Back
अमरैली के किसान ने ड्राइवर-लेस ट्रैक्टर से सीधे खेत-लाइनिंग शुरू कर दी
KBKETAN BAGDA
Sept 13, 2025 12:00:53
Amreli, Gujarat
સ્લગ - આધુનિક ખેતી(ડ્રાઇવર લેસ ટ્રેકટર)
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - હમીમભાઈ
તારીખ -13/9/25
એંકર........
ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ને ખેતી થકી ખેડૂતો સમૃદ્ધિના દ્વારે આજની આધુનિક પદ્ધતિથી ખેતી કરે તો વધુ ખેડૂતો માટે ફાયદો સાબિત થાય ત્યારે ગુજરાતના ગ્રામીણ ગામડાઓમાં આધુનિક જર્મન પદ્ધતિથી ટ્રેકટરના દ્રાઈવર લેશ જી.પી.એસ.સિસ્ટમ દ્વારા ખેતીમાં ખેડ, વાવણી સાથે સીધી લીટીમાં ખેતી કરવાની નવતર પદ્ધતિ અમરેલી જિલ્લાના ખેડૂતે લગાવીને જી.પી.એસ.સિસ્ટમ સાથેની જર્મન ટેકનોલોજી સાથેની ખેતી અપનાવી છે ત્યારે શું છે આ સીધી લીટીમાં ખેતી માટેનું જી.પી આર.સિસ્ટમ સાથેની ખેતી... જોઈએ આ રિપોર્ટમાં.......
વીઓ - 1
આ છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગલકોટડી ગામ....... ગળકોટડી ગામના રાહુલ આહીર નામના ખેડૂતે આધુનિક ટેકનોલોજીના ઉપકરણનો ઉપયોગ કરી અને હવે ખેતી કરવની નવતર પહેલ કરી છે ખેડુત હવે વધુ ઉત્પાદન મેળવવા સતત આગળ વધી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગળકોટડી ગામના ખેડૂતે આધુનિક ટેકનોલોજી સિસ્ટમ ટ્રેક્ટર માં લગાવી છે રાહુલ આહીરે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 40 વીઘા જમીન હોવાથી ટ્રેક્ટર સહિતના સાધનો ખેતીવાડી માટે રાખે છે જ્યારે ખેડૂત ખેતી કરવા માટે મુખ્ય સાધન ટ્રેક્ટર રાખતા હોય છે અને ટ્રેક્ટર થકી ખેડ અને વાવણી કાર્યકર્તા હોય છે પરંતુ આ ટ્રેક્ટરમાં ચલાવનાર ડ્રાઇવર અથવા ખેડૂત ખૂબ કાળજીપૂર્વક વાવેતર સમયે ટ્રેક્ટર ચલાવવું પડતું હોય છે જેમાં સમય શક્તિનો ખૂબ જ ઉપયોગ થાય છે ત્યારે ટ્રેકટરના ડ્રાઇવરને એક સાથે ટ્રેક્ટરનો સ્ટેરીંગ અને હાઇડ્રોલિક બંનેનો ઉપયોગ કરવો પડતો હોય છે જેથી ચાસ જમીનના એક પાળે થી બીજા પાળે જતા ત્રાસો થતો હોય છે. જેથી વાવેતર કર્યા બાદ જ્યારે આંતર ખેડ કરવામાં આવે અથવા કાપણી સમયે ખેડૂતોને વાવેતર કરવામાં આવેલા મુખ્ય પાકના અનેક છોડ આંતર ખેડમાં કપાઈ જતા હોય છે જેથી ખેડૂતને પાંચથી આઠ ટકા સુધી પાક ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે પરંતુ પોતાના દ્વારા જીપીએસ સિસ્ટમથી આ ટ્રેક્ટરને સર્ચ કરવામાં આવ્યું છે જે ટ્રેક્ટર હવે સહેલાઈથી ચાન્સ સીધો અને 50% ડ્રાઈવર લેશ ટ્રેકટર કામ કરી શકે છે જેથી ખેડૂતને સમય શક્તિ અને આર્થિક રીતે ભારણમાં ખૂબ જ ઘટાડો થયો છે ને ટ્રેકટરમાં ડ્રાઈવર લેશ કામ કરવામાં સા જી.પી.એસ.સિસ્ટમ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયું હોવાનુ ખેડૂત રાહુલ આહિર જણાવી રહ્યા છે.
બાઈટ - 1 - રાહુલ આહિર (ખેડૂત ગલકોટડી)
વીઓ - 2
જ્યારે કાપણી અથવા વાવણીની સિઝન હોય ત્યારે સારા ડ્રાઇવર મળતા નથી અને જો ડ્રાઇવર સારા મળે છે તો ₹500 થી 1000 રૂપિયા પ્રતિ દિવસનું ભથ્થું ચૂકવવું પડે છે જે હવે જીપીએસ સિસ્ટમ લગાવવાથી ચૂકવવું નહીં પડે અને કોઈપણ સામાન્ય રીતે ટ્રેક્ટર ચાલક આ ટ્રેક્ટરને ચલાવી શકશે આ ટ્રેક્ટરમાં બે જીપીએસ સિસ્ટમ સેટ કરવામાં આવી છે તો સાથે જ સ્ટેરીંગ જીપીએસ સિસ્ટમને આધારે ઓટોમેટીક ફીટ કરવામાં આવ્યું છે જેની પાછળ ચાર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે આગામી સમયમાં જે 12 કલાકમાં થતું કામ હવે 8 થી 10 કલાકમાં થશે જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને પાક ઉત્પાદનમાં પાંચથી આઠ ટકા સુધીનો વધારો થશે ત્યારે જર્મન ટેકનોલોજી થી આધુનિક ખેતી માટે જી.પી.એસ.સિસ્ટમ ફીટ કરવામાં આવી છે.
બાઈટ - 2 - ભરતભાઇ - ખેડૂત - ગળકોટડી ગામ
બાઈટ - 3 - જીજ્ઞેશભાઈ - ખેડૂત - બાબરા
વોકથ્રુ......કેતન બગડા
ફાઇનલ વિઓ.......
ગાંધીનગર સ્થિત મોબા મોબાઈલ ઓટોમેશન કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયર આકાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કંપની ઓટોમેટીક સિસ્ટમ ટ્રેક્ટરમાં ફીટ કરે છે જેથી ખેડૂતોને કામમાં ખૂબ જ ઘટાડો થાય છે અને શારીરિક અને માનસિક થાક લાગતો હતો જે આ સિસ્ટમ લગાવ્યા બાદ ખેડૂતોને આરામ મળે છે ખેડૂતોએ ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ટેકનોલોજીની સાથે ખેડૂતો ખેતી કરતા થયા છે હાલ ખેડૂતો ટ્રેક્ટરની અંદર જીપીએસ સિસ્ટમ લગાવી રહ્યા છે આ જીપીએસ સિસ્ટમનું શું છે મહત્વ એ ખૂબ જ મહત્વનું છે હાલના સમયમાં મોટાભાગના ખેડૂતો વાવેતર સમયે વાવણી તેમજ ખેડ સમયે ખેડ અને આંતર ખેરમાં ખેડૂતો પોતાની જાતે સ્ટેરીંગ પર કાબુ રાખી અને સીધી લીટીમાં વાવેતર અથવા ખેડ થાય તે મુજબ કામ કરી રહ્યા હતા પરંતુ આ કાર્યકર્તા સમયે દરેક ખેડૂતને એકચાસ દબાવી અને ત્યારબાદ અન્ય બે ચાસમાં ખેડાણ કે વાવેતર થતું હતું. જેથી ખેડૂતોને લાંબો સમય આ કામગીરી કરવી પડતી હતી અને જેમાં સમય શક્તિ અને ડીઝલનો ખૂબ જ ઉપયોગ થતો હતો પરંતુ હવે આ જીપીએસ સિસ્ટમ લગાવવાથી ખેડૂતોને સમય શક્તિ અને ડીઝલમાં ખૂબ જ ઘટાડો થયો છે આ સિસ્ટમ એ જીપીએસ આધારિત સિસ્ટમ છે જેથી એક મોનિટરની અંદર 30 ની જાળીએ વાવેતર કરવાનું પસંદ કરવામાં આવે એટલે 30 ની જાળીએ જ વાવેતર થાય છે અને ટ્રેક્ટર ઉપર ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોમેટિક લગાવવામાં આવે છે જેથી ખેડૂતને આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક છે ખેડૂતને સીધી લાઈનમાં વાવેતર કરવા માટે આ ઓટોમેટીક સિસ્ટમ કામ કરે છે સિસ્ટમ ટ્રેક્ટર નું સ્ટેરીંગ પર કાબુ અને સંચાલન કરે છે ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિને ફક્ત શેઢાપાડા ઉપર ટ્રેક્ટર અને રિટર્ન કરવા માટે કામ કરવું પડે છે બાકી સંપૂર્ણ ઓટોમેટીક સિસ્ટમ આધારિત આ જીપીએસ કામ કરે છે જેથી સીધી લાઈનમાં વાવેતર થાય છે આંતર ખેરમાં કોઈ પણ પ્રકારનો પાક કટીંગ થતો નથી જેથી ખેડૂતોને માટે આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક છે અને આગામી સમયમાં ખેડૂતો વધુમાં વધુ સિસ્ટમનો ઉપયોગ કરશે તો સમય શક્તિ અને આર્થિક ભારણમાં ખૂબ જ ઘટાડો થશે ને જર્મન પદ્ધતિથી ખેતી ગલકોટડી ગામના ખેડૂત સાર્થક સાબિત કરી રહ્યા છે.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
1
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
SKSHIV KUMAR
FollowSept 13, 2025 13:48:280
Report
AMATUL MISHRA
FollowSept 13, 2025 13:48:140
Report
AMATUL MISHRA
FollowSept 13, 2025 13:48:070
Report
PKPravesh Kumar
FollowSept 13, 2025 13:47:390
Report
BBBindu Bhushan
FollowSept 13, 2025 13:47:230
Report
PCPranay Chakraborty
FollowSept 13, 2025 13:47:08Noida, Uttar Pradesh:1309ZRJ_DEL_CM_JOSHI_R
1309ZRJ_DEL_CM_JOSHI_R
1309ZRJ_DEL_CM_JOSHI_R
1309ZRJ_DEL_CM_JOSHI_R
1309ZRJ_DEL_CM_JOSHI_R
0
Report
ASABHISHEK SHARMA1
FollowSept 13, 2025 13:46:560
Report
BSBhanu Sharma
FollowSept 13, 2025 13:45:420
Report
AKAshok Kumar1
FollowSept 13, 2025 13:45:310
Report
MKMANTUN KUMAR ROY
FollowSept 13, 2025 13:45:220
Report
RKRaj Kishore
FollowSept 13, 2025 13:45:080
Report
0
Report
0
Report
ANAbhishek Nirla
FollowSept 13, 2025 13:36:580
Report
ASAmit Singh
FollowSept 13, 2025 13:36:390
Report