Back
1509 ZK PBR PMC: पोरबंदर कचहरी करोड़ों में नए ऑफिस पर विपक्ष भड़का
SBShilu Bhagvanji
Sept 16, 2025 08:05:56
Porbandar, Gujarat
1509 ZK PBR PMC
FORMAT-PKG
DATE-15-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
કરોડો રૂપિયાના ખર્ચે બનેલ તત્કાલીન પોરબંદર નગરપાલિકા અને હાલની પોરબંદર મહાનગરપાલિકા કચેરીનુ આજથી ચાર વર્ષ પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આટલા વર્ષોમાં ફરી એક વખત 1 કરોડના ખર્ચે મહાનગરપાલિકા કચેરીમાં રીનોવેશન કામગીરી થતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો છે.સૌથી મહત્વની વાત તો એ છે કે,મહાનગરપાલિકની આ બિલ્ડીંગમા ત્રીજા માળ બનાવવા માટે સ્ટેબીલીટી રિપોર્ટ નેગેટિવ આવતા હવે હાલની બિલ્ડીંગમાં જ સુધારા વધારા કરી નવી ઓફિસો બનાવવા તથા વિભાગો બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આગામી સમયમાં નવી મનપા કચેરી પણ બનાવવાનું આયોજન હોવા છતાં આટલો ખર્ચ થઇ રહ્યો છે તેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વીઓ-1
ભવિષ્યના આયોજનનો વિચાર કર્યા વગર કોઈ કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે કઇ રીતે પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે તેનુ જીવતુ જાગતું ઉદાહરણ છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી..કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આ પોરબંદર મહાનગરપાલિકાની આ કચેરીનું આજથી ચાર વર્ષ પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જી પ્લસ ટુ માળની આ બિલ્ડીંગમાં આટલા વર્ષોની અંદર જ હાલની ઓફિસોમા તોડફોડ કરી નવી ઓફિસો તથા ફર્નિચર સહિત બનાવવા 1 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.હયાત બિલ્ડીંગની ઓફિસમાં તોડફોડ કરવાને બદલે વધુ એક માળ આ બિલ્ડીંગ બની શકે તેમ નથી કારણ કે,ત્રિજો માળ બનાવવા માટે સ્ટેબીલીટી રિપોર્ટ મનપા દ્વારા કરવામાં આવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે આ બિલ્ડીંગમાં ત્રીજો માળ બનાવી શકાય તેમ નથી તેમ મનપા કમિશનરે ખુદે જણાવ્યું છે.મનપા ભવિષ્યમાં નવી મનપા કચેરી બનાવવાની છે આમ છતાં 1 કરોડનો ખર્ચ અહીં કરવા અંગે જ્યારે મનપા કમિશનરને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ એવું જણાવ્યું હતું કે, આગામી સમયમાં મનપાની ચૂંટણી યોજાશે ત્યારે મેયર,દડંક, વિપક્ષના નેતા સહિતની જગ્યાઓ છે પરના પદાધિકારીઓ માટે નવી ચેમ્બરો તથા ફર્નિચર માટે અંદાજે 1 કરોડના ખર્ચે સમારકામ કરાવામાં આવી રહ્યુ છે.
બાઇટ-1
એચ.જે.પ્રજાપતી
કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા
વીઓ-2
પોરબંદરના ખાપટ,બોખીરા સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાંના સ્થાનિકો આજે છેલ્લો એક દાયકાથી વધુ સમયથી પ્રાથમિક સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે.આ વિસ્તારમાં હજુ પણ કાચા ધુળીયા રસ્તાઓ છે ત્યારે શહેરીજનોની સુવિધાઓની દરકાર લેવાને બદલે ભવિષ્યના પદાધિકારીઓની મનપા ચિંતા કરતી જોવા મળતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.શહેરીજનોએ જણાવ્યું હતું પદાધિકારીઓની સુવિધાઓની ચિંતા કરવાને બદલે પ્રજાના પૈસા છે પ્રજા માટે કામગીરી થવી જોઈએ નહીં કે પદાધિકારીઓ માટે તેવું લોકો જણાવતા જોવા મળી રહ્યા છે.
બાઇટ-2
યોગેશ રાજા
શહેરીજન,પોરબંદર
વીઓ-3
પોરબંદર મનપા વિસ્તારમાં વર્ષોથી અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો છે લોકો વગર સુવિધાએ માત્ર ઉંચા વેરા ભરી રહ્યા છે.પ્રજાના પૈસાનો વપરાશ લોકોની સુવિધાઓ માટે વાપરવા પ્રાથમિકતા આપવાને બદલે ભવિષ્યના પદાધિકારીઓ માટે અત્યારથી જ ઓફિસો ફર્નિચર બનાવવા તડામાર તૈયારીઓ શરૂ થતા લોકોમાં પણ આ વાતને લઈને રોષ જોવા મળે તે સ્વાભાવિક છે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:53:290
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:34:030
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:30:300
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 08:46:420
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:45:110
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:37:131
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:19:533
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 08:19:222
Report
URUday Ranjan
FollowSept 16, 2025 08:04:570
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:04:150
Report
URUday Ranjan
FollowSept 16, 2025 07:24:172
Report
KBKETAN BAGDA
FollowSept 16, 2025 06:47:588
Report
PSPramod Sharma
FollowSept 16, 2025 06:18:456
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 05:47:374
Report