Back

બગસરામા અમરેલી રોડ ઉપર ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં આખલો પડી ગયો
Savar Kundla, Gujarat
બગસરા અમરેલી રોડ ઉપર ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં આખલો પડી ગયો.બગસરા નગર પાલિકાની બેદરકારીને લઈ ગટરની ખુલ્લી કુંડીમાં બની ઘટના.આખલો કુંડીમાં પડી જતા સ્થાનિકો દ્વારા અખલાને બહાર કાઢવા જહેમત ઉઠાવી.ગોપ્રેમી અને ગૌશાળા ના સેવાભાવી લોકોએ આખલાનું બહાર કાઢવા ઉઠાવી જહેમત.
1
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Savar Kundla, Gujarat:
અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર એલર્ટ.જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી ટોકન પ્રક્રિયા બંધ કરી.મોટાભાગના માછીમારો મધદરીયામાં તાકીદે બોલાવવા સૂચના.પીપાવાવ કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખશે.કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયા કાંઠાના કેટલાક લેન્ડિંગ પોઇન્ટ ઉપર ચેકીંગ.રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ ચેકપોસ્ટ,વિકટર ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકીંગ.
0
Share
Report
Savar Kundla, Gujarat:
ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ.ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ.ધારી ગીરના મોણવેલ, વાવડી, દલખાણીયા, હાલરીયા, લાખાપાદર, આંબરડી સહિતના ગામોમાં વરસાદ.ધારીના ગીર વિસ્તારની સ્થાનીક નદીઓ થઈ વહેતી થઈ।
0
Share
Report
Kalarani, Gujarat:
છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ અને ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક દ્વારા કલારાણી ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંકના ડિરેક્ટર મહારાઉલ શિવ બાપુ તેમજ કરાલી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.પંડ્યા ની અધ્યક્ષતામાં લોન મેળો યોજાયો હતો. આ કાર્યક્રમ માં લોકોને માહિતગાર કર્યા હતા કે, આપણે સાથે મળીને વ્યાજખોરીના દુષણ પર લગાવીએ રોક વ્યાજખોરો પાસેથી વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓને સહકારી મંડળીઓ,બેન્કો પાસેથી લોન લેવી જોઈએ તેમ જણાવ્યું હતું
1
Share
Report
Savar Kundla, Gujarat:
રાજુલાના ડુંગર ગામ નજીક ધોધમાર વરસાદ.ડુંગર ગામની અલગ અલગ બે નદીમાં પૂર આવ્યું.ડુંગરની સુકવો નદી અને સ્થાનિક નદીમાં આવ્યું પુર.રાજુલાના ડુંગર,બાલાપર,મસુદડા સહીત ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ.
2
Share
Report
Savar Kundla, Gujarat:
અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલ્ટો.સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ.સાવરકુંડલા શહેરમાં પવન સાથે કમોસમી વરસાદ.વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
0
Share
Report
Amreli, Gujarat:
અમરેલીના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ.ખાંભાના ખડાધાર,બોરાળા ગીદરડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ.એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત.
0
Share
Report
Savar Kundla, Gujarat:
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટું.રાજુલા વિસ્તારમાં અચાનક વાતાવરણમા પલટો આવ્યો.વાદળછાયા વાતાવરણ માં પવન સાથે અચાનક વરસાદ.વરસાદ નું આગમન થતા ખેડૂતોમા ચિંતા.
0
Share
Report
Savar Kundla, Gujarat:
અમરેલી તાલુકાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 બાળકો નાહવા જતા ડૂબ્યા.અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા.જિલ્લા ફાયર ઓફિસર સહીત ટીમ દ્વારા બાળકોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું.4 મૃતક બાળકોની લાશ મળી આવી નદી કાંઠે લાવવામાં આવી રહી છે.નદી કાંઠેથી કપડાં મળી આવ્યા બાળકો ચલાલા સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન.મૃતક લોકોની ઓળખ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી.
0
Share
Report
Ahmedabad, Gujarat:
અમદાવાદમાં અમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો! માવઠાની આગાહી વચ્ચે અચાનક ગાજવીજ સાથે પવન ફૂંકાતાં રસ્તાઓ પણ દેખાતાં બંધ થઈ ગયા એટલી ધૂળ ડમરી ઉડી. તોતિંગ હોર્ડિંગ પણ ઘણી જગ્યા એ ધરાશયી થયાનાં અહેવાલ મળી રહ્યા છે. સાંજન ઑફિસથી પાછાં ફરતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
1
Share
Report
Rajula, Gujarat:
રાજુલામાં ગમખ્વાર અકસ્માત:
હાઈવે પર ગેરકાયદે પાર્ક કરેલા ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
પોલીસ 108 તેમજ સેવાભાવી યુવાનો દોડી આવ્યા
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો
હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
0
Share
Report