી હતી.પરંતુ આરોપી ઉમર ફારુકે કામ ધંધા માટે વાહન લાવવા ની જરૂરિયાત ઊભી થઈ, જેથી તેને આ ચોરીનો પ્લાન બનાવ્યો. આરોપી ગેરેજ અને ફરિયાદીના ઘર ની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાકેફ હતો સરળતાથી આ ચોરીનો પ્લાન પાર પાડ્યો. ઊંડાણપૂર્વક તપાસ કરતા અંતે આરોગ્યનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે બાઈટ : ઓમ પ્રકાશ જાટ, SP, અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 11, 2025 12:19:50
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એંકર:સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. કડોદરાના ઝોલવા ગામે મટકી ફોડતી વખતે નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 21 વર્ષીય યુવક જયેશસિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોક અને રોષનું વાતાવરણ છે અને તેમણે જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ​વીઓ:1 મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને સુરતમાં આઈટીઆઈનો અભ્યાસ કરતો જયેશસિંહ, કડોદરાના ઝોલવા ખાતે મટકી ફોડવાના કાર્યક્રમમાં ભાગ લેતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના માથાની નસ બ્લોક થઈ હોવાનું નિદાન થયું હતું અને તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાઈટ: શત્રુવન સિંહ (મૃતક ના પિતા) બાઈટ: મનીષ સિંહ (મૃતક ના મિત્ર) ​વીઓ:2 જોકે, પરિવારે આક્ષેપ કર્યો છે કે સારવાર દરમિયાન તબીબોએ ભારે બેદરકારી દાખવી હતી. જયેશના પરિવારજનોએ જણાવ્યું કે જ્યારે પણ તેઓ યુવકની પીડા અંગે તબીબોને જાણ કરવા જતા, ત્યારે ઘણા તબીબો પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતા અથવા વોર્ડમાં જ સુઈ જતા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે તબીબોએ દર્દીની યોગ્ય કાળજી લીધી ન હતી. જેના કારણે જયેશ 10 દિવસ સુધી આઈસીયુમાં રહ્યા બાદ અંતે મૃત્યુ પામ્યો. ​વીઓ:3 જયેશ તેના પરિવારમાં સૌથી મોટો પુત્ર હતો. તેના પિતા શત્રવન સિંહ લુમ્સ કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જયેશના મૃત્યુથી પરિવાર પર આભ ફાટ્યું છે. તેમણે બેદરકાર તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી છે. આ મામલે હોસ્પિટલ સત્તાવાળાઓનો કોઈ સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી આવ્યો નથી. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
2
comment0
Report
GKGovindbhai Karmur
Sept 11, 2025 12:19:24
4
comment0
Report
PTPremal Trivedi
Sept 11, 2025 11:36:01
Patan, Gujarat:એન્કર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદની પગલે સૌથી વધુ અસર મહુવા ગામે થવા પામી હતી ઉપરથી કુદરતી આફત રૂપ વરસાદ અને બાજુ આસપાસમાં આવેલ તળાવનો ફાટતા તેના પાણી ગામમાં ચારે તરફ પરિવર્તન કપરી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું જેને લઈને ગામમાં મોટી નુકસાની થવા પામી હતી તો સાથે જ પશુધન, ઘર વખરી, અનાજ પણ પાણીના પ્રવાહ તણાઈ જવા પામ્યું હતું પાણી નો નિકાલ ત્રણ દિવસ બાદ થતા તારાજી ના દ્રશ્યો સામે આવવા પામ્યા હતા વીઓ સાંતલપુરમાં બે દિવસ ભારે વરસાદની મોટી અસર વહુવા ગામે થવા પામી હતી રાત્રી દરમિયાન ગામમાંથી ધીમે ધીમે પાણીનો પ્રવાહ વધતો જતા અને ગામ ની બાજુમાં આવેલ ગામ તળાવ ફાટક તેનો પાણી નો પ્રવાહ એકદમ વધી જતા ગામમાં છાતી સુધીના પાણી ફરી વળ્યા હતા જેને લઈને ગામમાં આવેલ કાચા પાકા મકાનો ધારાસભ્ય થવા પામ્યા હતા . રોડ,રસ્તા તૂટી જવા પામ્યા હતા ,કાચી દુકાનો પડી જવા પામી હતી, મકાનોની દિવાલો પડી જવા પામી હતી સાથે જ ગામની જમીનનું ધોવાણ થવા પામ્યું હતું . તો બીજી તરફ ખેડૂતો એ ઘરમાં રાખેલ મહા મુલો પાક જીરુ,બાજરી સહિતનો પાક કેટલોક તણાઈ ગયો તો કેટલોક પાણી મા પલડી ગયો જેને લઇ મોટી નુકશાની થવા પામી છે છેલ્લા ત્રણ દિવસથી ગામમાંથી જ પુરવઠો ખોરવાયેલ હોય લોકોની હાલત કફોડી અને દયનિય બનવા પામી છે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્ર દ્વારા ગ્રામજનોની કોઈપણ મુલાકાતે રાહત સામગ્રી પણ પહોંચાડવામાં આવી નથી જેને લઈને ગ્રામજનોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બાઈટ. Wkt. પ્રેમલ ત્રિવેદી. પાટણ બાઈટ. 1.રતના ભાઈ આહીર. અસરગ્રસ્ત બાઈટ 2.હરખી બેન. અસરગ્રસ્ત બાઈટ 3.સાનું બેન આહીર. અસરગ્રસ્ત
2
comment0
Report
PTPremal Trivedi
Sept 11, 2025 11:35:00
Patan, Gujarat: એન્કર.. સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ બાદ હવે ધીમે ધીમે તાલુકામાંથી પાણી નીકળવા લાગ્યા છે પરંતુ હજુ પણ અનેક ગામોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ જેસે થી ની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગામોમાં અમુક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ રહેવા પામે છે ત્યારે અનરાધાર વરસાદ અને પુર જેવી સ્થિતિમાં પરિવારોએ જે કંઈ અનાજ,ઘરવખરી બચાવી છે તેને સમેટીને અસરગ્રસ્ત પરિવારો ગામોમાંથી સ્થળાંતર કરી સલામત સ્થળે જવાનું શરૂ કર્યું છે વીઓ.. સાંતલપુર તાલુકામાં અનરાધાર વરસાદે અનેક ગામોમાં તારાજી સર્જી છે ત્યારે ચારે તરફ ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે ત્યારે સાંતલપુર તાલુકાના બરારા,બકુત્રા મઢુત્રા,પર,કલ્યાણપુરા રોઝૂ સહિતના ગામોમાં પરિસ્થિતિ વિકટ બનવા પામી છે ત્યારે ઘરવખરી પાણીના પ્રવાહમાં મોટાભાગની તણાઈ જવા પામી છે ત્યારે પરિવારો દ્વારા જે પણ ઘર વખરી બચાવી છે તેને લઈને ગામોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરવાની હવે ફરજ પડી રહી છે જે પ્રકારે ગામોમાં અનેક વિસ્તારો માં પાણી ગરકાવ થતા હવે ત્યાં રહેવું લોકો માટે જોખમ રૂપ બનવા પામ્યું છે અને આ પાણી નો ક્યારે નિકાલ થશે તેનું કોઈ નક્કી ન હોય પરિવારો હવે સલામત સ્થળે સ્થળાંતર કરવાની નોબત આવવા પામી છે ઘરમાં રહેલ અનાજ મોટા ભાગનું તણાઈ જવા પામ્યું છે ત્યારે હવે બાજરી જીરું સહિતનો જે અનાજ છે જે બચ્યું છે તેને લઈને હવે પરિવારો એક બાદ એક સલામત સ્થળે જવા રવાના થયા છે બાઈટ. Wkt. પ્રેમલ ત્રિવેદી પાટણ બાઈટ. 1.ભરત ભાઈ વાદી. અસરગ્રસ્ત બાઈટ. 2.ચેતન ભાઈ વાદી
3
comment0
Report
GPGaurav Patel
Sept 11, 2025 11:34:14
Ahmedabad, Gujarat:* *જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ* સુરત નો હીરા ઉદ્યોગ આજે મંદિમાં છે યુક્રેન યુદ્ધ અને અમેરિકન ટેરિફ ની સ્થિતિ વચ્ચે ઉદ્યોગ રહ્યો છે આ મંદી આજકાલ ની નથી વર્ષ 2019થી આ મંદી ચાલી રહી છે અત્યાર કારીગરો ને રોજગારી નથી મળી રહી 75 રત્ન કલાકારોએ આપઘાત કર્યા ના દાખલાઓ છે આ મંદીના કારણો ઘણા બધા છે ચીનની અર્થ વ્યવસ્થા પણ મંદિ તરફ છે રાજ્ય સરકારે ડાયમંડ વેલફેર બોર્ડ ની રચના ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કર્યું નહીં સુરતમાં ડાયમંડ બુર્જ બનાવવામાં આવ્યું ડાયમંડ વર્કર એસોસિએશન ની માગણીઓ છે.. ટેરિફ થી હીરા ઉદ્યોગ માં કામ કરતા રત્ન કલાકારોએ બેરોજગાર બનશે રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સરકારે સહાય નથી આપી રત્ન દીપ કલ્યાણ યોજના હેઠળ1200 કરોડ ની જાહેરાત કરી હતી તેમાં 6 લોકોને લાભ આપ્યો પછી લાભ આપવામાં નથી આપ્યો ડાયમંડ વર્કર માટે વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ સુરત નો હીરા ઉદ્યોગ ભયંકર આર્થિક તકલીફોમાં છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ તમામ મુદ્દે કેન્દ્ર સરકાર પ્રધાન મંત્રી અને વિત્ત મંત્રીને પત્ર લખ્યો છે PM આજે પ્રાઇવેટ મેન થયા છે જવાબદાર વિરોધ પક્ષને આજે રાજ્યની અને કેન્દ્ર સરકાર જવાબ નથી આપતી ચેમ્બર્સ ઓફ કોમર્સ નું સરકાર સાંભળતી નથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે આ વિશેષ પત્ર લખ્યો છે રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ને પગલે સ્થિતિ ગંભીર સરકારની કામગીરી દયાજનક કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા લોકોએ ની સ્થિતિ ખરાબ જાન પહોંચી છે પણ પોંખવા કોઈ આવતું નથી બાઈટ - જયનારાયણ વ્યાસ નેતા કોંગ્રેસ
1
comment0
Report
AKAshok Kumar
Sept 11, 2025 11:32:27
Junagadh, Gujarat:જુનાગઢ.. સતત બીજા દિવસે જુનાગઢમાં નહીં થાય સફાઈ સફાઈ કર્મચારીઓની હડતાલ નો બીજો દિવસ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાલ પર સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને હડતાલ હજીયાણી બાગ ખાતે એકઠા થયા સફાઈ કર્મચારીઓ સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાલ સફાઈ કર્મચારીઓ પોતાની માંગ સાથે રહ્યા અડગ ડોર ટુ ડોર કામગીરી પણ સફાઈ કામદારો દ્વારા કરાવવામાં આવી બંધ માંગ: સફાઈ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બને, કાયમી સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી મળે, રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મચારીઓ અને સખીમંડળની બહેનોને ફિક્સ પગારમાં સામેલ કરવાની માંગ કરી છે.
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 11, 2025 10:18:32
Vapi, Gujarat:એન્કર: વાપીના ચલા રોડ પર એક અઠવાડિયા અગાઉ રાત્રે એક કાર ચાલકે નશામાં એક બાઈક સવાર અને રોડની બાજુમાં ઉભેલા પોલીસના હોમગાર્ડને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બાઇક ચાલક નું મોત નિપજ્યું હતું..સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી... વાપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં જ ફરાર કારચાલક ની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. કોણ હતો આ રફતાર નો રાક્ષસ કારચાલક...?? અને શું હતી આખી ઘટના...?? જોઈએ આ અહેવાલ... વી ઓ:1 રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રફતરના રાક્ષસો કહેર વર્તાવી રહ્યા છે.. દારૂના નશામાં બેફામ વાહનો હંકારી અને રોડ પરથી પસાર થતા અનેક નિર્દોષોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.. રાજ્યમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે.. ત્યારે આવી જીવલેણ હીટ એન્ડ રનની વધુ એક ઘટના વાપીમાં બની હતી. વાપીમાં ત્રીજી સપ્ટેમ્બરના રોજ અડધી રાત્રે વાપીના ચલા રોડ પર એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી હતી.. આ દરમિયાન ચલાના પોલીસ ચેકપોસ્ટ નજીકથી પસાર થતાં એક બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ત્યારબાદ રોડની બાજુમાં ઉભેલા પોલીસના એક હોમગાર્ડને પણ ટક્કર મારી અને ઘટના સ્થળ થી ફરાર થઈ ગયો હતો ..આ ઘટનામાં બાઈક ચાલક પિયુષ શાહનું મોત નિપજ્યું હતું.. જ્યારે હોમગાર્ડ જયેશ નાયકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.. આથી પોલીસે આ ફરાર કાર ચાલકને શોધવા તપાસ શરૂ કરી હતી .અને ગણતરીના દિવસોમાં જ વાપી ટાઉન પોલીસને સફળતા મળી છે.. અને અકસ્માત સર્જી એકનું મોત નીપજાવી અને હોમગાર્ડને ઇજાગ્રસ્ત કરી ફરાર થનાર કારચાલક વિજય રાયની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો... બાઇટ:1 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:2 પોલીસના હાથે ઝડપાયેલો આરોપી વિજય રાય પોતે લેબર કોન્ટ્રાક્ટર નું કામ કરે છે .અને તેણે જ ત્રીજી તારીખે બેફામ કાર ચલાવી અને આ ઘટના માં એક નું મોત નીપજાવી અને ફરાર થઈ ગયો હતો.. પોલીસે કારની શોધ કરતા આખા અકસ્માત સર્જનાર કાર બીજા દિવસે વલસાડના પારડી ના ઉમરસાડી ગામ નજીક રોડ પરથી મળી આવી હતી .આથી પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ કરી આરોપી વિજય રાય સુધી પહોંચી હતી. અને આરોપી કાર ચાલક વીજય રાય ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.. બાઇટ:2 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ: 3 પોલીસે ફરાર કારચાલકને શોધવા ઘટનાસ્થળ ની આસપાસના અને કાર જ્યાંથી પસાર થઈ હતી તે રોડ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આ કાર ચાલક વિજય રાય બનાવના દિવસે દમણના એક બારમાં દારૂનો નશો કરી અને અડધી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો.. ત્યારે ચલા રોડ પર પોલીસ ચેકપોસ્ટ નજીક તેણે બેફામ કારને દોડાવી હતી.. અને રોડ પર થી પસાર થતા બાઈક ચાલકને ટક્કર મારી હતી અને રોડની બાજુમાં ઉભેલા પોલીસના હોમગાર્ડને પણ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.. પોલીસે આ તપાસમાં સીસીટીવી ની તપાસ કરતાં દમણ ના એક બાર માં આરોપી કાર ચાલક દારૂનો નશો કરતો હોવાનું પણ દેખાયું હતું..અને દારુ નો નશો કરી અને કાર ચલાવી રહ્યો હતો.. આથી કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે આરોપી વિજય રાય વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. બાઇટ:3 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:4 રફતારના રાક્ષસોના કહેરથી અસંખ્ય નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે નશો કરી અને બેફામ વાહનો દોડાવતા આવા નશાબાજ રફતારના રાક્ષસો વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.. નિલેશ જોશી ઝી મીડીયા વાપી. લોકેશન: વાપી FTP/VAPI/SEP25/11.9.25/ZK_VAPI_HIT_AND_RUM/6 VISUL/2BITE.
3
comment0
Report
CPCHETAN PATEL
Sept 11, 2025 10:05:12
Surat, Gujarat:સુરત બ્રેક OTT બાદ હવે AI સમાજ માટે દુષણ પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર AI દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી youtube ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની કરી માગણી પત્રમાં તેમને ઉલ્લેખ કર્યો કે, કેટલીક youtube ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષા વાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે લખ્યું કે, વડાપ્રધાનના પણ કેટલા કાલ્પનિક પાત્ર ઊભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે તેમને પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે આવા AI વિડીયોના કારણે યુવાનો બાળકો માતા અને બહેનો ઉપર ગંભીર દૂષપ્રભાવ પડે છે આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુર સવાણીએ જણાવ્યું આવી તમામ ચેનલોને આઈડેન્ટીફાય કરી તેને બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે બાઈટ : મથુર સવાણી - પદ્મશ્રી
4
comment0
Report
Advertisement
Back to top