Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388315
गुजरात में कांग्रेस की जन आक्रोश यात्रा भ्रष्टाचार-नशा के खिलाफ शुरू
BPBurhan pathan
Dec 23, 2025 10:04:08
Anand, Gujarat
આણંદ જિલ્લામાં ભાજપ સરકાર પર દારૂ અને ડ્રગ્સ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા વીઓઃજનઆક્રોસ યાત્રા સાથે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,તુષાર ચૌધરી સહિત કોંગ્રેસનાં નેતાઓ આણંદ જિલ્લામાં બોરીયાવીlengthથવામાં થઈ આણંદ આવી પહોંચતા સો ફુટ રોડ પર ઈંદીરા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ સ્થાનિક કોંગ્રેસનાં કાર્યકરોએ અમિત ચાવડા અને તુષાર ચૌધરીનું સ્વાગત કર્યું હતું, વીઓઃગામડી વડ લોટીયા ભાગોળ સહિત વિવિધ સ્થળોએ કોંગ્રેસનાં કાર્યકરોએ જન આક્રોસયાત્રાનું સ્વાગત કર્યું હતું,લોટીયા ભાગોળ ખાતે અમિત ચાવડાએ માતાજી નાં મંદીરમાં દર્શન કર્યા હતા,ત્યારબાદ યાત્રા ટાઉનહોલ ખાતે પહોંચતા સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રા વલ્લભવિધ્યાનગર થઈને કરમસદ ખાતે પહોંચી હતી,જયા સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Dec 23, 2025 11:35:43
Dwarka, Gujarat:વીઓ 01 :- ''લાલો'' ફિલ્મની ટીમની મનમાની સામે આવી છે. જેમાં વહીવટી તંત્રના નિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોય તેમ લાગે છે. દ્વારકાના સર્કિટ હાઉસ ગ્રાઉન્ડમાં ફિલ્મનું પ્રદર્શન યોજાયું હતું. પરંતુ તેમાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર શાંતિ અને સુરક્ષાના હેતુથી ૨૪/૦૧/૨૦૨૬ સુધી ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ હોવા છતાં, અધિક કલેક્ટરના જાહેરનામાની ઐસીતૈਸੀ કરવામાં આવી હતી. વીઓ 02 :- લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે, જ્યારે સામાન્ય માણસ પરમિશન માંગે ત્યારે નિયમોનું ભાન કરાવતું તંત્ર, વીઆઇપી કાર્યક્રમો કે ફિલ્મી ટીમો સામે કેમ આંખ આડા કાન કરે છે. શું આ ફિલ્મ ટીમ કાયદાથી ઉપર છે. સુરક્ષાના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પ્રતિબંધિત ડ્રોન ઉડાડીને સુરક્ષા એજન્સીઓને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. જો સામાન્ય જનતા માટે નિયમો કડક હોય, તો આ ફિલ્મ ટીમ સામે કડક કાયદાકીય કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી?. વીઓ 03 :- સમગ્ર મામલે શું હવે યોગ્ય તપાસ થાય છે કે પછી માફી მંગावी અને દંડ ફટકારિ અને સ્થાનિક તંત્ર સંતોષ લેશે કે શું યોગ્ય અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું...
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 23, 2025 11:35:27
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં సోషల్ મીડિયા પર ફેમસ થવાના મોહમાં યુવાનો કાયદા અને જીવ બંનેને દાવ પર લગાવી રહ્યા છે. ગઈકાલે ઓખા-દ્વારકા હાઈવે પરના સ્ટંટના વીડિયો બાદ, આજે ફરી એકવાર ખંભાળિયા-દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટંટનો નવો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોનેમાં રોષ જોવા મળી રહ્યો છે કે હાઇવે પર પોલીસની હાજરી હોવા છતાં આવા સ્ટન્ટબાજોને કોનો ડર નથી? ટ્રાફિકના નિયમોની સરેઆમ ધજ્જિયા ઉડાવતા આ વીડિયોોએ પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે, વાયરલ વીડિયોોના આધારે પોલીસ આ 'સ્ટંટબાજ' યુવાન વિરુદ્ધ કયા કડક પગલાં ભરે છે. ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર. વડોદરાનો સ્ટંટબાજ પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં યુવાનો હવે કાયદા અને જીવ બંનેને જોખમમાં મૂકી રહ્યા છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર જીવલેણ સ્ટન્ટ કરી રહેલા એક યુવાનનો વીડિયો ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અહેવાલના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાયદાનું ભાન કરાવી સ્ટંટબાજની અટકાયત કરી છે.
0
comment0
Report
URUday Ranjan
Dec 23, 2025 11:33:33
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રામ્ય sog દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની આખી ફેક્ટરી પકડી પાડી છે. રાજ્યમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વેચાણ થતી ચાઈનીઝ દોરીનો નાનો મોટો જથ્થો પકડવામાં આવી રહ્યો છે પરંતુ ચાઈનીઝ દોરીના ઉત્પાદન સુધી પહોચી કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરી પકડી પાડવાનો ગુજરાતનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેવો કયા થયું હતું ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન અને કઈ રીતે ચાઈનીઝ દોરીને લોકો સુધી પહોંચાડવામાં આવતી હતું. કઈ રીતે પોલીસ ફેક્ટરી સુધી પહોચી. જોઈએ આ ખાસ અહેવાલમાં. વી.ઓ.૧ ચાઈનીઝ દોરી કે જે લોકો અને પશુ પક્ષીઓ માટે પ્રાણઘાતક છે. તેથી તેના ઉપર સરકારنے પ્રતિબંધ લગાડ્યો છે. આમ છતાં પણ રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર ચાઈનીઝ દોરીનો વેપાર થઈ રહ્યો છે. પતંગના સ્ટોલમાં કે પછી દુકાન કે ઘરમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી તેને વેચવામાં આવી રહ્યો છે. આવી જ એક માહિતી અમદાવાદ ગ્રામ્ય sog પોલીસીની ટીમને મળી હતી. sog પોલીસે જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જેની આગળચાલીમાં વિરેનકુમાર પટેલ નામના શંકાસ્પદ વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. જેની તપાસમાં ખ્યાલ આવ્યો કે દાદરા નગર હવેલી સેલવાસમાં વંદના ઇન્ડરટ્રીસમાં એક નામ વગરની એક ફેક્ટરી આવેલી છે જેની તપાસ કરતે ત્યાં ચાઈનીઝ દોરી બનાવવામાં આવતી હતી. જ્યાં અમદાવાદ ગ્રામ્ય sog ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની મદદ થી દરોડા પાડવામાં આવ્યા. ફેક્ટરી માંથી ૧.૫૦ કરોડની કિંમતની ૪૩૧૯૨ ચાઈનીઝ દોરીની રીલ તેમજ દોરી બનાવવાની મશീനરી મળી કુલ બે કરોડનો મુદ્દામાલ કબजे કર્યો છે. બાઈટ - પ્રકાશ પ્રજાપતિ - dysp, અમદાવાદ ગ્રામ્ય વી.ো.૨ ગ્રામ્ય sog દ્વારા જ્યારે પ્રાથમિક તપાસ લાદવામાં આવી ત્યારે સામે આવ્યું કે આ ફેક્ટરી માંથી રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર ચાઈનીઝ દોરીનો જથ્થો સપ્લાય કરવામાં Awe છે જે આધારે પોલીસે અમદાવાદ ગ્રામ્યના સાણંદ, બાવળા, કોઠ, વિરમગામ તેમજ આણંદ સહિતની અલગ અલગ જગ્યાઓના દરોડા પાડી ૧.૮૮ કરોડ ની કિંમતની ૫૩૬૪૪ નંગ ફિરકી કબજે કરી છે. ગ્રામ્ય પોલીસે સાણંદના રણમલગઢ ગામની સીમમાં આવેલા અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડી માંથી ૭.૪૮ લાખની કિંમતની ૩૯ બોક્સમાં ૧૮૭૨ રીલ કબજે કરી ભીખાભાઈ રાણા, રાજુભાઈ રાણા, અશોકભાઈ ઠાકોર અને ભરત ગંગવानी ધરપકડ કરી છે. બોલા વવાળાના ગણેશ કોટન પ્રેસિંગ ફેક્ટરી માંથી ૧૨.૯૧ લાખની કિંમતની ૩૮૬૪ નંગ ફીરકી સાથે siamરીશા ફકીરની ધરપકડ કરી છે. વટામણ ચોકડી પાસેથી આઈસર ગાડીમાં ૯.૬૦ લાખની કિંમતની ૨૪૦૦ નંગ ફીરકી સાથે ઈરફાન બ્લોચ, સમીર પરમારની ધરપકડ કરી છે. વિરમગામના તુલસી વાટિકામાં રહેતા અંકિત માવાણીના ઘર થી ૯૬૦૦૦ ની કિંમતની ૧૯૨ નંગ રિલો કબजे કરી. આ ઉપરાંત આણંદ માંથી ૨.૦૧ લાખની કિંમતની ૬૭२ નંગ ફીરકી સાથે રશીદશા દિવાનની ધરપકડ કરી છે. બાઈટ - પ્રકાશ પ્રજાપતિ - dysp, અમદાવાદ ગ્રામ્ય વી.ઓ.૩ આમ સોંગ દ્વારા પકડાયેલો ચાઈનીઝ દોરીનો જથ્થો એક જ જગ્યાથી એટલે કે સેલવાસની ફેક્ટરી માંથી સપ્લાય કરવામાં આવી रहलો હતો જેનું ઉત્પાદન વિરેન પટેલ કરતો હતો જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિરેન પટેલ પોતાના નામથી કોઈ પણ રજિસ્ટર વગરની ફેક્ટરી ચલાવી રહ્યો હતો જેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે હવે આ ફેક્ટરી કેટલા સમય થી ચાલી રહી છે, વિરેન પટેલ સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે, રાજ્યમાં કોને કોને ગેરકાયદેસર ચાઈનીઝ જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. આ વર્ષ થી જ ચાઈનીઝ દોરી બનાવવાં આવી રહી હતી કે અગાઉ પણ ઉત્પાદન કરવાના આવતું હતું. આ તમામ સવાલો અંગે પોલીસTap તપાસ ચાલુ છે."
0
comment0
Report
TDTEJAS DAVE
Dec 23, 2025 11:06:27
Mehsana, Gujarat:એન્કર- کموسमी વરસાદ ને લઇ ખેડૂત ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા ને અસરે GI ગયે જાહેર કરાયો હતો અન્ય જિલ્લાઓ ની સરખામણીમાં કૃષિ સહાય બાબતે બહુચરાજી તાલુકાને અન્યાય થતો હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ખેડujaો દ્વારા ભરાયેલા ફોર્મમાં દર્શાવેલ ક્ષેત્રફળ સહિતની મહત્વપૂર્ણ માહિતીમાં એડિટિંગ કરવામાં આવ્યાની ફરીયાદ ઉઠી છે. વિઓ- ખેડૂતો ને સહાય માં થયેલ અન્યાય જયારે આ બાબતે જી 24 કલાક ની ટીમ બહુચરાજી તાલુકાના અસરગ્રસ્ત ગામ ઇન્દ્રપ ની મુલાકાતે પહોંચી ખેડૂતો પાસેથી ઓછી સહાય મળ્યા ની વિગતો મેળવી હતી. ખેડૂતોએ જણાવ્યું કે બહુચરાજી તાલુકાના અનેક ખેડૂતોએ ભારે નુકશાન વેઠવું પડ્યું છે. અન્ય જિલ્લાઓમાં હેક્ટરે રૂ. 22,000ની કૃષિ સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી રહી હતી, જ્યારેBahુચરાજી તાલુકાના ખેડૂતોના ખાતામાં માત્ર રૂ. 2,000 થી 5,000 જેવી મામૂલી રકમ જમા કરવામાં આવે છે. આ બાબતે અગાઉ પણ બહુચરાજી સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને ખેડૂતના હિતમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં નારાજગી વધતી રહી છે. હવે ખેડૂતોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી સૌના હિતમાં યોગ્ય અને સમાન કૃષિ સહાય આપવાની માંગણી કરી છે.
0
comment0
Report
AKAshok Kumar
Dec 23, 2025 11:04:13
0
comment0
Report
UPUMESH PATEL
Dec 23, 2025 11:03:04
Valsad, Gujarat:મલકુમારા વલસાડ શહેરના ખુડુંજી ટેકરા વિસ્તારમાં લોકો છેલ્લા 22 દિવસથી આઘાતજનક સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. તેમના ઘરના નળમાં શુદ્ધ પાણીની જગ્યાએ ગટરનું ગંદું અને દુર્ગંધવાળું پانی આવી રહ્યું છે. પીવાનું પાણી મેળવવા માટે લોકોએ ફટાકાણો કરતાં ઘણા વખત ફરિયાદ કરી છે, તેમ છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી જોવા મળે નથી. સ્થાનિકોમાં ભારે રોષ છે. આ સમસ્યા હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. સ્થાનિકોનો કહેવું છે કે પાઈપલાઇનમાં ભંગાણ થયું હોવાને કારણે ગટરનું ગંદુ પાણી પાણીમાં ભળી રહ્યું છે, જે બાળકીઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. લોકો કોણે ચલાવી રહ્યા છે એટલે ગુાહાંથી નોકરિયાત થઇ ગયેલા મહિલા-પુરુષોએ કહ્યું કે જો પ્રશાસનતા ઝડપી રાહત આફત નથી તો તેઓ નગરપાલિકા કચેરીને ઘેરીશું અને મોટા આંદોલન કરશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 23, 2025 10:54:54
Surat, Gujarat:સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે હાઇબ્રીડ ગાંજાનું એપી સેન્ટર બની ગયું છે વિદેશી આવતો હાઈબ્રીડ ગાંજો સહેલાઈથી સુરત એરપોર્ટ થી પસાર થઈ અલગ-અલગ જગ્યા સુધી પહોંચી રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મહિલા સહિત બે આરોપીઓને સુરત એરપોર્ટ ઉપરથી ઝડપી પાડ્યા હતા જેઓ બેંગકોક થી બેગ ની અંદર પેકેટ બનાવી ગાંજો લઈ આવ્યા હતા. રૂપિયા 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત ગાંજાની ડીલીવરી લેવા આવનાર આરોપીને પણ સુરત એરપોર્ટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે महिला અને અન્ય આરોપી અનેક વખત વિદેશથી ગાંજાની સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઈમ 브ાન્ચને બાદમે મળી હતી કે બેક કોક થી સુરત આવી રહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મહિલા સહિત અન્ય આરોપી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લાવી રહ્યા છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત એરપોર્ટ ઉપર વોચ રાખી હતી આ દરમિયાન મહિલા સહિત અન્ય એક આરોપી શંકાસ્પદ હાલતમાં દેખાતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમની બેગ ની ચકાસણી હાથ ધરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો સાતીર આરોપીઓ દ્વારા બેગ ની અંદર એક નાની બેગ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ ગાંજાના પેકેટ બનાવી અંદર છુપાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ની 팀ે રૂપિયા 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાયબ્રીડ ગાંજો કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાના નામ “ચેન્નઇ તમિલનાડુના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન नियામતુલ्लા ખાન તથા રાસીયા અબ્દુલ કપુર ની જણાવ્યું હતું જેમાં તેમણે આ ગાંજાની ડીલેવરી માટે રૂપિયા 50,000 કમિશન મળનારું હતું આગળ પણ તેમણે અલગ અલગ ગાંજા ની ટ્રીપ વિદેશમાં મારી હોવાની પણ હકીકત સામે આવી છે. ફોનપથપરછ દરમિયાન આ ગાંજો તમીમ ઈબ્રાહિમ અન્સારી લેવા આવનારો તો જે કબુલાતના આધારે પોલીસેએ સુરત એરપોર્ટ પર વોચ ગોઠવી tamin અંસારીને ઝડપી પાડ્યો હતો. tamin અંસારીનો કરિયર તમિલનાડુ નો રહેવાસી છે. વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ માટે 'કારેરિયો' તરીકે કામ કરતા હતા. આ સિન્ડીકેટનો મુખ્ય સુત્રધાર મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ નાઓ છે કે જે પણ મુળ ચેન્નઈ તમિલનાડુનાં છે અને છેલ્લે બે અઢી વર્ષથી ગેરકાયદેસર રીતે બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો ભારત દેશમાં અલગ અલગ શહેરોમાં તેઓના કેરીયર તરીકે કામ કરતા ઈસમો મારફતે ઘુસાડતા આવ્યા હતા. આ મોહમદ્દ અલી અને મોહમદ ઈબ્રાહિમ બન્ને વિરૂદ્ધમાં ચેન્નઈમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ હોય જેથી તેઓ બે માસ થાઈલેન્ડમાં અને બે માસ મલેશિયા ખાતે રહે છે અને ચેન્નઈમાં આવતા નથી. આરોપી tamin ઈબ્રાહિમ અન્સારી પણ છેલ્લા બે અઢી વર્ષથી अलग અલગ શહેરોમાં હાઇબ્રીડ ગાંજો વેંચાણ કરવાનુ કામકાજ કરે છે તે બેંગકોકમાં પંદ્રək વખત જઈ આવેેલ છે અને મોહમદ અલી તથા મોહમદ ઈબ્રાહિમ નાઓ પાસેથી હાઈબ્રીડ ગાંજો ખરીદ કરે છે. મોહમદ અલી અને મોહમદ ઈબ્રાહિમ બન્ને બેંગકોકમાં હાઈબ્રીડ ગાંજો ખરીદ કરી સ્પેશિયલ ગુપ્ત ખાના વાળી ટ્રોલી બેંગ બનાવવાનુ કામકાજ કરતા પેસેન્જરો સુધી બેંગકોકના એરપોર્ટ સુધી ડિલેવરી પહોચાડી દે છે. - આરોપીઓ ટ્રોલીબેગમાં ગુપ્તા ખાનામાં કાર્બનપેપર અને અન્ય સ્પેશિયલ કોથળીઓની આડમાં હાઈબ્રીડ ગાંજો છુપાવીને લાવે છે જેથી એરપોર્ટમાં સ્કેનીંગથી બચી શકાય. દોઢેક માસ પહેલા તમીમ અન્સારિનો કરિયર તાહાબ ફઈઝ નામનો ઈસમ દિલ્હીમાં ૦૧ કિલો હાઈબ્રીડ ગાંજા સાથે પોલીસમાં પકડાઈ ગયેલ છે. પકડાયેલા આરોપીઓ અગાઉ શ્રીલંકા, થाईલેન્ડ, માલેશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ મુસાફરી કરી ચુક્યાં છે.
0
comment0
Report
GDGaurav Dave
Dec 23, 2025 10:54:35
Rajkot, Gujarat:આન્કર - અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ સુધી ત્રણ દિવસીય ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.26થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ પદયાત્રા ધારાસભ્ય રમેશ ટીલાળાના માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ રહી રહી છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને માત્ર સ્મરણ પૂરતા ન રાખી જનજીવનનો અભિન્ન ભાગ બનાવવાનો છે. રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સ્વદેશી અપનાવવું માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારી છે. સરદાર પટેલના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો આ પદયાત્રાનો મુખ્ય સંકલ્પ છે. ખાસ કરીને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પદયાત્રા તા.26 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ–ગોંડલ રોડ, રાજકોટથી પ્રસ્થાન કરશે. પ્રસ્થાન પ્રસંગે રાજકોટ ગુરુકુળના દેવકૃષ્ણદાસજી સ્વામી, મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, આનંદી આશ્રમ શાપરના મસ્તરામબાપુ, રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા પરસોત્તમ રૂપાલા દ્વારા યાત્રાને ધ્વજાવંદન કરવામાં આવશે. પ્રથમ દિવસે પદયાત્રા ગોંડલ પાસે રાત્રિરોકાણ করবে, જ્યાં સાંજે સરદારગાથા તથા લોકડાયરોનું આયોજન કરાયું છે. બીજા દિવસે 27 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે યાત્રા આગળ વધીને કાગવડ ખાતે રાત્રિરોકાણ કરશે. અંતિમ દિવસે 28 ડિસેમ્બરે પદયાત્રા ખોડલધામ પહોંચશે, જ્યાં ધ્વજારોહણ બાદ સવારે 10:30 વાગ્યે સરદાર ગાથા, મહેમાનોનું స్వાગત અને મહાપ્રસાધનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રીઓને, રાજ્યકક્ષાના મંત્રીઓને, સાંસદોને, ધારાસભ્યો, ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજના આગેવાન અને સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા ઉદ્ઘાટક તરીકે નરેશ પટેલ ઉપસ્થિત રહેશે. વિશેષ આકર્ષણરૂપે પદયાત્રામાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાવાળો ભવ્ય ટેબ્લો રહેશે, જેમાં સ્વદેશી વસ્તુઓનું પરિવેશન આવશે. યાત્રા દરમિયાન સરદારના ગીતો, વિચારો અને જીવનગાથાનું પ્રસારણ કરવામાં આવશે. વિવિધ સ્થળોએ અલગ-અલગ સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં યાત્રાનું સ્વાગત કરશે. રાજકોટથી અંદાજે 1000થી વધુ લોકો પદયાત્રામાં જોડાશે, જ્યારે માર્ગમાં વિવિધ વિસ્તારોમાંથી પણ લોકો જોડાતા રહેશે. ત્રણ દિવસ સતત ચાલનાર પદયાત્રામાં ભાગ લેનારા દરેક યાત્રિકને પ્રમાણપત્ર આપવામાં આવશે. અગાઉ યોજાયેલી 150 કિમીની રાષ્ટ્રીય યાત્રામાં જોડાયેલા 10 યાત્રિકોને વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવશે. પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે મેડિકલ સહાય, એમ્બ્યુલન્સ, તેમજ થાકી જાય તો નાના-મોટા વાહનોની વ્યવસ્થા માટે કુલ 10 કમિટીઓ રચ vetoવામાં આવી છે. સમગ્ર આયોજન સરદાર પટેલના વિચારોને જીવંત રાખી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 23, 2025 10:54:21
Karantha, Gujarat:વિદાય થતા વર્ષ 2025 ને વિદાય આપવા તથા નવા વર્ષ 2026 ને આવકારવા માટે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુઓફ યુનિટી હોટ ફેવરાઇટ બન્યું છે. નાતાલની rજા થી લઇ ને 31 ડિસેમ્બર માટે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે ,ત્યારે આજે વહેલી સવારથીજ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. 31 ઓક્ટોબર 2018 માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કર્યું ત્યાર થી આ ચાર વર્ષમાં 1.5 કરોડ થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. દેશ અને દુનિયામાં વિશ્વ ફ્લક પર સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ રોશન થયું છે. ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવી રહયા છે. 31 ડિસેમ્બર ના રોજ રાત્રીના જૂના વર્ષને ગુડબાય કહી નવા વર્ષને વેલ્કમ કહેવા પ્રવાસીઓ એ રાત્રી રોકાણ નર્મદા જિલ્લામાં કરવાના છે જો કે તંત્ર દ્વારા પણ આ પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેને લઈને પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યું છે. સાથે જ ખાનગી હોટલ અને રિસોર્ટમાં પણ બુકિંગ ફુલ થઈ ગયું છે અને પ્રવાસીઓ નાતાલના આ મીની વેકેશનને માણવા નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના હોટલઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે બુફે ડિનર અને પાર્ટી નું आयोजन કરવામાં આવ્યું છે. હોટલ નું બુકીંગ ફૂલ થવા આવી રહ્યું છે. સ્ટેચ્યુ ખાતે આવતા પ્રવાસીઓ એ અહીંયા ની ચોખ્ખાઈ થી પ્રભાવિત થયા છે. ભારત મા જ અને ગુજરાત માં વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા બની હોવા ને જોવાનું આ શિયાળુ નાતાલ વેકેશન નું મહત્વ વધ્યું છે. નાતાલ ના વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Dec 23, 2025 10:51:22
Ahmedabad, Gujarat:कांककरिया कार्निवल के 5000 करोड़ के बीमा विवादित क्लॉज का मामला। Zee 24 घंटे की रिपोर्ट की धारदार खबर के बाद बीमा कंपनी के विवादित क्लॉज में बदलाव आया। टिकट लेने वाले आगंतुक ही बीमा दावा करने के हकदार माने जाने वाली उक्त क्लॉज को हटाने के आदेश दिए गए। AMC कार्निवल में आगंतुकों के लिए मुफ्त प्रवेश दिया जाता है। 3.91 लाख प्रीमियम अभी भरा गया है। बीमा कंपनी के दावे नियमों पर प्रश्न उठे। अगर आगंतुक कानूनी टिकट के साथ कार्निवल में प्रवेश करता है तो ही रिफंड दावे के योग्य माना जा सकेगा। दूसरी ओर AMC कार्निवल में लोगों को मुफ्त प्रवेश मिल रहा है। अगर AMC खुद टिकट नहीं देता तो घटना के बाद रिफंड दावे कैसे होंगे? Oriential Insurance कंपनी से बीमा लिया गया है। फिलहाल हमें क्लोज हटाने के निर्देश दिए गए हैं। नोट: देवांग दाणी, चेयरमैन - स्टे कमिटी, AMC
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 23, 2025 10:47:18
Surat, Gujarat:સંતાન સુખથી વંચિત દંપતીએ પડોશીની દીકરીને બજારમાં ફરવા લઈ જવાના બહાને ઉઠાવી ગયા. સુરત ગ્રામ્ય પોલીસની ટીમે બિહાર પહોંચી ઓપરેશન પાર પાડ્યું. સુરત જિલ્લામાં માનવતાને શરમાવે તેવી અને વિશ્વાસનો ખૂન કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક જ બિલ્ડિંગમાં રહેતા અને વર્ષોથી પડોશી તરીકે રહેતા દંપતીએ એક વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી બિહાર ફરાર થઈ ગયા હતા. જોકે, સુરત જિલ્લા પોલીસે બિહારના અંતરિયાળ ગામમાંથી બાળકીকে હેમખેમ છોડાવી આરોપી દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કરિનટ ઘટના દરમિયાન સી સી ટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને તપાસ દરમિયાન આરોપીઓ મૂળ બિહારના વતની હોવાનું જાણમાં આવ્યું. શંકાસ્પદ દંપતીનુ લગ્ન 6-7 વર્ષ થયા હોવામાં છતાં તેમનેSantан ન હતું. બીજી તરફ, બાળકીની માતા હાલ સગર્ભા છે.othek આ ડરાવણઘટના આકારમાં બતાવ્યું હતું કે પડોશીને બીજો બાળક આવનારા સમયમાં હોય તે રીતે અમિત કરવું હતું. હાલમાં કડોદરા પોલીસએ બંને આરોપી خلاف અપહરણનો ગુનો નોંધ્યો છે અને બાળકીને તેના માતા-પિતાને સોંપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 23, 2025 10:00:26
Surat, Gujarat:સુરતના કામરેજ ફાયરિંગ ચકચારીત કેસમાં RFO સોનલ સોલંકીએ અંતે દમ તોડ્યો છે. ફાયરિંગ મામલામાં આજે 48 દિવસની લાંબી સારવાર બાદ અંતે સોનલ સોલંકીનું મોત નીપજ્યું છે. ફાયરિંગ કાંડમાં સોનલ સોલંકી પર ફાયરિંગ કરાવનાર કોઈ બીજો નહીં પરંતુ તેમના પતિ RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી હતા. જેલમાં બંધ પતિ અને તેના મિત્ર સામે હત્યા ની કલમો ઉમેરી વધુ કાર્યવાહી હાથધરી. ગત 6 નવેમ્બરનાં રોજ કામરેજના જોખા–વાવ રોડ પર RFO સોનલ સોલંકી કાર સાથે અકસ્માત હાલતમાં મળી આવ્યા જતા. ઇન્સ્પેક્ટર આ ઘટના અંજામ અપાયું હતો. સોનલ સોલંકી ની તબીબી તપાસમાં તેમને માથાના ભાગે ગોળી લાગાની પુષ્ટિ સામે આવી હતી. ફાયરિંગ મામલે સોનલ સોલંકી ના પતિ RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા ફાયરિંગ કરનાર આરોપી બે જેલમાં બંધ છે. ફાયરિંગ બાદ સોનલ સોલંકી છેલ્લા 48 દિવસથી હોસ્પિટલમાં કોમામાં જીવનમરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. લાંબી સારવાર બાદ આજવું સવારે અમદાવાદ હોસ્પિટલમાં RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તેમના નિધનથી પરિવારજનોમાં શોકનો માહોલ છે. હાલ કેસમાં મુખ્ય આરોપી RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તથા ફાયરિંગ કરનાર શૂટર બંને જેલમાં છે. સોનલ સોલંકીના નિધન બાદ કેસમાં હત્યાની કલમ ઉમેરી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથધરી હતી.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Dec 23, 2025 09:45:14
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 23, 2025 09:34:55
0
comment0
Report
Advertisement
Back to top