Back
सूरत के मंडवी में ग्रामीण मॉल: देश का पहला ट्रेडमार्क प्राप्त ग्रामीण उद्योग मॉडल
SVSANDEEP VASAVA
Oct 15, 2025 19:21:50
Surat, Gujarat
સુરતના માંડવી તાલુકાના વિસડાલીયા ગામે વનવિભાગ દ્વારા શરૂ કરાયેલો ‘રૂરલ મોલ’ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે, જે આદિમજૂથોને રોજગારી અને આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડી રહ્યો છે. ટ્રેડમાર્ક મેળવ્યા બાદ આ મોલ ગ્રામીણ આદિજાતિ મહિલાઓને, પુરુષો રોજગારી અને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યો છે. અહીં હસ્તકળા વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા યુનિટ, દાળ-મસાલા પ્રોસેસિંગ, આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમનું વેચાણ થઇ રહ્યું છે. આ સાથે ક્લસ્ટ વિભાગ દ્વારા આદિજાતિ વિભાગના સમાજિક ઉત્થાન ના કરી રહ્યાં છે. આદિમજૂથોને સशક્ત બનાવવામાં વર્ષ ૨૦૧૯માં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા વિસડાલીયાને દેશના ટોચના નવ ક્લસ્ટરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ આદર્શ કાર્યોને કારણે વર્ષ ૨૦૨૨માં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી_hટાંશ_હાંસલ કર્યો હતો. સ્વદેશી ઉત્પાદનો ખરીદી માટે દેશવાસીઓને જાગૃત્ત કરવા તે દેશમાં વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો જાય છે. વર્ષ ૨૦૧૩માં સુરત વન વિભાગે માંડવી તાલુકાના વિસડાલિયા ખાતે રૂરલ મોલ શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોલે વાંસ આધારિત હસ્તકળા અને ફર્નિચર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારબાદ ૨૦૧૮ સુધી સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાના આદિજાતિ સમાજના લોકોએ તાલીમ મેળવી. વર્ષ ૨૦૧૮ પછી મશરૂમ ખેતી, દાળ-મસાલા પ્રોસેસિંગ, બેકરી, ફ્લેવર વોટર અને કાચી ઘાણી તેલ જેવા યુનિટ શરૂ કરાયા. વિસડાલિયા રૂરલ મોલ આજે માત્ર એક વેપારી કેન્દ્ર નથી, પરંતુ આદિજાતિ સમાજને આગળ વધવા માટેનો માર્ગ બન્યો છે. વાંસની બનાવટોથી કારીગરોને નવી ઓળખ મળી છે. અગાઉ આદિજાતિ પરિવારો માટે રોજગારીના મર્યાદિત સાધનો હતા, પરંતુ હવે તેઓ હસ્તકલાની વસ્તુઓને સીધા સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકેશે. યુવાનો અને મહિલાઓએ તાલીમ મેળવીને પોતાના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આ મોલ થકી સાબિત થયું છે કે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે તો ગ્રામ્ય સમાજ આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે. સુરત વન વિભાગ માટે ગૌરવની વાત છે કે વિસડાલિયા મોલ આજે સમગ્ર ગુજરાત માટે આદર્શ મોડેલ બન્યો છે. રૂરલ મોલ સાથે જોડાયેલા કારીગર પરિવારો અને હસ્તકલામાં માહிர મહિલાઓ હવે ટ્રેડમાર્ક મળવાથી તેમના ઉત્પાદોને વૈશ્વિક પહોંચ મેળવી છે. મોલ મેનેજમેન્ટ દ્વારા મળતી તાલીમ, આધુનિક સાધનો અને बजारમાં સીધી પહોંચને કારણે આવકમાં વધારો થયો છે. હાલ વિસડાલિયા કલસ્ટરથકી આજુબાજુના ૩૨ ગામના ૩૦૦થી વધુ લોકો રોજગારીમાં રહે છે તેમજ રૂરલ મોલ દરરોજ ૫૦-૬૦ લોકો કામ કરવા આવે છે, પહેલા ૩ થી ૪ હજારની માસિક કમાણી હવે ૮ થી ૨૦ હજાર સુધીની આવક વ્યક્ત કરે છે. આદિજાતિ યુવાનો વાંસમાંથી બનાવતી ફર્નિચર, ઘરગથ્થું સામાન અને હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે. આવનારા સમયમાં મિલેટ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ખેતી અને અન્ય યુનિટોમાં વધુ લોકો જોડાશે તો આવકમાં વૃદ્ધિ થશે. આદિજાતિ કારીગરો વાંસમાંથી સોફા સેટ, ખુરશી, ટેબલ, હિંંચકા, સુંશોભનની ચીજો સહિત અનેક ઘરસ્થની સામાન તૈયાર કરે છે. તેમના ઉત્પાદનો માત્ર ગુજરાત પૂરતા નહીં પણ મુંબઈ, દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચે છે. જિલ્લામાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ થતું હોવાથી તે સમગ્ર ગુજરાત અને દેશમાં પ્રેરણારૂપ બની રહ્યો છે. રૂરલ મોલમાં લાયબ્રેરી અને અભ્યાસ કેન્દ્ર બનાવી આદિજાતિ બાળકો અભ્યાસ કરે છે અને સરકારી નોકરીઓ મેળવી રહ્યાં છે.
14
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
14
Report
PKPREMENDRA KUMAR
FollowOct 15, 2025 19:21:3115
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:21:1714
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:21:0814
Report
DDDeepak Dwivedi
FollowOct 15, 2025 19:20:5712
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:20:4712
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:20:3214
Report
APAbhay Pathak
FollowOct 15, 2025 19:20:2014
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:20:0914
Report
AKAshok Kumar1
FollowOct 15, 2025 19:19:5214
Report
BBBhupendra Bishnoi
FollowOct 15, 2025 19:19:4114
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:19:2814
Report
RKRakesh Kumar Bhardwaj
FollowOct 15, 2025 19:19:1812
Report
KSKISHORE SHILLEDAR
FollowOct 15, 2025 19:19:0113
Report