Back
सरदार पटेल के 150वें जन्म दिवस पर तीन दिन की स्वदेशी पदयात्रा शुरू
GDGaurav Dave
Dec 23, 2025 10:54:35
Rajkot, Gujarat
આન્કર - અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ સુધી ત્રણ દિવસીય ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.26થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ પદયાત્રા ધારાસભ્ય રમેશ ટીલાળાના માર્ગદર્શન હેઠળ આયોજિત થઈ રહી રહી છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને માત્ર સ્મરણ પૂરતા ન રાખી જનજીવનનો અભિન્ન ભાગ બનાવવાનો છે. રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સ્વદેશી અપનાવવું માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારી છે. સરદાર પટેલના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો આ પદયાત્રાનો મુખ્ય સંકલ્પ છે. ખાસ કરીને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પદયાત્રા તા.26 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ–ગોંડલ રોડ, રાજકોટથી પ્રસ્થાન કરશે. પ્રસ્થાન પ્રસંગે રાજકોટ ગુરુકુળના દેવકૃષ્ણદાસજી સ્વામી, મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, આનંદી આશ્રમ શાપરના મસ્તરામબાપુ, રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા પરસોત્તમ રૂપાલા દ્વારા યાત્રાને ધ્વજાવંદન કરવામાં આવશે. પ્રથમ દિવસે પદયાત્રા ગોંડલ પાસે રાત્રિરોકાણ করবে, જ્યાં સાંજે સરદારગાથા તથા લોકડાયરોનું આયોજન કરાયું છે. બીજા દિવસે 27 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે યાત્રા આગળ વધીને કાગવડ ખાતે રાત્રિરોકાણ કરશે. અંતિમ દિવસે 28 ડિસેમ્બરે પદયાત્રા ખોડલધામ પહોંચશે, જ્યાં ધ્વજારોહણ બાદ સવારે 10:30 વાગ્યે સરદાર ગાથા, મહેમાનોનું స్వાગત અને મહાપ્રસાધનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રીઓને, રાજ્યકક્ષાના મંત્રીઓને, સાંસદોને, ધારાસભ્યો, ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજના આગેવાન અને સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા ઉદ્ઘાટક તરીકે નરેશ પટેલ ઉપસ્થિત રહેશે. વિશેષ આકર્ષણરૂપે પદયાત્રામાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાવાળો ભવ્ય ટેબ્લો રહેશે, જેમાં સ્વદેશી વસ્તુઓનું પરિવેશન આવશે. યાત્રા દરમિયાન સરદારના ગીતો, વિચારો અને જીવનગાથાનું પ્રસારણ કરવામાં આવશે. વિવિધ સ્થળોએ અલગ-અલગ સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં યાત્રાનું સ્વાગત કરશે. રાજકોટથી અંદાજે 1000થી વધુ લોકો પદયાત્રામાં જોડાશે, જ્યારે માર્ગમાં વિવિધ વિસ્તારોમાંથી પણ લોકો જોડાતા રહેશે. ત્રણ દિવસ સતત ચાલનાર પદયાત્રામાં ભાગ લેનારા દરેક યાત્રિકને પ્રમાણપત્ર આપવામાં આવશે. અગાઉ યોજાયેલી 150 કિમીની રાષ્ટ્રીય યાત્રામાં જોડાયેલા 10 યાત્રિકોને વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવશે. પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે મેડિકલ સહાય, એમ્બ્યુલન્સ, તેમજ થાકી જાય તો નાના-મોટા વાહનોની વ્યવસ્થા માટે કુલ 10 કમિટીઓ રચ vetoવામાં આવી છે. સમગ્ર આયોજન સરદાર પટેલના વિચારોને જીવંત રાખી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowDec 23, 2025 12:24:420
Report
URUday Ranjan
FollowDec 23, 2025 12:17:480
Report
RMRaghuvir Makwana
FollowDec 23, 2025 12:15:280
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 11:56:430
Report
SVSANDEEP VASAVA
FollowDec 23, 2025 11:46:570
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:430
Report
LJLakhani Jaydeep
FollowDec 23, 2025 11:35:270
Report
URUday Ranjan
FollowDec 23, 2025 11:33:330
Report
TDTEJAS DAVE
FollowDec 23, 2025 11:06:270
Report
AKAshok Kumar
FollowDec 23, 2025 11:04:130
Report
UPUMESH PATEL
FollowDec 23, 2025 11:03:040
Report
CPCHETAN PATEL
FollowDec 23, 2025 10:54:540
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 23, 2025 10:54:210
Report
AKArpan Kaydawala
FollowDec 23, 2025 10:51:220
Report
