Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Narmada393145
नर्मदा के गरबा: मिट्टी से सजे 40 परिवारों की नई नौकरी
JDJAYESHBHAI DOSHI
Sept 17, 2025 09:33:56
Karantha, Gujarat
THI ROJGAARI_PKG_SCRIPT LOCATION-NARMADA FORMAT-PKG NARMADA નોંધ આ સ્ટોરી FTP એન્કર નવલી નોરતાના પ્રારંભ પહેલા માતાજીનાં રંગબેરંગી ગરબાની માંગ વધી ..કારીગરી માટીનાં ગરબા બનાવવામાં વ્યસ્ત ..ત્યારે નર્મદા ના તીલકવાડા ના ગરબા (ગરબી) ગુજરાત ભરમાં વેચાતા આજે આ 40 ઘર ના પ્રજાપતિ સમાજ ની રોજગારી માં પણ વધારો થયો છે વિઓ આગામી 22 તારીખથી નવરાત્રી પર્વ નો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રી ના નવ દિવસ માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી અને આસ્થાથી માતાજીના નવરાત્રી કરે છે. અને ઘરે એક માટીનો રંગીન ઘઢો લાવી જેનું સ્થાપન કરે છે. અને જેની 9 દિવસ પૂજા કરી દશેરાના દિવસે વિસર્જન કરવામાં આવે છે આને માતાજીનો ગરબી કહેવામાં આવે છે. નવરાત્રી પર્વ દરમિયાન આ ગરબી ની માંગ બજારમાં વધારે જોવા મળતી હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના 40 ઘર ના પ્રજાપતિ પરિવારો જે છે. તેઓ માટી માંથી ગઢા બનાવી એને સુશોભિત કરી અને માતાજીના ગરબા બનાવે છે. આ ગરબાની માંગ એટલી બધી વધારે હોય છે કે ગુજરાત જ નહીં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ માતાજીના ગરબા અહીંયાથી જાય છે. ગરબા બનાવનાર પ્રજાપતિ પરિવારોનું કહેવું છે કે અહીંયાથી ટેમ્પા ભરીને વડોદરા અમદાવાદ સુરત રાજકોટ સહિત સહેરો અને અન્ય તાલુકાઓ માં વેપારીઓ આ ગરબા લઈ જાય છે. અને નવરાત્રી પૂર્વે અમને ઓર્ડર આપવામાં આવે છે. એ પ્રમાણે અમે રાત દિવસ નવરાત્રી પહેલા આ ગરબાઓ બનાવીએ છીએ આં માટી ના ગરબા ચાકડી પર ચઢાઇને દેશી પદ્ધતિથી એકદમ સ્વચ્છ માટી સાથે પવિત્રતા જળવાઈ એવી રીતે આ માટીના ઘડા બનાવવામાં આવે છે એ માતાજીનો નવરાત્રી નો ઘડો બને છે. ત્યારે આ પરિવારને નવરાત્રી દરમિયાન રોજગારી સારી એવી મળી જાય છે. આ પરિવાર માત્ર નવરાત્રીમાં જ સૌથી વધારે રોજગારી મેળવે છે. આ સિવાય આ પરિવાર માટલા કોડિયા દિવાળીના કોડિયા સહિતના પણ વસ્તુઓ બનાવે છે અને જેમાંથી રોજગારી મળે છે.જોકે હાલ જે ગરબા કે માટલા બનાવવા માટે માટી ની જરૂર હોય એ ઓછી મળે છે અને આજના આધિનિક યુગ માં હવે બજારો માં ચાઈનીસ કોડિયા અને ગરબા મળતા થયા છે જેને લઈ આ પ્રજાપતિ પરિવાર નું રોજગારી પણ ઓછી થવા માંડી છે ત્યારે ગામજનો નું પણ કહેવું છેકે સરકાર પણ આ પ્રજાપતિ પરિવારો ને માટી કામ માટે ની સહાય આપે એવી માગ પણ ઉઠી છે બાઈટ.....ગીતાબેન પ્રજાપતિ (ગરબી ને સુશોભીત કરનાર) બાઈટ...રીટા વસાવા (રોજગારી મેળવનાર) બાઈટ....અરવિંદ પ્રજાપતિ (કાચા ગરબા બનાવનાર )
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UPUMESH PATEL
Sept 17, 2025 11:50:36
Valsad, Gujarat:Approved By Tapan એન્કર : વલસાડ શહેરમાં મોગરવાડી વિસ્તારમાં રખડતા ઢોર તોફાને ચઢ્યા હતા રખડતા ઢોર તોફાને ચડતા 5 થી 6 જેટલા લોકો પર હુમલો કરતા લોકો ઇજા ગ્રસ્ત થયા હતા તો ઢોરના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પાલિકા દ્રારા રખડતા ઢોરોને પાંજરે ન પુરવામાં આવતા લોકોમાં રોષ વિઓ : વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટી નજીક બપોરના સમયે રખડતી ગાય તોફાને ચઢી હતી રખડતી ગાય તોફાને ચઢતા સોસાયટીમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો તોફાને ચઢેલી ગાય દ્રારા રાખદારીઓ,સ્કૂલના બાળકો અને મહિલાને સિંગડા મારમર્યો હતો ગાય દ્રારા 5 થી 6 લોકોને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા તોફાને ચઢેલી ગાય અંગે પાલિકાની ટિમ ને જાણ થતાં સ્થળ પર પોહચી તોફાને ચઢેલી ગાયને પકડવામાં આવી છે પરંતુ હજુ પણ સોસાયટીમાં રખડતા ઢોરો યથાવત હોવાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે તંત્ર ને વારંવાર રજુઆત છતાં રખડતા ઢોરોને પકડવામાં ન આવતા આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ તંત્ર દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બાઈટ : રિતા દયાનંદ ઇજાગ્રસ્તના પત્ની બાઈટ : સંજીવ કુમાર ઇજાગ્રસ્ત બાઈટ ધર્મેશ સોલંકી સ્થાનિક બાઈટ : રચિવ વર્મા સ્થાનિક
0
comment0
Report
MDMustak Dal
Sept 17, 2025 11:50:10
Jamnagar, Gujarat:તા.17-09-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગર મહાનગરપાલિકા દ્વારા સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા Slug : 1709 ZK JMR MP POONAM MADAM ફોર્મેટ : AVBB લોકેશન : જામનગર એન્કર : ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું તેમજ નવા આવાસોનુ લોકાપર્ણ કરવામા આવ્યું. વિઓ : 01 જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેસ અકબરી અને રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા તેમજ જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા જામનગર જિલ્લા કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મનપાના પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિઓ : 02 જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ સફાઈ અભિયાન"અંતર્ગત સક્રિય સહભાગીતા દર્શાવી સફાઈ કામગીરીમાં જોડાયા હતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તમામ આરોગ્ય સેવાઓ માટેના કેમ્પનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવેલ. વિઓ : 03 આજે આપવામાં આવેલ આરોગ્ય સેવાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ, સગર્ભા બહેનો ની તજજ્ઞ ડોક્ટર દ્વારા સારવાર અને ચકાસણી, બાળકો માટે રસીકરણ સેવા અને મમતા દિવસ, ટીબી ની ઓળખ અને નિદાન માટેના એક્સ રે કેમ્પ, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર કિશોરીઓ ની હિમોગ્લોબિન તપાસ તેમજ ડોક્ટર દ્વારા ચકાસણી, બીપી ડાયાબિટિસ અને અન્ય તમામ બિનચેપી રોગો ની ચકાસણી તેમજ સારવાર, PMJAY કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) વ્યવંદના કેમ્પ તથા આભા કાર્ડ ની કામગીરી તેમજ તમામ જનરલ ઓપીડી સેવાઓ આપવામાં આવી હતી. બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ - જામનગર અને દેવભૂમિ દ્વારકા )
0
comment0
Report
ARAlkesh Rao
Sept 17, 2025 11:20:24
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે. FTP-1709 ZK BNK DANTIWADA DEM PKG સ્લગ - દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલુ સાલે પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં જળ સપાટી ભાયજનક સપાટી નજીક પહોંચી છૅ.જોકે 2-3 વર્ષ બાદ ફરી દાંતીવાડા ડેમની જળ સપાટી અધ્ધર આવતા ડેમ પર આધારિત ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો નર્મદાની કેનાલો આવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે પરંતુ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કોઈ કેનાલ કે કોઈ અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો હર હંમેશા સિંચાઈના પાણી માટે ફાંફા મારવા મજબુર થતા હોય છે જોકે જિલ્લામાં આવેલો જિલ્લાનો જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જરૂરિયાત મુજબ ભરાયો ન હતો.અને તેને જ કારણે આ દાંતીવાડા ડેમ પર આધારિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શક્યું ન હતું.જોકે પરિસ્થિતિથી પીડાતા ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ સાથે સરકાર સામે આંદોલન પણ કરવું પડ્યું હતું. જોકે ખેડૂતોના આંદોલન બાદ સરકારે પાઇપલાઇનની કામગીરી તો આરંભી પરંતુ એ પાઇપલાઇનમાં હજુ સુધી પાણી પહોંચી શક્યું નથી. પરંતુ તે પહેલા જ કુદરત જાણે આ વિસ્તારના ખેડૂતો પર હરખાયો હોય તેમ આ વર્ષે ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં ઉપરવાસના વરસાદી પાણી દાંતીવાડા ડેમ સુધી પહોંચ્યા છે અને ડેમની જળ સપાટી 601.55 ફૂટે પહોંચી છે મહત્વની વાત છે કે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છૅ. એટલે કે દાંતીવાડા ડેમ પોતાની ભયજનક સપાટી નજીક પહોંચ્યો છે જોકે હવે જો ઉપરવાસમાં વરસાદ થાય અને દાંતીવાડા ડેમના દરવાજા ખુલે તો બનાસકાંઠા જિલ્લાના 61 તો પાટણ તાલુકાના 49 ગામોને ફાયદો થઈ શકે છૅ. જે પ્રકારે ઘણા વર્ષો બાદ દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થતા અત્યારે જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે..જોકે દાંતીવાડા ડેમ 93 ટકા કરતા વધુ ભરાતા આગામી સમયમાં દાંતીવાડા, પાલનપુર, ડીસા અને કાંકરેજના દાંતીવાડા કમાન્ડ એરિયાના 26 હજાર હેકટર વિસ્તારમાં શિયાળુ પાક જ નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ડેમ માંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે , બાઈટ -1- મહેશ પ્રજાપતિ -ખેડૂત ( અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ જળ ખુબ જ ઊંડા ગયા હતા.. ) બાઈટ -2-લાલુભાઇ ચૌધરી -ખેડૂત ( અમારા વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉંડા જતા સિંચાઈના પાણી માટે અમારે આંદોલનો પણ કરવા પડ્યા હતા પરંતુ આ વર્ષે...) બાઈટ-3-મિહિર પટેલ-કલેક્ટર બનાસકાંઠા (દાંતીવાડા ડેમ માંથી ખેડૂતોને શિયાળુ જ નહી ઉનાળુ પાક માટે પાણી આપી શકાશે) અલકેશ રાવ - બનાસકાંઠા 9687249834
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 17, 2025 11:06:00
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કીમ (ઓલપાડ ) સ્લગ :-1709ZK_GAB_BABAL_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... યુરિયા ખાતર બાદ હવે લોકો ઘરેલુ ગેસ બોટલો નો અછત સર્જાતા લાઈનો લગાવી રહ્યા છે. સુરત જિલ્લાના ઠેર ઠેર એચ.પી ગેસ ની એજન્સી ની બહાર લાંબી કતારો જોવા મળે છે. ગેસ બોટલ લેવા માટે ગ્રાહકો ની અફરા તફડી તેમજ ઠેર ઠેર એજન્સીઓ પર લોકો બબાલ હોબાળો મચાવી રહ્યા છે. વિઓ... સુરત જિલ્લામાં થોડા દિવસો પહેલા ખેડૂતો યુરિયા ખાતર માટે લાંબી કતારો માં જોવા મળતી હતા. વહેલી સવારથીજ ખેડૂતો ખાતર માટે વલખા મારતા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ હવે માણસ ની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકેલ રાંધણ ગેસ ની બોટલો માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે. આમ તો મુખ્યત્વે વર્ગ ગેસ લાઈન પર નિર્ભર થઈ ચુઓઉએ5 છે. પરંતુ હજી પણ ગામડાઓમાં જે વર્ગ ગેસ લાઈન થી વંચિત છે તેઓ હજી પણ ગેસ બોટલો પણ નિર્ભર છે. સુરત જિલ્લા લાખો ગ્રાહકો હજી ગેસ ની બોટલ નો વપરાશ કરે છે. જેતે એજન્સી ને રોજિંદા ૪૦૦ થી ૫૦૦ ગેસ ની બોટલો નો જથ્થા ની જરૂરીયાત રહે છે. પરંતુ સુરત ના ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિત અનેક તાલુકામાં રાંધણ ગેસ ની બોટલ માં અછત સર્જાય છે. જેને કારણે વહેલી સવાર થી રાંધણ ગેસ ના ગ્રાહકો એજન્સી બહાર લાંબી કતારો માં ઉભા રહેવા મજબુર બન્યા છે. ન માત્ર ગૃહિણીઓ, યુવાનો, વડીલો પણ લાઈનો માં ઉભા રહેવા મજબુર બન્યા છે. જિલ્લા માં આવેલ એચ.પી. ગેસ ની એજન્સીઓ પર લીમીટેડ સ્ટોક હોવાના કારણે રાંધણ ગેસ ના ગ્રાહકોને બોટલ ફાળવવામાં માટે પનો ટૂંકો પડી રહ્યો છે. ગ્રાહકોને બોટલ ન મળતા એજન્સીઓના સંચાલકો સામે રોજિંદા બબાલ હોબાળો મચાવી રહ્યા છે. સવારથી લાઈન માં ઉભા રહેવા છતાં નંબર આવે એ પહેલાં ગેસ બોટલ નો જથ્થો પૂર્ણ થઈ જાય છે. જેને કારણે લોકો અકળાય ઉઠ્યા છે. બાઈટ :- નિરુ બેન રાઠોડ (ગ્રાહક - કીમામલી ગામ) બાઈટ :- સૂર્યા ભાઈ ઠાકુર (ગ્રાહક - કુડસદ ગામ) વિઓ... એજન્સી ના સંચાલકો સાથે ગ્રાહકો માથાકૂટ કરતા હવે લોકો પણ અકળાય છે. એજન્સી ના સંચાલકો જણાવી રહ્યા છે કે ગેસ પ્લાન્ટ માં ઉપલા લેવલ થી મેન્ટેનન્સ ચાલી રહ્યું છે તેને કારણે ગેસ ની બોટલ નો જઠ્ઠો એજન્સી ને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો. જેના કારણે દરેક ગ્રહક ને બોટલ આપવી શક્ય નથી. જે લોકો ટોકન લઈ ને આવે છે તેમને બોટલ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓન લાઈન બુકીંગ કરતા લોકો પણ ટોકન પૂર્ણ થતાં બોટલ નથી મળી રહી. લોકો કહી રહ્યા છે જો મેન્ટેનન્સ કામગીરી ચાલતી હોય તો પહેલા ગેસ ની બોટલ નો પૂરતા જથ્થોનું આગતરું આયોજન કરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની હતી જેવી રકઝક કરી રહ્યા છે. બાઈટ :- ચાંદની મોદી (ગેસ એજન્સી સંચાલક)
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 10:33:36
0
comment0
Report
ARAlkesh Rao
Sept 17, 2025 10:07:29
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે. FTP-1709 ZK BNK DUDH MANDLI સ્લગ -દૂધ મંડળી બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની એક તરફ ચૂંટણી જાહેર થઈ છૅ તો બીજી તરફ બનાસકાંઠાના વડગામની કોદરામ દૂધ મંડળીમાં 11 લાખના દૂધની ઘટ અને પશુપાલકને ઓછો નફો ફાળવ્યા મુદ્દે હોબાળો સામે આવ્યો છૅ.મંડળીની સાધારણ સભામાં ગામની દૂધ મંડળીના 11 લાખનું દૂધ પંખાના વાઈબ્રેશનને કારણે ઘટ પડ્યાનું આશ્ચર્યજનક અને નવાઈ પમાડતું કારણ સામે આવતા ગામના પશુપાલકોએ આજે ગામની દૂધ મંડળી ખાતે હોબાળો મચાવ્યો અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ કરી છે અને જો તપાસ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે... બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા થોડા સમય અગાઉ જ સાધારણ સભા યોજાઈ હતી. અને આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે નફો જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ સ્થાનિક દૂધ મંડળીઓ દ્વારા પણ નફો જાહેર કરાયો જેમાં વડગામની ત્રીજા નંબરની સૌથી મોટી કોદરામ દૂધ મંડળી દ્વારા વાર્ષિક 6.25% નો નફો જાહેર કરાતા પશુપાલકોમાં નારાજગી વ્યાપી છૅ. મહત્વની વાત છે કે પશુપાલકોના આક્ષેપ અનુસાર છેલ્લા બે વર્ષથી કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના સંચાલકો વાર્ષિક અહેવાલ આપતા નથી. જોકે આ વર્ષે પશુપાલકોનો આક્રોશ જોતા મંડળીના મંત્રીએ વાર્ષિક અહેવાલનું પહેલું પાનું ફાડીને પશુપાલકોને આપ્યું છે જેમાં 11 લાખ લીટર દૂધની ઘટ જોવા મળતા પશુપાલકોમાં હડકંપ મચ્યો છે. જોકે મંડળીની સાધારણ સભા દરમિયાન જ પશુપાલકોએ દૂધની ઘટ મામલે પૂછતા મંત્રીએ પંખા ના લીધે વજન કાંટાનું વાઇબ્રેશન થતું હોવાને કારણે દૂધમાં ઘટ્ટ નોંધાઈ હોવાનું કારણ દર્શાવતા જ પશુપાલકોમાં હડકંપ મચ્યો હતો. જોકે રોસે ભરાયેલા પશુપાલકો આજે કોદરામ દૂધ મંડળી આગળ એકત્રિત થયા અને મંડળી દ્વારા જાહેર કરાયેલા 6.25%ના નફા સહિત મંડળીના 11લાખ લિટર દૂધની ઘટ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે. જોકે આજે દૂધ મંડળી આગળ એકત્રિત થયેલા પશુપાલકોએ મંડળીના 11લાખ લિટર દૂધની ઘટ મામલે ભ્રસ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસ કરવામાં આવે અને મંડળીના સંચાલકો દ્વારા પશુપાલકોને માત્ર 6.25% નફો જાહેર કરાયો છે. તે નફો વધારવામાં આવે તેવી માંગ કરી છે.જોકે પશુપાલકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં આ દૂધની ઘટ મામલે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો પશુપાલકો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જો કે એક પંખો ફર્યો અને 11 લાખ લીટર દૂધ ઉડી ગયાનો મામલો અત્યારે જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે... બાઈટ - 1-પૂરણબેન -પશુપાલક (દૂધ પંખા પી ગયા એવું કહેવામાં આવ્યું છે. આવા પંખા હોય તો અમને પણ આપો...) બાઈટ -2--રમીલાબેન -પશુપાલક ( અમે વહેલી સવારે ઉઠી અમારા પશુઓ પાછળ મહેનત કરીએ છીએ અને આ લોકો દૂધ ગાયબ કરીને ઓછો નફો આપે છે.) બાઈટ -3-શાંતાબેન -પશુપાલક ( અમારી મહેનતની કમાણી છે અને મંડળી દ્વારા અમને ખૂબ જ ઓછું નફો આપવામાં આવ્યો છે અમે નહીં ચલાવી લઈએ...) બાઈટ -4- જશુભાઈ ચૌધરી -મંડળીના સભાંસદ ( મંડળીની સાધારણ સભામાં દૂધની ઘટ મામલે અમે પૂછ્યું તો પંખાનું કારણ બતાવ્યું છે...) વૉક થ્રુ -અલકેશ રાવ (વડગામની કોદરામ દૂધ મંડળીમાં પંખો ફર્યો અને 11 લાખ લીટર...) અલકેશ રાવ - બનાસકાંઠા 9687249834
2
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 17, 2025 09:34:09
Modasa, Gujarat:અરવલ્લી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અરવલ્લીની યુવતીને અપાવ્યો ન્યાય મોડાસાની યુવતીનો ફ્લેટ વ્યાજે નાણાં આપનારે પોતાના નામે કરાવી દીધો હતો ભાઈને વિદેશ મોકલવા લીધેલા ૨૮ લાખના બદલે ફ્લેટ નામે કરી લેતા ફસાઈ હતી યુવતી ફ્લેટ અન્યના નામે થઈ જતા યુવતી અને પરિવારજનો મુકાયા હતા ચિંતામાં રાજ્ય ગૃહ મંત્રીને હર્ષ સંઘવીને રજૂઆત કરતા મામલાનું સુખદ સમાધાન અરવલ્લી એસપી દ્વારા યુવતીને ન્યાય માટે કરાઈ સમાધાન પૂર્વક કાર્યવાહી ગૃહમંત્રીની હાજરીમાં યુવતીને ફ્લેટના દસ્તાવેજ પરત કરાવ્યા ‘તેરા તુજકો અર્પણ’કાર્યક્રમ હેઠળ યુવતીને દસ્તાવેજ પરત અપાયા હર્ષ સંઘવીનું કડક શબ્દોમાં નિવેદન ‘લુખ્ખાઓને છોડીશું નહીં’
0
comment0
Report
DRDarshal Raval
Sept 17, 2025 08:31:26
Ahmedabad, Gujarat:અમદાવાદ હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી વરસાદ નવરાત્રીની મજા બગાડી શકે છે નવરાત્રીમાં શરૂઆતના બે દિવસ વરસાદ રહી શકે છે હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી 17 થી 23 સપ્ટેમ્બર ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે અમદાવાદમાં વાદળો સાથે હળવો વરસાદ રહી શકે છે હાલ ફિશરમેન માટે કોઇ વોર્નિંગ નહિ સાયકલોનીક સર્ક્યુલેક્શન સહિત બે સિસ્ટમ બનતા વરસાદની આગાહી 17 થી 20 સપ્ટેમ્બર થન્ડર સ્ટોર્મ વોર્નિંગ વરસાદ વિદ્રો થવાની શરૂઆત થઈ ચૂકી છે નવરાત્રી સમયે બે દિવસ કચ્છ. બનાસકાંઠા. સાબરકાંઠા. મહેસાણા અને પાટણ ખાતે વરસાદ જોવા મળી શકે છે 837.7 mm વરસાદ હાલ સુધી નોંધાયો જે 25 ટકા વધુ વરસાદ નોંધાયો કચ્છના અમુક ભાગો તરફથી વરસાદ વિદાય તરફ દક્ષિણ પશ્ચિમથી ચોમાસાની વિદાય શરૂ ગુજરાતના ક્ચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય ચોમાસાની વિદાય વચ્ચે પણ 4 જિલ્લા બાદ કરતાં અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ચોમાસાની વિદાય લેવાની શરુઆત થયા બાદ સમગ્ર રાજ્ય માંથી વિદાય લેતા એક સપ્તાહ જેટલો સમય લાગતો હોય છે.  બાઈટ. એ કે દાસ. ડાયરેકટર. હવામાન વિભાગ
0
comment0
Report
Advertisement
Back to top