Back
धोल्का घरफोड़: उमर फ़ारुक मंसूरी गिरफ्तार, 17 लाख नकद व सोना-चांदी जब्त
URUday Ranjan
Sept 11, 2025 13:32:22
Ahmedabad, Gujarat
Slug : 1109ZK_LIVE_AHD_CHORI_AROPIReporter : UDAY RANJAN
Injgst Feed :1109ZK_LIVE_AHD_CHORI_AROPI
Date : 11 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર : અમદાવાદ ના ધોળકા માં લાખો રૂપિયા ની ઘરફોડી ના કેસ માં અમદાવાદ જિલ્લા પોલીસે એક ચોર ની ધરપકડ કરી ને મ,મુદ્દામાલ કબ્જે કર્યો છે ....
વીઓ-1અમદાવાદ જિલ્લા પોલીસ એલસીબી દ્વારા ધોળકા શહેર વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે એક ચોર આરોપીની ધરપકડ કરી છે. ધોળકા માં ગઈ તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ધોળકા શહેરમાં અરિહંત હોસ્પિટલ ની સામે ફરિયાદીના ઘર ની નીચેના ગેરેજમાં ઘૂસીને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી.આ ચોરી નો બનાવ બનતા ની સાથે જ સ્થાનિક પોલીસ સહિત એલસીબીની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ માં લાગી હતી ત્યારે અમદાવાદ પોલીસે આ કેસમાં તપાસ કરતા ચોકાવનારી હકીકત સામે આવી કારણ કે આ ચોરીની ઘટના માં આરોપી બીજું કોઈ નહીં પરંતુ ફરિયાદી નો જ પરિચિત અને ગેરેજ ની સામે ફ્રુટની લારી ચલાવતો ઉમર ફારુક મનસુરી જ હોવાનું સામે આવ્યું છે .... જેને ફરિયાદીના ઘરની નીચે રહેલા ગેરેજ નું શટર ચાવી વડે ખોલી ગેરેજ ની અંદર રહેલા લોખંડની તિજોરી ખોલી ને રૂપિયા રૂપિયા 17 લાખ રોકડા અને રૂપિયા 5.97 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરીની તપાસ માટે સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ગ્રામ્ય ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં લાગી હતી. ત્યારે તપાસ દરમિયાન અંદાજે 30થી વધારે શંકાસ્પદ લોકોના નિવેદન લીધા અને પૂછપરછ હાથ ધરી હતી જેમાં સાથે સાથે ઘટના સ્થળ આસ્પા લાગેલા સીસીટીવી ફૂટેજની પણ પોલીસે ફંફોળવા ના શરુ કર્યા હતા જેની તપાસ માં આરોપી વિરુદ્ધ ના પુરાવા હાથે લાગતા પોલીસ દવરા આરોપી ની કડક હાથે પૂછપરછ કરતા સમગ્ર ચોરી ના ગુના ની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી ત્યારે સૌથી મહત્વની વાત એ હતી કે આ ચોરીના કિસ્સા માં પકડાયેલ આરોપી ઉમર ફારુક મન્સૂરી ચોરી કર્યા બાદ ફરીથી રાબેતા મુજબ ફ્રુટ ની લારી ગેરેજ સામે જ ચલાવવા લાગ્યો હતો. જેથી કરીને કોઈને શંકા ન જાય. પોલીસે 30 લોકોના નિવેદન લીધા હતા તે પૈકી આરોપીનો પણ સમાવેશ થાય છે. જેને શરૂઆતમાં આ કેસમાં પૂછપરછ દરમિયાન પોલીસને મદદ પણ કરી હતી. જોકે અંતે પોલીસને પૂછપરછ દરમિયાન કેટલાક લોકો પર શંકા પ્રબળ બની. જેના આધારે તેમના ઘરે તપાસ કરવામાં આવી. આરોપી ફારૂક ના ઘરે તપાસ કરતા ભાંડો ફૂટ્યો અને તેને જ પોતાના પરિચિત મિત્રને ત્યાં ચોરી કરી હોવાની હકીકત સામે આવી. જેના આધારે કરવામાં આવી. આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે ફરિયાદીએ થોડા દિવસ પહેલા પોતાની જમીન વેચી હતી જેના રોકડ રૂપિયા ગેરેજની તિજોરીમાં રાખ્યા હતા. ફરિયાદીની બરોબર સામે જ આરોપી ફ્રુટની લારી ચલાવતો હતો અને તેનો મિત્ર હતો. જ્યારે જ્યારે આરોપી ઉમર ફારૂક ને નાની મોટી મદદની જરૂર હોય ત્યારે ફરિયાદી ને મદદ પણ કરી હતી.પરંતુ આરોપી ઉમર ફારુકે કામ ધંધા માટે વાહન લાવવા ની જરૂરિયાત ઊભી થઈ, જેથી તેને આ ચોરીનો પ્લાન બનાવ્યો. આરોપી ગેરેજ અને ફરિયાદીના ઘર ની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાકેફ હતો સરળતાથી આ ચોરીનો પ્લાન પાર પાડ્યો. ઊંડાણપૂર્વક તપાસ કરતા અંતે આરોગ્યનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે
બાઈટ : ઓમ પ્રકાશ જાટ, SP, અમદાવાદ ગ્રામ્ય પોલીસ
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowSept 11, 2025 16:15:152
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 15:50:151
Report
PAParakh Agarawal
FollowSept 11, 2025 15:47:370
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:291
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:193
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:111
Report
PJPrashant Jha2
FollowSept 11, 2025 15:04:223
Report
TBTarsem Bhardwaj
FollowSept 11, 2025 15:03:113
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 14:35:242
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 14:35:153
Report
MDMustak Dal
FollowSept 11, 2025 14:33:210
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:35:363
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:34:445
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 12:34:164
Report