Back
बनास डेरी चुनाव में 6 सीटों पर सिंगल फॉर्म, भाजपा की तगड़ी टक्कर
ARAlkesh Rao
Sept 22, 2025 11:50:33
Vaghrol, Gujarat
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP-2209 ZK BNK BANSDAIRY PKG
સ્લગ - ઉમેદવારી ફોર્મ
બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજવાની છે.આ ચૂંટણી પ્રક્રિયાને લઈ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 6 બેઠકો પર સિંગલ ઉમેદવારી ફોર્મ ભરાયા છૅ તો 10 બેઠકોમાં ચૂંટણનો જંગ જામે તેવી શક્યતાઓ વચ્ચે મોટાભાગની બેઠકો ઉપર ભાજપ સામે ભાજપની જ ટક્કર જેવી સ્થિતિ ઉભી થઈ છૅ...
એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખાની મુખ્ય ગણાતી બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 10 ઓક્ટોબરે ચૂંટણી માટેનું રણસિગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે આ ચૂંટણી પ્રક્રિયાને લઇ ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. અત્યારે બનાસ ડેરીની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો જો કે ડેરીની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો ઉપર ભાજપના જ નેતાઓ સામસામે આવી ગયા છે... 16 ડિરેક્ટરોની બેઠકોની ચૂંટણીમાં 6 બેઠકો પરથી સિંગલ ફોર્મ ભરાતા 6 બેઠકો બિનહરીફ થઈ છે તો 10 બેઠકો પર એક કરતાં વધુ ફોર્મ ભરાયા છે જેમાંની મોટાભાગની બેઠકો ઉપર ભાજપના દિગજો આમને સામને આવી ગયા છે. પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્ર મંત્રી હરિ ચૌધરી સામે પાલનપુર બેઠકના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી આમને સામને છૅ. તો વડગામ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોળની સામે વડગામ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન કે પી ચૌધરી મોરચો માંડ્યો છે. દાંતીવાડા બેઠક પરથી બનાસ મેડિકલના ચેરમેન અને બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરીની સામે પાંથાવાડા માર્કેટ યાર્ડના વર્તમાન ડિરેક્ટર વિનોદ ભુતડીયા મેદાને ઉતર્યા છૅ... તો કાંકરેજ બેઠક પર વર્તમાન ડિરેક્ટર અણદા પટેલની સામે થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુ ચૌધરીએ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છૅ. સાથે સાથે ધાનેરામાં મૂળ કોંગ્રેસી અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતા પટેલની સામે ભાજપના જ આગેવાન જોઈતા ચૌધરી ઉમેદવારી નોંધાવી છે.. જ્યારે દાંતા લાખણી સાંતલપુર અને દિયોદરમાં પણ એક કરતાં વધુ ફોર્મ ભરાતા ચૂંટણીનો જંગ ફેલાવવાની શક્યતાઓ સિવાય રહી છે. જોકે વાવ બેઠક પરથી વર્તમાન ચેરમેન રાયમલભાઈ ચૌધરી અને તેમના ધર્મ પત્નીનું ઉમેદવારી ફોર્મ ભરાતા વધુ એક વાવ બેઠક બિનહરીફ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી રહી છે..
બાઈટ-1-ભાવાભાઈ રબારી-વાઇસ ચેરમેન બનાસડેરી
બાઈટ-2-ભરતભાઈ ચૌધરી -વર્તમાન ડિરેકટર પાલનપુર વિભાગ
બાઈટ-3-પી.જે.ચૌધરી -વર્તમાન ડિરેકટર દાંતીવાડા
*બનાસ ડેરીની 16 બેઠકમાંથી 6 બેઠકો પર સિંગલ ફોર્મ ભરાતા બિન હરીફ*
રાધનપુર- શંકર ચૌધરી
અમીરગઢ -ભાવા રબારી
સુઈગામ-મુળજી પટેલ
ડીસા- કમળાબેન દેસાઇ
થરાદ -પરબત પટેલ (પૂર્વ સાંસદ -વર્તમાન ડિરેકટર)
ભાભર- અંબાબેન ચૌધરી
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 13:33:480
Report
URUday Ranjan
FollowSept 22, 2025 13:32:420
Report
SSSapna Sharma
FollowSept 22, 2025 13:31:340
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 12:21:040
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 12:20:290
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 11:50:461
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 11:47:080
Report
PTPremal Trivedi
FollowSept 22, 2025 11:45:100
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 10:46:520
Report
NJNILESH JOSHI
FollowSept 22, 2025 10:46:460
Report
NDNavneet Dalwadi
FollowSept 22, 2025 10:45:510
Report
ASAjay Shilu
FollowSept 22, 2025 10:03:120
Report
GKGovindbhai Karmur
FollowSept 22, 2025 10:02:030
Report
NBNARESH BHALIYA
FollowSept 22, 2025 10:01:320
Report