Back
टैटू से 16 साल बाद भाई मिले: नवरंगपुरा पुलिस की इंसानियत का असल चेहरा
AKArpan Kaydawala
Sept 12, 2025 18:15:09
Ahmedabad, Gujarat
એંકર
સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતી સ્ટોરી અમદાવાદના નવરંગપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળી... 15 વર્ષ પહેલા પરિવારથી છુટા પડેલા એક યુવકને તેનાજ મિત્રએ હાથ પર કરેલા છુંદણા એટલે કે ટેટુના સહારે ઓળખી લીધો અને આખરે તે યુવકનો ભેટો થઇ ગયો તેના પરીવાર સાથે..... જેમાં અમદાવાદ પોલીસની અત્યંત સરાહનીય કામગીરી સામે આવી છે.
વીઓ
વાત એમ છે કે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનૈલ ગામથી આજથી 16 વર્ષ પહેલા પંકજ ઉર્ફે રાહુલ સદલ ઉગદેવના યાદવ, ઘર માંથી કોઇ બાબતે ઠપકો મળતા ઘર છોડીને નિકળી ગયો હતો. ગામથી ઉપડતી ટ્રેનમાં બેસીને તે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને પહોંચી ગયો હતો. થોડા દિવસ રેલ્વે સ્ટેશને ભટક્યા બાદ રેલ્વે પોલીસની તેના ઉપર નજર પડી હતી. દુઃખદ બાબત એ છે કે આ પંકજ, પોતે સાંભળી કે બોલી શકતો નથી. જેથી તે સમયે રેલ્વે પોલીસે પંકજને નવરંપુરા પોલીસ સ્ટેશન નજીક જ આવેલી બહેરા મુંગાની શાળામાં દાખલ કર્યો હતો. પરંતુ થોડા વર્ષ ત્યા રહ્યા બાદ તે ત્યાંથી નિકળી ગયો હતો અને કોઇ રીતે નજીકમાં આવેલા નવરંપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.ત્યારથી લઇને આજદિન સુધી પંકજને નવરંગપુરા પોલીસના સ્ટાફે જ ઉછેર્યો છે.... છેલ્લા સાત વર્ષથી પંકજ નવરંગપુરો પોલીસ સ્ટેશનમાં રહીને મોટો થયો છે. તેના ખાવા પીવા અને કપડા સહીતનો તમામ ખર્ચ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ ઉપાડી રહ્યો છે.
બાઇટઃ કે એ ગઢવી, પીઆઇ- નવરંગપુરા પોલીસ સ્ટેશન
દરમ્યાન પોલીસ કમિશ્નર જી એસ મલીકના આદેશ મુજબ નવરંગપુરા પોલીસ ગુમ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન થાય એ બાબતે કામગીરી કરી રહી હતી. જ્યાં થોડા દિવસ પહેલા નવરંપુરાની જ મુસ્લીમ સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા પંકજના જ નાનપણના દોસ્ત નિરજ યાદવે પંકજને નવરંગપુરા પોલીસ સ્ટેશન બહાર જોયો હતો. જ્યા તેની નજર પંકજના જમણા હાથે દોરાવેલા રામ સિતા લખેલા આ ટેટુ ઉપર પડી હતી. બસ, નિરજે આ ટેટુ જોયુ એ સાથે જ તેના હોશકોશ ઉડી ગયા. ટેટુ જોયા બાદ નિરજે પંકજ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કુદરતે પંકજને અવાજ આપ્યા નહતો. આ વાતની ખરાઇ થતા જ નિરજની ખુશીનો પાર ન રહ્યો. કારણ કે નિરજે જેને જોયો એ અન્ય કોઇ નહી પરંતુ પોતાનો નાનપણનો મિત્ર પંકજ હતો. કે જેઓઓ એક સાથે ગામના મેળામાં આ ટેટુ કરાવ્યા હતા. જુઓ બન્નેના હાથ પર આ એક સરખા ટેટુ.... નિરજે પંકજને ઓળખી તો લીધો, પણ પંકજ પોલીસસ્ટેશનમાં રહેતો હોવાથી 10 દિવસ સુધી નિરજ પોલીસનો સંપર્ક કરતા ખચકાયો. આખરે નિરજે આત્મવિશ્વાસથી નવરંગુપાર પોલીસને આખી વાત જણાવી.. જે બાદ પોલીસે પંકજના પરિજનનો સંપર્ક કર્યો અને વીડીયો કોલ થકી ખરાઇ પણ કરી કે આ પંકજ જ છે, જે 16 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી ઘર છોડી અમદાવાદ પહોંચી ગયો હતો....
આખરે પોલીસે પરીજનોને અમદાવાદ બોલાવ્યા, જ્યા પંકજના મોટા ભાઇ નથ્થુ યાદવ તેને લેવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા...
બાઇટઃ કે એ ગઢવી, પીઆઇ- નવરંગપુરા પોલીસ સ્ટેશન
પંકજને લેવા આવેલા નથ્થુ ભાઇ જેવા પંકજને મળ્યા એ સાથે જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા... જુઓ પોતાના નાના ભાઇને 16 વર્ષ પછી મળી રહેલા આ મોટા ભાઇ અને તેનો નાનપણનો મિત્ર....
બાઇટઃ નિરજ યાદવ, પંકજનો નાનપણનો મિત્ર
વીઓ
ભલે એક ટેટુની મદદથી મિત્રએ પોતાના નાનપણના મિત્રને ઓળખી લીધો હોય. પરંતુ સમગ્ર કિસ્સામાં નવરંગપુરા પોલીસની માનવતા પણ ઓછી નથી. કે જેઓએ છેલ્લા 7 વર્ષથી પંકજને ઉછેરીને મોટો કર્યો છે...
નોંધઃ પોલીસની હિન્દી બાઇટ પણ છે....
અર્પણ કાયદાવાલા. ઝી મીડીયા. અમદાવાદ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 18:15:2714
Report
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 16:45:1714
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:3613
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:2913
Report
LJLakhani Jaydeep
FollowSept 12, 2025 16:15:5414
Report
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 15:00:5914
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:46:4014
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 14:20:5614
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:15:3414
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 14:07:5814
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:5514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:4514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:45:3514
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 13:38:1714
Report