Back
Dhaval Parekh
Navsari396445blurImage

Navsari - નવસારી ગ્રામ્ય પોલીસનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો, PSI ફરાર

Dhaval ParekhDhaval ParekhMay 14, 2025 08:11:27
Navsari, Gujarat:
નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશનના ગુનાના આરોપીએ આગોતરા જામીન મેળવ્યા બાદ, તેને પોલીસ મથકે હાજર કરી જામીન મુક્ત કરવાની કામગીરી માટે નવસારી ગ્રામ્ય પોલીસની GIDC ચોકીના PSI અમૃત વસાવા અને કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં આરોપીએ ફરિયાદી બની સુરત ACB નો સંપર્ક કર્યો હતો. જેથી ACB પોલીસે ગોઠવેલા છટકામાં નવસારી ગ્રામ્ય પોલીસનો કોન્સ્ટેબલ ચિરાગ રાઠોડ ગ્રામ્ય પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં જ લાંચના 40 હજાર રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે PSI અમૃત વસાવા acb પોલીસને હાથે લાગ્યો ન હતો, જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ આરંભી છે.
0
Report
Navsari396445blurImage

વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલો વોન્ટેડ આરોપી

Dhaval ParekhDhaval ParekhAug 08, 2024 17:24:44
Navsari, Gujarat:

નવસારી જિલ્લાની લોકસભા ચૂંટણી દરમિયાન હાથ ધરાયેલા વિશેષ અભિયાનમાં પોલીસે ચીખલી માંથી ફરાર આરોપી ગિરીશ પવારને નાશિકમાંથી ઝડપ્યો હતો. આરોપીને નવસારી લાવી વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપવામાં આવ્યો છે.

0
Report
Navsari396445blurImage

નવસારીમાં વિદેશી દારૂ સાથે પીકઅપ ચાલક ઝડપાયો

Dhaval ParekhDhaval ParekhAug 08, 2024 16:20:14
Navsari, Gujarat:

નવસારીમાં પોલીસે માહિતીના આધારે દારૂના પરિવહન દરમિયાન પીકઅપ ચાલકને ઝડપી લીધો. તપાસમાં 7.26 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વલસાડના વિવેક પટેલની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે..

1
Report