Back
कच्छ के रण में फ्लेमिंगो का विशाल प्रवास, छह लाख से अधिक पक्षी दिखे
RTRAJENDRA THACKER
Dec 01, 2025 09:47:34
Sadhara, Gujarat
કચ્છના કુડાના રણમાં લાખો સુરખાબનું અવતરણ, રાપડાનું કુડા ગામ ફ્લેમીંગોનું બીજુ ઘર રાપરના અમરાપર પાસે નયનરમ્ય નજારો સર્જાયું ફોરેસ્ટ વિભાગે પણ સુરખાબ માટે જતન કર્યું વિ ઓ: રાં લાખે જા જાની તરીકે ઉપનામ પામેલા સુરખાબ (ફલેમિંગો)પક્ષીઓ કચ્છના રણ પ્રદેશમાં શિયાળો માણતા હોય છે. ખાસ કરીને લગભગ એક લાખથી પણ વધુની સંખ્યામાં રૂપકડા ફ્લેમિંગો રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં શોભાયમાન બન્યા છે. ખડીરના અમરાપરથી લોદ્રાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે હાલ સુરખાબનો જમાવડો જાણવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે.
ખડીરથી સાંતલપુર તરફના બીજા રન ટુ હેવન જેવા માર્ગ પાસે ના રણ વિસ્તારમાં હાલ સુરખાબ વસાહત જોવા મળી રહી છે. પોતાની જન્મભુમિ ઉપર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા સુરખાબ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોદ્રાણી જાગીર વચ્ચેના વિસ્તારોમાં શોભી રહ્યા છે. લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી આ સ્થળે જોવા મળી રહી છે. નયનરમ્ય નજારો માણવા અહિંથી પસાર થતા લોકો ઘડીભર માટે રોકાઈ જતા હોવાનું પ્રવાસી સતાજી સમાં એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરી અભૂતપૂર્વ પ્રમાણમાં વધી રહી છે.
આ અંગે પૂર્વ કચ્છ વન વિભગનાં મહત્વપૂર્ણ અધિકારી આયુષ વર્માએ જણાવ્યું હતું કે કચ્છના નાના અને મોટા રણ નો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમીનેગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમના સંખ્યામાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. આ માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. કચ્છના આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વે જે આપણા માઈગ્રેટિવ બર્ડ માટે પેસેજ રૂટ હોય તેમનું રોકાણ સ્થળ છે. કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનું રણ પણ વન વિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવતો હોય તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2019થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સુરખાબ પક્ષીઓના પ્રજનન માટે રણમાં ખાસ સી આકારમાં ડેઝર્ટ પોઇન્ટ અને લીનીયર પ્લેટફોર્મ ઉભા કરવામાં આવ્યા છે. જે માટીના પાળાઓ હોય. વન વિભાગ દ્વારા આવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. બંને સુરખાબ પક્ષીઓપ્રજનન ક્રિયા કચ્છના રણમાં કરતા આવ્યા છે. તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તાર માર્ગો સમાવેશિષ્ટ છે. ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા પ્લેટફોર્મ ફાયદો આપે છે. આ પ્લેટફોર્મના કારણે તેમના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે. જેમાં સુરખાબના પક્ષીઓના ઈંડાઓ સલામત રહે છે. નવા પક્ષીઓની જન્મની પ્રક્રિયા વધી છે. આ વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા આંકડો ગત વર્ષે 3 થી 4 ലക്ഷം સુધી પહોંચી ગયો હતો. જે આ વર્ષમાં પણ નોંધાય તેવી પુરી સંભાવના છે. સુરખાબ અને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવે છે. આ વિસ્તારના વન કર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવે છે.
સુરખાબ, જેને બ્રાહ્મણી અથવા ભગવી બતક પણ કહે છે. શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે. એનાટિડે કુટુંબમાં આવતું આ પક્ષી 58–70 સેમી લંબાઈ અને 110–135 સેમી પાંખવિસ્તાર ધરાવે છે. તેના પીંછા ભગવા રંગના હોય છે જ્યારે માથું આછું સફેદી ધરાવતા ભગવા રંગનું હોય છે. પૂંછडी અને પાંખોના ઉડતા પીંછા કાળા અને પાંખના આવરણ સફેદ હોય છે.
આ પક્ષી તળાવો, નદીઓ અને જળાશયોમાં રહે છે. નર–માદા લાંબા સમય સુધી જોડી રૂપે રહે છે. માળો સામાન્ય રીતે પાણીથી દૂર ગુફામાં, વૃક્ષનાં ખાડામાં કે ખડકની તિરાડમાં બને છે. એક વેતરમાં સરેરાશ 8 ઇંડા મૂકી માદા તેને આશરે ચાર અઠવાડિયા ઉછેરે છે. બચ્ચાઓ জন্ম પછી આજેથી લગભગ 8 અઠવાડિયામાં સ્વતંત્ર બની જાય છે.
મધ્ય અને પૂર્વ એશિયામાં તેની વસ્તી સ્થિર કે વધતી રહી છે જ્યારે યુરોપમાં ઓછા થાય છે. વિશાળ વ્યાપ અને સારી સંખ્યા હોવાથી IUCN દ્વારા તેનું સંરક્ષણ સ્તર “Least Concern” નક્કી થયું છે.
બાઈટ : આયુષ વર્મા
DFO, પૂર્વ કચ્છ વન વિભાગ
કચ્છમાં ફ્લેમીગો અહીં સદીઓ થી આવે છે કારણ કે રાજા શાહી સમય માં રા લાખે જા જાની તરીકે પણ સાહિત્યકારો એ વર્ણવ્યું છે
ફ્લેમિંગોનો જન્મ અહીં થી થાય અને હજારો કિમી કાપી ને વિદેશમાં જ્યાં ખોરાબ મળે ત્યાં જતા હોય છે
ઓક્ટોબર નવેમ્બર માં અહીં આવે છે શિયાળો અહીં રોકાય છે એમણે રણમાંથી ખોરાખ મળે છે ત્યાં સુધી ફેબ્રુઆરી માર્ચ સુધી રહે છે
કચ્છના કુંડા ગામમાં સ્થળાંતરી થઇને આવે છે અહીં કેટલા એ કિમી સુધી શાંત વાતાવરણ મળે છે તેઓ જ્વાળામુખી જેવો પગ અને ચાંચ ની મોડ થી માળો બનાવે છે એમાં ઈંડા મૂકે છે
વન વિભાગ દ્વારા તેમના રક્ષણ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે
બાઈટ : નવીન બાપટ
પક્ષી વિદ કચ્છ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NPNishit Pancholi
FollowDec 01, 2025 09:52:17123
Report
RKRaj Kishore Soni
FollowDec 01, 2025 09:48:07139
Report
URUday Ranjan
FollowDec 01, 2025 09:46:16149
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:39:30178
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:36:4579
Report
HBHimanshu Bhatt
FollowDec 01, 2025 09:32:12206
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:18:28119
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:18:1397
Report
AKArpan Kaydawala
FollowDec 01, 2025 09:18:0597
Report
NJNILESH JOSHI
FollowDec 01, 2025 09:17:52139
Report
GDGaurav Dave
FollowDec 01, 2025 09:17:4293
Report
RMRaghuvir Makwana
FollowDec 01, 2025 08:02:40146
Report
ARAlkesh Rao
FollowDec 01, 2025 07:34:56144
Report
DRDarshal Raval
FollowDec 01, 2025 06:49:01122
Report