Back
अहमदाबाद: AMC ने सात क्षेत्रों से कब्जा हटाकर 8.96 लाख का जुर्माना वसूल किया
AKArpan Kaydawala
Feb 17, 2026 12:19:13
Ahmedabad, Gujarat
AMCના એસ્ટેટ વિભાગે સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસૂલ્યો
શહેરનાં સાત ઝોનમાંથી 546 લારી-ગલ્લા અને 842 દંડ કરેલા વાહનો, જાહેર રસ્તા પર જાહેરાતનાં 1435 બોર્ડ અને 4216 અન્ય પરચૂરણ સામાન દૂર કરી જાહેર રસ્તા ખુલ્લા કર્યા
અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનાના સતત 8 દિવસ દરમિયાન શહેરનાં દબાણો દૂર કરવાની સઘન ચાલી આંખ, ટ્રાફિકની સમસ્યામાં રાહત લાવવાનો પ્રયત્ન કરાયો હતો. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા AMCના એસ્ટેટ વિભાગની ટીમે શહેરના વિવિધ ઝોનમાંથી દબાણો દૂર કરીને રૂ. 8,96,200 નો દંડ વસૂલ્યો છે. આ કામગીરી દરમિયાન કુલ 546 લારી-ગલ્લા, 247 દૂર કરાયેલા શેડ, 899 તાડપત્રી, 4216 દૂર કરાયેલ અન્ય પરચૂરણ માલ સામાનની સંખ્યા, 1435 જાહેર માર્ગો પર જાહેરાતનાં બોર્ડ, 830 લોક કરેલા વાહનો, ગેર કાયદેસર પાર્ક થયેલ વાહનોને ટોઇંગ કરેલ 5 વાહનો, તેમજ 842 દંડ કરેલા વાહનોનો સમાવેશ થાય છે.
આ કામગીરી અંતર્ગતમ પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્થિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલ્વે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી. તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ રન્નાપાર્કથી પ્રભાત ચોક સુધી, જજીસ બંગલો રોડ પકવાન ચાર સ્તરેથી માનસી સર્કલ થઈ કેશવબાગ સુધીનો રોડ, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા થઇ થલતેજ ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તાથી વૈષ્ણોદેવી સર્કલ સુધી ઉત્તર પશ્ચિમ ઝોનના ઉપરોક્ત રૂટ સિવાયના અન્ય વિસ્તારોમાં કામગીરી થઇ હતી. ત્યારબાદ દક્ષિણ_PATCH િમ ઝોન કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી સર્કલ પી., પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી उजाला सर्कલ સુધીનો એસ.જી. હાઈવે, પી.આઈ.એલ. અંતर्गत અન્ય કામગીરી કરેલી છે. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર સોસાયટી, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, મેટ્રો, સદગુરુ ગાર્ડનથી નિકોલ, સોનીની ચાલિ, સારંગપુર બ્રિજ થી બાસલોના સર્કલ, ઠક્કરબાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા પર દબાણો દૂર કરાયા હતા.
આ ઉપરાંત મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, સારંગપુર, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ફૂટ માર્કેટ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર મેટ્રો સ્ટેશન, गांधी બ્રિજથી AMC ઓફિસ, તેમજ માણેકચોક થી ત્રણ દરવાજા થી પાનકોર નાકા સુધી, ત્યારબાદ AMC ઓફિસથી ભદ્ર પરિસર સ્ટેન્ડબાય. અને ઉત્તર ઝોનમાં મેમ્કließendથી કુબેરનગર, હિરાવાડી BRTSથી ઠક્કરબાપા નગર, માછલી સર્કલથી આદિશ્વર નગર તરફ, મિની કાંકરિયાથી નરોડા ગામ, સેલ્બી હોસ્પિટલથી નવા નરોડા, સેન્ટ મેરી સ્કૂલથી ભવાની ચોકથી નવા નરોડા, બાપુનગર એપ્રોચથી ચામુંડાનગર સુધીની કામગીરી થઇ. તેમજ દક્ષિણ ઝોનમાં પીપળજ પીરાણા રોડ, પીપળજથી સેજપુર, રોહીટવાસથી સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, પુષ્પક બંગ્લોઝ કેનાલ રોડ, ઈસનપુરથી ગીતા મંદિર રોડ, ઈસનપુરથી ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર ક્રોસ રોડ અને CTM ક્રોસ રોડ સુધીના વિસ્તારોને કામગીરી હેઠળ આવરી લેવાયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત માલિકો, દુકાનદારો અને વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમભંગ સામે આવી જ કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે, તેમ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:31:160
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 13:24:170
Report
KBKETAN BAGDA
FollowFeb 17, 2026 13:04:110
Report
AKArpan Kaydawala
FollowFeb 17, 2026 12:19:420
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 11:46:080
Report
NRNidhiresh Raval
FollowFeb 17, 2026 11:40:420
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:40:050
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:39:480
Report
GDGaurav Dave
FollowFeb 17, 2026 11:27:470
Report
DPDhaval Parekh
FollowFeb 17, 2026 11:02:320
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 10:33:430
Report
PTPremal Trivedi
FollowFeb 17, 2026 10:30:550
Report
SSSapna Sharma
FollowFeb 17, 2026 09:48:360
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 09:47:040
Report