Back
मोरबी में निजी बिजली कंपनियों के खिलाफ किसानों ने किया जोरदार प्रदर्शन
HBHimanshu Bhatt
Feb 02, 2026 13:48:46
Morbi, Gujarat
મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ आजે ટંકારા અને મોરબીના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. ખેડૂતોનુ આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ વળતરની કોઈ સ્પષ્ટતા કર્યા વગર જ ખેતરોમાં વીજપોલ ઊભા કરી રહી છે. "પહલા વળતર નક્કી કરો, પછી જ કામ શરૂ કરો" તેવી માંગ સાથે ખેડૂતોએ તંત્ર સામે બહુ આક્રોશ વ્યક્ત કર્યો છે. મોરબી જિલ્લામાં ખાનગી વીજ લાઈનો પસાર કરવાના મુદ્દે ખેડૂતોએ લાંબા સમયથી લડત ચલાવી રહી છે. આજે ટંકારા ના કલ્યાણપુર ગામે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ, 200થી વધુ ટ્રેક્ટરો સાથે એક વિશાળ રેલી ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવી હતી. આ આંદોલનમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલિયા, જયેશભાઈ પટેલ અને લાલજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા હતા. ખેડૂતના સમર્થનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા પણ મેદાનમાં આવ્યા હતા ખેડૂત આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે: ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વળતરના નિયમો અલગ કેમ? આખા રાજ્ય માટે એક ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવે. કંપનીઓ પાસે પ્રોજેક્ટનો ચોક્કસ સર્વે નંબર સાથેનો રોડ મેપ નથી, છતાં કામગીરીમાં આવી રહી છે. ખેડૂતોએ વિશ્વાસમાં લીધા વગર પોલીસના જોરે કરવામાં આવતી કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે. પંજાબ અને કેરળ હાઈકોર્ટે ખેડૂતોના વળતરની આદેશો મુજબ ગુજરાતના ખેડૂતોને પણ મહત્તમ વળતર મળવું જોઈએ. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ખાનગી કંપનીઓ દ્વારા પૂરું વળતર આપવામાં નહીં આવે અને તેમની માંગણીઓ સંતોષાય નહીં, તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનશે. આજે ટંકારાથી મોરબી સુધીની આ ટ્રેક્ટર રેલી યોજાઈ છે, પરંતુ જરૂર પડે તો ટંકારાથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
नाख़ुश मज़ाक नहीं: अंकलेश्वर में लिव-इन प्रेमी ने विवाहिता की हत्या, पुलिस ने आरोपी को गिरफ्तार किया
VPVasu Parmar
FollowFeb 02, 2026 16:00:580
Report
YNYogesh Nagarkoti
FollowFeb 02, 2026 15:45:210
Report
LJLakhani Jaydeep
FollowFeb 02, 2026 15:23:310
Report
BPBurhan pathan
FollowFeb 02, 2026 14:46:130
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 13:30:560
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 13:20:400
Report
MDMustak Dal
FollowFeb 02, 2026 13:09:440
Report
BPBurhan pathan
FollowFeb 02, 2026 13:06:560
Report
URUday Ranjan
FollowFeb 02, 2026 13:05:150
Report
DRDarshal Raval
FollowFeb 02, 2026 13:04:350
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:46:520
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:46:300
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:32:450
Report
SGSagar Gaikwad
FollowFeb 02, 2026 11:31:560
Report