Back
राजकोट के बालाजी हनुमान मंदिर में बोर्ड परीक्षा के लिए महापूजा और आशीर्वाद
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 15, 2026 17:15:20
Rajkot, Gujarat
એંકર
રાજકોટ શહેરના મધ્યભાગમાં સ્થિત ભુપેન્દ્ર રોડ પર આવેલ કરણસિંહજી હાઈસ્કૂલ પ્રાંગણમાં બિરાજતા બાલાજી હનુમાનજી મંદિરે પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના उज્જવળ ભવિષ્ય માટે વિશેષ સરસ્વતી પૂજન અને મહાપ્રૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, એકાગ્રતા મજબૂત બને અને તેઓ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરે તે શુભકામનાઓ સાથે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.વારેલી સવારે મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર્િ સાથે વિધિવત સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ માતા સરસ્વતી અને બાલાજી હનુમાનજીના ચરણોમાં માથું નમાવી પોતાના શૈક્ષણિક જીવનમાં સફળતા માટે પ્રાર્થના કરી હતી. મહાપૂજaiser દરમિયાન વિશેષ આરતી અને આશીર્વચન કાર્યક્રમ યોજાળો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, વાલીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્ર રોડ સ્થિત ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના સંત રાધારમણ સ્વામી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનો મહત્વનો પડાવ છે, પરંતુ માત્ર ગુણ જ જીવનનું લક્ષ્ય નથી. નિયમિત અભ્યાસ, માતા-પિતાનો આદર, ગુરુજનોનું માર્ગદર્શન અને ભગવાન પરનો અડગ વિશ્વાસ — આ ચાર સ્તંભ विद्यार्थीને જીવનમાં આગળ વધારશે. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ સમજી નિર્ભયતાથી અને એકાગ્રતાપૂર્વક લખવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના उज્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સાબિત થયો હતો.
બાઈટ:- રાધારમણ સ્વામી ( ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર રાજકોટ)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowFeb 15, 2026 19:01:000
Report
VPVasu Parmar
FollowFeb 15, 2026 19:00:490
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 15, 2026 17:15:440
Report
ARAlkesh Rao
FollowFeb 15, 2026 12:45:320
Report
PAParakh Agarawal
FollowFeb 15, 2026 12:00:530
Report
PAParakh Agarawal
FollowFeb 15, 2026 11:48:270
Report
BPBurhan pathan
FollowFeb 15, 2026 11:48:160
Report
GPGaurav Patel
FollowFeb 15, 2026 11:46:130
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:180
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:060
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 15, 2026 11:17:580
Report
TDTEJAS DAVE
FollowFeb 15, 2026 10:37:510
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:210
Report