Back
पीएम मोदी के 75वें जन्मदिन पर 75 फुट लंबे कैनवास पर 75 चित्र, 75 कविताएं
BPBurhan pathan
Sept 16, 2025 12:07:24
Anand, Gujarat
FEED FTP કરી છે
ડેસ્ક એપ્રુઅલ સ્ટોરી
એન્કરઃઆવતીકાલે 17મી સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે આણંદની કવિયત્રી અને ચિત્રકાર બે બહેનોની જોડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75 જેટલા ચિત્રો 75 કવિતાઓને 75 ફુટ લાંબા અને 75 ઈંચ પહોળા કેન્વાસ વોલ પર નિર્માણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અનોખી ભેટ આપી છે. આજે વલ્લભવિદ્યાનગરની સીવીએમ ફાઈન આર્ટસ કોલેજમાં આ કેન્વાસ પોસ્ટરનું પ્રદર્શન યોજાયું હતું.
વીઓઃ આણંદ શહેરમાં રહેતા રાધા ભોઈ કે જેઓ વ્યવસાયે નોટરી એડવોકેટ છે,અને સાથે સાથે એક સારા કવિયત્રી પણ છે,જયારે નાની બહેન રંજન ભોઈ વલ્લભવિદ્યાનગરની સીવીએમ ફાઈન આર્ટસ કોલેજમાં અધ્યાપિકા છે,અને એક સારા ચિત્રકાર છે,આ બન્ને બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં 75માં જન્મ દિવસને લઈને એક અનોખુ કેન્વાસ ચિત્ર તૈયાર કર્યું છે,જેમાં રાધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને તેઓનો સંધર્ષ અને સફળતા અને તેઓએ કરેલા વિવિધ કામોનાં સાપેક્ષમાં 75 જેટલી કવિતાઓનું સર્જન કર્યું છે,જયારે રંજનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિવિધ મુખમુદ્રાઓ ધરાવતા 75 ચિત્રો તૈયાર કર્યા છે,અને આ 75 ચિત્રો અને 75 કવિતાઓને રાધા અને રંજનએ ભેગા મળીને 75 ફુટ લાંબા અને 75 ઈંચ પહોળા વિશાળ કેન્વાસ પર તૈયાર કર્યા છે.
વીઓઃઆ સર્જનાત્મક પ્રોજેક્ટ હેઠળ પ્રખ્યાત ચિત્ર કલાકાર કુ.રંજન રાયસિંગ ભોઈ દ્વારા 75 ફૂટ લાંબા અને 75 ઇંચ પહોળા કેનવાસ પર 75 પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ અને સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૃતિઓ પ્રધાનમંત્રીશ્રીના જીવન, કાર્યશૈલી અને રાષ્ટ્રસેવાના વિવિધ આયામોને જીવંત રીતે રજૂ કરે છે. સાથે જ, સાહિત્યક્ષેત્રની પ્રતિભાશાળી કવયિત્રી રાધા કોકિલા રાયસિંગ ભોઈ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના કાર્ય, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રપ્રેમ પર આધારિત 75 કાવ્યો રચવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવન કવનને પ્રસ્તુત કરતા 75 ચિત્રો ઓઈલ પેઈન્ટ,વોટર કલર,સ્કેચ પેન,અનેે પેન્સીલ સ્કેચથી તૈયાર કરવામાં આવ્યા છે,અને એક વર્ષની મહેનત બાદ આ ચિત્રો તૈયાર થયા છે.
વીઓઃ રંજન ભોઈએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટનો હેતુ માત્ર કલા અને સાહિત્યનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ પ્રધાનમંત્રીના જીવનમૂલ્યો – પરિશ્રમ, સંકલ્પશક્તિ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમ – યુવા પેઢી તેમજ સમગ્ર સમાજ સુધી પહોંચાડવાનો છે.આ ચિત્રોને પ્રદર્શન સ્વરૂપે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. સાથે જ, ડિજિટલ માધ્યમો દ્વારા દેશ–વિદેશમાં રહેલા લોકો સુધી પણ તેનો પ્રસાર કરવામાં આવશે.
વીઓઃ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવન કવનને સાકાર કરતા 75 ફુટ લાંબા 75 ચિત્રો અને કાવ્યોનું સર્જન કરતું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હોય,અને આ તૈયાર કરાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રોને અને કવિતાઓને આ બન્ને બહેનો દિલ્લી ખાતે પણ પ્રદર્સિત કરવાની મહેચ્છા ધરાવે છે,અને આ ચિત્રો સાથે મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યાલયમાં પણ સમય માંગવામાં આવ્યો છે.આજે વલ્લભવિદ્યાનગરની સીવીએમ ફાઈન આર્ટસ કોલેજમાં યોજાયેલા આ અનોખા ચિત્ર પ્રદર્શનને સાંસદ મિતેશ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહીત અગ્રણી,અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો.
બાઈટઃ રંજન ભોઈ (ચિત્રકાર)
બાઈટઃ રાધા ભોઈ (કવિયત્રી)
બાઈટઃ મિતેશ પટેલ (સાંસદ)
બાઈટઃ સંજય પટેલ (પ્રમુખ-જિલ્લા ભાજપ)
બુરહાન પઠાણ
ઝી મિડીયા
આણંદ
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 16, 2025 14:01:250
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:362
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:304
Report
SVSANDEEP VASAVA
FollowSept 16, 2025 13:49:221
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:49:024
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 13:02:290
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:00:410
Report
RMRaghuvir Makwana
FollowSept 16, 2025 12:46:570
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 16, 2025 12:22:532
Report
RMRaghuvir Makwana
FollowSept 16, 2025 12:22:310
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 12:03:120
Report
AKArpan Kaydawala
FollowSept 16, 2025 11:47:313
Report
GKGovindbhai Karmur
FollowSept 16, 2025 10:47:522
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 10:47:405
Report