Back
अहमदाबाद में कचरे से कला: वेस्ट टू आर्ट से कॉमनवेल्थ गेम्स-2030 लोगो बना
AKArpan Kaydawala
Feb 09, 2026 11:45:16
Ahmedabad, Gujarat
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની અનોખી ‘વેસ્ટ ટુ આર્ટ’ પહેલ 1200 કિલો વેસ્ટ પતંગની દોરીમાંથી ''કોમનવેેલ્થ ગેમ્સ-2030''નો લોગો તૈયાર થયો અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉત્પન્ન થતી પતંગ અને દોરીના વેસ્ટને પર્યાવરણ સુરક્ષાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વેસ્ટ ટુ આર્ટ’ના નવતર પ્રયોગ રૂપે પતંગની દોરીના વેસ્ટમાંથી ‘કોમનવેેલ્થ ગેમ્સ-2030’ની થીમ પર આધારિત લોગો تیار કરવામાં આવ્યો છે. એકત્ર કરાયેલ આ દોરીના વેસ્ટને પર્યાવરણ સંરક્ષણ અભિગમ સાથે અપસ્કેલિંગ (Upscaling) કરવાની નવીનતમ દિશા અપનાવવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદમાં યોજાનાર ‘કોમનેવેલ્થ ગેમ્સ-2030’ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે આ વેસ્ટ દોરીનો ઉપયોગ કરીને ‘કોમનેવેલ્થ ગેમ્સ-2030’ નો ‘વેસ્ટ ટુ આર્ટ’ લોગો તૈયાર કરવામાં આવ્યો છે. પતંગની દોરી જેવા જોખમી કચરાને કલાત્મક સ્વરૂપ આપીને કોમનેવેલ્થ ગેમ્સના પ્રતિકરૂપે હાઇલાઇટ કરવામાં આવી છે. આ ઉપરાંત, બાકી રહેલ વધારાની દોરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટમાં ઈંધણ તરીકે ઉપયોગ કરી ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવી છે. આિત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પર્યાવરણ સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે ‘કરૂણા અભિયાન-2026’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત રસ્તાઓ પર ફેંકાયેલી દોરીથી નાગરિકોને થતી ઈજાઓ અટકાવવા માટે શહેરના 07 ઝોન અને 48 વોર્ડમાં સઘન કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાનમાં રાં돌 માતા સમિતિ (નરોડા), ધી ઇક્વલ સોસાયટી ડેવલપમેન્ટ ట్రસ્ટ (નરોડા), પક્ષી બચાવો-પારેવડા ગ્રુપ તેમજ ખોખરા યુથ ફેડરેશન જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. શહેરના તમામ સાત ઝોનમાં 150થી વધુ લિટર પીકઅપ વાહનો અને વિશેષ ટીમો દ્વારા સુપરવાઇઝરી સ્ટાફના મોનિટરિંગ કરી રસ્તાઓ અને જાહેર સ્થળોથી પતંગની દોરીનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ વિશેષ અભિયાન દરમિયાન અંદાજે 1200 કિલોગ્રામ જેટલી પતંગની દોરીનો વેસ્ટ એકત્રિત કરવામાં આવી હતો. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ આ કામગીરીથી ઉત્પન્ન થયેલ ઉર્જા સાથે શહેરની સ્વચ્છતા અને આવનારા ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રચાર વચ્ચે સુમેળ સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 09, 2026 14:31:070
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 14:19:150
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 13:37:190
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 13:01:550
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 13:01:380
Report
NMNACHIKET MEHTA
FollowFeb 09, 2026 12:07:130
Report
MDMustak Dal
FollowFeb 09, 2026 11:47:590
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:47:440
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:46:200
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 11:40:120
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 09:23:280
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 09:22:030
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 09:21:280
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 09:20:570
Report