Back
दानतीवाडા डेम का जलस्तर बढ़ा, किसानों में खुशी की लहर
ARAlkesh Rao
Sept 17, 2025 11:20:24
Vaghrol, Gujarat
નોંધ-ફીડ FTP કરેલ છે.
FTP-1709 ZK BNK DANTIWADA DEM PKG
સ્લગ - દાંતીવાડા ડેમ
બનાસકાંઠા જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલુ સાલે પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં જળ સપાટી ભાયજનક સપાટી નજીક પહોંચી છૅ.જોકે 2-3 વર્ષ બાદ ફરી દાંતીવાડા ડેમની જળ સપાટી અધ્ધર આવતા ડેમ પર આધારિત ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.
બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો નર્મદાની કેનાલો આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે પરંતુ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કોઈ કેનાલ કે કોઈ અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો હર હંમેશા સિંચાઈના પાણી માટે ફાંફા મારવા મજબુર થતા હોય છે જોકે જિલ્લામાં આવેલો જિલ્લાનો જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જરૂરિયાત મુજબ ભરાયો ન હતો.અને તેને જ કારણે આ દાંતીવાડા ડેમ પર આધારિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શક્યું ન હતું.જોકે પરિસ્થિતિથી પીડાતા ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ સાથે સરકાર સામે આંદોલન પણ કરવું પડ્યું હતું. જોકે ખેડૂતોના આંદોલન બાદ સરકારે પાઇપલાઇનની કામગીરી તો આરંભી પરંતુ એ પાઇપલાઇનમાં હજુ સુધી પાણી પહોંચી શક્યું નથી. પરંતુ તે પહેલા જ કુદરત જાણે આ વિસ્તારના ખેડૂતો પર હરખાયો હોય તેમ આ વર્ષે ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં ઉપરવાસના વરસાદી પાણી દાંતીવાડા ડેમ સુધી પહોંચ્યા છે અને ડેમની જળ સપાટી 601.55 ફૂટે પહોંચી છે મહત્વની વાત છે કે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છૅ. એટલે કે દાંતીવાડા ડેમ પોતાની ભયજનક સપાટી નજીક પહોંચ્યો છે જોકે હવે જો ઉપરવાસમાં વરસાદ થાય અને દાંતીવાડા ડેમના દરવાજા ખુલે તો બનાસકાંઠા જિલ્લાના 61 તો પાટણ તાલુકાના 49 ગામોને ફાયદો થઈ શકે છૅ. જે પ્રકારે ઘણા વર્ષો બાદ દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થતા અત્યારે જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે..જોકે દાંતીવાડા ડેમ 93 ટકા કરતા વધુ ભરાતા આગામી સમયમાં દાંતીવાડા, પાલનપુર, ડીસા અને કાંકરેજના દાંતીવાડા કમાન્ડ એરિયાના
26 હજાર હેકટર વિસ્તારમાં શિયાળુ પાક જ નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ડેમ માંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે ,
બાઈટ -1- મહેશ પ્રજાપતિ -ખેડૂત
( અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ ખુબ જ ઊંડા ગયા હતા.. )
બાઈટ -2-લાલુભાઇ ચૌધરી -ખેડૂત
( અમારા વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉંડા જતા સિંચાઈના પાણી માટે અમારે આંદોલનો પણ કરવા પડ્યા હતા પરંતુ આ વર્ષે...)
બાઈટ-3-મિહિર પટેલ-કલેક્ટર બનાસકાંઠા
(દાંતીવાડા ડેમ માંથી ખેડૂતોને શિયાળુ જ નહી ઉનાળુ પાક માટે પાણી આપી શકાશે)
અલકેશ રાવ - બનાસકાંઠા
9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:100
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:510
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:140
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:564
Report
HShakimuddin shabbirbhai
FollowSept 17, 2025 12:06:171
Report
NJNILESH JOSHI
FollowSept 17, 2025 12:06:061
Report
UPUMESH PATEL
FollowSept 17, 2025 11:50:361
Report
MDMustak Dal
FollowSept 17, 2025 11:50:102
Report
ASAVNISH SINGH
FollowSept 17, 2025 11:24:532
Report
SVSANDEEP VASAVA
FollowSept 17, 2025 11:06:003
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:46:060
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 10:45:570
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:45:250
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 10:33:361
Report