Back
आदिवासी ग्राम वांसाड़ा में अम्बिका नदी पर 16 करोड़ का पुल उद्घाटन
DPDhaval Parekh
Mar 29, 2026 13:02:32
Navsari, Gujarat
સ્લગ : NVS VATI PUL
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP 03 માર્ચના ફોલ્ડરમાં આજના 29 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : નવસારીના આદિવાસી પટ્ટાના બંતરિયાળ વાટી ગામના લોકોની 78 વર્ષોની માંગ આજે સંતોષાઈ છે. વાટી અને કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર 16 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પુલનું ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે ખાતમુર્હુત થતા ગ્રામજનોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. આદિવાસી નૃત્ય અને પરંપરા મુજબ નેતાઓને આવકારી ગ્રામજનો વર્ષોની માંગ સંતોષાતા હરખ ઘેલા થયા હતા.
વી/ઓ : નવસારીના વાંસદા તાલુકાનું પરિચિત વાટિ આંબીકા નદી કિનારે વસેલું છે. સામે કાંઠે કાળા આંબા ગામ છે. ચોમાસામાં અંબિકા નદીમાં जलસ્તર વધતા વાટી ગામના લોકોને વાંસદા આવવું મોંઘુ અને ચકરાવા રૂપ પડે છે અને તેમણે વાટીથી ડાંગના વધાઈ થઈ વાંસદા આવવું પડે છે. મહત્વની વાત વાટી કાળો આંબા જૂથ ગ્રામ પંચાયત છે. તેથી ધોરણ 6 થી 8 ની પ્રાથમિક શાળા, બેંક, સસ્તા અનાજની દુકાન આ બધું કાળાઆંબામાં પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ સારા ગામે બન્યું છે. ત્યારે ચોમાસામાં બાળકોએ શાળાએ આવવું હોય, તેમ જ ગ્રામજનોએ અનાજ લેવા તેમજ કોઈક મેડિકલ ઈમરજન્સી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાટીથી વાંસદા આવવા ગ્રામજનોને 30 KM લાંબો ચકરાવો થાય છે. વાટી અને કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર પુલ બનાવવા માટે ગ્રામજનોની વર્ષોથી માંગ હતી. પરંતુ આઝાદી બાદથી કોઝવે, લો લેવલ પૂલ અથવા મેજર બ્રિજની માંગ કરી રહેલા ગ્રામજનોને નેતાઓના આશ્વાસન રૂપી વાયદાઓ જ મળતા રહ્યા હતા. ચોમાસા બાદ પણ ગ્રામજનો જાતે અંબિકા નદીમાં અવરજવર માટેનો કાચો આડ બંધ જેવો રસ્તો બનાવી તેનો ઉપયોગ કરે છે. ZEE 24 કલાકે પણ વાટી ગામની સમસ્યા અનેકવાર સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા વાટી ગામના લોકોને લોકસભા ચૂંટણી પૂર્વે કરેલા ચુંટણી બહિષ્કાર સમયે આપવામાં આવેલા વચન બે વર્ષમાં પુરૂ કર્યુ છે. સાંસદ ધવલ પટેલ સાથે આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા પણ અનેક વાર સરકારમાં રજૂઆતો થઈ છે અને લો લેવલ પૂલ બનાવવા માટેની તૈયારી પણ કરવામાં આવી હતી. પણ ચોમાસામાં નદીનું વહેણ તોફાની હોય છે. જેના કારણે કોઝવે કે લો લેવલ બ્રિજ ટકવો મુશ્કેલ હતો. અંતે લોક પ્રતિનિધિઓના સહિયારા પ્રયત્નથી ગુજરાત સરકારે વાટી અને કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર પુલ બનાવવા માટે 16 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેનું આજે આદિજાતિ મંત્રીએ અને વલસાડના સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પુલ બનવાની શરૂઆત થવાની જાણ થતા આદિવાસી ગ્રામજનોમાં ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ નેતાઓનું આદિવાસી પરંપરાથી સ્વાગત કર્યું હતો. સાથે જ ગામના દેવતાના દર્શન કર્યા બાદ સાંસદ ધવલ પટેલ અને મંત્રી નરેશ પટેલે અંબિકા નદી કિનારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિ પૂજન કરી નવા બનનારા પુલ માટે ખાતમુહૂર્ત કર્યો હતો. આ પ્રસંગે 78 વર્ષે પુલ મળતો હોવાની વાત સાથે તમામ નેતાઓએ જાણે આજે જ વાડી ગામને આઝાદી મળી હોય એવી લાગણી પણ વ્યક્ત કરી હતી.
બાઈટ : ધવલ પટેલ, સાંસદ, વલસાડ
વી/ઓ : અંબિકા નદી પર પુલ બનવાની તૈયારીઓ થઇતા જ વાટી અને કાળાઆંબા ગામના આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. આદિવાસી પરંપરા મુજબ ઢોલ અને થાળીના તાલે આદિવાસી નૃત્ય તેમજ ફાટાકડાં ફોડીને પુલની કામગીરીને વધાવી લીધી હતી. સાથે જ વર્ષોથી કેટ કેટેલી રજૂઆતો બાદ પણ સપના જેવો લાગતો પુલ બનવાની શરૂઆત થવાથી ગ્રામજનો સપનું હકીકત બનવાની વાતે આનંદવિભોર થયા હતા. પુલ નિર્માણમાં 15 મહિનાનો સમય થશે. જોકે આદિજાતિ મંત્રી નરેશ પટેલે કોન્ટ્રાક્ટરને 78 વર્ષે પુલ મળ્યો છે. ત્યારે એમાં જરા પણ ગોબાચારી નહીં કરી, ગુણવત્તা યુક્ત પુલ બનાવવામાં આવે એવો આદેશ આપ્યો હતો. 16 કરોડના પુલ સાથે અઢી કરોડના ખર્ચે પાંચ કિલોમીટરથી લાંબો રસ્તો પણ બનાવવામાં આવશે. જેનાથી કાળાઆંબા અને વાટીના લોકો સરળતા થશે. સાથે જ નજીકના તાપી અને ડાંગ જિલ્લામાંના લોકોને પણ નવસારીમાં આવાગમન કરવા માટે સુવિધા મળશે. પુલ અને રસ્તાના નિર્માણ સાથે જ સાંસદ ધવલ પટેલના પ્રયત્નોથી વાટી ગામે સસ્તા અનાજની દુકાન શરૂ થવા સાથે ધોરણ 1 થી 5 ની નવી શાળા પણ નિર્માણ થઈ ગઈ છે.
બાઈટ : બાલુ પડવી, પૂર્વ સરપંચ, વાટી કાળાઆંબા જૂથ ગ્રામ પંચાયત, વાંસદા
બાઈટ : ડૉ. લોચન શાસ્ત્રી, સ્થાનિક આગેવા, વાંસદા
વી/ઓ : વાટી કાળાઆંબા વચ્ચે અંબિકા નદી ઉપર પુલ બનવાથી ત્રણ Guiding પ્રદેશોમાં વેપારને પણ વેગ મળશે. વાટી આસપાસના વિસ્તારમાં થતી ખેતી પેદાશો અને પશુપાળકોને પણ પુલ બનતા મોટો ફાયદો હશે. જેથી વાટી કાળા આંબા સાથે આસપાસના ગામડાઓના લોકોમાં પણ ખુશી જોવા મળે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 29, 2026 13:36:121011
Report
DPDhaval Parekh
FollowMar 29, 2026 13:32:101080
Report
DPDhaval Parekh
FollowMar 29, 2026 13:15:59934
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 13:02:121037
Report
DRDarshal Raval
FollowMar 29, 2026 12:34:02967
Report
URUday Ranjan
FollowMar 29, 2026 12:33:351080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 12:33:26998
Report
ARAlkesh Rao
FollowMar 29, 2026 11:45:211002
Report
SVSANDEEP VASAVA
FollowMar 29, 2026 11:05:011081
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:361081
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 29, 2026 11:03:121067
Report
BPBurhan pathan
FollowMar 29, 2026 11:02:031032
Report
GPGaurav Patel
FollowMar 29, 2026 10:16:221065
Report
PAParakh Agarawal
FollowMar 29, 2026 10:01:321037
Report