Back
Navsari396445blurImage

Navsari - નવસારી ગ્રામ્ય પોલીસનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો, PSI ફરાર

Dhaval Parekh
May 14, 2025 08:11:27
Navsari, Gujarat
નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાના આરોપીએ આગોતરા જામીન મેળવ્યા બાદ, તેને પોલીસ મથકે હાજર કરી જામીન મુક્ત કરવાની કામગીરી માટે નવસારી ગ્રામ્ય પોલીસની GIDC ચોકીના PSI અમૃત વસાવા અને કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં આરોપીએ ફરિયાદી બની સુરત ACB નો સંપર્ક કર્યો હતો. જેથી ACB પોલીસે ગોઠવેલા છટકામાં નવસારી ગ્રામ્ય પોલીસનો કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ ગ્રામ્ય પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં જ લાંચના 40 હજાર રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે PSI અમૃત વસાવા acb પોલીસને હાથે લાગ્યો ન હતો, જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ આરંભી છે.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com