Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361305

देवभूमि द्वारका में भारी बारिश, किसानों के चेहरों पर खुशी

GKGovindbhai Karmur
Sept 22, 2025 10:02:03
Khambhalia, Gujarat
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રિના પ્રથમ દિવસથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો ખેતરોમાં ઊભા પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાત હતી વરસાદથી પાકને નવું જીવન મળ્યું છે અને ઉત્પાદન સારું થવાની આશા વધી છે. *Devbhumi Dwarka* * * * *Karmur Govind Ahir Jam-Khambhaliya*
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SBShilu Bhagvanji
Sept 22, 2025 12:21:04
Porbandar, Gujarat:2209 ZK PBR FIRE FORMAT-PKG DATE-22-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-DESK એન્કર- પોરબંદર જેટી પર આજે વહેલી સવારે માલવાહક વહાણમાં ભીષણ આગની ઘટના સામે આવતા જીએમબી તથા ફાયર બ્રિગેડ સહિતનુ તંત્ર જેટી ખાતે દોડતુ થયુ હતુ...પોરબંદર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો છતાં વહાણમાં લાગેલી આગ કાબૂમાં ન આવતા બંદર પર અન્ય બોટો સહિતને નુકસાન ન પહોંચે તે માટે આ સળગતા વહાણને દરિયામાં ખસેડી દેવામાં આવ્યુ હતુ જ્યા ધીમે ધીમે આ વહાણ જળ સમાધી લેતુ જોવા મળી રહ્યુ છે. વીઓ-1 પોરબંદરથી સોમાલીયા ખાતે જનાર માલવાહક વહાણમાં 900 ટન જેટલો ચોખ્ખાનો જથ્થો તથા 70 ટન જેટલો ખાંડનો જથ્થો ભર્યો હોય અને લાંબી મુસાફરી હોવાના કારણે ડીઝલનો પણ મોટો જથ્થો વહાણ રાખવામાં આવ્યો હતો.આજે વહેલી સવારે કોઈ કારણોસર વહાણમાં આગ લાગતા આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી ફાયર બ્રિગેડે ત્રણ જેટલા ફાયર ફાયટરો વડે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો નહતો..ચોખા તથા ડીઝલ સહિતના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ જામનગરના એચઆરએમ એન્ડ સન્સની માલિકીના વહાણને દરિયામાં ખસેડવાની ફરજ પડી હતી જેથી બંદર પર અન્ય કોઈ જગ્યાએ આગ ન પ્રસરે..વહાણમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે 10 થી 12 કિલોમીટર દૂર સુધી આકાશમાં આગના ગોટેગોટા જોવા મળતા હતા. બાઈટ-1 અભય મહેતા ફાયર ઓફિસર,પોરબંદર ફાયર બ્રિગેડ બાઈટ-2 પીટીસી
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 22, 2025 12:20:29
Gandhinagar, Gujarat:ગાંધીનગર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી હમણાં 28 તારીખ સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે એક ઈંચ થી તેથી વધુ વરસાદ થઈ શકે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ક્યાંક એક ઈંચ કે તેથી વધુ વરસાદ થશે મધ્ય ગુજરાત અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા રહે ઉત્તર ગુજરાત પંચમહાલના ક્યાંક ભાગોમાં વરસાદ પડે ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગર ની મજબૂત સિસ્ટમ ગુજરાત સુધી આવતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના કોઈ કોઈક ભાગોમાં 4 ઈંચ થી વધુ વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક ભાગો અને મહીસાગરના કેટલાક ભાગોમા વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે નર્મદા જળસ્તરમાં વધારો થશે 10 થી 13 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા બાઈટ અંબાલાલ પટેલ
0
comment0
Report
ARAlkesh Rao
Sept 22, 2025 11:50:33
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે FTP-2209 ZK BNK BANSDAIRY PKG સ્લગ - ઉમેદવારી ફોર્મ બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજવાની છે.આ ચૂંટણી પ્રક્રિયાને લઈ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 6 બેઠકો પર સિંગલ ઉમેદવારી ફોર્મ ભરાયા છૅ તો 10 બેઠકોમાં ચૂંટણનો જંગ જામે તેવી શક્યતાઓ વચ્ચે મોટાભાગની બેઠકો ઉપર ભાજપ સામે ભાજપની જ ટક્કર જેવી સ્થિતિ ઉભી થઈ છૅ... એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખાની મુખ્ય ગણાતી બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા હવે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 10 ઓક્ટોબરે ચૂંટણી માટેનું રણસિગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે આ ચૂંટણી પ્રક્રિયાને લઇ ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. અત્યારે બનાસ ડેરીની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો જો કે ડેરીની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો ઉપર ભાજપના જ નેતાઓ સામસામે આવી ગયા છે... 16 ડિરેક્ટરોની બેઠકોની ચૂંટણીમાં 6 બેઠકો પરથી સિંગલ ફોર્મ ભરાતા 6 બેઠકો બિનહરીફ થઈ છે તો 10 બેઠકો પર એક કરતાં વધુ ફોર્મ ભરાયા છે જેમાંની મોટાભાગની બેઠકો ઉપર ભાજપના દિગજો આમને સામને આવી ગયા છે. પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્ર મંત્રી હરિ ચૌધરી સામે પાલનપુર બેઠકના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી આમને સામને છૅ. તો વડગામ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોળની સામે વડગામ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન કે પી ચૌધરી મોરચો માંડ્યો છે. દાંતીવાડા બેઠક પરથી બનાસ મેડિકલના ચેરમેન અને બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરીની સામે પાંથાવાડા માર્કેટ યાર્ડના વર્તમાન ડિરેક્ટર વિનોદ ભુતડીયા મેદાને ઉતર્યા છૅ... તો કાંકરેજ બેઠક પર વર્તમાન ડિરેક્ટર અણદા પટેલની સામે થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુ ચૌધરીએ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છૅ. સાથે સાથે ધાનેરામાં મૂળ કોંગ્રેસી અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતા પટેલની સામે ભાજપના જ આગેવાન જોઈતા ચૌધરી ઉમેદવારી નોંધાવી છે.. જ્યારે દાંતા લાખણી સાંતલપુર અને દિયોદરમાં પણ એક કરતાં વધુ ફોર્મ ભરાતા ચૂંટણીનો જંગ ફેલાવવાની શક્યતાઓ સિવાય રહી છે. જોકે વાવ બેઠક પરથી વર્તમાન ચેરમેન રાયમલભાઈ ચૌધરી અને તેમના ધર્મ પત્નીનું ઉમેદવારી ફોર્મ ભરાતા વધુ એક વાવ બેઠક બિનહરીફ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી રહી છે.. બાઈટ-1-ભાવાભાઈ રબારી-વાઇસ ચેરમેન બનાસડેરી બાઈટ-2-ભરતભાઈ ચૌધરી -વર્તમાન ડિરેકટર પાલનપુર વિભાગ બાઈટ-3-પી.જે.ચૌધરી -વર્તમાન ડિરેકટર દાંતીવાડા *બનાસ ડેરીની 16 બેઠકમાંથી 6 બેઠકો પર સિંગલ ફોર્મ ભરાતા બિન હરીફ* રાધનપુર- શંકર ચૌધરી અમીરગઢ -ભાવા રબારી સુઈગામ-મુળજી પટેલ ડીસા- કમળાબેન દેસાઇ થરાદ -પરબત પટેલ (પૂર્વ સાંસદ -વર્તમાન ડિરેકટર) ભાભર- અંબાબેન ચૌધરી અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 22, 2025 11:47:08
Gandhinagar, Gujarat:ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અકસ્માતની ઘટના બની હતી આ ઘટનામાં મિક્સર ચાલકે એકટીવા ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે મોર તો નીપજ્યું હતું ગાંધીનગર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાઠોડ ગાંધીનગરના વાવોલ ખાતે રહે છે ત્યારે તેઓ એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે મહાત્મા મંદિર નજીક સિમેન્ટના મિક્સર ચાલકે ટક્કર મારી હતી.જેમા દિનેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ફરાર થયેલા મિક્સર ચાલકને શહેરના ગ-3 નજીકથી મિક્સર ચાલકને ઝડપી પાડી સેક્ટર 7 પોલીસ મથકે લઈ ગયા છે અને પોલીસ દ્વારા સ્થળ પર પંચનામું કામગીરી હાથ ધરી છે.તેમજ મૃતકને પીએમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. WKT DURGESH MEHTA
0
comment0
Report
PTPremal Trivedi
Sept 22, 2025 11:45:10
Patan, Gujarat:\B\Iમાર્કેટિંગ સ્ટોરી છે \I\B એન્કર ઐતિહાસિક નગરી પાટણ નો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહેવા પામ્યો છે આ ધરતી પર અનેક સુરવીર રાજાઓ એ રાજ કર્યું અને તે સમયે અનેક બે નમૂન સ્થાપત્યો બંધાવ્યા હતા જેમાં સુંદર કોતરણી, શિલ્પ કાલા કારીગરી કરવામાં આવતા તેની નોંધ યુનેસકો દ્વારા માં લેવામાં આવતા પાટણ માં સ્થિત રાણકી વાવ ને વર્લ્ડ હેરિટેજ માં સ્થાન મળવા પામ્યું છે તે ખુબજ ગૌરવ ની વાત છે વર્ષ દરમ્યાન દેશ પરદેશ થી મોટી સંખ્યા મા પ્રવાસઓ આ બેનામુન સ્થાપત્યો ને નિહાળવા આવે છે અને શિલ્પ સ્થાપત્યો ને નિહાળી મંત્ર મુગ્ધ બની જાય છે.. વીઓ _01 પાટણ એટલે સિદ્ધરાજ જયસિંહ ની રાજનગરી અહી અનેક પ્રાચીન વિરાસતના સ્થળો આજે પણ પ્રવાસીઓના મન મોહી રહ્યા છે .પાટણની રાણી ની વાવ ને વર્લ્ડ હેરીટેજ મોમેન્ટ તરીકે જાહેર પણ કરવામાં આવી છે પાટણમાં રાની ની વાવને નિહાળવા આવતા વિદેશી અને ભારતીય પ્રવાસીઓ શિલ્પ સ્થાપત્ય અને કલા કોતરણી જોઈ મંત્ર મુગ્ધ બની જાય છે ત્યારે પાટણ નો ઇતિહાસ પણ ભવ્ય રહેવા પામ્યો છે જેમાં પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11 મી સદીના અંતિમ ચતુર્થમાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા 68 મી. લાંબી સાત માળની 27 મીટર ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતુ. આજે એ રાણીની વાવ આખી દુનિયામાં પ્રસિધ્ધ થઈ ગઇ છે. વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ રૂ.100 ની ચલણી નોટ પર અંકિત કરવામા આવી. આજે દેશ-વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવી રહ્યાં છે. જે આપણાં સૌ માટે ગૌરવની વાત છે.તો રાજા સિદ્ધરાજ જયસિંહ નો સમય કાળ સુવર્ણ ગણવામાં આવે છે અને તે સમય દરમ્યાન અને રાજ મહેલો અને સ્થાપત્યો નું નિર્માણ થવા પામ્યું હતુ. બાઈટ. 1હિતેશ ભાઈ રાજ્યગુરુ. પ્રવાસી બાઈટ 2.બીના બેન ધકાચ. પ્રવાસી બાઈટ 3.હિના બેન ધકાચ. પ્રવાસી
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 22, 2025 10:46:46
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર - શક્તિની આરાધના ના પર્વ નવરાત્રીની આજથી શરૂઆત થઈ છે .અને આજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે...આજે પ્રથમ નોરતું છે. આથી ખેલૈયાઓ અને ગરબા આયોજકો માં થનગાટ હતો..જોકે વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી જ આયોજકો દોડતા થયા હતા . વહેલી સવારે મળે છે કે મેઘાએ ધડબલાટી બોલાવતા મારે વરસાદ વરસાવ્યો હતો હવે જ્યારે જ ચોમાસુ વિદાય લેવા તરફ જઈ રહ્યું છે ત્યારે છેલ્લે છેલ્લે નવરાત્રિમાં ભારે વરસાદ પડતા જ ગરબા રસિકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે તો સૌથી વધુ ચિંતા ગરબા ના આયોજકોમાં જોવા મળી રહી છે સવારે પડેલા વરસાદના કારણે ગરબા ના મેદાન પણ પાણી પાણી થઈ ગયા હતા જોકે બપોર બાદ મેગાએ વિરામ લીધો છે જેથી ગરબા મેદાનોમાંથી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી હતી..મેદાનમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવાયુ હતું..તો આગામી સમયમાં પણ હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી હોવાથી ખેલૈયાઓ અને ગરબા આયોજકો પર ચિંતા ના વાદળો છવાયા છે... WKT નિલેશ જોશી વાપી. લોકેશન: વાપી
0
comment0
Report
NDNavneet Dalwadi
Sept 22, 2025 10:45:51
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૨/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ભંડારીયા ગામે પરંપરાગત માતાજીની ગરબીના સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ. એન્કર : ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પણ પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં વર્ષો જૂની પરંપરાને ગામલોકો નથી ભૂલ્યા, આજે ભંડારિયા ગામના માણેકચોકમાં ગરબી પધરાવી માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ભંડારીયા ગામમાં ડિસ્કો દાંડિયા ને સ્થાન નથી, નવ દિવસ દરમિયાન ભક્તિભર્યા માહોલ વચ્ચે ભવાઈ, નાટકો, ધાર્મિક આખ્યાન થકી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. વિઓ ૧: ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામે શાસ્ત્રોકત વિધિ અનુસાર ઉજવાતા નવરાત્રી ઉત્સવની પરંપરા કાયમ રહી છે. અહીં બહુચરાજી માતાજીના મંદિરે આજે નવરાત્રીના પ્રથમ દિવસે ભંડારીયા ગામના માણેકચોકમાં માતાજીની ગરબી પધરાવવામાં આવી હતી. આ પ્રસંગે નિજ મંદિરેથી ભૂંગળ અને ઢોલનગારાના તાલે વાજતે ગાજતે, અબીલ ગુલાલ અને ફૂલોની છોળો ઉડાડતા માતાજીની ગરબીને માણેકચોકમાં લઈ જવામાં આવી હતી. અહીં પહોંચી વિધિ વિધાન અનુસાર માતાજીની ગરબીને ચોકમાં પધરાવવામાં આવી હતી. ભંડારીયા ગામે આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. અહીં માણેકચોકમાં નવ દિવસ માતાજીના ભજન, કીર્તન, ભવાઈ અને નાટકો ભજવામાં આવે છે. અહીં દર્શને આવતા કોઈપણ વ્યક્તિને ઊંચું સ્થાન નથી મળતું, માણેકચોકમાં કોઈપણ વ્યક્તિને ઉચા સ્થાને બેસવાની મનાઈ છે. અહીં દરેક વ્યક્તિ જમીન પર બેસી ભજવવામાં આવતા ભવાઈ, નાટકોને નિહાળે છે. બગદાણાના સંત બજરંગદાસ બાપા પણ આ ભવાઇ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા, આ ભવાઇ, નાટકોને લઈને રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં લેવાતો મૂંડકી વેરો માફ કર્યો હતો. ભંડારિયા ગામમાં આવેલા શ્રી બહુચરાજી માતાના મંદિરે ૩૦૦ વર્ષ કરતા પણ જૂની પરંપરા મુજબ ઉજવાતા નવરાત્રી મહોત્સવ આજે પણ સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતીની મહેક આવે છે. અહીં માણેકચોકના રંગ મંડપમાં શક્તિ થિયેટર્સનાં રંગમંચ પર ભજવાતા ધાર્મિક, ઐતિહાસીક નાટકો, ભવાઇ ખુબ જાણીતા અને લોકપ્રીય છે. જેનું આજે પણ ગોહિલવાડ ગૌરવ લે છે. વિઓ ૨: આજથી સાત દસકા પૂર્વની આ વાત છે. ભંડારિયા બહુચરાજી મંદિરમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ભવાઇ વેશો ભજવાતા હતા, ત્યારે ભવાઇ મંડળે ખેડબ્રહ્મા પાસે આવેલા અંબાજીના ધામમાં માતાજીનાં ''ગોખ'' પાસે ભવાઇ ભજવવા જવાનું નક્કી કર્યું હતું. એ સમયે ત્યાના રજવાડામાં એવો એક નિયમ હતો, કે બ્રાહ્મણ હોય તેજ વ્યક્તિ માતાજીનાં વેશમાં ગોખની સામે પટમાં ભવાઈ રમી શકે. પરંતુ સૌરાષ્ટ્રનાં ભાવસિંહજી તખ્તસિંહજીના રાજ્યમાં ભડી ભંડારિયામાં દરેક જ્ઞાતિનાં લોકો ભવાઇ રમતા જે હજું આજે પણ એ જ સ્થિતિમાં રમાય છે. ભંડારિયાના લોકો એ ત્યાં ભવાઈ વેશ ભજવીને ત્યાના રાજવીઓને ખુશ કર્યા ત્યારે ત્યાના રાજવીએ પોતાના ભોજપત્રના કાગળ પર ભાવનગર શહેરના ભાવેણાના ભડી ભંડારિયા ગામેથી પધારતા કોઇપણ સ્ત્રી, પુરૃષ, અબાલ વૃધ્ધ બાળકોનો ''મુંડકાવેરો'' ન લેવાનો આદેશ આપી તમામ ભવાઇ વેશના કલાકારોનું બહુમાન કરી નવાજ્યાં હતાં. ત્યારે ભંડારિયા માં આજે પણ વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ હિંદુ, મુસ્લિમ સાથે મળીને માતાજીની આરતી કરીને નાટક ભજવવાનું શરુ કરે છે. વિઓ ૩: ભંડારિયાના ગામના માણેકચોકમાં આજે પણ પરંપરા મુજબ નાટકો રમવામાં આવે છે. સમયનાં બદલાતા વ્હેણ સાથે ભવાઇનાં સ્થાને નાટક યોજવામાં આવે છે. પરંતુ નાટકો જોવા માટે પણ ગામે ગામથી લોકોની ભીડ જામે છે. ભવાઈની શરૂઆતમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. અને ચોકમાં માતાજીની ગરબી પધરાવતા સમયે પૌરાણિક વાદ્ય ભૂંગળ વગાડવામાં આવે છે. આમ પારંપરિક વાદ્યો સાથે માણેકચોકમાં ભવાઈ, નાટક ભજવવામાં આવે છે. સરકારી, ખાનગી કંપનીના નોકરિયાત, બિજનેશમેન કે પછી ઉદ્યોગપતિ સહુ કોઈ માતાજીને રાજી કરવા માટે તેમને આપવામાં આવેલો વેશ કોઇપણ સેહ શરમ વિના ધારણ કરી નાટકો કે ભવાઈ ભજવે છે. વિઓ ૪: ભંડારિયા બહુચરાજી મંદિર દ્વારા કોઇ દિવસ ફંડફાળો કે ઉઘરાણુ થતું નથી. નાટક દરમિયાન“વન્સ મોર”ને અહિયાં સ્થાન નથી. મંદિરમાં ડાકલા વગાડવા કે ભુવા ધુણાવવામાં આવતા નથી. અહિં ગમે તેટલી મોટી ભેટ ધરનાર કોઇપણ વ્યક્તિની વ્યક્તિગત જય બોલાતી નથી. માત્ર ''અંબે માતકી જય...'' સાથે બોલી વધાવવામાં આવે છે. અને નાટકના અંતે માતાજીનો “મુજરો” (સ્તુતિ) કરવામાં આવે છે. જેમાં સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષો ઘુંઘટ તાણી અને મંદિરમાં માતાજીની સ્તુતિ કરે છે. એ સમયે ઉપસ્થિત સહુ કોઈ સ્તુતિમાં ભાગ લે છે. આઠમનાં દિવસે માતાજીનો સ્વાંગ રચાય છે. આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મેળો જામે છે. બાઈટ: પ્રેમભાઈ કંડોલીયા, કલાકાર, ભાવનગર. બાઈટ: ધર્મેન્દ્રભાઈ બુધેલીયા, કલાકાર, ભંડારીયા. બાઈટ: ટેમભા જાડેજા, શ્રદ્ધાળુ, ભાવનગર. બાઈટ: વિનોદભાઈ લૂંભાણી, શ્રદ્ધાળુ, ભંડારીયા.
0
comment0
Report
ASAjay Shilu
Sept 22, 2025 10:03:12
0
comment0
Report
NBNARESH BHALIYA
Sept 22, 2025 10:01:32
Jetpur, Gujarat:\B\Iસ્ક્રિપ્ટ એલર્ટ\I\B ZK RJT KHODALDHAM PADYATRA..... FORMANT:- PKG..... APPROVEL:- IDEA PASS..... FEEE:- WHATSEAP...... એન્કર :- હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે સતત પાંદરમાં વર્ષે નવરાત્રિના આજે પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ગુજરાતભરમાંથી લેઉઆ પટેલ સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો,આ પદયાયાત્રા કાગવડ ગામથી માં ખોડલના જય જયકાર સાથે નરેશભાઈ પટેલની આગેવાનીમાં પ્રારંભ થઇ હતી. જેમાં માં ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા હતાં. મંદિરે પહોંચીને માં ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર નરેશભાઈ દ્વારા ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,સાથે ધ્વજા રોહણ બાદ મંદિરના પરિસરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં પદયાત્રામાં ઉપસ્થિત લેઉઆ પટેલ સમાજના રાજકીય આગેવાનો અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધરાસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કશવાલા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકકે નરેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં ખોડલધામમાં ક્યારેય રાજકારણ નહિ લાવવા અપીલ કરી હતી અને વર્ષ 2027માં ખોડલધામમંદિરને દસ વર્ષ થતા ત્રણથી પાંચ દિવસનો દશાબ્દિ મહોત્સવ ધૂમધામ અને જોરશોરથી ઉજવણીની જાહેરાત કરી હતી. આજે પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં શ્રી ખોડલધામના ટ્રસ્ટીશ્રીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્યના કન્વીનરો, મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિ, યુવા સમિતિ જોડાયા હતી,નવરાત્રિ દરમિયાન મંદિરે માં ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે...... બાઈટ - નરેશભાઈ પટેલ - ચેરમેન - ખોડલધામ ટ્રસ્ટ......
0
comment0
Report
UPUMESH PATEL
Sept 22, 2025 09:58:14
Valsad, Gujarat:Approved By Dayplan એન્કર : વલસાડ જિલ્લામાં પડેલા વરસાદ ના કારણે શહેર તથા નેશનલ હાઇવે બિસમાર બન્યો છે જેને લઈ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમરણાંત ઉપવાસ પર બેઠા છે તો બીજી બાજુ ભાજપ દ્રારા આ આમરણાંત ઉપવાસ ને કોંગ્રેસ ટકાવી રાખવા માટે કરવામાં આવે છે વિઓ 01 : વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે શહેર તથા નેશનલ હાઇવેના રસ્તાઓ ખરાબ થઈ જવા પામ્યા છે જેને લઈ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે રસ્તાઓ ખરાબ થવાને લઈ આજ રોજ યુથ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા યુથ કોંગ્રેસ દ્રારા થોડા દિવસ પહેલા ખાડાઓને લઈ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી રસ્તાઓ રીપેર ન થતા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્રારા આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા અને જ્યાં સુધી રસ્તાઓ રીપેરીંગ ન થાય ત્યાં સુધી ઉપવાસ પર રહેવાની ચીમકી ઉપચારી છે બાઈટ : મિત દેસાઈ યુથ કોંગ્રેસ બાઈટ : ધ્રુવ ચૌહાણ યુથ કોંગ્રેસ બાઈટ : ડાનીશ ખાન યુથ કોંગ્રેસ વિઓ 02 : વલસાડ જિલ્લાના રસ્તાઓ ખરાબ થઈ જવાના કારણે આજરોજ કોંગ્રેડ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા જેને લઈ ભાજપ દ્રારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં 18 જેટલી ટિમો દ્રારા રસ્તા બનાવવાની કામગીરી થઈ રહી છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્રારા રાજ્યના રસ્તા વહેલી તકે રીપેરીંગ થાય તે માટે ના સૂચનો પણ કર્યા છે ત્યારે કોંગ્રેસ દ્રારા કોંગ્રેસ ને ટકાવી રાખવા માટે આ આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા છે યુથ કોંગ્રેસના માત્ર 5 જેટલા કાર્યકરો છે બાકી કોંગ્રેસના આગેવાન અને વડીલો છે તો 2027 ની ચૂંટણી હારવાના ડર અને કોંગ્રેસને ટકાવી રાખવા આ ઉપવાસ કરવામાં આવ્યા છે બાઈટ : મિહિર દેસાઈ વાહન ચાલક બાઈટ : રોનક શાહ ભાજપ આગેવાન બાઈટ : ધવલ પટેલ સાંસદ વિઓ 03 વલસાડ જિલ્લાના રસ્તાઓને લઈ હાલ કોંગ્રેસ અને ભાજપ આમને સામને જોવા મળી રહ્યા છે વલસાડ જિલ્લામાં ખરાબ રસ્તાનો મુદ્ધો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે
0
comment0
Report
DPDhaval Parekh
Sept 22, 2025 09:57:24
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા 2209ZK_NVS_ASHAPURA_MA નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 22 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : ભારતમાં ક્યાંય ન જોઈ હોય એવી માંની મૂરત નવસારીના આશાપુરી માતાજી મંદિરમાં બિરાજિત છે. અહીં માતાજીએ પોતાના પ્રિય ગણપતિજી અને માર્કન્ડેય ઋષિને પોતાની આજુબાજુમાં બેસાડ્યા છે. નવરાત્રીના પ્રારંભે નવસારીના સ્વયંભૂ આશાપુરી માતાજીના મંદિરે હજારો માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વી/ઓ : નવસારીના મધ્યમાં આશરે 400 વર્ષ પુરાણું માં આશાપુરીનું મંદિર સ્થિત છે. નવરાતની શરૂઆત થતા જ આજે વહેલી સવારથી આશાપુરી માતાજીના દર્શનાર્થે માઈભક્તો આવી રહ્યા છે. ભક્તો માં આશાપુરીને શ્રદ્ધા પૂર્વક વંદન કરી, પોતાની આશા પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે. માં આશાપુરી પ્રત્યે ભક્તોની આસ્થા એટલી વધુ છે. કે તાપીથી વાપી સુધી સહિત ગુજરાત અને દેશ વિદેશથી પણ નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટી પડે છે. બાઈટ : અશોક ગજેરા, શ્રધ્ધાળુ, નવસારી બાઈટ : હેતલ દેસાઈ, શ્રદ્ધાળુ, નવસારી વી/ઓ : નવસારીમાં સેંકડો વર્ષ પૂર્વ ગાયકવાડી રાજના સુબાને સપનું આવ્યું હતું. જેમાં માતાજી દુધિયા તળાવ નજીક જમીનમાં હોવાની વાત કરી, માતાજીએ તેમનુ મંદિર બનાવવા આદેશ કર્યો હતો. સુબાએ અન્યોને વાત કરી અને માતાજીને બહાર કાઢી તેમની વિધિ વિધાન સાથે સ્થાપના કરી હતી. સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીની સાથે ગણપતિજી અને માર્કન્ડેય ઋષિ પણ હતા. જોકે માતાજીનું નામ ત્યારે પાડ્યુ ન હતું. દરમિયાન સુરત રહેતી સૂવાની પત્નીને પુત્રરત્ન પ્રાપ્ત થયું, પણ તેને મળવા જવાનું મુશ્કેલ હતું. પૂર્ણા નદીમાં પૂર હતું અને સામે કાંઠે જઈ શકાય એવું ન હતું. ત્યારે સુબાએ માતાજીને પ્રાર્થના કરી અને માં એ પુર શાંત કરતા સુબો પોતાના પુત્રને જોવા સુરત જઈ શક્યો હતો. ત્યારથી માતાજીનું નામ આશાપુરી માતાજી પડ્યું. સમગ્ર ભારતમાં નવસારીનું આશાપુરી માતાજી મંદિર જ એવું છે. જ્યાં પ્રથમ પૂજ્ય ગણેશજી અને દેવી ભાગવત, માતાજીની આરતી, દેવી પુરાણ જેવા મહાન હિન્દુ શાસ્ત્રોનું સર્જન કરનારા માર્કેન્ડેય ઋષિ બંનેને માતાજીએ પોતાની સાથે બેસાડ્યા છે. જેના કારણે આશાપુરી માતાજીના મંદિરની માહાત્મ્ય સૌથી વધુ છે અને કારણ માતાજીએ પોતાના બંને પ્રિય પુત્રોને પોતાની સાથે બેસાડ્યા છે. આશાપુરી માતાજી મંદિર માં અને પુત્રના વચ્ચેના પ્રેમનું પ્રતીક પણ છે. બાઈટ : પ્રતીક્ષાબેન જોશી, પૂજારી, આશાપુરી માતાજી મંદિર, નવસારી બાઈટ : જગમલ દેસાઈ, ટ્રસ્ટી, આશાપુરી માતાજી મંદિર, નવસારી વી/ઓ : ભક્તિ અને શ્રદ્ધાના કેન્દ્ર સમા મા આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં મળતા દાનનો આરોગ્ય અને શિક્ષણ અર્થે ઉપયોગ કરી, માં ની મમતાના આશીર્વાદ જન જન સુધી પહોંચાડી રહ્યા છે.
3
comment0
Report
Advertisement
Back to top