Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mandi175002

सुरेंद्रनगर के धुड़खर मामले में किसान गुस्से में; 7 गांव प्रभावित; 25 मार्च किसान महापंचायत

SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 17, 2026 15:18:46
Sundar Nagar, Himachal Pradesh
supheranjangar તાલુકામાં ધુડખરનાં ત્રાસ મામલે ખેડૂતોમાં રોષ..... લખતર તાલુકાના ધણાદ સહિત 7થી વધુ ગામોમાં સમસ્યા ગંભીર....... અનેકવાર રજૂઆત છતાં તંત્ર તરફથી ઉકેલ નહીં...... વન વિભાગ સામે ખેડૂતોમાં અસંતોષ...... પાકને ભારે નુકસાન થવાના આક્ષેપ..... રજુઆતો બાદ પણ કાર્યવાહી ન થતા રોષ વધ્યો...... ખેડૂતોએ આંદોલનનો રસ્તો અપનાવાયો..... આવેદનપત્ર અને રજૂઆત કર્યા છતાં પરિણામ શૂન્ય.... 25 માર્ચે ઘડાટ ખાતે ખેડૂત મહાસભા યોજાશે..... મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે અલગ અલગ આગેવાનો દ્વારા બેઠક..... બાઈટ - નરેન્દ્ર ભાઈ પટેલ - ખેડૂત બાઈટ -૨- ભરત ભાઈ પટેલ - ખેડૂત આગ્ર્વાન બાઈટ -૩- મુના ભાઈ પટેલ -ખેડૂત
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Mar 17, 2026 16:31:56
Ahmedabad, Gujarat:અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં એક મકાનમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારીના નામે ડરાવી, તેમના બેંક એકાઉન્ટ જોખમમાં હોવાનું કહી ડોલર પડાવતી આ ગેંગના 4 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. આ કૌભાંડના તાર ચાઈનીઝ ગેંગ અને અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. કેવી રીતે ચાલતું હતું આ આખો નેટવર્ક? જોઈએ આ અહેવાલમાં... વીઓ : 01 અમદાવાદ સાયબર ક્રાઈમની ગિરફતમાં ઉભેલા આ 4 શખ્સો છે કુશ પટેલ, હર્શ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત. જેઓ ન્યૂ ચાંદખેડાના સોપાન હાઇટ્સમાં ભાડાનું મકાન રાખી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા. આરોપીઓ આઈવીઆર (IVR) કોલ મારફતે કેનેડાના લોકોને ફોન કરતા અને પોતે 'કેનેડા રેવન્યુ એજન્સી' ના અધિકારી હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને ડરાવતા કે તેમનું ટેક્સ ફ્રી એકાઉન્ટ કોઈએ લોગિન કર્યું છે અને તેમના ડોલર ચોરાઈ રહ્યા છે. વિશ્વાસ જીતવા માટે તેઓ ખોટી ડિજિટલ આઈડી પણ બતાવતા હતા. બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી, સાયબર ક્રાઈમ બ્રાન્ચ , અમદાવાદ વીઓ : 02 આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે ફાલ્ગુન પટેલ અને શિવાંગ ધાસમાના જેઓ હાલ ફરાર છે. ફાલ્ગુન અગાઉ ઉદયપુર અને ચંદીગઢમાં પણ આવા જ કોલ સેન્ટર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તે માણસો હાયર કરી તેમને ট্রેનિંગ આપતો હતો. આ ગેંગ अत्यંત શાતિર હતી, તેઓ પકડાઈ ન જાય તે માટે દર મહિને જગ્યા બદલી નાખતા હતા. ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સેન્ટરમાંથી રોજના 200 કોલ થતા હતા, જેમાંથી 5 લોકો શિકાર બનતા હતા. ટેલીકોલરને 100 ડોલરની ઠગાઈ પર 2 ડોલરનું ઈન્સેન્ટિવ આપી લાલચ આપવામાં આવતી હતી સાથે જ 20 હજાર ના પગાર પણ આપવા માં આવતો હતો બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી, સાયબર ક્રાઈમ બ્રાન્ચ , અમદાવાદ વીઓ : 03 પૈસા પડાવવા માટે આરોપીઓ ત્રણ રસ્તા અપનાવતા હતા ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટો કરન્સી અને કેનેડાના મ્યુલ ઇાઉન્ટ્સ. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, નાણાંની હેરફેર માટે તેઓ ચાઈનીઝ ગેંગનો ઉપયોગ કરતા હતા, જેમાં 40 ટકા હિસ્સો ચાઈનીઝ ગેંગને મળતો હતો. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસિ ઘટના સ્થળેથી 6 લેપટોપ, 5 મોબાઈલ અને સ્ક્રિપ્ટ સહિત 1.87 લાખનું મુદ્દામાલ જપ્ત કર્યો છે. શિવાંગ પોતાના ઘરે બેસીને આ આખા ઓપરેશનને હેન્ડલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ હવે આ કેસમાં ચinyiંગ ગેંગના મૂળ સુધી પહોંચવા અને કેટલા ડોલરની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ તેજ કરી રહી છે
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 14:48:19
Surat, Gujarat:સુરત ક્રાઇમ બ્રાંચની કામગીરી પેરોલ જમ્પ આરોપી દમણથી ઝડપાયો આરોપી સુરત અઠવા સબ-રજીસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ બનાવવામાં સંડોવાયેલો હતો લેન્ડ ગ્રેબીંગ કેસમાં સંડોવાયેલ અને પેરોલ જમ્પ કરનાર આરોપી સંજયભાઈ ઉર્ફે એસ.કે. જવાહર શાહની ધરપકડ સુરત શહેર ક્રાઇમ-branchે દમણ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીએ સુરત અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી વર્ષ 1961 અને 1967ના દસ્તાવેજોના વોલ્યુમ અને રજીસ્ટરોમાં ફેરફાર કરી બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે: આરોપીએ સબ રજીસ્ટ્રાર કચેરીમાં પટાવાળા તરીકે કામ કરતા પ્રકાશ રાઠોડ મારફતે જૂના રેકોર્ડ બહાર કાઢાવ્યા હતા ત્યારબાદ દસ્તાવેજોમાં ફેરફાર કરી બોગસ દસ્તાવેજો બનાવી ફરીથી રેકોર્ડમાં મૂકી દીધા હતા આ બોગસ દસ્તાવેજોની નકલ કાઢી બજારમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે જમીનના સોદા કર્યા હતા આ મામલે વર્ષ 2022માં અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદમાં સુરત ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. સુરત કોર્ટ દ્વારા તા. 07/07/2022ના રોજ રૂ. 70,00,000 દંડ બદલ 1 વર્ષ 2 માસની સજા ફટકારવામાં આવી હતી. આ સજા દરમિયાન આરોપી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. વર્ષ 2023માં આરોપીએ પિતાની મિલ્કતની વારસાઈ પ્રક્રિયા માટે ગુજરાત હાઈકોર્ટેમાંથી 17 દિવસની પેરોલ રજા મેળવી હતી. પરંતુ: પેરોલ પૂર્ણ થયા બાદ જેલમાં પરત્તા હાજર રહ્યો નહોતો અને પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. આ બાબતે લોજનજેલના જેલર દ્વારા અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
1079
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 14:48:08
Surat, Gujarat:સુરત :- NO DRUGS IN SURAT CITY અભિયાન હેઠળ કાર્યવાહી ગાંજાનો કેસ શોધી કાઢતી લિંબાયત પોલીસ લિંબાયત પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની અરજી હાથ ધરી . પ્રફુલ ઉર્ફે સોનુ ભિખુભાઈ પટેલની ધરપકડ બાતમી મળી હતી કે લિંબાયતના गणેશનગર-1 વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના મકानમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. દરોડા દરમિયાન આરોપી ઝડપાયો બાતમીના આધારે પોલીસે ગણેશનગર-1, પ્લોટ નં. 93/બી ખાતે દરોડો પાડયા તપાસ કરતા પ્રફુલ ઉર્ફે સોનુ ભિખુભાઈ પટેલ નામના ઇસમને 84 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ તેણે કહીએ કે તેને ગાંજાનો જથ્થો ઉધના વિસ્તારમાં રહેતા “કાળો” નામના વ્યક્તિ પાસેથી મળતો હતો, જે તેની પાસે આવીને ગાંજો આપતો હતો. આ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
958
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 17, 2026 14:47:59
Surat, Gujarat:સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બારડોલીના ઉતારા ગામે મીંઢોળા નદીમાં નાહવા ગયેલા યુવકોમાં બે યુવકોના ડૂબી જવાથી موت નિપજ્યા છે. આ બનાવથી સમગ્ર વિસ્તરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિઓ... સુરત જિલ્લા ના બારડોલીના ઉતારા ગામે કુલ પાંચ યુવકો મીંઢોળા નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન નદીના ઊંડા પાણીમાં જતા બે યુવકો અચાનક ડૂબી ગયા હતા. અન્ય સાથી યુકોએ બૂમાબૂમ કરતા તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ભારે મહેનત બાદ બંને યુવકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ಮೃತદુખ લોકોમાં એક બારડોલીના રામેશ્વર નગરનો લેખીરામ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. બીજો યુવક તેના ગામનો હરશ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બાઈટ :- ઋષિ પટેલ (ઈંચા. ફાયર ઓફિસર - બારડોલી)
951
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 12:18:49
Surat, Gujarat:સુરત બ્રેક ગુજરાતમાં તૈયાર થતા હીરાને “સુરત કટ ડાયમંડ” નામે GI ટેગ મળ્યો સમગ્ર ડાયમંડ ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે સુરત ડાયમંડ એસોસિએશન અને EDII ના સહયોગથી આ મહત્વપૂર્ણ સિદ્ધિ प्राप्त થાય છે હવે ગુજરાતમાં બનેલા હીરાને વૈશ્વિક ઓળખ અને કાનૂની સુરક્ષા મળશે આ સર્ટિફિકેટ સ્થાનિક ડાયમંડ ઉદ્યોગના પ્રમુખ જગદીશભાઈ ખુંટને એનાયત કરવામાં આવ્યું GI ટેગનો અર્થ ભૌગોલિક સંકેત છે, જે ખાસ વિસ્તારની વિશિષ્ટ વસ્તુને આપવામાં આવે છે “સુરત કટ ડાયમંડ” હવે વિશ્વ બજારમાં પ્રમાણિત ઓળખ સાથે વેચાઈ શકશે સુરતનો ડાયમંડ ઉદ્યોગ ભારતના લગભગ 90% પોલિશ્ડ હીરાનું ઉત્પાદન કરે છે GI ટેગથી ઉત્પાદનની ગુણવત્તા, વિશેષતા અને યુનિક ઓળખને માન્યતા મળે છે આ સિદ્ધિથી ડાયમંડ ઉદ્યોગને આર્થિક લાભ અને વૈશ્વિક માંગમાં વધારો થશે
1061
comment0
Report
LJLakhani Jaydeep
Mar 17, 2026 12:18:24
Dwarka, Gujarat:રાજકોટના લોધિકા તાલુકાના ગૌભક્ત અશોકભાઈ યાજ્ઞિક છેલ્લા ૨૩ દિવસથી કઠિન દંડવત પ્રણામની યાત્રા કરીને આખરે દ્વારકાધીશના શરણે આવી પહોંચ્યો છે. ગાય માતા પ્રત્યેની અતૂટ આસ્થા સાથે આ યુવાને લોધિકાથી દ્વારકા સુધીનું અંતર કાપીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. આ પદયાત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય ગાયને 'રાષ્ટ્ર માતા'નો દરજ્જો અપાવવાનો છે. ગાયો કતલખાને જતી બંધ થાય અને સમાજમાં ગૌરક્ષા પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ અશોકભાઈ યાજ્ઞિક કાળઝાળ ગરમી અને મુશ્કેલીઓની પરવા કર્યા વગર આ ભક્તિમય પદયાત્રા પૂર્ણ કરીেছে. જ્યારે દ્વારકા પહોંચતા યુવાને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગાયને રાષ્ટ્ર માતાનું સ્થાન નહીં મળે ત્યાં સુધી આવા જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ રહેશે. તેમણે ખાસ ચિંતા વ્યક્ત કરી કહ્યું કે હાલ ગાયોના પેટમાંથી ૫૦ થી ૬૦ કિલો જેટલું પ્લાટેસ્ટિક નીકળે છે જે તેમના મૃત્યુનું મુખ્ય કારણ બની શકે. આ યુવાને સરકારને નમ્ર વિનંતી કરી છે કે ગૌવંશના રક્ષણ માટે વધુ કડક પગલાં લેવામાં આવે અને રખડતી ગાયોના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવે, જેથી ગૌમાતાને ખરા અર્થમાં સન્માન મળી શકે.
1082
comment0
Report
MDMustak Dal
Mar 17, 2026 12:16:09
Jamnagar, Gujarat:તા.17-03-2026 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ ગ્રાહકોની માર્ચ એન્ડિંગની કરોડો રૂપિયાની બાકી રહેતી ઉઘરાણીના પગલે PGVCL દ્વારા આજે બંને જિલ્લામાં મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના PGVCLના અધિક્ષક હચ.ડી.વ્યાસ દ્વારા મીડિયાને વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આજે PGVCL દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામા આવી છે. જામનગરમાં 261 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 100 મળી કુલ 361 જેટલી ટીમો બંને જિલ્લાઓના જુદા જુदा વિસ્તારોમાં ઝુંબેશના ભાગરૂપે પહોંચી છે. હાલારના બંને જિલ્લામાં આશરે 10 હજાર જેટલા વીજ ગ્રાહકોના 6 કરોડોથી વધુની કિંમતેના PGVCLના બિલના નાણા બાકી હોય જેની ઉઘરાણીના ભાગરૂપે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે લોકોએ પૈસા ભરેલ નથી તેમના વિજ કનેક્શન સ્થળ પર જ કટ કરવામાં આવ્યા છે. બાઈટ : એચ.ડી.વ્યાસ (PGVCL અધિક્ષક)
960
comment0
Report
MDMustak Dal
Mar 17, 2026 12:15:32
Jamnagar, Gujarat:આગામી સ્થાનિક સ્વરાજ્યની JMC-ચૂંટણી 2026 મા દાવેદારી કરવા ઇચ્છુક ઉમેદવારો ને સાંભળવાની સેન્સ પ્રક્રિયા માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમજન jamsankarના પ્રભારી લલીતભાઈ વસોયા અને રહીમભાઈ સોરા પૂર્વ કોપોરેટર આજે jamsankar શહેરમાં ટાઉનહોલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. વિઓ : 02 કોંગ્રસ કાર્યાલય ખાતે આજે સવારે 10 થી 1 વોર્ડ નંબર 1 થી 8 સુધી અને બપોરે 3 થી 7 વોર્ડ નંબર 9 થી 16 સુધી ભરેલા ઉમેદવારી ફોર્મ સાથે દાવેદારે, આગેવાનો અને કાર્યકરો વોર્ડ વાઈઝ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર સેન્સ પ્રક્રિયા સાથે પણ માહોલમાં યોજવામાં આવી હતી.
1030
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 12:08:19
Surat, Gujarat:સુરત શહેરમાં આંતરધર્મીય પ્રેમ લગ્નનો એક દુઃખદ અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં પતિએ પોતાની પત્નીની ચાકુ મારી હત્યા કરતા જિલ્લો ભાલાભૂલ થયો છે. પત્નિએ માનેલા ભાઈ સાથે અનૈતિક સબંધ હોવાને લીધે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૂળ બિહારના રહેવાસી પૂજાકુમારી અને સરફરાઝે અંદાજે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. સરફરાઝ કૅથરીગના વ્યવસાય સાથે સંબંધિત હોવાથી પૂજાકુમારીઓ પોતાના વતનના અને સુરતમાં રહેતો પ્રેમ નામના યુવાનને પોતાનો માનીતો ભાઈ બનાવ્યો હતો. બન્ને વચ્ચે અવારનવાર મોબાઈલ ફોન પર વાતચીત કરતા હતા. આ વાત સરફરાઝને ગમતી ન હતી. અવારનવાર બન્ને વચ્ચે બોલાચાલી થયા કરતી હતી. આ દરમિયાન ગતરોઝ પણ બંને વચ્ચે બોલાચાલી થતા પૂજા કુમારી તેના માનીતા ભાઈ પ્રેમ પાસે જતી રહી હતી. પૂજા કુમારીઓના માતાપિતાએ તેને ઘરે પરત જતા રહેવા કહ્યું હતું. છતાં પૂજા કુમારી ઘરે પરત ગઈ ન હતી. આ દરમ્યાન today સરફરાઝ તેને શોધતો Troubled-વેંટે રાંદેર બોટનીકલ ગાર્ડન પાસે પહોંચી ગયો હતો. ત્યાં પૂજાકુમારી તેના માનીતા ભાઈ પ્રેમ સાથે દેખાઈ હતી. જેના કારણે સરફરાઝે પિત્તો ગુમાવ્યો હતો અને ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સરફરાઝે પોતાની પાસે રહેલ ચપ્પુ વડે પૂજાકુમારીની છાતી પર હુમલો કર્યો હતો બાદમાં સરફરાઝ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ પ્રેમ ઈજાગ્રસ્ત હાલતમાં પૂજકુમારીને સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન પૂજાકુમારીઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હત્યાની ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસના કેમ્પો સિવિલ હોસ્પિટલ નજીક પહોંચ્યો હતો. જ્યાં રાંદેર પોલીસ એ પતિ વિરુદ્ધ ગુના નોંધયો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે.
1063
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 17, 2026 10:46:02
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ભાવેશ વાણવીની હત્યાના મામલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. યુવકની નિર્દય હત્યા બાદ પરિવારજનો અને સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે પરિવાર સહિત સમાજ દ્વારા અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને ન્યાય માટે સાત મુદ્દાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકાઈશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિઓ ૧ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓમાં સરકાર પરિવારને દતક લે અને બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબदારી ઉઠાવે તેવી માંગ ઉઠી છે. સાથે જ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને તેના મકાનનું ડિમોલેશન કરવામાં આવે તેવી પણ કડક માંગણી કરવામાં આવી છે. આરોપી સામે ગુજસીટોક સહિતની કડક કલમો લગાવી પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે, છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ફરિયાદોની તપાસ કરીને પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વિઓ ૨ સમાજ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો બપોરે 12 વાગ્યા સુધીમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો મૃતદેહ સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. આ એલાન બાદ શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ અને આગેવાનો વચ્ચે ધક્કામુક્કી જેવા દૃશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે પોસ્ટેલા આગેવાનો તેમજ યુવાનોને અટકમાં લીધા હતા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. વિઓ ૩ રાજકોટ શહેર પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી ભાવેશ વાણવીની ડેડ બોકી ઘરે મોકલવામાં આવી હતી સાથેજ મૃતકના પરિવારને પણ પોલીસ દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા , આ સમગ્ર બનાવમાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે છતાં અન્ય બે આરોપીની હજુ ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પરિવાર અને સમાજના લોકો વિરોધ કરી રહ્યા હતા ..
918
comment0
Report
SBShilu Bhagvanji
Mar 17, 2026 10:28:07
Porbandar, Gujarat:પોરબંદર શહેરના વીવી બજાર વિસ્તારમાં PGVCL દ્વારે મકાનનો કબજો મેળવવામાં આવી હતી.છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ચાલતા કાયદાકીય વિવાદ બાદ કોર્ટે PGVCLની આ પક્ષનેેદ ચુકાદો આપીને આ કામગીરી કરી હતી.જોકે આ દરમિયાન સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભારે વિરોધ અને હોબાળો પણ કર્યો હતો.પોરબંદરના વીવી બજારમાં આવેલી પાગાબાપા આશ્રમની સામેની અંદાજે 4,870 સ્ક્વેર યાર્ડ જગ્યા પર વર્ષોથી દબાણ હતું.વર્ષ 1998થી આ મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો.ફેબ્રુઆરી 2026માં કોર્ટે ભાવેશ જીવરાજ સોલંકીના નામનું જજમેન્ટ આપી આ જગ્યા ખાલી કરાવવાનો હુકમ કર્યો હતો.આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે PGVCLની ટીમ અહીં પહોંચી હતી અને મકાનનો કબજો સંભાળ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અંદાજે 250 જેટલા મકાનોમાં 1,500થી વધુ લોકો વસવાટ કરે છે.પ્રથમ તબક્કે એક મકાનનો કબજો લેવાતા લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.આગામી સમયમાં અન્ય બિનઅધિકૃત દબાણો ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
1027
comment0
Report
Advertisement
Back to top