Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Junagadh362001
पादरड़ी में तीन साल से पुल टूट, नदी पार दोरडे-टायर पर निर्भर
AKAshok Kumar
Sept 16, 2025 08:04:15
Junagadh, Gujarat
એન્કર જુનાગઢ જીલ્લામાં માણાવદર તાલુકાના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે....દોરડા અને ટાયર વડે નદી પસાર કરી લોકો પોતાના રોજબરોજના કામ કરવા જઈ રહ્યાં છે..... વીઓ 1 જુનાગઢ જિલ્લાના ઓજત નદી પર આવતા ગામડાઓની હાલતની ખૂબ જ દયનીય બની છે.... માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.... એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી ને પસાર કરી રહ્યા છે તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે... બાઈટ માલદે ભાઈ ખેડૂત સ્થાનિક પાદરડી વીઓ 2 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સી ની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલા પુલને રીપેર કરવા માટે અવારનવાર સાંસદ થી લઈને ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હતી.... બાઈટ લીરી બેન સ્થાનિક પાદરડી બાઈટ સાગરકા જયશ્રી વિધાર્થી પર પાદરડી વીઓ 3 ગામના તૂટેલા ફૂલને લઈને બીજો કોઈ વૈકલ્પિક હસતો તો છે પરંતુ 15 કિલોમીટર દૂર સુધી જવું પડે છે અને ત્યાંથી ગામમાં પરત આવું પડે છે જે ખેડૂતોને કે અન્ય લોકોને પરવડતો નથી કારણકે પેટ્રોલના ખર્ચ પણ વધી જાય છે અને આવક જાવક નો સમય પણ ખૂબ જ વ્યય થાય છે ત્યારે લોકો જીવના જોખમે નદી પરથી પસાર થઈ રહ્યા છે 15 ફૂટ ઊંડી આ નદીમાંથી જીવના જોખમે વિદ્યાર્થીઓ તેમજ લોકો પસાર થઈને છેલ્લા ત્રણ વર્ષથી જીવન જીવી રહ્યા છે.... બાઈટ જે કે મૂછડિયા પૂર્વ સરપંચ પાદરડી વીઓ 4 ત્રણ વર્ષ પહેલા ધોધમાર વરસાદને કારણે ઓઝત નદીમાં આવેલા ઘોડાપૂર આવતા પાદરડી ગામનો પુલ ધોવાઈ ગયો હતો અને એક ખેતર થી બીજે ખેતર જવા માટે લોકોને મુશ્કેલી પડી હતી દોસ્તો રીપેર કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ માત્ર કાગળ ઉપર વાતો જ રહી ગઈ છે લોકો પણ હવે રજૂઆત કરીને કંટાળી ગયા છે અને સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે આ ફૂલ બની જાય જેથી આ ગામના લોકોની પરિસ્થિતિ સુધરી જાય કારણકે લોકોને અવરજવર માટે એકમાત્ર વિકલ્પ હવે બચ્યો છે... અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Sept 16, 2025 10:17:14
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS SMART METER નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 16 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી શહેરમાં DGVCL કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કર્યો, પણ લોકોના વિરોધને કારણે ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકાયા ન હતા. ત્યારે ગ્રાહકોના વિરોધ વચ્ચે આજે સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાના સંદેશ સાથે DGVCL દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યુ હતુ. વી/ઓ : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા જ વિરોધનો સમાનો કરવો પડ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં વીજ કંપનીના ગ્રાહકોએ જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર નાંખવાના કામનો વિરોધ કર્યો હતો. વિરોધને પગલે નવસારીમાં DGVCL ના સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ધીમી પડી હતી. શહેરમાં 1.35 લાખ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાનો કંપનીનો ટાર્ગેટ છે. ત્યારે લોકોમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે જાગૃકતા આવે એવા ઉદ્દેશ્ય સાથે આજે DGVCL ના શહેર વિભાગ દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું. સાથે જ સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા પણ કંપનીના અધિકારીઓએ ધારાસભ્યને સમજાવી લોકોને જાગરૂક કરવા અપીલ કરી હતી. જેમાં સ્માર્ટ મીટરથી જેટલો વપરાશ થાય એટલું જ બીલ, બે મહિનાની જગ્યાએ એક મહિનાનું બીલ તેમજ વીજ લોડ વધે તો મીટર ટ્રીપ થઈ જાય જેથી વીજ ઉપકરણોને નુકશાનીથી પણ બચાવી શકાય. જોકે DGVCL દ્વારા અત્યાર સુધી શહેરમાં 7200 સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટર લગાવી DGVCL શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ રોકી, દરેક ગ્રાહકોને ત્યાં મીટર લગાવવાનું મન બનાવી રહી છે. બાઈટ : મણિલાલ ગાંવિત, નાયબ ઈજનેર, DGVCL, નવસારી બાઇટ રાકેશ દેસાઇ ધારાસભ્ય
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 09:53:29
Surat, Gujarat:એકર શહેરનાં પાલ વિસ્તારમાં આવેલ લેક રેસ્ટોરેન્ટ્સમાં જન્મ દિન પ્રસંગે પહોંચેલા પરિવારનાં માત્ર દોઢ વર્ષનાં બાળકનું પાણીમાં ડુબી જવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ રેસ્ટોરેન્ટ્સમાં હાજર અન્ય મહેમાનો સહિત મિજબાની માણી રહેલાં પરિવારોમાં પણ ભારે ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક બાળકનાં માતા - પિતા રેસ્ટોરેન્ટ્સમાં બર્થ પાર્ટીમાં જમણવાર કરી રહ્યા હતા ત્યારે માસુમ બાળક રમતાં રમતાં રેસ્ટોરેન્ટમાં આવેલ તળાવમાં ડુબી ગયો હતો. જો કે, હોટેલમાં હાજર અન્ય લોકોનું આ તરફ ધ્યાન જતાં તેઓએ તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢ્યું હતું પરંતુ પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત નિપજ્યું હતુ. હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિઓ.1 વરાછાનાં યોગી ચોક વિસ્તારમાં રહેતા વિજય સાવલિયા ગત રોજ પાલ ખાતે આવેલ યુફોરિયા રેસ્ટોરેન્ટમાં પોતાના સબંધીનાં જન્મ દિનની પાર્ટીમાં પરિવાર સાથે ગયા હતા. વિજય સાવલિયા અને તેમની પત્ની સહિત માત્ર દોઢ વર્ષનાં ક્રિશીવ સાવલિયા હોટેલમાં પહોંચ્યા બાદ મિત્ર વર્તુળમાં વાતોમાં મશગુલ બન્યા હતા. આ દરમિયાન માતા - પિતાની નજરથી દુર થયેલ ક્રિશીવ હોટેલમાં જ આવેલ તળાવ પાસે પહોંચ્યો હતો. ક્રિશીવ સાવલિયા પાણીમાં મસ્તી કરવા જતાં તેનો પગ લપસી ગયો હતો અને તે તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. માત્ર દોઢ વર્ષનાં ક્રિશીવ સાલવિયા પાણીમાં અંદાજે 15 મિનીટ સુધી તરફડિયા મારી રહ્યો તે દરમિયાન જ હોટેલમાં જમવા માટે આવેલ એક અન્ય નાગરિકનું આ તરફ ધ્યાન ગયું હતું. તેણે તાત્કાલિક હોટેલનાં સ્ટાફને જાણ કરવાની સાથે ક્રિશીવને બહાર કાઢ્યો હતો. જો કે, બેભાન હાલતમાં ક્રિશીવને નિહાળીને વિજય સાવલિયા અને તેમની પત્નીનાં માથે આભ તુટી પડ્યું હતું. તાત્કાલિક પરિવારજનો ક્રિશીવને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દોડી ગયા હતા. અલબત્ત, ફરજ પરનાં તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ સંદર્ભે હોટેલનાં મેનેજર હસન રાબડીએ જણાવ્યું હતું કે, માતા - પિતા તેમના સબંધીનાં જન્મદિનની પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓનું બાળક વોટર પોન્ડમાં પડી ગયું હતું. જો કે, હોટેલમાં જ હાજર એક અન્ય કસ્ટમ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વોક થ્રુ..ચેતન બાઈટ..દીપ વકીલ..એસીપી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 09:34:03
Surat, Gujarat:1609ZK_SRT_DHAN_MATHU સુરતના લસકાણા વિસ્તારમાં ધડ અને માથું અલગ ફેંકી દેવાની ઘટનામાં ક્રાઇમબ્રાંચના હાથે સફળતા લાગી છે ક્રાઈમ બ્રાન્ચે આરોપી મુન્ના ની ધરપકડ કરી છે. મૃતક અને આરોપી મુન્નો રાત્રીના સમયે સાથે હતા અને બંને નશામાં હતા આ દરમિયાન મૃતકે આરોપીની બહેન અને મા વિશે એલ ફેલ ગાળાગાળી કરી હતી જે વાતને લઈ પહેલા આરોપી મુનાએ બોથર્ડ પદાર્થ માર્યો હતો અને ત્યારબાદ ઉશ્કેરાય જઇ ચપ્પુ વડે મૃતક દિનેશ મહંતોનું ગળું કાપી નાખ્યું હતું. વિઓ.1 સુરતના લસકાણા વિસ્તારમાં કચરાના ઢગલા માંથી એક યુવાનનું માથું મળી આવ્યું હતું. અજાણ્યા ઇસમનો માથું મળી આવતા સ્થાનિક વિસ્તારમાં પામી હતી આ ઘટનાની જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચ પીસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ની ટીમ દ્વારા મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શરૂઆતના સમયમાં મૃતકની ઓળખ શક્ય બની ન હતી. બાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે પીઆઇ તેમજ 50 પોલીસ કર્મચારીઓ સાથે અલગ અલગ વિસ્તારોમાં ફરી મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ દરમિયાન મૃતક દિનેશ મહંતો હોવાનું સામે આવ્યું હતું દિનેશ મહંતો લુમ્સ ના કારખાનામાં કામ કરતો હતો. ત્યારબાદ પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા આરોપી ઈશાદ ઉર્ફે મુન્ના ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું હતું કે 10મી સપ્ટેમ્બરના રોજ તેઓ સાથે હતા અને બંને નશાની હાલતમાં હતા આ દરમિયાન મૃતક દિનેશ મહંતોએ મુન્ના ની માતા અને બહેન વિશે એલ ફેલ બોલી ગાળા ગાળ કરી હતી. આરોપી મુનાએ ગુસ્સામાં આવી શરૂઆતના સમયે બોથડ પદાર્થ વડે દિનેશ ઉપર હુમલો કર્યો હતો. બાદમાં આરોપી મુન્નયન ગુસ્સામાં આવી જઈ ચપ્પુ વડે દિનેશ ઉપર હુમલો કરતા તેનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ મુન્નો મૃતક દિનેશ ની લાશ સગેવગે કરવાની અઘરું હતું. જેથી તેને સૌ પ્રથમ મૃતક દિનેશનું માથું કચરામાં ફેંકી દીધું હતું અને બાદમાં ધડ ત્યાં જ રાખી પોતે ભાગી છૂટ્યો હતો. હત્યા બાદ બે ત્રણ દિવસથી પીપોદરા વિસ્તારમાં રખડતો હતો અને ત્યારબાદ કામે લાગ્યો હતો. પીપોદરા પોતાનું નામ ઇશાદ જણાવી ત્યાં કામે લાગી ગયો હતો બાઈટ..ભાવેશ રોજીયા..ડીસીપો
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 16, 2025 08:46:42
Vapi, Gujarat:ઔદ્યોગિક નગરી વાપીમાં થોડા દિવસ અગાઉ એક વેપારીના થયેલા અપહરણ અને લૂંટની ઘટનામાં પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાંજ વેપારીના અપહરણને લૂંટના મામલે રાજસ્થાની ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે.. જોકે વાપીનો આ વેપારી ન કહેવાય કે ન સહેવાય કે ના રહેવાય એવા કારણે લૂંટાયો હતો... શું છે આખી ઘટના ???જોઈએ આ અહેવાલ... વી ઓ:1 વાપી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક વેપારીએ તેનું અપહરણ થયું હોવાનું અને અજાણ્યા શખ્સોએ તેને ધાક ધમકી આપી અને લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.. ફરિયાદીએ અજાણ્યા શખ્સોએ તેને વાપી નજીક બોલાવી અને ગાડીમાં બેસાડી ધાકધમકી આપીઅપહરણ કરી અને લૂંટ આચરી હોવાનું જણાવ્યું હતું.. આથી પોલીસે વેપારીના લૂંટ અને અપહરણ ના મામલાને ગંભીતાથી લઈ તાત્કાલિક તપાસ કરતાં ગણતરીના દિવસોમાંજ રાજસ્થાની ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે.. જોકે આ ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ હજુ પોલીસ પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે.. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ પર એક નજર કરીએ.. તો 1 કિશોરસિંહ શેતાનસિંહ સોઢા 2 અશોક સિંહ રાજપુરોહિત 3 મનોહરસિંહ સવાઈ સિંહ ચૌહાણ અને મહિપાલસિંહ છોગસિંહ રાઠોડ ની ધરપકડ કરી છે.. તમામ સાથે જ ગેંગના માસ્ટર માઈન્ડને સુમેરસિંહ શોઢ ને વોન્ટેડ જાહેર કર્યો છે.. બાઈટ: 1 બી એન દવે ડી વાય એસ પી, વાપી પોલીસ વી ઓ:2 વેપારીના થયેલા અપહરણ અને લૂંટના મામલે પોલીસે ઝડપાયેલ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં વેપારીના અપહરણ કરનાર ગેંગ સમલૈંગિક સંબંધોના શોખીનો દ્વારા ઉપયોગમાં લેવાતી ગ્રાઈન્ડર એપ દ્વારા આવા શોખીનોને સંબંધ બાંધવાની લાલચ આપી અને બોલાવતા હતા.. ત્યારબાદ તેમની અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અને ધાક ધમકીથી લૂંટ કરતા હોવાનું બહાર આવ્યું હતું.. આરોપીઓએ ભોગ બનેલ વેપારીને ગ્રાઈન્ડર એપ દ્વારા સંપર્ક કર્યો હતો.. અને ત્યારબાદ તેને સમલૈંગિક સંબંધ બનાવવાની લાલચ આપી બોલાવી અને અસલીલ વિડીયો બનાવ્યો હતો.. અને ત્યારબાદ તેને બ્લેકમેલિંગ કરી ધાકધમકી આપી લૂંટ કરી અને તેનું અપહરણ કર્યું હતું.. બાઇટ:2 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:3 આ રાજસ્થાની ગેંગ મોટેભાગે ગ્રાઈન્ડર એપ દ્વારા જ સમલૈંગિક સંબંધોના શોખીનો નો સંપર્ક કરી અને શિકાર બનાવતા હતા . આ ગેંગે અત્યાર સુધી વાપી ઉપરાંત સુરત વડોદરા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં આવી જ રીતે અનેક લોકો ને શિકાર બનાવી બ્લેકમેઈલ કરી અને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે... આથી જો કોઈ આ ગેંગ નો શિકાર બન્યા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં કરવાનું જણાવી અને .. અને આવા એપ નો ઉપયોગ કરતા લોકોને પણ સાવચેતી થી આવા એપ નો ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી રહી છે... બાઈટ:3 બી એન દવે ડી વાય એસ પી, વાપી વી ઓ:4 સોશિયલ મીડિયા નો વધુપડતો ઉપયોગ લોકો માટે મનોરંજનના સાધનની સાથે એક દુષણ પણ સાબિત થઈ રહ્યો છે.. આ સોશિયલ મીડિયા થકી અસલીતા અને સામાજિક દુષણો વધી રહ્યા છે.. તો ક્યારેક ઠગ લોકો પણ લોકોની દુઃખતી નસ પારખી અને સોશિયલ મીડિયા એપ દ્વારા શિકાર બનાવે છે.. અને તેમની સાથે છેતરપિંડી અને લૂંટ પણ આચરતી હોવાના અનેક બનાવો રોજિંદા ધ્યાને આવે છે.. આથી આપ પણ સમજી વિચારી અને આવી એપ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવો જોઈએ જેથી આવા સાયબર લૂંટારુઓ ના શિકાર બનતા બચી શકાય. નિલેશ જોશી વાપી. FTP/VAPI/SEP25/16.9.25/1609ZK_GRINDER_APP_LOOT/3bite/3visual.
0
comment0
Report
AKAshok Kumar
Sept 16, 2025 08:37:13
1
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 16, 2025 08:19:22
Rajkot, Gujarat:SLUG - 1609ZK_RJT_DUNGRI_STORY REP - SAHIL SAPPA FEED - 2C APPROVAL - DAY PLAN એંકર - 0રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના જે નીચા ભાવ મળી રહ્યા છે તે ભાવ સાંભળીને કોઈને પણ થાય કે આટલા રૂપિયામાં તો બાળકની ચોકલેટ પણ ન આવે એટલા ભાવમાં ખેડૂતો પોતાનો મહામુલો પાક વહેંચવા મજબૂર થયા છે વિઓ - 1 રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ એ અનેક ખેડૂતો માટે રોજીરોટીનું સ્થાન પણ છે અહીંયા હાલ ખેડૂતો ડુંગળીનો પાક વેહવચા માટે આવી રહ્યા છે જોકે હાલ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી એ પ્રતિમણ 50 રૂપિયા થી 300 રૂપિયા સુધી મળી રહ્યા છે.. એટલે કે ત્રણ રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં વેહચાય રહી છે મોટાભાગના ખેડૂતોની ડુંગળીના ભાવ 50 કે 60 રૂપિયાની આસપાસ આવતા હોય છે જે પ્રતિ કિલોના ભાવ ત્રણ થી ચાર રૂપિયા માંડ થાય.. હવે ખેડૂતોએ કહ્યું કે આટલા ઓછા ભાવમાં તો બાળકનું બિસ્કીટ પણ નથી આવતું એટલા ઓછા ભાવમાં અમે અમારો મહામૂલો પાક વેચી રહ્યા છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે... દૂર દૂરથી વહેલી સવારે ઊઠીને પોતાના ડુંગળીનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચેલા ખેડૂતોને હરાજીમાં જ્યારે નજીવો ભાવ મળે છે. વોક થ્રુ - સાહિલ સપ્પા વિઓ - 2 ત્યારે ડુંગળી વેચવા આવેલ ખેડૂતોને ડુંગળીનો ભાવ સાંભળી યમઆક્રોશ પણ થતો હોય છે અને વેદના પણ થતી હોય છે જે ખેત પાક માટે તેઓએ ન રાત જોયો હોય ન દિવસ જોયો હોય તે જ પાકનું નજીવી કિંમતે વેચી દેવો પડતો હોય છે ત્યારે તેમને ભારે દુઃખ થતું હોય છે આ અંગે ખેડૂતોએ પણ કહ્યું હતું કે અહીંયા ડુંગળી લઈને આવ્યા બાદ તેમના ભાડાના પૈસા પણ નથી નીકળતા હોતા આવી પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તો શું કરે તો બીજુ શું કરે ? કમિશન એજન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડુંગળીનું ઉત્પાદન અને આવક ખૂબ જ મોટા પ્રમાણમાં છે તેને કારણે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી તો બીજી તરફ સરકાર દ્વારા એક્સપોર્ટ ખૂબ જ ઓછું કરવામાં આવી રહ્યું છે તેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે. બાઈટ - ખેડૂત બાઈટ - ખેડૂત બાઈટ - રાજેશ પારેખ, કમિશન એજન્ટ બાઈટ - અશોક ધામી, હરાજી કરનાર વીઓ -3 સામાન્ય રીતે ખેડૂતોને ડુંગળીનું ઉત્પાદન કરવું મોંઘુ પડતું હોય છે પરંતુ જ્યારે જગતનો તાત આ ડુંગળી બજારમાં વેચવા માટે આવે છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી તેથી ખેડૂતોની દયનીય હાલત જોવા મળી રહી છે સાથે જ બજારમાં ચોકલેટ ખેડૂતોની ડુંગરી કરતા મોંઘી વેચાઈ રહી છે ત્યારે ખેડૂતોની એક કિલો ડુંગળીનો ભાવ ₹3 થી 4 માં પ્રતિ કિલો વેચવાનો વારો આવે છે જોકે સરકાર દ્વારા એક્સપોર્ટ શરૂ કરવામાં આવે તો ડુંગળીના ભાવ ખેડૂતોને મળી શકે. સરકાર ખેડૂતો અંગે કોઈ નિર્ણય કરે તેવી માંગ ઉઠી રહી છે. વોક થ્રુ - સાહિલ સપ્પા
2
comment0
Report
SBShilu Bhagvanji
Sept 16, 2025 08:05:56
Porbandar, Gujarat:1509 ZK PBR PMC FORMAT-PKG DATE-15-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- કરોડો રૂપિયાના ખર્ચે બનેલ તત્કાલીન પોરબંદર નગરપાલિકા અને હાલની પોરબંદર મહાનગરપાલિકા કચેરીનુ આજથી ચાર વર્ષ પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આટલા વર્ષોમાં ફરી એક વખત 1 કરોડના ખર્ચે મહાનગરપાલિકા કચેરીમાં રીનોવેશન કામગીરી થતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો છે.સૌથી મહત્વની વાત તો એ છે કે,મહાનગરપાલિકની આ બિલ્ડીંગમા ત્રીજા માળ બનાવવા માટે સ્ટેબીલીટી રિપોર્ટ નેગેટિવ આવતા હવે હાલની બિલ્ડીંગમાં જ સુધારા વધારા કરી નવી ઓફિસો બનાવવા તથા વિભાગો બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આગામી સમયમાં નવી મનપા કચેરી પણ બનાવવાનું આયોજન હોવા છતાં આટલો ખર્ચ થઇ રહ્યો છે તેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીઓ-1 ભવિષ્યના આયોજનનો વિચાર કર્યા વગર કોઈ કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે કઇ રીતે પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે તેનુ જીવતુ જાગતું ઉદાહરણ છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી..કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આ પોરબંદર મહાનગરપાલિકાની આ કચેરીનું આજથી ચાર વર્ષ પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જી પ્લસ ટુ માળની આ બિલ્ડીંગમાં આટલા વર્ષોની અંદર જ હાલની ઓફિસોમા તોડફોડ કરી નવી ઓફિસો તથા ફર્નિચર સહિત બનાવવા 1 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.હયાત બિલ્ડીંગની ઓફિસમાં તોડફોડ કરવાને બદલે વધુ એક માળ આ બિલ્ડીંગ બની શકે તેમ નથી કારણ કે,ત્રિજો‌ માળ બનાવવા માટે સ્ટેબીલીટી રિપોર્ટ મનપા દ્વારા કરવામાં આવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે આ બિલ્ડીંગમાં ત્રીજો માળ બનાવી શકાય તેમ નથી તેમ મનપા કમિશનરે ખુદે જણાવ્યું છે.મનપા ભવિષ્યમાં નવી મનપા કચેરી બનાવવાની છે આમ છતાં 1 કરોડનો ખર્ચ અહીં કરવા અંગે જ્યારે મનપા કમિશનરને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ એવું જણાવ્યું હતું કે, આગામી સમયમાં મનપાની ચૂંટણી યોજાશે ત્યારે મેયર,દડંક, વિપક્ષના નેતા સહિતની જગ્યાઓ છે પરના પદાધિકારીઓ માટે નવી ચેમ્બરો તથા ફર્નિચર માટે અંદાજે 1 કરોડના ખર્ચે સમારકામ કરાવામાં આવી રહ્યુ છે. બાઇટ-1 એચ.જે.પ્રજાપતી કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા વીઓ-2 પોરબંદરના ખાપટ,બોખીરા સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાંના સ્થાનિકો આજે છેલ્લો એક દાયકાથી વધુ સમયથી પ્રાથમિક સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે.આ વિસ્તારમાં હજુ પણ કાચા ધુળીયા રસ્તાઓ છે ત્યારે શહેરીજનોની સુવિધાઓની દરકાર લેવાને બદલે ભવિષ્યના પદાધિકારીઓની મનપા ચિંતા કરતી જોવા મળતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.શહેરીજનોએ જણાવ્યું હતું પદાધિકારીઓની સુવિધાઓની ચિંતા કરવાને બદલે પ્રજાના પૈસા છે પ્રજા માટે કામગીરી થવી જોઈએ નહીં કે પદાધિકારીઓ માટે તેવું લોકો જણાવતા જોવા મળી રહ્યા છે. બાઇટ-2 યોગેશ રાજા શહેરીજન,પોરબંદર વીઓ-3 પોરબંદર મનપા વિસ્તારમાં વર્ષોથી અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો છે લોકો વગર સુવિધાએ માત્ર ઉંચા વેરા ભરી રહ્યા છે.પ્રજાના પૈસાનો વપરાશ લોકોની સુવિધાઓ માટે વાપરવા પ્રાથમિકતા આપવાને બદલે ભવિષ્યના પદાધિકારીઓ માટે અત્યારથી જ ઓફિસો ફર્નિચર બનાવવા તડામાર તૈયારીઓ શરૂ થતા લોકોમાં પણ આ વાતને લઈને રોષ જોવા મળે તે સ્વાભાવિક છે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
URUday Ranjan
Sept 16, 2025 08:04:57
Ahmedabad, Gujarat:ક્રાઈમની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ છેલ્લા 3 વર્ષના આંકડાની સરખામણી કરાઈ ફર્સ્ટ પાર્ટના ગુના 2023 માં 8642 2024 માં 6643 2025 માં 6554 શરૂઆતમાં 23,917 જેટલા ખાનગી CCTV લગાવવામાં આવ્યા જેની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળે તે અંગે ચર્ચા કરાઈ હાલ 3737 cctv કેમેરાની ફીડ પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અત્યારે 3061 સીસીટીવી કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં આવી રહી છે અત્યારે કુલ 27 હજાર જેટલા સીસીટીવી શહેરમાં લાગી ચૂક્યા છે જેના કારણે ક્રાઈમ ડિટેકટ કરવામાં સરળતા રહે છે સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ શહેરમાં ઉમેરાયો છે ઓઢવમાં થયેલી બિલ્ડરની હત્યા કેસનો ભેદ પણ ખાનગી સીસીટીવી કેમેરા થકી ઉકેલાયો કેમેરામાં દેખાતી બાઈકના નંબરના આધારે આરોપીઓને સિરોહીથી પકડવામાં આવ્યા નવરાત્રીમાં પેટ્રોલિંગ થાય, શી ટીમ પણ ત્યાં હાજર રહેશે, CCTV થી મોનીટરીંગ કરવામાં આવશે નવરાત્રી કાયદા માં રહી ને લોકો ઉજવે એક સંદેશ બાઈટ: જી એસ મલીક પોલીસ કમિશનર અમદાવાદ શહેર
0
comment0
Report
URUday Ranjan
Sept 16, 2025 07:24:17
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઈમ કોન્ફરન્સ નું આયોજન અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ની છઠ્ઠી ક્રાઈમ કોન્ફરન્સ છે પોલીસ કમિશનર જી. એસ.મલિક ની અધ્યક્ષતા માં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ શહેરના તમામ પીઆઈ , એસીપી, ડીસીપી, જેસીપી કોન્ફરન્સ માં હાજર રહ્યા ગુનાહખોરીના આંકડાઓને લઈને ક્રાઈમ કોન્ફરન્સ માં થઈ ચર્ચા શહેરમાં ક્રાઈમ રેટ , સાયબર ક્રાઈમ , ટ્રાફિક ની સમસ્યા કેવી રીતે ઘટાડી શકાય તે વિશે ચર્ચા આવનાર દિવસો માં આવી રહેલ નવરાત્રી દિવાળી ના તહેવારો ને લઈને પણ ચર્ચા શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ મામલે પોલીસ કમિશનર કરી ચર્ચા શહેર માં લોકભાગીરી અને શહેર પોલીસ તરફથી લગાવવા માં આવતા સીસી ટીવી અંગે પણ વધુ કેમેરા વિસ્તાર માં લગાડવા સૂચન કરાયું બાઈટ : જી એસ મલીક, પોલીસ કમિશનર અમદાવાદ શહેર
2
comment0
Report
KBKETAN BAGDA
Sept 16, 2025 06:47:58
Amreli, Gujarat:સ્લગ - ડુંગળીમાં રોગ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ - 16/9/25 એન્કર...... અમરેલી જિલ્લામાં કપાસ,મગફળી,સોયાબીન અને ડુંગળીનું વાવેતર ખેડૂતો કરતા હોય છે.જિલ્લામાં ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરે છે પરંતુ છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને ડુંગળીના સારાભાવ મળતા ખેડૂતોએ ડુંગળીનું વાવેતર પણ કર્યું છે.પરંતુ ડુંગળીમાં સુકારો અને બાફિયા નામનો રોગ આવતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. વિઓ - 1 અમરેલી જિલ્લાના ખેડૂતો મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો હવે ડુંગળીનું વાવેતર પણ કરવા લાગે છે ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું. પરંતુ ડુંગળીમાં સુકારો અને બાફીયા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ વરસાદની સિઝન છે અને ભેજનું પ્રમાણ પણ વધારે છે ત્યારે વહેલી સવારે ઝાકળ પડતા ડુંગળીમાં સુકારો અને બાફેલા નામનો રોગ આવ્યો છે. શુક્રા નામના રોગથી ડુંગળીનો છોડ ધીમે ધીમે સુકાવા લાગે છે ખેડૂતો ડુંગળીને બચાવવા પૂરી મહેનત કરી રહ્યા છે પરંતુ હવે ડુંગળીનો પાક બચે તેવી શક્યતા ઓછી છે. બાઈટ - મહેશભાઈ - ખેડૂત - સાવરકુંડલા વિઓ - 2 ડુંગળીના પાકમાં બાફીયો અને સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે જિલ્લામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર ખેડૂતો કરતા હોય છે પરંતુ સારા ભાવ મળવાની આશાએ ખેડૂતે ડુંગળીનું પણ વાવેતર કર્યું છે પરંતુ સુકારો નામનો રોગ ડુંગળીમાં આવી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પાણી અને દવાનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ હવે ડુંગળીનો પાક બચશે નહીં તેવું ખેડૂતો કરી રહ્યા છે. બાઈટ - 2 - જ્યંતીભાઈ - ખેડૂત - સાવરકુંડલા ફાઇનલ વિઓ........ દર વર્ષે ખેડૂતો વાવેતરમાં પેટન્ટ બદલાવતા હોય છે.ત્યારે જિલ્લામાં ખેડૂતો હવે ડુંગળીનું પણ વાવેતર કરી રહ્યા છે.પરંતુ ડુંગળીમાં છેલ્લા ઘણા દિવસથી બાફીયો અને સુકારો નામનો રોગ આવતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.મોંઘું બિયારણ,મજૂરી,દવા નો ખર્ચો ખેડૂતોએ કર્યો પણ તેમની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
8
comment0
Report
Advertisement
Back to top