Back
आहमदाबाद में सीएनसीडी ने CNG आधारित डॉग क्रिमेटोरियम शुरू किया; गुजरात में पहली ऐसी सुविधा
AKArpan Kaydawala
Feb 09, 2026 11:40:12
Ahmedabad, Gujarat
*AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ: પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર માટે ગુજરાતમાં પ્રથમવાર સીએનજી આધારિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત*
સીએનસીડી ਏબીસી સેન્ટર, બહેરામપુરા ખાતે રૂ.30 લાખના ખર્ચે CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ તૈયાર
એક સાથે ત્રણ ડોગના અંતિમ સંસ્કારની ક્ષમતા ધરાવતું આધુનિક ક્રિમેટર અમદાવાદમાં
CCTV સુવિધા સાથે પેટ ડોગની અંતિમવિધિ હવે ઘર بیٹھા જોવાની સગવડ
ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર: સ્મોક ઓડરલેસ, કલરલેસ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી
પેટ ડોગના અવસાન બાદ અસ્થિ-રાખ સન્માનપૂર્વક માલિકને સોંપવાની વ્યવસ્થા
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026
અમદાવાદ મ્યુિનિસિપલ કોર્પોરેશનનાં સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવી છે. જ્યારેEntire દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે. ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબિસી રૂલ્સ–2023 તથા NAPRE–2030 મુજબ રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજીસ્ટ્રેશન, બીમાર કૂતરાઓની તબીબી સારવાર, ડેડીકેટ ફીડીંગ اسپોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મૂકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને मृत પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવનात्मાને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની ઉત્તમ સુવિધા AMC દ્વારા શરૂ करण्यात આવી છે.
આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડਰੀ ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°C થી 900°C તાપમાને દહન પ્રક્રિયા થાય છે. બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ. 700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. ક્રિમેશન ચેમ્બરનું કદ આશારે 4 ફૂટ × 3 ફૂટ × 3 ફૂટ કંટ્રોલ પેનલ છે તથા ઓટોમેટ ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફાર્ટમ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે.
હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનના પરિવારજના માટે 6 સીટિંગ બાકીદા વ્યવસ્થા છે. તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકી સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.
આ ક્રિમેટોરિયમનાં ઉપયોગની પ્રક્રિયા સરળ છે. જેમાં પેટ ડોગનાં મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે. તેમજ પેટ ડોગનાં રજીસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહેશે. ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સનાં સ્થળ પર માલિકની મુલાકાત લઈ પેટડોગ્સની િધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ डોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે. માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય તો તેવા માલિકો માટે ऑनलाइन માધ્યમથી રજીસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનોના માટે ફોટો અથવા વિડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર અપનાવવાનો મુખ્ય કારણે એ છે કે અકસ્માતથી કે કુદરતી રીતે કૂતરાનું મૃત્યુ થવા પર જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષિત થાય છે અને વિવિધ રોગો ફેલાવાનો ભય રહે છે. તેમજ પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી. પાલતુ તેમજ શેરીનાં કુતરાઓમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ, હડકવા જેવા વાયરસ જોવા મળે છે. ત્યારે આ ક્રિમેશન પ્રક્રિયા દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર જેવા વાયરસનો નಾಶ થતો હોવાથી અન્ય ડોગ્સમાં સંક્રમણનો ખતરો પણ ટલે છે.
આ ઉપરાંત પેટ ડોગ માલિકો કે જે પોતાના ડોગને માટે ખુબજ લાગણી રાખે છે અને તેને પરિવારના સભ્યની જેમ રાખતા હોવાથી તેમના અવસાન વખતે સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની છે. આ જરૂરિયાતને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુવિધા ઉભી કરવામાં આવી છે. ભવિષ્યમાં તેની ઉપયોગિતા અને માંગને ધ્યાનમાં રાખી વધુ બે નવા ડોગ كرિમेटોરિયમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવશે. શહેરમાં 16843 પેટ ડોગ માલિકો દ્વારા 19162 પેટ ડોગ્સની નોંધણી કરાયેલી છે. જેની સુવિધા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ અબોલ અને અણમોલ જીવને માનવસેવા દ્રષ્ટિએ અંતિમ વિદાય આપવાનું ઉત્તમ જીવસેવા કાર્ય સીએનસીડી વિભાગની આ પહેલ ગણાશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 09, 2026 14:31:070
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 14:19:150
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 13:37:190
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 13:01:550
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 13:01:380
Report
NMNACHIKET MEHTA
FollowFeb 09, 2026 12:07:130
Report
MDMustak Dal
FollowFeb 09, 2026 11:47:590
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:47:440
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 11:46:200
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 11:45:160
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 09:23:280
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 09:22:030
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 09:21:280
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 09:20:570
Report