Back
राजकोट नगरपालिका की सामान्य सभा में BJP-Congress के टकराव, हंगामा मचा
GDGaurav Dave
Sept 20, 2025 10:47:33
Rajkot, Gujarat
SLUG - 2009ZK_LIVE_RJT_RMC_GENERAL_BOARD
REP - GAURAV DAVE
FEED - TVU 75
એન્કર -રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બની હતી. સામાન્ય સભામાં ભાજપનો આંતરીક જૂથવાદ અને કોંગ્રેસ દ્વારા મહિલા કોર્પોરેટરનું અપમાન સાથે જ રોડ-રસ્તા મુદ્દે વિરોધ કર્યો હતો. તો ભાજપના જ કોર્પોરેટરે TP શાખાના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામો દૂર કરતા ન હોવાનું અને અધિકારી રાજ હોવાનું સામાન્ય સભામાં બોલતા સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
વિઓ - 1
RMCનું જનરલ બોર્ડ
બન્યું તોફાની...
ભાજપના જ કોર્પોરેટરોના
અધિકારીઓ સામે આરોપ...
મહિલા કોર્પોરેટરના અપમાન મુદ્દે
કોંગ્રેસે કર્યું વોક આઉટ...
રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં કુલ ૧૭ કોર્પોરેટરો 34 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ આજે પણ માત્ર એક પ્રશ્નમાં જ સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી જોકે આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો એ ભાજપ મહિલા કોર્પોરેટરનો અપમાન કરતી હોવાનું કહી વિરોધ નોંધાયો હતો એટલું જ નહીં વશરામ સાગઠીયા એ ખરાબ રોડ રસ્તા મુદ્દે પ્લે કાર્ડ કાઢતા ભાજપના કોર્પોરેટરો જનરલ બોર્ડનું ઉલંકન થાય છે તેવું કહી વિપક્ષને જનરલ બોર્ડ માંથી બહાર કાઢવા માંગ કરી હતી પ્લે કાર્ડ છીનવવા જતા કોંગ્રેસના કોર્પોરેટર હોય એકબીજાને પ્લે કાર્ડ આપી સર્જન ટોને પણ તરણે ચડાવ્યા હતા જોકે જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ આજે વિરોધ જોવા મળ્યો હતો ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે જનરલ બોર્ડમાં ધમાલ મચાવી હતી જનરલ બોર્ડ તોફાની બનતા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસના કોર્પોરેટરો એ વોક આઉટ કર્યું હતું. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આ પ્રકારે મીડિયા હાઇલાઇટ કરવા માટે આવા મુદ્દાઓ લઈ જનરલ બોર્ડમાં આવે છે પોતાના વોર્ડના સમસ્યાઓ ક્યારે લઈ આવતા નથી કે રજૂઆત કરતા નથી તેથી જ પ્રજાએ કોંગ્રેસને સ્વીકાર્યા નથી.
બાઈટ - વસરામ સાગઠિયા, વિપક્ષ નેતા, RMC
વિઓ - 2
તો બીજી તરફ RMCના જનરલ બોર્ડમાં વોર્ડ નંબર ૭ ના કોર્પોરેટર નેહલ શુક્લની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હરેશ રૂપારેલિયાની બદલીનો નેહલ શુક્લએ વિરોધ કર્યો હતો. મેંયર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બદલી કરી દેવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. નેહલ શુક્લએ મુખ્યમંત્રી અને કમિશનર સુધી રજૂઆત કરી હતી. આજે બદલીના વિરોધમાં હાજર ન રહી વિરોધ નોંધાવ્યો હતો. હરેશ રૂપારેલિયા કાયમી સેક્રેટરી હોવા છતાં તેને અન્ય સ્થળે બદલી કરીને ઇન્ચાર્જ મુકાયા હોવાથી આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. જ્યારે રાજકોટના સામા કાંઠા વિસ્તારના કોર્પોરેટર વિનુ ઘવાએ જનરલ બોર્ડમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સામે બાયો ચડાવી હતી અને કહ્યું હતું કે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ગરીબ લોકોના ઘર તોડવા માટે પહોંચી જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં બે પતરાના ઝુંપડા હટાવી શકતા નથી. અનેક વખત રજુઆત કરી પણ કોઈ સાંભળતું નથી. જો આજે ઝુંપડા હટાવવામાં નહિ આવે તો જોવા જેવી થશે.
બાઈટ - વિનુભાઈ ઘવા, કોર્પોરેટર
વિઓ - 3
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે તોફાની થયું હતું તેમાં ભાજપનો આંતરિક જૂથવાદ જ જોવા મળતા વિરોધ પક્ષની ભૂમિકા પણ ભાજપ એ જ લીધી હતી આ જનરલ બોર્ડ દર બે મહિને મળતું હોય છે જેમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ તેને બદલે કોર્પોરેટરો પોતાના અંગત પ્રશ્નોને લઈને વિવાદ સત્તા જોવા મળે છે જોકે આજના જનરલ બોર્ડમાં ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન ની અંદર પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપો લાગ્યા હતા પરંતુ તેના પર કોઈએ ધ્યાન પણ દેતું ન હતું શું નગર સેવકો પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવા કરતાં પોતાનો સ્વાર્થ ક્યાં છે તે જ જુએ છે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે આગામી ચૂંટણીમાં પ્રજા સાસકોને મતથી જવાબ આપશે કે નહીં તે જોવું રહ્યું.
ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 12:32:470
Report
HShakimuddin shabbirbhai
FollowSept 20, 2025 12:31:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 20, 2025 12:19:211
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:560
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:500
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:02:490
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:01:330
Report
CJChirag Joshi
FollowSept 20, 2025 12:01:280
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 11:15:290
Report
NJNILESH JOSHI
FollowSept 20, 2025 10:52:441
Report
TDTEJAS DAVE
FollowSept 20, 2025 10:47:402
Report
MDMustak Dal
FollowSept 20, 2025 10:47:260
Report
ARAlkesh Rao
FollowSept 20, 2025 10:38:271
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 10:19:356
Report