Back
दाहोद के गांवों में बायोगैस प्लांट से गैस संकट का नया समाधान
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 25, 2026 09:15:35
Dahod, Gujarat
દાહોદ જિલ્લામાં રાસોય ગેસની સંભવિત અછત અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે ગ્રામિણ વિસ્તારોમાં સ્થાનિક ઉર્જા તરફ વળવાનો અનોખો પ્રયાસ જોવા મળી રહ્યો છે. સુખસર તાલુકાના કેટલાક આદિવાસી પરિવારો બાયોગેસ અપનાવી આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહ્યા છે અને અન્ય માટે પ્રેરેણાસ્ત્રોત બની રહ્યા છે. દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ભિતોડી, પાટડિયા, ઘાણીખુટ, માધવા, લખણપુર અને હડમત ગામોમાં વાગ્ધારા સંસ્થાના માર્ગદર્શન હેઠળ છ આદિવાસી પરિવારો દ્વારા પોતાના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે. આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતો ગેસ સીધો રસોઈ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થતા હવે આ પરિવારોને એલપીઝી ગેસ સિલિન્ડર પર નિર્ભર રહેવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને ગેસની અછત કે વધતા ભાવ વચ્ચે આ એક સસ્તું અને વિશ્વસનીય વિકલ્પ સાબિત થઈ રહ્યું છે.એક સમય હતો જ્યારે આ ગામોના લોકો રોજ ખેતરમાં અને જંગલમાં જઈને લાકડુ લાવી રસોઈ બનાવતા હતા. હવે બાયોગેસ પ્લાન્ટના ઉપયોગથી આ સમસ્યા લગભગ દૂર થઈ ગઈ છે અને ઘરમાં જ સરળતાથી રસોઈ તૈયાર થઈ રહી છે. મહિલાઓ માટે પણ આ પહેલ ખૂબ લાભદાયક સાબિત થઈ રહી છે. પરંપરાગત ચુલામાંથી નીકળતા ધુમાડાથી થતી આંખ અને શ્વાસ સંબંધિત સમસ્યોમાં હવે ઘટાડો થયો છે. પર્યાવરણ સનિર્ભરતા માટે આ પ્લાન્ટ મહત્વનો છે. લાકડાની માંગ ઓછી થતાં વૃક્ષોના કટાણમાં ઘટાડો થાય છે અને જંગલોનું સંરક્ષણ શક્ય બને છે. આ પ્લાન્ટમાંથી નીકળતા સ્લરી ઉત્તમ ગુણવત્તાનું ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે, જેના કારણે ખેતીમાં યુરિયા અને ડી.એ.પી જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટી રહ્યો છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. ખાસ કહી શકાય તેવા ચાર પશુ ધરાવતા ખેડૂત પરિવારો પણ સરળતાથી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. ઓછા ખર્ચે અને સરળ ટેક્નિકથી ગામડાંમાં ઊર્જા આત્મનિર્ભરતા શક્ય બની રહી છે. આ પહેલના કારણે ગામોમાં સ્વચ્છતા પણ વધતી જોવા મળી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 25, 2026 10:33:370
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 10:33:110
Report
UPUMESH PATEL
FollowMar 25, 2026 10:20:34745
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 09:33:021018
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 09:06:581057
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 08:52:431075
Report
PAParakh Agarawal
FollowMar 25, 2026 08:47:221078
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 25, 2026 08:47:061018
Report
GDGaurav Dave
FollowMar 25, 2026 08:04:171071
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 07:31:071036
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 07:06:291052
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 06:35:031028
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 05:49:441017
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 05:48:331085
Report