Back
नवसारी के टेटू आर्टिस्ट जय सोनी पर दुष्कर्म के आरोप, गर्भपात धमकी
DPDhaval Parekh
Sept 25, 2025 15:04:26
Navsari, Gujarat
એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ / હમીમ સર
સ્લગ : 2509ZK_NVS_DUSHKARM_AROPI
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 25 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...DySP ની હિન્દી બાઈટ પણ છે...
એન્કર : મોર્ડન યુગમાં યુવા પેઢી પ્રાચીન છૂંદણા અને આધુનિક ટેટૂ પાછળ ઘેલી બનતી હોય છે. ત્યારે યુવાનો સાથે યુવતીઓ પણ ટેટૂ પડાવતી થઈ છે, ત્યારે નવસારીના ટેટૂ આર્ટિસ્ટ અને પૂર્વ ભાજપી કાર્યકરે ટેટૂ પડાવવા આવેલી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચે તેની સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર ટેટૂ આર્ટિસ્ટના તમામ દરવાજા બંધ થતા 5 મહિના બાદ પોલીસની પકડમાં આવ્યો છે.
વી/ઓ : TV સ્ક્રીન ઉપર દેખાતો આ બદમાશ ટેટૂ આર્ટિસ્ટ જય અનિલ સોની છે. નવસારીમાં મોટો ટેટૂ સ્ટુડિયો ચલાવતા જય પાસે ત્રણ વર્ષ અગાઉ તેના સ્ટુડિયો ઉપર આવેલી એક બ્યૂટી પાર્લર ચલાવતી 25 વર્ષીય યુવતીએ ટેટૂ પડાવ્યુ હતુ. ટેટૂ બનાવતા સમયે જયે યુવતી સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરી, તેનો ફોન નંબર મેળવી લીધો હતો. બાદમાં બંને વચ્ચે સોશ્યલ મીડિયા તેમજ ફોનના માધ્યમથી મિત્રતા વધી અને વાત પ્રેમ સુધી પહોંચી ગઈ હતી. જેમાં પરિણીત જયે તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી તેને છૂટાછેડા આપવાનું જણાવી, યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી, તેને પોતાની જાળમાં ફસાવી હતી. બાદમાં તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેમાં યુવતીને ગર્ભ રહી જતા, જ્યાં સુધી ગર્ભપાત ન કરાવે ત્યાં સુધી લગ્ન ન કરવાની ધમકી પણ આપી હતી. ટેટૂ આર્ટિસ્ટ જય સોની લગ્ન કરવાનાં નામે પોતાને ભોગવી છેતરી રહ્યો હોવાનો અહેસાસ થતા યુવતી જયના માતા-પિતા પાસે પહોંચી અને તેમને જયની કરતૂત જણાવી, પણ આરોપીના માતા પિતાએ પોતાના દીકરાને સપોર્ટ કરી પીડિતાને જાતિવિષયક અપમાનિત કરી, ધમકી આપી કાઢી મૂકી હતી. જેથી હારીને યુવતીએ પોલીસનો સહારો લીધો હતો અને પૂરવા ભાજપી કાર્યકર ટેટૂ આર્ટિસ્ટ જય સોની વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ, ગર્ભપાત અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી હવસખોર જય સોની પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ ફરિયાદ થવાનું જાણતા જ જય ભાગી છૂટ્યો હતો. સાથે જ પોતાના વકીલ મારફત આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ જિલ્લા સત્ર ન્યાયાલય દ્વારા આગોતરા જામીન નામંજૂર કરતા, આરોપીએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જય સોનીએ તેના સામે થયેલ દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું જણાવી ક્વોશિંગ પિટિશન સાથે આગોતરા જામીન મુક્યા હતા. પરંતુ હાઈકોર્ટમાં પોલીસની મજબૂત તપાસનો રિપોર્ટ હોવાનું જાણતા જય સોનીએ પોતાની આગોતરા જામીન અરજી પરત ખેંચી, નવસારી પોલીસ સમક્ષ હાજર થયો હતો. જેથી પોલીસે નરાધમ જય સોનીની ધરપકડ કરી, તેને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.
બાઈટ : હરેશ ચાંદુ, નાયબ પોલીસ અધિક્ષક, SC/ST સેલ, નવસારી
વી/ઓ : આરોપી જય સોની તેની સામે ફરિયાદ થયા બાદ નવસારીથી ભાગીને ગોધરા પહોંચ્યો હતો. થોડા હજાર રૂપિયા સાથે ભાગેલ જય મોટા જટા જેવા વાળ અને દાઢી રાખતો હોવાથી, કોઈ સાધુ હોય એવો દેખાવ હોવાથી ગુજરાતથી મધ્યપ્રદેશ અને ત્યાંથી ઉત્તરપ્રદેશ સુધી પહોંચ્યો હતો. મોટેભાગે હાઈવે ઉપર જ કોઈક ઢાબા કે નાની હોટલમાં રહેલા જયે નાના મોટા કામ કરી પોતાના દિવસો કાઢ્યા હતા. બીજી તરફ આર્થિક રીતે મુશ્કેલીમાં પણ ઘેરાયો હતો. જેથી પણ તેણે આત્મ સમર્પણ કર્યુ હોય એવી સ્થિતિ છે. જ્યારે ભાજપના કાર્યકર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે જય સોની 5 વર્ષ અગાઉ ભાજપમાં જોડાયો હતો, પણ ત્રણ વર્ષ અગાઉ પક્ષ વિરોધી કામગીરીને કારણે તેને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યો હતો. જેથી હાલ જય સોની ભાજપનો કાર્યકર ન હોવાની કેફિયત રજૂ કરી હતી.
બાઈટ : હરેશ ચાંદુ, નાયબ પોલીસ અધિક્ષક, SC/ST સેલ, નવસારી
બાઈટ : ભુરાલાલ શાહ, પ્રમુખ, જિલ્લા ભાજપ, નવસારી
વી/ઓ : પોલીસ પકડમાં આવેલ નરાધમ જય સોનીના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોગ્ય પરીક્ષણ સાથે ગુના સંબંધી કડી મેળવવાનો પ્રયાસ કરશે. સાથે જ જયના ફોન ઉપરથી યુવતીને ધમકાવનાર અજાણ્યાને પણ શોધશે. ત્યારે પોલીસ આરોપી જય સોનીનો પણ જાહેરમાં વરઘોડો કાઢશે કે કેમ..? એવી શહેરીજનોમાં ચર્ચા ઉઠવા પામી છે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowSept 25, 2025 15:35:360
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:16:222
Report
NSNITIN SRIVASTAVA
FollowSept 25, 2025 15:04:371
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:03:502
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 25, 2025 15:03:403
Report
SVSANDEEP VASAVA
FollowSept 25, 2025 14:45:090
Report
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:32:474
Report
CPCHETAN PATEL
FollowSept 25, 2025 14:06:190
Report
HShakimuddin shabbirbhai
FollowSept 25, 2025 14:00:090
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:49:122
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:46:180
Report
AKArpan Kaydawala
FollowSept 25, 2025 13:35:210
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 25, 2025 13:35:140
Report
GPGaurav Patel
FollowSept 25, 2025 13:35:060
Report