Back
अहमदाबाद सायबर क्राइम: चांदखेड़ा के कॉल सेंटर गैंग चीनियों के लिंक के साथ गिरफ्तार
URUday Ranjan
Mar 17, 2026 16:31:56
Ahmedabad, Gujarat
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં એક મકાનમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારીના નામે ડરાવી, તેમના બેંક એકાઉન્ટ જોખમમાં હોવાનું કહી ડોલર પડાવતી આ ગેંગના 4 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. આ કૌભાંડના તાર ચાઈનીઝ ગેંગ અને અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. કેવી રીતે ચાલતું હતું આ આખો નેટવર્ક? જોઈએ આ અહેવાલમાં...
વીઓ : 01
અમદાવાદ સાયબર ક્રાઈમની ગિરફતમાં ઉભેલા આ 4 શખ્સો છે કુશ પટેલ, હર્શ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત. જેઓ ન્યૂ ચાંદખેડાના સોપાન હાઇટ્સમાં ભાડાનું મકાન રાખી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા. આરોપીઓ આઈવીઆર (IVR) કોલ મારફતે કેનેડાના લોકોને ફોન કરતા અને પોતે 'કેનેડા રેવન્યુ એજન્સી' ના અધિકારી હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને ડરાવતા કે તેમનું ટેક્સ ફ્રી એકાઉન્ટ કોઈએ લોગિન કર્યું છે અને તેમના ડોલર ચોરાઈ રહ્યા છે. વિશ્વાસ જીતવા માટે તેઓ ખોટી ડિજિટલ આઈડી પણ બતાવતા હતા.
બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી, સાયબર ક્રાઈમ બ્રાન્ચ , અમદાવાદ
વીઓ : 02
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે ફાલ્ગુન પટેલ અને શિવાંગ ધાસમાના જેઓ હાલ ફરાર છે. ફાલ્ગુન અગાઉ ઉદયપુર અને ચંદીગઢમાં પણ આવા જ કોલ સેન્ટર કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. તે માણસો હાયર કરી તેમને ট্রેનિંગ આપતો હતો. આ ગેંગ अत्यંત શાતિર હતી, તેઓ પકડાઈ ન જાય તે માટે દર મહિને જગ્યા બદલી નાખતા હતા. ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સેન્ટરમાંથી રોજના 200 કોલ થતા હતા, જેમાંથી 5 લોકો શિકાર બનતા હતા. ટેલીકોલરને 100 ડોલરની ઠગાઈ પર 2 ડોલરનું ઈન્સેન્ટિવ આપી લાલચ આપવામાં આવતી હતી સાથે જ 20 હજાર ના પગાર પણ આપવા માં આવતો હતો
બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી, સાયબર ક્રાઈમ બ્રાન્ચ , અમદાવાદ
વીઓ : 03
પૈસા પડાવવા માટે આરોપીઓ ત્રણ રસ્તા અપનાવતા હતા ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટો કરન્સી અને કેનેડાના મ્યુલ ઇાઉન્ટ્સ. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, નાણાંની હેરફેર માટે તેઓ ચાઈનીઝ ગેંગનો ઉપયોગ કરતા હતા, જેમાં 40 ટકા હિસ્સો ચાઈનીઝ ગેંગને મળતો હતો. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસિ ઘટના સ્થળેથી 6 લેપટોપ, 5 મોબાઈલ અને સ્ક્રિપ્ટ સહિત 1.87 લાખનું મુદ્દામાલ જપ્ત કર્યો છે. શિવાંગ પોતાના ઘરે બેસીને આ આખા ઓપરેશનને હેન્ડલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ હવે આ કેસમાં ચinyiંગ ગેંગના મૂળ સુધી પહોંચવા અને કેટલા ડોલરની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ તેજ કરી રહી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 17, 2026 15:18:461000
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 14:48:321099
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 14:48:191079
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 14:48:08958
Report
SVSANDEEP VASAVA
FollowMar 17, 2026 14:47:59951
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:18:491061
Report
LJLakhani Jaydeep
FollowMar 17, 2026 12:18:241082
Report
MDMustak Dal
FollowMar 17, 2026 12:16:09960
Report
MDMustak Dal
FollowMar 17, 2026 12:15:321030
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:15:201080
Report
CPCHETAN PATEL
FollowMar 17, 2026 12:08:191063
Report
GDGaurav Dave
FollowMar 17, 2026 11:46:551072
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 17, 2026 10:46:02918
Report
SBShilu Bhagvanji
FollowMar 17, 2026 10:28:071027
Report