Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Navsari396427
નિરવ સ્કવેરમાં લિફ્ટમાં ફસાયેલા 5 વર્ષીય બાળકનું દુઃખદ મોત!
DPDhaval Parekh
Aug 25, 2025 09:18:29
Navsari, Gujarat
એપ્રુવડ બાય : વિશાલભાઈ નોંધ : આ ફ્કત નોંધ માટે... અગાઉ વિઝ્યુઅલ અને બાઈટ વ્હોટ્સ એપથી મોકલ્યા હતા. એન્કર : નવસારીના વિજલપોર વિસ્તારમાં સુશ્રુષા હોસ્પિટલની સામે આવેલ નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં આજે સવારે એક કરૂણાંતિકા બની હતી. એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહેતા વિપુલ બારૈયાનો પાંચ વર્ષીય દીકરો સાર્થક બારૈયા તેની માતા સાથે દવાખાને જવા નીકળ્યો હતો. માતા ઘરના દરવાજાને તાળું મારી રહી હતી, એ દરમિયાન સાર્થક લીફ્ટ પાસે પહોંચ્યો હતો અને લિફ્ટનો દરવાજો ખોલી અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લિફ્ટના અંદરનો દરવાજો ન ખુલ્યો અને સાર્થક બે દરવાજાની વચ્ચે ફસાઈ ગયો હતો દરમિયાન કોઈ કે લિફ્ટ ઉપરની તરફ બોલાવતા લિફ્ટ ઉપર જતા સાર્થક લીફ્ટ માં ફસાયો હતો ઘટનાની જાણ થતા જ એપાર્ટમેન્ટમાં અફરા તફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટના લોકો પણ દોડી આવ્યા હતા અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ નવસારી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા ફાયર ના જવાનો જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં દોઢ કલાકની જહમત બાદ સાર્થક બારૈયા ને લિફ્ટ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન સાર્થક બેહોશ થયો હતો સાર્થકના શ્વાસ બંધ જણાયા હતા જોકે 108 એમ્બ્યુલન્સ મારફતે સાર્થક ને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવાના પ્રયાસો થયા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થયું હતું ફરજ પરના ડોક્ટરે સાર્થક ને મૃત જાહેર કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બીજી તરફ ઘટનાની જાણ થતા એપાર્ટમેન્ટમાં શોકની કાલીમાં ફેલાય છે ઘટના મુદ્દે વિજલપોર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે જોકે લિફ્ટનું મેન્ટેનન્સ વ્યવસ્થિત થયું હતું કે કેમ લિફ્ટનું સેન્સર યોગ્ય રીતે કામ કરતું હતું કે કેમ આ તમામ પ્રશ્નો ઊભા થયા છે ત્યારે જુના એપાર્ટમેન્ટોમાં લિફ્ટનું મેન્ટેનન્સ જાળવવું ખૂબ જ જરૂરી થઈ જાય છે સાર્થક બારૈયા ના મોતની ઘટના એપાર્ટમેન્ટમાં રહેતા વાલીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો બની છે કારણ બાળકો ઘણીવાર રમતા રમતા લિફ્ટ પાસે પહોંચે છે અથવા ઘણીવાર રમતી વખતે પણ લિફ્ટ નો ઉપયોગ કરતા હોય છે ત્યારે નાના બાળકોને લિફ્ટ પાસે એકલા મોકલવા કે એનો ઉપયોગ કરતા અટકાવવા વાલીઓ માટે હિતાવહ છે બાઈટ સમીર પટેલ સ્થાનિક નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટ વિજલપુર સફેદ ટીશર્ટ અને મૂછ બાઈટ રમેશ પટેલ પડોશી નીરવ સ્કવેર એપાર્ટમેન્ટ વેજલપુર બ્લેક શર્ટ વૃદ્ધ લિફ્ટ પાસેથી વર્ક શરૂ કર્યું છે
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NDNavneet Dalwadi
Aug 25, 2025 15:07:03
Bhavnagar, Gujarat:
નોંધ: સ્ટોરી સબમિટ કરવાનાં હેતુથી. એપ્રુવલ: હમીમ સર. સ્લગ: ભાવનગરના કોળીયાક ખાતે ભાદરવી અમાસના મેળામાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટયા. એન્કર: ભાવનગરથી ૨૪ કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજે ભાદરવી અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજના દિવસનું અહી ખાસ મહત્વ રહેલું છે. જેમાં વાયકા મુજબ લોકો કોળીયાક ના દરિયામાં સ્નાન કરીને પોતે નિષ્કલંક બને છે. તેમજ પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ કરે છે. ભાદરવી અમાસના દિવસે આશરે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શન કરશે. જયારે આ મંદિર દરિયામાં અંદર હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વીઓ ૧: આજે ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ, આજના દિવસે ભાવનગર નજીક આવેલા કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો આવે છે. કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાનનુ અનેરું મહત્વ છે. નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પાંડવકાલીન મહાભારતના યુદ્ધ બાદ પોતાના ભાત્રુવધ ના કલંક ને ધોવા ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા મુજબ કાળી ધજા લઈને સમુદ્રમાં હોડીમાં નીકળી પડ્યા હતા, ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહેલું કે જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે, ત્યાં તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો, એટલે તમારા તમામ પાપો દુર થઇ જશે, અને તમે બધા નિષ્કલંક બની જશો. આથી આ જગ્યા પર આવતા ધજા સફેદ થઇ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાચ શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું માનવામાં આવે છે. જોકે આજે દરિયો એક કિમી જેટલો આગળ વધી જવાથી મહાદેવનું સ્થાન દરિયામાં આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતાર્યા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે. અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે. અને પૂરો સ્તંભ પાણીમાં ગરકાવ થઇ જાય છે. જયારે આજે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાવનગરના રાજવી પરિવારની સૌ પ્રથમ ધજા ચડે છે. રાજવી પરિવારવતી આ ધજા સરવૈયા પરિવારના લોકો નૌકામાં બેસીને ત્યાં પહોચે છે. અને થોડું પાણી ઉતરતાની સાથે ધજા ચડાવવામાં આવે છે. અને ત્યાર બાદ દરિયાનું પાણી ઉતરી ગયા બાદ લોકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે. આજના આ પર્વે આશરે બે લાખ લોકો મહાદેવના દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાદેવને જળ ચડાવી તેના ચરણોમાં શીશ નમાવી ત્યાર બાદ શ્રદ્ધાળુઓ કોળીયાકના દરિયામાં ડૂબકી લગાવી સ્નાન કરી નિષ્કલંક બને છે. તો સાથે સાથે પિતૃતર્પણ કરી પિતૃને મોક્ષ અર્પણ કરે છે. અહી ગુજરાત સહીત દેશભર માંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મેળામાં દોઢથી બે લાખ લોકોની ભીડને કાબુમાં રાખવા તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ દરિયામાં બચાવ ટીમોને પણ પોલીસતંત્ર દ્વારા તૈનાત કરવામાં આવી છે. બાઈટ: ભરતભાઇ વ્યાસ, પૂજારી. બાઈટ: કલ્પેશભાઈ ભટ્ટ, શ્રધ્ધાળુ, ભાવનગર બાઈટ: મૈત્રીબેન ભાવસાર, શ્રધ્ધાળુ, અમદાવાદ. વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર. ટીકર: આજે ભાદરવી અમાસના પર્વે હજારો લોકો પહોચ્યા મહાદેવના દર્શને. પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના દર્શનનું આજે અનેરું મહત્વ છે. અહી દર્શન કરી સમુદ્રી સ્નાનથી લોકો નિષ્કલંક બને તેવી વાયકા છે. દરિયામાં મંદિર આવેલું હોય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજવી પરિવારની ધ્વજા ચડ્યા બાદ દર્શનનો થયો હતો પ્રારંભ.
10
comment0
Report
DRDarshal Raval
Aug 25, 2025 15:04:38
Ahmedabad, Gujarat:
અમદાવાદ 27 ઓગસ્ટ થી શરૂ થશે ગણેશ ચતુર્થી ઉત્સવ ગણેશ ચતુર્થી ને લઈને તૈયારીઓ પૂરજોશમાં જોકે આ વખતે ગણેશ ચતુર્થી ઉત્સવ ફીકો જોવા મળી શકે છે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગણેશ પર્વ પર પંડાલોની સંખ્યામાં થયો છે ઘટાડો સ્થળાંતરણ અને વરસાદની ગણેશ ચતુર્થી પર્વ પર પડી અસર દર વર્ષે 600થી વધુ નોંધાતા ગણેશ પંડાલોની સંખ્યા આ વર્ષે 500 સુધીનો નોંધાયા તેવો અંદાજ 500 માંથી મોટા પંડાલોની સંખ્યા 250 જેટલી આ વખતે પંડાલોમાં ઓપરેશન સિંદૂર, ટમ્પે લગાવેલી ટેરીફ સામે પ્રધાનમંત્રી ની કામગીરી દર્શાવતી થીમ અને સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ થીમો જોવા મળશે વરસાદના કારણે નુકસાની ઓછી થાય અને ઉત્સવ સચવાય તે પ્રકાર ની થીમને લોકો વધુ પસંદ કરી રહ્યા છે બાઈટ. ગણેશ ક્ષત્રિય. પ્રમુખ. અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન સલગ. ગણેશ ઉત્સવ ફીડ. લાઈવ કીટ
11
comment0
Report
AKArpan Kaydawala
Aug 25, 2025 14:46:35
Ahmedabad, Gujarat:
PM roadshow
13
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Aug 25, 2025 13:33:01
Modasa, Gujarat:
અરવલ્લી ભિલોડાની ઈન્દ્રાસી નદીમાંથી મહિલાની લાશ મળી ગઈકાલે તણાયેલી ૭૦ વર્ષીય વૃદ્ધાની મળી લાશ મોડાસા પાલિકાની રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો કિશનગઢની કડવાડુંગળી પાસે નદીમાં તણાયા હતા વૃદ્ધા
14
comment0
Report
GPGYANENDRA PRATAP
Aug 25, 2025 13:04:35
Unnao, Uttar Pradesh:
उन्नाव उन्नाव में बाढ़ का कहर, बहे जिओ बैग। गंगा की तेज धारा मे सिंचाई विभाग का वैकल्पिक बांध बह गया। 14 करोड़ की लागत से कटान रोकने के लिए सिंचाई विभाग द्वारा बनवाये गए थे 27 कटर । बांगरमऊ तहसील के धन्नापुरवा गाँव मे बनवाया गया कटर पानी मे कट गया। खेतों की मिट्टी कटने से किसानों की फसलें बर्बाद होने का खतरा बढ़ा। कई गांवों के सामने गंगा कटान का संकट और गहराया । बांगरमऊ क्षेत्र का मामला ।
14
comment0
Report
URUday Ranjan
Aug 25, 2025 12:01:14
Ahmedabad, Gujarat:
અમદાવાદ પીએમ મોદી નો બે દિવસનો ગુજરાત પ્રવાસ પીએમ મોદી ૫:૧૫ અમદાવાદ એરપોર્ટ પર થશે આગમન પીએમ મોદી ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ના લોકો કરશે રીસીવ મુખ્ય સચિવ પંકજ જોશી, શહેર પોલીસ કમિશનર તથા મેયર સહિતના લોકો ઉપસ્થિત પીએમ મોદી એરપોર્ટ થી સીધા સભાસ્થળે પોહોંચશે હરીદર્શન ચાર રસ્તાથી રોડ શો કરશે પીએમ મોદી નિકોલ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે _ વિયુઝલ
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Aug 25, 2025 11:02:51
Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડુતોએ સરકારના નિર્ણયના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરી સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબુદ કરવાના નિર્ણયના વિરોધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ થતા સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોનો કપાસ વેચ્યા વગર ઘરમાં પડયો રહે તેવી સ્થિતિ સર્જાઈ સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયમાં ફેરફાર કરવાની પણ માંગ કરી ખેડૂતો દ્વારા પ્રતિકરૂપે હાથે દોરડા બાંધી વિવિધ પોસ્ટર અને સુત્રોચાર સાથે વિરોધ કર્યો
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 25, 2025 11:02:44
Surat, Gujarat:
એન્કર : સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં પૂર્વ પતિ દ્વારા પોતાની પત્નીનું બોલેરો પીક અપ વાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું.જે ઘટનાની જાણકારી મળતા જ સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક ટીમો દોડાવી હતી.જ્યાં છોટાઉદેપુર ના ખેરકુવા ચેકપોસ્ટ પરથી પોલીસની એક ટીમે અપહરણકર્તા પતિને ઝડપી પાડ્યો હતો.જ્યારે પત્નીને પણ આરોપીના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને ભોગ બનનાર મહિલા વચ્ચે દોઢ વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા.જ્યાં પતિ ફરી સંસાર માંડવા માંગતો હોય પત્ની જવા માટે તૈયાર નહોતી.જેથી પૂર્વ પતિએ અપહરણ કર્યાની કબુલાત પોલીસ સમક્ષ કરતા વધુ તપાસ સચિન gidc પોલીસે હાથ ધરી છે. વી ઓ 1 :દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે બનતી ઝઘડાની ઘટના ક્યારેક છૂટાછેડા સુધી લઈ જાય છે.તો ક્યારેય આવી ઘટનામાં પતિ અથવા પત્ની તરફથી પણ સમાધાન વલણ અપનાવી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.પરંતુ સમાધાન ના રસ્તાઓ પણ અલગ અલગ હોય છે.ક્યારેય કોઈ સમાજને વચ્ચે પાડી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે.જ્યારે કેટલાક લોકો બળજબરી પૂર્વક દબાણ લાવી સમાધાનનો પ્રયાસ કરે છે.આવી જ એક ઘટના ડાયમંડ સિટી સુરતમાં બની છે.જ્યાં દોઢ વર્ષ અગાઉ પત્નીથી છુટાછેડા લેનાર પૂર્વ પતિએ ફરી સંસાર માંડવા પૂર્વ પત્ની નું અપહરણ કર્યું હતું અને અંતે પતિએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. સચિન gidc પોલીસના જણાવ્યાનુસાર,23 ઓગસ્ટમાં રોજ સાંજે સવા સાત વાગ્યાના અરસામાં અપહરણ ની ઘટના બની હતી.એક મહિલા કામેથી પોતાના ઘરે પરત વળી રહી હતી.જે દરમ્યાન બોલેરો પિક અપ વાનમાં આવેલા અજાણ્યા શખ્સે બળજબરીપૂર્વક મહિલા નો હાથ ખેંચી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.બનાવના પગલે મહિલા ના ભાઈ દ્વારા તાત્કાલિક સચિન gidc પોલીસનો સંપર્ક કર્યો હતો.જ્યાં પોલીસે તાત્કાલિક ધોરણે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં સામે આવેલા cctv ફૂટેજની તપાસ કરતા અપહરણ અન્ય કોઈ નહીં પરંતુ મહિલામાં પૂર્વ પતિ રાકેશ કીરાડ દ્વારા કરવામાં આવ્યું હતું.જેથી આરોપીને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.જે ટીમો દ્વારા હ્યુમન સોર્સ અને.cctv ફુટેજમાં આધારે તપાસ આરંભી હતી.એટલું જ નહીં આરોપી છોટાઉદેપુર તરફ અપહરણ કરી લઈ ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી.જેથી તે દિશામાં પોલીસની ટીમો દોડાવી ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી દેવામાં આવી હતી.જ્યાં છોટાઉદેપુર ના ખેરકુવા ચેકપોસ્ટ પહોંચેલી પોલીસે અપહરણકર્તા પૂર્વ પતિને ઝડપી પાડ્યો હતો.જ્યાં આરોપીના ચુંગાલમાં રહેલી પત્નીને પણ મુક્ત કરાવી હતી. સચિન gidc પોલીસ દ્વારા પૂર્વ પતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જ્યાં જાણવા મળ્યું હતું કે,દાંપત્ય જીવન દરમ્યાન બંને બે સંતાનો હતા. જેમાં ચાર માસના બાળકનું અગાઉ અવસાન થઈ ગયું હતું.જ્યારે અઢી વર્ષની માસૂમ બાળકી જોડે બંને દાંપત્ય જીવન પસાર કરી રહ્યા હતા.આ દરમ્યાન દોઢ વર્ષ અગાઉ બંને પતિ પત્ની વચ્ચે કોઈક કારણોસર ઝઘડા ચાલી આવ્યા હતા.જ્યાં બંને એ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.સમાજના લોકોને વચ્ચે રાખી બંને એ છૂટાછેડા લીધા હતા.જે બાદ અઢી વર્ષની બાળકી નો કબજો પિતા રાકેશ કીરાડ ની સોંપ્યો હતો.જ્યાં બંને છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતા હતા. જો કે પતિ રાકેશ કીરાડે ફરી પોતાની પત્ની જોડે સાંસારિક જીવન માંડવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ પત્ની આ માટે તૈયાર નહોતી.જ્યાં વારંવાર પત્નીને કહેવા છતાં તેણી તૈયાર ન્હોતી થઈ અને અંતે પતિ રાકેશે પત્નીને પામવા ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો.જ્યાં 23 ઓગસ્ટના રોજ સાંજના સમય દરમ્યાન કામેથી ઘરે જતી પૂર્વ પત્ની નું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બાઈટ :નીરવ સિંહ ગોહિલ (એસીપી સુરત પોલીસ) વી ઓ 2 :પતિ રાકેશ નો પોતાની પત્ની જોડે ફરી સંસાર માંડવાનો નિર્ણય યોગ્ય હતો.પરંતુ તેને પત્નીને પામવા માટેનો જે ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો તે અયોગ્ય હતો.જે રીતે સમાજના લોકોને વચ્ચે પાડી છૂટાછેડા લીધા હતા,તેજ પ્રમાણે નો માર્ગ અપનાવ્યો હોત તો આજે.કદાચ પત્ની જોડે હોત.અને જેલના સળિયા ગણવાનો વારો ન આવ્યો હોત.હાલ તો પૂર્વ પત્નીના અપહરણ કેસમાં સચિન GIDC પોલીસે પૂર્વ પતિની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
14
comment0
Report
PAParakh Agarawal
Aug 25, 2025 11:02:25
Ambaji, Gujarat:
દાંતા તાલુકાની સનાલી માં સર્વોદય આશ્રમશાળા નો વાયરલ થયેલો વિડિયો મામલે અપડેટ ...... દાંતા તાલુકાના સનાલીમાં સૌથી જૂની સર્વોદય આશ્રમશાળા વર્ષો થી ચાલે છે જેમાં ધોરણ 1 થી 12 ના વર્ગો ચાલે છે ગઈકાલે શાળામાં પાણીના પ્રશ્ન હાલાકી ભોગવતા બાળકોનો વિડીયો વાયરલ થયો હતો આશ્રમશાળામાં પાણી ના હોવાની ઉઠી હતી જ્યાં બાળકો શાળાની બહાર હેડ પંપ ઉપર પાણી માટે લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા આ મામલે અમારી ટીમ સંસ્થા ની મુલાકાત કરી વાયરલ થયેલા વીડિયોની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો.... હકીકતમાં વાયરલ થયેલો વિડિયો સાચો નીકળ્યો ....તેમ શાળાના સ્ટાફે જણાવ્યું શાળામાં વીજ પુરવઠાના કારણે પાણીની પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય તેવું સ્વીકારવામાં આવ્યો સામે પાણીને લઈ અન્ય વ્યવસ્થા કરી હોવાનું પણ જણાવવામાં આવ્યું હાલમાં ટેન્કરો દ્વારા પાણી મંગાવવામાં આવી રહ્યું છે ..... બાઈટ 1 હરિભાઈ ચૌધરી મુખ્ય શિક્ષક સર્વોદય આશ્રમશાળા સનાલી દાંતા જોકે ઘટના સ્થળની અમારા સંવાદદાતા એ રિયાલિટી ચેક કરતા આજે અને હમણાં પણ પીવાના પાણીની જે પરબ લગાવેલી છે તેના નળમાં પાણી જોવા નથી મળી રહ્યું પ્રશ્ન એ છે આટલી મોટી સંખ્યામાં બાળકોને પીવા પાણી માટે જવું તો જવું ક્યાં..... ક્યાંક ને ક્યાંક આ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તે આ પીવાના પાણીના નળ ઉપરથી જાણી શકાય છે
14
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Aug 25, 2025 10:06:53
Kotalya Khedi, Madhya Pradesh:
બીજેપી સભા નોંધ - બાઈટ માં ગોપી ગાંગર અને નિર્ભયા ન્યૂઝ બે ત્રણ વખત બોલેલા છે..જોઈ લેજો ભાજપ ની ડેડીયાપાડા વિધાનસભા ની બેઠક ગઇ કાલે દેડીયાપાડા ખાતે યોજાઈ હતી.આ બેઠક માં સાંસદ મનસુખ વસાવા એ ચૈતર વસાવા નો મુદ્દો ઉઠાવ્યો હતો.સાંસદ મનસુખ વસાવા એ પોતાની જ પાર્ટી ના પ્રદેશ ના નેતાઓ અને નર્મદા જિલ્લાના નેતાઓ ને આ બેઠક માં સલાહ આપી અને જણાવ્યું કે ચૈતર વસાવા સામે કાઉન્ટર કરો.નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઝઘડિયા ના ધારાસભ્ય રિતેશ વસાવા, ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા,ગુજરાત પ્રદેશ આદિજાતિ વિભાગ ના ઉપપ્રમુખ શંકર વસાવા,નર્મદા ભાજપ ના પ્રમુખ નિલ રાવ અને ગુજરાત પ્રદેશ ના નેતાઓ ચૈતર વસાવા ની સામે કેમ બોલતા નથી અને માત્ર હું જ બોલું છું અને વલસાડ ના સાંસદ ધવલ પટેલ જ બોલે છે બાકી બીજા બધા કેમ મૌન છે તેમ જણાવ્યું. લોકોના ઘરે ઘરે જઈને કહેવું પડશે ચૈતર વસાવા વિશે એને જે કૃત્યો કર્યા છે તેના વિશે જાણ કરવી પડશે.ડેડીયાપાડા માં મહિલા ને ચૈતર વસાવા એ અપશબ્દો બોલ્યા તો નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ કેમ મૌન છે એક માહિલા ધારાસભ્ય છે તો પણ બોલતા નથી,આપ ના લોકો સામે ભાજપ નો એક પણ આગેવાન કાઉન્ટર નથી કરતા માત્ર હું આ ગુંડાઓ સામે પહેલે થી લડતો આવ્યો છું ,આદિવાસી હિન્દૂ છે અને રહેવાનો છે એવું છાતી ઠોકી ને કહું છું પણ પ્રદેશ નો એક પણ નેતા આને સમર્થન ના કરે એ યોગ્ય નથી આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશો અને ચૈતર વસાવા જેલમાં છે અને તેની ટીમ ભાજપ ને અને મને બદનામ કરે છે અરે ભાઈ ચૈતર વસાવા થી કોઈ ડરતું નથી,આ આપ ના લોકો આવનારા દિવસો માં આપણા માટે પડકારરૂપ છે ,અમે પાર્ટી માટે લડીએ છે કેટલું જોખમ હોઈ છે કેમ પ્રદેશ ના નેતાઓ સમર્થન નથી કરતા.ડેડીયાપાડા ના કાર્યકર્તાઓ હતાશ થવાની જરૂર નથી કોઈ સમર્થન કરે કે ના કરે આપણે ચૈતર વસાવા સામે બોલવું પડશે સોસીયલ મીડિયા માં ચૈતર વસાવા ની ટીમ ની સામે કાઉન્ટર કરવું પડશે,ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા રાખે છે,એની સામે ના ગુનાઓ વિશે અને ભ્રષ્ટચારી છે એ વાત લોકો સુધી પહોંચાડવી પડશે સોશિયલ મીડિયા માં પણ મૂકવું પડશે,વળી આપ ન નેતાઓ કેજરીવાલ અને ઈસુદાન આવી નવા અમારા વિશે ગમે તેમ બોલી જાય તો પણ કોઈ બોલતું નથી એ ખોટું છે. એની સામે બોલવું પડશે. બાઈટ મનસુખ વસાવા સાંસદ
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 25, 2025 10:00:08
Surat, Gujarat:
સુરત... સચિન gidc વિસ્તારની ઘટના પૂર્વ પતિએ પત્નીનું જ કર્યું અપહરણ, કામેથી ઘરે પરત જતી પત્નીનું અપહરણ બોલેરો પિક અપ વાનમાં કર્યું અપહરણ પોલીસે તાત્કાલિક ધોરણે ટીમો દોડાવી , છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ થી અપહરણકર્તા પતિને પોલીસે ઝડપી પાડ્યો, પોલીસે પત્નીને કરાવી મુક્ત દોઢ વર્ષ અગાઉ સમાજ મારફતે બંને પતિ પત્નીના છૂટાછેડા થયા હતા જે બાદ ફરી પત્ની ને પામવા પતિએ જ કર્યું અપહરણ બંને ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી ચાર માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું જ્યારે અઢી વર્ષની દીકરી આરોપી રાકેશ જોડે રહેતી હતી, જ્યાં ફરી પત્ની જોડે સંસાર માંડવા પત્ની નું કર્યું અપહરણ સચિન gidc પોલીસે અપહરણકર્તા પતિ રાકેશ કીરાડ ની કરી ધરપકડ વધુ તપાસ સચિન gidc પોલીસે હાથ ધરી
14
comment0
Report
AKAshok Kumar
Aug 25, 2025 09:49:52
Junagadh, Gujarat:
પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાત: વીડિયોમાં વ્યક્ત કરી વ્યથા જુનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામના ૩૫ વર્ષીય યુવક જયેશ ઉર્ફે જયલો હંસરાજભાઈ પંચાસરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે પત્ની અને સાસરીયાના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોમાં વ્યક્ત કરી વેદના યુવકનો મૃતદેહ મળ્યા પહેલા, તેણે બનાવેલા વીડિયોમાં પોતાની વ્યથા જણાવી હતી. વિડીયોમાં જયેશે કહ્યું હતું કે, "હું છેલ્લા ચાર વર્ષથી મારી પત્ની, સાળા અને સાસુના ત્રાસથી હેરાન છું. તેઓ મને મારી દીકરીને મળવા દેતા નથી કે દીકરીને મારી પાસે મોકલતા પણ નથી. જ્યારે મારી દીકરી મને ફોન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ તેને ફોન કરવા દેતા નથી. હું જ્યારે પણ મારી દીકરીને મળવા જાઉં છું ત્યારે આ લોકો મને મારવા દોડે છે. આ ત્રાસથી કંટાળીને આજે હું આત્મહત્યા કરી રહ્યો છું. ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ આ સમગ્ર મામલે મૃતકના ભાઈ દીપક પંચાસરાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે, પોલીસે મૃતકની પત્ની શીલુબેન શંભુભાઈ જરવરીયા, સાળો નરેશ શંભુભાઈ જરવરીયા, અને સાસુ કંચનબેન શંભુભાઈ જરવરીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓ જયેશ ઉર્ફે જયલા હંસરાજભાઈ પંચાસરાને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, જેનાથી કંટાળીને યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું છે. ભેસાણ પોલીસે હાલ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડી આરોપી ઓહ ને જેલ હવાલે કર્યો બાઈટ.. રવિરાજસિંહ પરમાર, ડીવાયએસપી જુનાગઢ અશોક બારોટ જૂનાગઢ
14
comment0
Report
NDNavneet Dalwadi
Aug 25, 2025 09:34:22
Bhavnagar, Gujarat:
FTP - 2108ZK_BVN_DHORVADO_PKG રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૧/૦૮/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: ઢોર ડબ્બાની તીવ્ર દુર્ગંધ અને ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ. એન્કર: ભાવનગર શહેરના એરપોર્ટ રોડ આવેલો કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બો આસપાસની સોસાયટીના રહીશો માટે આફતરૂપ બની રહ્યો છે. આ ઢોર ડબ્બાની યોગ્ય સાફસફાઈ અને યોગ્ય જાળવણી ન કરવામાં આવતી હોય તેમજ આજુબાજુમાં અનેક પ્રીમિયમ સોસાયટીઓ આવેલી હોય જેના રહીશોએ આ ઢોર ડબ્બાને અન્યત્ર ખસેડવાની માંગ સાથે બે દિવસ પહેલા કમિશ્નરને પણ રજુઆત કરી હતી. વિઓ ૧: ભાવનગર શહેરન માર્ગો પર રખડતા ઢોરનો ભારે ત્રાસ છે. આવા રખડતા ઢોર ને કોર્પોરેશન દ્વારા પકડી અને ઢોર ડબ્બે પુરી તેની જાળવણી કરવામાં આવે છે. ભાવનગર શહેરમાં કુલ 3 ઢોર ડબ્બા કાર્યરત છે જેમાં આશરે 3000 જેટલા રખડતા ઢોરને રાખવામાં આવી રહ્યા છે. પરંતુ આ પૈકી નો એક ઢોર ડબ્બો શહેરના એરપોર્ટ રોડ પરના બાલા હનુમાન પાસે આવેલો છે. ઢોર ડબ્બાની એક જ દીવાલે અહીં બાલા હનુમાન પાર્ક નામની પ્રીમિયમ સોસાયટી આવેલી છે અને આ સોસાયટીના રહીશો માટે આ ઢોર ડબ્બાનો ત્રાસ અસહ્ય બની ગયો છે. જેના પગલે શહેરના એરપોર્ટ રોડ પર આવેલ બાલા હનુમાન પાર્કના રહીશો બે દિવસ પૂર્વે રજુઆત માટે કમિશ્નર પાસે પહોંચ્યા હતા. જેમાં અહીં ચોમાસામાં ગોબરની તીવ્ર દુર્ગંધ આવવી, માખી મચ્છરનો ઉપદ્રવ વધવો તેમજ વરસાદી વાતાવરણ ન હોય તો ઢોર ડબ્બામાંથી ઊડતી ખરાબ રજ આરોગ્ય માટે નુકસાનકારક બની રહી છે. આ વિસ્તારમાં પ્રીમિયમ રેસિડન્સ એરિયા ડેવલપ થઈ રહ્યો હોય આ ઢોર ડબ્બાને અન્યત્ર ખસેડવા માંગ કરવામાં આવી હતી. આ બાબતે મનપા ના સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે એરપોર્ટ રોડ પરનો આ વિસ્તાર સતત ડેવલપ થઈ રહ્યો છે. ત્યારે લોકોની રજૂઆતને ન્યાય મળે તે દિશામાં ચોમાસા બાદ તંત્ર દ્વારા ટીપી સ્કીમની અન્યત્ર જમીન પર આ ઢોર ડબ્બો ખસેડવામાં આવે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાઈટ: નિલેશ પારેખ, સ્થાનિક રહેવાસી, બાલા હનુમાન પાર્ક, ભાવનગર. બાઈટ: પંકજ મહેતા, સ્થાનિક રહેવાસી, બાલા હનુમાન પાર્ક, ભાવનગર. બાઈટ: રાજુભાઇ રાબડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાવનગર મનપા. ટિકર: બાલા હનુમાન નજીકનો ઢોર ડબ્બો આસપાસના રહીશો માટે આફતરૂપ બની રહ્યો છે. અહીં ભારે ગંદકીના કારણે ગોબરની તીવ્ર દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. કમિશ્નરને આ મામલે બે દિવસ પહેલા રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ચોમાસા બાદ આ ઢોર ડબ્બાને અન્યત્ર ખસેડવા થશે કામગીરી.
14
comment0
Report
Aug 25, 2025 09:22:58
Rajula, Gujarat:
બ્રેકીંગ અમરેલી : અરબી સમુદ્રમાં લાપતા ખલાસીઓ ની શોધખોળનો મામલો... સમુદ્રમાં ભારે તોફાન અને હાઈટાઈડ જેવી સ્થિતિ વચ્ચે કોસ્ટગાર્ડ ની શોધખોળ શરૂ.. પીપાવાવ પોર્ટ થી 20 નોટીકલ માઈલ સમુદ્ર માં કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન.. સમુદ્રના રૌદ્ર સ્વરૂપ નો વિડીયો આવ્યો સામે.. વિપરીત પરિસ્થિતિમાં પણ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા લાપતા ખલાસીઓ ને શોધવા મથામણ.. કોસ્ટગાર્ડના જહાજ સાથે ટકરાતા દરિયાના રાક્ષસી મોજા નો વિડીયો આવ્યો સામે.. માચ્છીમારોની બોટ ડુબી તે લોકેશન પર ફરીવાર પહોચ્યું પીપાવાવ કોસ્ટગાર્ડ લાપતા ખલાસીઓ ને શોધવામાં દરિયાઈ તોફાનથી અડચણ હજુ પણ નવ ખલાસીઓ લાપતા સતત શોધખોળનું ઓપરેશન યથાવત
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 25, 2025 09:20:25
Surat, Gujarat:
નોંધ...જૂના વિડિઓ અને સીસીટીવી ડેસ્ક પર સેન્ડ કર્યા છે,લેવા વિન્નતી) એન્કર :સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે માત્ર જૈન મંદિરોને જ નિશાન બનાવતી હતી.આ આંતર રાજ્ય ગેંગ રાજસ્થાનથી 400 થી 500 કિલોમીટર ની બસમાં મુસાફરી કરી સુરત આવતા હતા.જે બાદ ગુનાને અંજામ આપી પરત રાજસ્થાન ભાગી છુટતા હતા.અડાજણ માં આવેલ જૈન મંદિરમાં થયેલી રોકડા રૂપિયા 45 હજાર અને ભગવાનની ચાંદીની ચક્ષુ સહિત પાંપણ ની ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.જે ગેંગના એક સાગરિત ની રાજસ્થાનમાં આવેલ અંતરિયાળ વિસ્તારમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વી ઓ 1 : સુરત ક્રાઈમ બ્રાન્ચ ની પકડમાં ઉભેલો આ કોઈ સામાન્ય આરોપી નહીં પરંતુ રીઢો ગુનેગાર છે. જે આરોપી આંતર રાજ્ય "ગરાસિયા "ગેંગનો સાગરિત છે.જે ગેંગ માત્ર જૈન મંદિરોને જ નિશાન બનાવતી હતી.જે ગેંગ દ્વારા અગિયાર ઓગસ્ટ ના રોજ રાત્રિના બે થી અઢી વાગ્યાના સમય દરમ્યાન અડાજણ વિસ્તારમાં આવેલ રામજી ઓવારા સ્થિત જૈન મંદિરને નિશાન બનાવી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.રાત્રિના સમયે પ્રવેશેલા આંતર રાજ્યના ગેંગના બે ઈસમોએ મંદિરના મુખ્ય દ્વાર પર આવેલ કોતરકામ ની બારીમાં બાકોરું પાડી પ્રવેશ કર્યો હતો.જે બાદ ભગવાન પાર્શ્વનાથ ની ચાંદીની બે ચક્ષુ અને બે પાંપણ સહિત લાકડાની દાનપેટી માં રહેલા રોકડા રૂપિયા 45 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ઘટના બાદ અડાજણ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તપાસ શરૂ કરી હતી.ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરતા ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી હતી.જ્યાં તપાસ દરમ્યાન સામે આવેલા cctv ફુટેજના આધારે આરોપીઓ ની ઓળખ થઈ હતી.ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય "ગરાસિયા "ગેંગ દ્વારા આપવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી.જે ગેંગ રાજસ્થાન ની હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી. રાજસ્થાન ગયેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પીંડવાડાના અંતરિયાળ વિસ્તારમાંથી આ ગેંગ ના સાગરિત લાલારામ સોહન (ગરાસિયા )ને ઝડપી પાડ્યો હતો.જે આરોપીની તપાસ કરતા ચાંદીની બે પાંપણ અને બે ચક્ષુ મળી આવી હતી.જ્યારે પૂછપરછ કરતા પોતે ગરાસિયા ગેંગનો સભ્ય છે અને ગેંગના અન્ય સાગરિત લાડુરામ ધનાવત સહિત કરણ સિસોદીયા ની સાથે મળી ગુનાને અંજામ આપ્યા હોવાની હકિકત સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જણાવી હતી.જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અડાજણ સ્થિત જૈન મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. બાઈટ :કિરણ મોદી (પીઆઇ સુરત ક્રાઈમ બ્રાન્ચ) વી ઓ 2 :ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ ગેંગ આંતર રાજ્ય ગેંગ છે.જે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આવેલ જૈન મંદિરોને જ નિશાન બનાવે છે.ઝડપાયેલા આરોપીઓ અગાઉ જૈન મંદિરોમાં નક્શીકામ કરતા હતા.જેથી જૈન મંદિરોથી પૂરેપૂરી રીતે વાકેફ હતા. વિસ્તારમાં આવેલા જૈન મંદિરની પણ આરોપીઓ દ્વારા જેથી કરવામાં આવી હતી. જેમાં એક આરોપી સૌપ્રથમ રાજસ્થાનથી 500 કિલોમીટર નું અંતર કાપી સુરત આવ્યો હતો.જે બાદ રેકી કરી પરત રાજસ્થાન ચાલ્યો ગયો હતો.જ્યાં ગેંગના ત્રણે ઈસમોએ સુરત આવી મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે ઘટના બાદ આરોપીઓ પરત રાજસ્થાન રવાના થઈ ગયા હતા. બાઈટ :કિરણ મોદી (પીઆઇ ક્રાઈમ બ્રાન્ચ પો.સ્ટે.સુરત) વી ઓ. 3 : મહત્વનું છે કે ગરાસીયા ગેંગના સાગરીત લાલારામ સોહનની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ પંકાયેલો છે.જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા, દાંઠા પોલીસ સ્ટેશન , ભરૂચ જિલ્લાના નબિપુર પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન, વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન, સિધ્ધપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ સ્ટેશન, ખેડા જિલ્લાના ઉમરેઠ પોલીસ સ્ટેશન સહિત રાજસ્થાનના સિરોહી જિલ્લાના પીંડવાડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જૈન મંદિરોમાં થયેલી ઘરફો ચોરીના કેસમાં પણ ઝડપાઈ ચુક્યો છે. જ્યાં આ ગેંગના વધુ બે આરોપીઓ લાડુ રામ ધનાવત અને કરણ સિસોદિયા પોલીસ પકડતી ફરાર છે. જે આરોપીઓની ધરપકડ બાદ. અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવવાની શક્યતા રહેલી છે.
14
comment0
Report
Advertisement
Back to top