Back
होटेल के तालाब में जन्मदिन पार्टी का मासूम डूबा, परिवार शोक में डूबा
CPCHETAN PATEL
Sept 16, 2025 09:53:29
Surat, Gujarat
એકર
શહેરનાં પાલ વિસ્તારમાં આવેલ લેક રેસ્ટોરેન્ટ્સમાં જન્મ દિન પ્રસંગે પહોંચેલા પરિવારનાં માત્ર દોઢ વર્ષનાં બાળકનું પાણીમાં ડુબી જવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ રેસ્ટોરેન્ટ્સમાં હાજર અન્ય મહેમાનો સહિત મિજબાની માણી રહેલાં પરિવારોમાં પણ ભારે ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક બાળકનાં માતા - પિતા રેસ્ટોરેન્ટ્સમાં બર્થ પાર્ટીમાં જમણવાર કરી રહ્યા હતા ત્યારે માસુમ બાળક રમતાં રમતાં રેસ્ટોરેન્ટમાં આવેલ તળાવમાં ડુબી ગયો હતો. જો કે, હોટેલમાં હાજર અન્ય લોકોનું આ તરફ ધ્યાન જતાં તેઓએ તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢ્યું હતું પરંતુ પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત નિપજ્યું હતુ. હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વિઓ.1
વરાછાનાં યોગી ચોક વિસ્તારમાં રહેતા વિજય સાવલિયા ગત રોજ પાલ ખાતે આવેલ યુફોરિયા રેસ્ટોરેન્ટમાં પોતાના સબંધીનાં જન્મ દિનની પાર્ટીમાં પરિવાર સાથે ગયા હતા. વિજય સાવલિયા અને તેમની પત્ની સહિત માત્ર દોઢ વર્ષનાં ક્રિશીવ સાવલિયા હોટેલમાં પહોંચ્યા બાદ મિત્ર વર્તુળમાં વાતોમાં મશગુલ બન્યા હતા. આ દરમિયાન માતા - પિતાની નજરથી દુર થયેલ ક્રિશીવ હોટેલમાં જ આવેલ તળાવ પાસે પહોંચ્યો હતો. ક્રિશીવ સાવલિયા પાણીમાં મસ્તી કરવા જતાં તેનો પગ લપસી ગયો હતો અને તે તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. માત્ર દોઢ વર્ષનાં ક્રિશીવ સાલવિયા પાણીમાં અંદાજે 15 મિનીટ સુધી તરફડિયા મારી રહ્યો તે દરમિયાન જ હોટેલમાં જમવા માટે આવેલ એક અન્ય નાગરિકનું આ તરફ ધ્યાન ગયું હતું. તેણે તાત્કાલિક હોટેલનાં સ્ટાફને જાણ કરવાની સાથે ક્રિશીવને બહાર કાઢ્યો હતો. જો કે, બેભાન હાલતમાં ક્રિશીવને નિહાળીને વિજય સાવલિયા અને તેમની પત્નીનાં માથે આભ તુટી પડ્યું હતું. તાત્કાલિક પરિવારજનો ક્રિશીવને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દોડી ગયા હતા. અલબત્ત, ફરજ પરનાં તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ સંદર્ભે હોટેલનાં મેનેજર હસન રાબડીએ જણાવ્યું હતું કે, માતા - પિતા તેમના સબંધીનાં જન્મદિનની પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓનું બાળક વોટર પોન્ડમાં પડી ગયું હતું. જો કે, હોટેલમાં જ હાજર એક અન્ય કસ્ટમ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વોક થ્રુ..ચેતન
બાઈટ..દીપ વકીલ..એસીપી
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 16, 2025 11:47:310
Report
GKGovindbhai Karmur
FollowSept 16, 2025 10:47:520
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 10:47:402
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 10:47:313
Report
DPDhaval Parekh
FollowSept 16, 2025 10:17:142
Report
ARAarti Rai
FollowSept 16, 2025 10:17:06Noida, Uttar Pradesh:Ambedkar working as an ADE in Manikonda - Two crores liquid cash found in Ambedkar's house
ACB officers raid in Hyderabad and several other districts
Raids by ACB officers in 15 teams
2
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:34:032
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 09:30:300
Report
NJNILESH JOSHI
FollowSept 16, 2025 08:46:421
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:45:111
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:37:134
Report
AKAshok Kumar
FollowSept 16, 2025 08:19:533
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 08:19:222
Report
SBShilu Bhagvanji
FollowSept 16, 2025 08:05:563
Report