Back
साबरकाठा में RTI एक्टिविस्ट Ketan Patel रिश्वत लेते गिरफ्तार, पत्नी साथ
SSSapna Sharma
Sept 22, 2025 13:31:34
Ahmedabad, Gujarat
અમદાવાદ
સાબરકાઠામાં લાખો રૂપિયાની લાંચ લેતા RTI એટિવિસ્ટ ઝડપ્યો
કેતન પટેલ વિજિલન્સ અધિકારીઓ સામે અરજીઓ કરતો હતો
લાંચ રકમ અધિકારીઓ દ્વારા ના આપતા acb માં ફરિયાદ કરતો હતો
RNB ડિપાર્ટમેન્ટ ના અધિકારી પાસેથી અરજી સમાધાન માટે લાંચની માંગી હતી
4 લાખની લાંચ લેતા કેતન પટેલ અને તેમજ તેની પત્નીની ધરપકડ કરવામાં આવી
2018 ની કલમ મુજબ ખાનગી વ્યક્તિ સામે પણ acb નો ગુનો દાખલ કરવામાં આવે છે
સંદેશ આપકા ન્યૂઝ નામનો પેપરનો તંત્રી હતો
-- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- -- --
આરોપી કેતન પટેલ પટેલ અનેક અરજીઓ રેડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સામે કરતા હતા
અધિકારી લાંચ કે રકમ ન આપે તો ACBમાં અરજી કરતા
ACBની તપાસ શરૂ થતા જ અધિકારીનો સંપર્ક કરી સમાધાન માટે નાણાં માંગતો
R & Bના એક અધિકારી સામે અરજી કરી અધિકારી પાસે સમાધાન માટે પૈસાની માંગ કરી
અધિકારી 2થી 3 વખત ACB માં જવાબ લખાવવા આવ્યા હતા ત્યારે આ અંગે જાણ કરી હતી
અધિકારીએ ACBને સમગ્ર મામલે જાણ કરતા રિવર્સ ટ્રેપનું આયોજન કરાયું હતું
આરોપી કેતન કાંતિલાલ પટેલ પોતાને પત્રકાર ગણાવે છે, RTI એક્ટિવિસ્ટ છે અને સાપ્તાહિક ચલાવે છે અને તેની 1 હજાર કોપી વેચાતી હોવાનો દાવો કરે છે
આરોપી કેતન પટેલ પેપર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે
આજે રિવર્સ ટ્રેપમાં આરોપી કેતન પટેલને પ્રાંતિજ ટોલ નાકા પાસેથી 4 લાખની રકમ સ્વીકારતા ઝડપ્યા છે
લાંચ લેતા સમયે આરોપી કેતન પટેલની સાથે તેમના પત્ની પણ હતા
ACBના નામનો ઉપયોગ કરી કોઈ નાણાં માંગતા હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે
વર્ષ 2018ની સુધારા કલમ હેઠળ ખાનગી વ્યક્તિ સામે પણ ACB કાર્યવાહી કરી શકે છે
*બાઈટ: GV પઢેરીયા, DySP, ગુજરાત ACB*
એંકર
RTI એક્ટિવિસ્ટ અને કથિત પત્રકાર પત્રકાર કેતન કાંતિલાલ પટેલ અને તેમની પત્નીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ પ્રાંતિજ ટોલ નાકા પાસે રિવર્સ ટ્રેપનું આયોજન કરીને આરોપીને 4 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડ્યા. આ કેસમાં 2018ની સુધારા કલમ હેઠળ ખાનગી વ્યક્તિ સામે પણ કાર્યવાહી થઈ છે.
વીઓ
આરોપી કેતન પટેલ રોડ્સ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગના અધિકારીઓ સામે RTI અરજીઓ કરીને લાંચની માંગ કરતા હતા. જો અધિકારીઓ રકમ ન આપે, તો તેઓ ACBમાં ફરિયાદ નોંધાવતા. તપાસ શરૂ થતાં જ તેઓ અધિકારીઓનો સંપર્ક કરીને મામલાનું "સમાધાન" કરવા નાણાંની માંગ કરતા હતા. આ કેસમાં R&Bના એક અધિકારી પાસેથી 4 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
વીઓ
અધિકારીએ આ મામલાની જાણ ACBને કરી, જેના આધારે રિવર્સ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું. આજે પ્રાંતિજ ટોલ નાકા પાસે કેતન પટેલને 4 લાખ રૂપિયા સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યા. આ ઓપરેશન દરમિયાન તેમની પત્ની પણ હાજર હતી, જેની પણ ધરપકડ કરવામાં આવી.
વીઓ
કેતન પટેલ પોતાને RTI એક્ટિવિસ્ટ અને પત્રકાર તરીકે રજૂ કરે છે. તેઓ "સંદેશ આપકા" નામના સાપ્તાહિકના તંત્રી છે અને દાવો કરે છે કે તેની 1,000 કોપી વેચાય છે. ACBના નામનો દુરુપયોગ કરીને નાણાંની માંગ કરવાના આ કેસે સાબરકાઠામાં ચકચાર મચાવી દીધી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 22, 2025 19:02:4614
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 18:31:011
Report
AKAshok Kumar
FollowSept 22, 2025 17:15:087
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:46:214
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:30:598
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 22, 2025 16:30:477
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 15:36:427
Report
NJNILESH JOSHI
FollowSept 22, 2025 15:36:334
Report
CPCHETAN PATEL
FollowSept 22, 2025 15:36:246
Report
URUday Ranjan
FollowSept 22, 2025 14:32:041
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 13:33:483
Report
URUday Ranjan
FollowSept 22, 2025 13:32:421
Report
SBShilu Bhagvanji
FollowSept 22, 2025 12:21:043
Report
DMDURGESH MEHTA
FollowSept 22, 2025 12:20:290
Report