Back
राजकोट बस डिपो में धमकाने से ड्राइवर ने आत्महत्या का प्रयास क्यों किया? खबरें
GDGaurav Dave
Feb 17, 2026 11:39:48
Rajkot, Gujarat
રાજકોટ મનપા સાચચાલિત રાજકોટ રાજપથ લિ.ના અટલ ડેપોમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અને રાજકીય જોડાણ ધરાવતા વિક્રમ ડાંગર સામે ત્રાસના ગંભીર આક્ષેપો કરી સિટી બસ ડ્રાઈવરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરવો સામે મ્યુનિસિપલ બસ વ્યવસ્થામાં ભારે ખળભળાટ મચ્યો છે. શહેરના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે મહર્ષિ અરવિંદ ટાઉનશિપમાં રહેતા સાદીક સળતાન મુરમાએ સોનવારે સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેના બે માસૂમ પુત્રએ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. દવા પીતા પહેલાં સાદીક મુરમાએ બનાવેલા વીડિયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી અટલ સરોવર ડેપોમાં ફરજ બજાવતો હતો અને એકથી બે વર્ષનું બોનસ પણ બાકી છે. છ મહિના પહેલાં વિક્રમ ડાંગરે ધમકી આપી નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદ આજી ડેમ ડેપામાં શરૂ કરેલી કેન્ટીન પણ બંધ કરાવી દેવામાં આવી હતી. સાદીકે વીડિયોમાં વધુ આક્ષેપ કર્યો કે સીએનજી બસમાં ડ્રાઈવર તરીકે અરજી કરી દસ્તાવેજો જમા કરાવ્યા છતાં વિક્રમ ડાંગરે ત્યાં જોડાવા દીધો નહીં. એટલું જ નહીં. સ્કૂલ બસ ચલાવવા અરજી કરતાં પણ દબાણ કરી નોકરી અટકાવી દેવામાં આવી. “મને ઘરની બહાર નીકળતાં પણ બીક લાગે છે. પરિવાર ચલાવવા પૈસા નથી. હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છું,” એમ કહી તેમણે પરિવારને ન્યાય માટે લડવાની અપીલ કરી હતી. સીટી બસના ડ્રાઇવરની પત્ની શબાના મુરીમાનું નિવેદન આપતા કહ્યું હતું કે, સુપરવાઈઝર વિક્રમ ડાંગરના ત્રાસથી મારા પતિએ આપઘાતનું પગલું ભર્યું છે. છેલ્લા છ મહિનાથી મારા પતિ સહીતના લોકોને વિક્રમ ડાંગર હેરાન કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગમે ત્યાં નોકરી ઉપર જાય ત્યારે મારા પતિને નોકરી પરથી કઢાવી કાઢવા ફોન કરતા હતા અને નોકરીથી છૂટા કરવી દેવામાં આવીતું હતું. વિક્રમ ડાંગર ભાજપ સાથે જોડાયેલો છે અને સીટી બસના ડ્રાઇવરોનો કોન્ટ્રાક્ટર છે. વિક્રમ ડાંગરના ત્રાસના કારણે મારા પતિએ દવા પીધી છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએની માંગ કરી હતી. બાઈટ - શબાના મુરીમા, ડ્રાઇવરના પત્ની
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 17, 2026 15:02:530
Report
BPBurhan pathan
FollowFeb 17, 2026 15:01:460
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 14:31:210
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 17, 2026 14:31:100
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:31:160
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:24:170
Report
KBKETAN BAGDA
FollowFeb 17, 2026 13:04:110
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:420
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:130
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 11:46:080
Report
NRNidhiresh Raval
FollowFeb 17, 2026 11:40:420
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:40:050
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:27:470
Report