Back
अंधश्रद्धा के चक्कर में महिला के हाथ गरम तेल में डाल दिए; 4 गिरफ्तार
TDTEJAS DAVE
Sept 20, 2025 10:47:40
Mehsana, Gujarat
નોંધ _ પીડિતા મહિલા ના વીડિયો બ્લર કરવા.
અંધશ્રદ્ધાના અત્યાચારી પકડાઈ ગયા
ગરમ તેલમાં હાથ નખાવનાર પકડાઈ ગયા
વિજાપુરના ગેરીતા ગામની ઘટના ના આરોપીઓ પકડાઈ ગયા
ગરમ તેલની કઢાઈ માં હાથ નાખવાની બની હતી ઘટના
ખોટો વહેમ રાખી ગરમ તેલની કઢાઈ માં હાથ નાખ્યા
નીરૂબેન રમેશભાઈ ઠાકોર નામની પરિણીતા સાથે બનેલી ઘટના
નણંદ, નણંદોઈ અને તેમના ભાઈએ ખોટો વહેમ રાખેલો
વહેમ રાખી નીરૂબેન ને મૂઢ માર મારેલો
માર મારી ગરમ તેલમાં હાથ નંખાવ્યા
જમનાબેન ઠાકોર, મનુભાઈ ઠાકોર, દયાલભાઈ ઠાકોર, હીરાભાઈ ઠાકોર ની ધરપકડ
વિજાપુર પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી
એન્કર; -અંધશ્રદ્ધામાં સત્યની કસોટી કરવા ગરમ તેલમાં હાથ નખાવનાર આરોપીઓ આખરે પકડાઈ ગયા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં એક અનોખો કિસ્સો નોંધાયો હતો. જેમાં એક પરિણીત મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓએ માત્ર શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરી હતી. આ અંધશ્રદ્ધાની ઘટનાને અંજામ આપનાર પરિણીતાના નણંદ સહિત 4 ની ધરપકડ કરાઈ છે.
વિઓ; -1 મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામે એક પરિણીતાને અંધશ્રદ્ધામાં વહેમમાં ઉકળતા તેલમાં હાથ નખાવવા ની ઘટના સામે આવી હતી.
આ ઘટના ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મહેસાણાના ગેરીતા ગામમાં બની હતી. ભોગ બનનાર મહિલા, નિરૂબેન રમેશભાઈ ઠાકોર, જેનો વ્યવસાય ખેતીકામ છે, તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના નણંદ જમનાબેન મનુભાઈ ઠાકોરે તેમના પર ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી ગાળો આપી હતી. જમનાબેને નિરૂબેનને ખેતરમાં કોઈ અન્ય સાથે હોવાનો આરોપ મૂક્યો હતો.
જ્યારે નિરૂબેને આ વાતનો ઈન્કાર કર્યો, ત્યારે જમનાબેન ઉશ્કેરાઈ ગયા અને તેમણે તેમના પતિ મનુભાઈ, તેમના ભાઈ દયાલભાઈ રામશીભાઈ ઠાકોર અને હીરાભાઈ સોમાભાઈ ઠાકોરને બોલાવ્યા. આ તમામ આરોપીઓએ નિરૂબેનને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે જો તે સાચી હોય તો તેલથી દાઝશે નહીં. જ્યારે નિરૂબેને હાથ નાખવાની ના પાડી, ત્યારે જમનાબેને તેમને માર માર્યો હતો અને બળજબરી પૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા.
બાઈટ; -નીરૂબેન ઠાકોર-- -- -- ફરિયાદી
વિઓ; -2 નીરૂબેન ના પાડતા રહ્યા અને જમનાબેન, મનુભાઈ, દયાલભાઈ અને હીરાભાઈએ નિરૂબેન પર બળજબરી કરી અને તેમનો હાથ ઉકળતા તેલમાં નાખ્યો, જેના કારણે તે દાઝી ગયા. એટલું જ નહીં, જમનાબેને તપેલીમાં ગરમ તેલ લઈ નિરૂબેનના જમણા પગ પર પણ રેડ્યું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના બાદ, નિરૂબેનના પતિ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને વિજાપુર પોલીસે આ ચારેય આરોપીઓની ફરિયાદના 24 કલાકમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
બાઈટ; -કે કે ચૌધરી-- -- -- પી આઈ, વિજાપુર પોલીસ સ્ટેશન.
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 12:32:470
Report
HShakimuddin shabbirbhai
FollowSept 20, 2025 12:31:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 20, 2025 12:19:211
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:560
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:500
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:02:490
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:01:330
Report
CJChirag Joshi
FollowSept 20, 2025 12:01:280
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 11:15:290
Report
NJNILESH JOSHI
FollowSept 20, 2025 10:52:441
Report
GDGaurav Dave
FollowSept 20, 2025 10:47:330
Report
MDMustak Dal
FollowSept 20, 2025 10:47:260
Report
ARAlkesh Rao
FollowSept 20, 2025 10:38:271
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 10:19:356
Report