Back
સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં પૂર્વ પતિએ પત્નીનું અપહરણ કર્યું!
CPCHETAN PATEL
Aug 25, 2025 11:02:44
Surat, Gujarat
એન્કર : સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં પૂર્વ પતિ દ્વારા પોતાની પત્નીનું બોલેરો પીક અપ વાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું.જે ઘટનાની જાણકારી મળતા જ સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક ટીમો દોડાવી હતી.જ્યાં છોટાઉદેપુર ના ખેરકુવા ચેકપોસ્ટ પરથી પોલીસની એક ટીમે અપહરણકર્તા પતિને ઝડપી પાડ્યો હતો.જ્યારે પત્નીને પણ આરોપીના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને ભોગ બનનાર મહિલા વચ્ચે દોઢ વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા.જ્યાં પતિ ફરી સંસાર માંડવા માંગતો હોય પત્ની જવા માટે તૈયાર નહોતી.જેથી પૂર્વ પતિએ અપહરણ કર્યાની કબુલાત પોલીસ સમક્ષ કરતા વધુ તપાસ સચિન gidc પોલીસે હાથ ધરી છે.
વી ઓ 1 :દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે બનતી ઝઘડાની ઘટના ક્યારેક છૂટાછેડા સુધી લઈ જાય છે.તો ક્યારેય આવી ઘટનામાં પતિ અથવા પત્ની તરફથી પણ સમાધાન વલણ અપનાવી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.પરંતુ સમાધાન ના રસ્તાઓ પણ અલગ અલગ હોય છે.ક્યારેય કોઈ સમાજને વચ્ચે પાડી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે છે.જ્યારે કેટલાક લોકો બળજબરી પૂર્વક દબાણ લાવી સમાધાનનો પ્રયાસ કરે છે.આવી જ એક ઘટના ડાયમંડ સિટી સુરતમાં બની છે.જ્યાં દોઢ વર્ષ અગાઉ પત્નીથી છુટાછેડા લેનાર પૂર્વ પતિએ ફરી સંસાર માંડવા પૂર્વ પત્ની નું અપહરણ કર્યું હતું અને અંતે પતિએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.
સચિન gidc પોલીસના જણાવ્યાનુસાર,23 ઓગસ્ટમાં રોજ સાંજે સવા સાત વાગ્યાના અરસામાં અપહરણ ની ઘટના બની હતી.એક મહિલા કામેથી પોતાના ઘરે પરત વળી રહી હતી.જે દરમ્યાન બોલેરો પિક અપ વાનમાં આવેલા અજાણ્યા શખ્સે બળજબરીપૂર્વક મહિલા નો હાથ ખેંચી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.બનાવના પગલે મહિલા ના ભાઈ દ્વારા તાત્કાલિક સચિન gidc પોલીસનો સંપર્ક કર્યો હતો.જ્યાં પોલીસે તાત્કાલિક ધોરણે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં સામે આવેલા cctv ફૂટેજની તપાસ કરતા અપહરણ અન્ય કોઈ નહીં પરંતુ મહિલામાં પૂર્વ પતિ રાકેશ કીરાડ દ્વારા કરવામાં આવ્યું હતું.જેથી આરોપીને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.જે ટીમો દ્વારા હ્યુમન સોર્સ અને.cctv ફુટેજમાં આધારે તપાસ આરંભી હતી.એટલું જ નહીં આરોપી છોટાઉદેપુર તરફ અપહરણ કરી લઈ ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી.જેથી તે દિશામાં પોલીસની ટીમો દોડાવી ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી દેવામાં આવી હતી.જ્યાં છોટાઉદેપુર ના ખેરકુવા ચેકપોસ્ટ પહોંચેલી પોલીસે અપહરણકર્તા પૂર્વ પતિને ઝડપી પાડ્યો હતો.જ્યાં આરોપીના ચુંગાલમાં રહેલી પત્નીને પણ મુક્ત કરાવી હતી.
સચિન gidc પોલીસ દ્વારા પૂર્વ પતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જ્યાં જાણવા મળ્યું હતું કે,દાંપત્ય જીવન દરમ્યાન બંને બે સંતાનો હતા. જેમાં ચાર માસના બાળકનું અગાઉ અવસાન થઈ ગયું હતું.જ્યારે અઢી વર્ષની માસૂમ બાળકી જોડે બંને દાંપત્ય જીવન પસાર કરી રહ્યા હતા.આ દરમ્યાન દોઢ વર્ષ અગાઉ બંને પતિ પત્ની વચ્ચે કોઈક કારણોસર ઝઘડા ચાલી આવ્યા હતા.જ્યાં બંને એ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.સમાજના લોકોને વચ્ચે રાખી બંને એ છૂટાછેડા લીધા હતા.જે બાદ અઢી વર્ષની બાળકી નો કબજો પિતા રાકેશ કીરાડ ની સોંપ્યો હતો.જ્યાં બંને છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતા હતા.
જો કે પતિ રાકેશ કીરાડે ફરી પોતાની પત્ની જોડે સાંસારિક જીવન માંડવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ પત્ની આ માટે તૈયાર નહોતી.જ્યાં વારંવાર પત્નીને કહેવા છતાં તેણી તૈયાર ન્હોતી થઈ અને અંતે પતિ રાકેશે પત્નીને પામવા ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો.જ્યાં 23 ઓગસ્ટના રોજ સાંજના સમય દરમ્યાન કામેથી ઘરે જતી પૂર્વ પત્ની નું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
બાઈટ :નીરવ સિંહ ગોહિલ (એસીપી સુરત પોલીસ)
વી ઓ 2 :પતિ રાકેશ નો પોતાની પત્ની જોડે ફરી સંસાર માંડવાનો નિર્ણય યોગ્ય હતો.પરંતુ તેને પત્નીને પામવા માટેનો જે ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો તે અયોગ્ય હતો.જે રીતે સમાજના લોકોને વચ્ચે પાડી છૂટાછેડા લીધા હતા,તેજ પ્રમાણે નો માર્ગ અપનાવ્યો હોત તો આજે.કદાચ પત્ની જોડે હોત.અને જેલના સળિયા ગણવાનો વારો ન આવ્યો હોત.હાલ તો પૂર્વ પત્નીના અપહરણ કેસમાં સચિન GIDC પોલીસે પૂર્વ પતિની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 25, 2025 18:31:11Modasa, Gujarat:
અરવલ્લી
આપ નેતા અને પૂર્વ ડીવાયએસપી સામે કોર્ટની કાર્યવાહી
મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે મિલકત જપ્ત કરવા આદેશ કર્યો
વર્ષ ૨૦૨૨ માં ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકત ભેગી કરવા મામલે કાર્યવાહી
૧૫૦ કરોડની મિલકતની હાલ ૧૭૦૦ કરોડ રૂપિયા કિંમત
બાયડ પંથક વિસ્તારમાં આવેલી મિલકતને જપ્ત કરવા થયો આદેશ
14
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 25, 2025 18:00:16Idar, Gujarat:
એપ્રુવ-વિશાલભાઈ ગઢવી
સ્લગ gam
ફીડ એફટીપી
સ્ક્રીપ્ટ 2C
તા.૨૫.૦૮.૨૫
એન્કર
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં ઘોડાપુર આવતા તારાજી સર્જાઈ હતી. વિજયનગરના સરસવમાં તારાજીની સ્થિતિ સર્જાઈ હતી. તો વળી સ્થાનિક ધારાસભ્ય કે તંત્ર જ સ્થળ પર નહીં ફરકતા સ્થાનિકો રોષે ભરાયા હતા.
વિઓ-૦૧
વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં હરણાવ નદીના ઘોડાપુર આવ્યું હતુ. સ્થાનિક વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસતા ખોખરા અને સરસવ વિસ્તારમાં હરણાવ નદીના ભારે પુરનો પ્રવાહ ફરી વળતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. સરસવમાં પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર સહિત પાણી સપ્લાય વ્યવસ્થા કેન્દ્ર સહિતમાં પુરના પાણી ફરી વળતા નુક્સાન સર્જાયું હતું.
બાઈટ-ચંદુભાઈ પટેલ,શિક્ષક,સરસવ સ્કુલ,વિજયનગર
વોક થ્રુવિથ ટીકટેક-શૈલેષ ચૌહાણ
વિઓ-૦૨
સરસવ ગામમાં પાણી ફરી વળતા સરપંચ સહિત કેટલાક લોકો ઘરમાં પૂરના પાણી ફરી વળતા ફસાયા હતા. સ્થાનિક યુવાનોએ દોરડાની મદદ વડે નવ જેટલા લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. બીજી તરફ તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ છતાં બપોર સુધી કોઈ અધિકારીઓ અને કર્મચારીઓ ફરક્યા નહોતા. તો સ્થાનિક ધારાસભ્ય પણ નહીં આવતા પીડિત સ્થાનિકો રોષે ભરાયા હતા.
બાઈટ-ધનુબેન અસારી,પૂર્વ સરપંચ,સરસવ,વિજયનગર
વોકથ્રુ-શૈલેષ ચૌહાણ
14
Report
LJLakhani Jaydeep
FollowAug 25, 2025 17:45:08Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને આહીર સમાજના અગ્રણી નેતા રણમલ લખુભાઈ માડમએ ભાજપના તમામ હોદ્દા પરથી અને જિલ્લા પંચાયતના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા મોકલ્યું છે. રણમલભાઈ માડમનું આ પગલું સ્થાનિક રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો લાવ્યો છે. કારણ કે તેમના અચાનક રાજીનામા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાને ભાજપ માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે. આ રાજીનામાથી દેવભૂમિ દ્વારકાના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ શકે છે.
14
Report
PTPremal Trivedi
FollowAug 25, 2025 17:30:23Patan, Gujarat:
એન્કર..
પાટણ જિલ્લા સહિત રાજ્યના વિવિધ હાઇવે માર્ગો તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાઇવે માર્ગો પર ઇકો ગાડીમાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી લૂંટારુ ગેંગને સિદ્ધપુર પોલીસે સુરત થી ઝડપી પાડી રૂપિયા 2 લાખ નો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે..
વીઓ..
સિદ્ધપુર હાઇવે પર થોડા સમય અગાઉ ઇકો ગાડી મા બેઠેલા મુસાફર ની નજર ચૂકવી રોકડ રકમ 80 હજાર ની ચોરી કરી ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવા પામી હતી જે ગુના ની ગંભીરતા થી લઇ ટેક્નિકલ સોર્સ થી તપાસ હાથ ધરી હતી જેમાં ઈસમો સુરત તરફ ગયા હોવાની બાકી મળતા સિદ્ધપુર પોલીસી સુરત થી ત્રણ ઈસમોને ઈકો ગાડી સાથે ઝડપી પાડ્યા હતા અને ચોરીમાં ગયેલ રોકડ રકમ સહીત ગાડી મળી કુલ બે લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને પોલીસે ત્રણ ઈસમો શોહેબ ઉર્ફે ફાટેલી મેમણ રહે.સુરત, મોહમ્મદ આદિલ શેખ રહે.સુરત, મુસ્તુફા મહેબૂબ શેખ. રહે.સુરત ને ઝડપી પાડ્યા હતા જયારે એક ઈસમ શહીદ ઉર્ફે ઘેટી રહે સુરત જે ફરાર હોઈ તેને ઝડપી પાડવા ના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે તો સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ ત્રણ ગુના નો ભેદ ઉકેલી નાખ્યો છે..
તો પોલીસે ત્રણે ઈસમો છગન પુછપરછ કરતા લૂંટારો ગેંગ દ્વારા ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 33 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત પણ કરી હતી
ચાર લૂંટારોની ગેંગ દ્વારા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાઇવે માર્ગો પર ઇકોગાડી ગાડી ઉભી રાખી મુસાફરોને ગાડીમાં બેસાડી ચાલુ ગાડીએ મુસાફર સાથે વાતચીત કરી ભોળવી રોકડ રકમની ચોરી કરી ગુના ને અંજામ આપતા હતા..
બાઈટ. 1.કે. કે. પંડ્યા. ડીવાયએસપી સિધ્ધપુર
બાઈટ. 2 .કે. કે. પંડ્યા. ડીવાયએસપી સિધ્ધપુર
14
Report
GPGaurav Patel
FollowAug 25, 2025 17:30:09Ahmedabad, Gujarat:
પીએમએ અમદાવાદના નાગરીકોને ગુજરાતીમાં સંબોધન કર્યું
કહ્યું
આજે તો તમે રંગ રાખ્યો છે હો
ઘણીવાર વિચાર આવે કે એવું કેવુ નસીબ હશે કે લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળતો હશે
આપ સૌનો આભાર માનું એટલો ઓછો છે
અત્યારે દેશ ભરમાં ગણેશ ઉત્સવનો અદભુત ઉત્સાહ છે
આ ઉત્સાહ વચ્ચે અનેક પરિયોજનાઓનો શુભારંભ થયો
મારૂ સૌભાગ્ય છે મને આ પરિયોજનાઓ તમને સોંપવાનો મોકો મળ્યો
હું આ પરિયોજનાએ માટે તમને અભિનંદન પાઠવું છું
ચૌમૌસાની ઋતુ મં ગુજરાત માં અનેક જગ્યાએ સારો વરસાદ થયો
દેશમાં અનેક સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની
જ્યારે આ દ્રશ્યો જોઇએ છે ત્યારે કાળજુ કાંપી ઉઠે છે
હું એ તમાર પરિવાર જનોને દિલસોજી પાઠવું છુ
કેન્દ્ર સરકાર એ તમામ રાજ્યો સાથે મળી રાહત અને બચાવ કાર્યમાં લાગી છે
ગુજરાત બે મોહનની ભુમિ છે એક સુદર્શન ચક્ર ધારી દ્રારકાધીશ અને બીજા ચરખા ધારી સાબરમતી ના સંત
સુદર્શન ધારીએ સુરક્ષા કરવાનુ શિખવ્યું દુશ્મનને પાતાળમાંથી શોધી કાઢવો
જેનું આજે આખી દુનિયા આજે અનુભવ કરી રહ્યું છે
ગુજરાત અને અમદાવાદે કેવા દિવસો જોયા છે
વાર તહેવારે રક્તરંજિત થતું હતું
વારંવાર કર્ફ્યુ થતું હતું
દિલ્હી માં બેઠેલી સરકાર કંઇ કરતી ન હતી
આજે આતંકવાદી અને તેમની આકાઓને અમે છોડતા નથી
દુનિયા જુએ છે કે પહેલગામનો બદલો કઇ રીતે લીધો
૨૨ મિનિટમાં સેંકડો કિલોમીટર અંદર જઇ નક્કી કરેલા નિશાન પર આતંકવાદની નાભી પર હુમલો કરી સપાચટ કરી નાખ્યુ
સુદર્શન ધારી મોહનનો પરચો બતાવ્યો
ચરખાધારૂ મોહને સ્વદેશીનો માર્ગ બતાવ્યો
જે પાર્ટીએ એમનું નામ લઇ દશકો સુધી સત્તા ભોગવી એણે બાપુની આત્માને કચડી નાખી
સ્વદેશી માટે શું કર્યું
જે લોકો ગાંધીના નામે ગાડી ચલાવે છે તેમના માંઢે ક્યારેય સ્વચ્છતા કે સ્વદેશીનો શબ્દ સાંભળ્યો નથી
૬૫ વર્ષ દેશ પર શાસન કરવાવાળી કાંગ્રેસ ભારતને બીજા દેશો પર નિર્ભર રાખતી હતી
કેમકે તે ઇમ્પોર્ટ માં ગોટાળા કરી શકે
આજે નિકાસને ભારતે વિકસીત ભારતનો પાયો બનાવ્યો છે
મેં આજે ફિજીના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
તેઓ આપણા ડેરી સેક્ટર અને કોઓપરેટિવ સેક્ટરના વખાણ કરી તેમના દેશમાં આવુ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે
ગુજરાતની બહેનોએ ડેરી સેક્ટરને મજબૂત બનાવ્યું
હું અમદાવાદ ની ધરતી પરથી લઘુ ઉદ્યોગો અને નાના વેપારી પશુપાલક અને ખેડુતોને વચન આપું છુ કે મોદી માટે તમારું હિત સર્વોપરી
મારી સરકાર તેમનું ક્યારે અહિત નહીં કરે
આજની નવી પેઢીએ ક્યારેય જોયું નથી કે કર્ફ્યુ કેવી રીતે લાગતો હતો
જે તે સમયે અસમંજસમાં માહોલ હતો
આજે અમદાવાદ વિકસતી શહેર બન્યું છે
જ્યારે મહાગુજરાત આંદોલન ચાલતું ત્યારે લોકો કહેતા કે ગુજરાત અલગ કરીને શું કરશો?
ખાણ ખનીજ નથી , બારમાસી નદી નથી ખેતી નથી સાત મહિના દુકાળ છે તો કરશો શુ ?
જ્યારે ગુજરાતના માથે જવાબદારી આવી ત્યારે ગુજરાતીઓએ પાછી પાની કરી નહી
ગુજરાત પાસે હિરાની ખાણ નથી પણ દુનિયાના ૧૦ માંથી ૯ હિરા ગુજરાતમાં તૈયાર થાય છે
આજે ગુજરાતમાં લોકોમોટીવ એન્જીન બની નિકાસ થઇ રહ્યા છે
દેશ અને દુનિયાની મોટી કંપનીઓ અહી પ્લાન્ટ સ્થાપી રહી છે
વડોદરામાં ટ્રાન્સપોર્ટ વિમાનનું નિર્માણ થઇ રહ્યું છે
હું આવતી કાલે હાંસલપુર જઇ રહ્યો છુ
જ્યાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન થવાનું છે
જે પણ વાહનો બને છે તે સેમીકન્ડક્ટર વિના અધુરા છે
હવે ગુજરાત સેમી કન્ડક્ટરની હબ બનશે
ભારત સૌર પવન અને પરમાણુ ઉર્જા મુદ્દે સૌથી ઝડપી આગળ વધી રહ્યું છે
આજે રોડ શો ભવ્ય હતો
લોકો ધાબા પર બાલકોની પર ઉભા હતા
લગભગ તમામ ઘરના ધાબા પર સોલર પાવરના પ્લાન્ટ હતા
ગુજરાત ગ્રીન એનર્જી નુ હબ બની રહેલું છે
આજથી ત્રીસ વર્ષ પહેલાં મીલો બંધ થયાની લોકો બુમો પાડતા હતા
કોંગ્રેસ ની સરકાર હતી
છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષમાં ગુજરાતની કનેક્ટિવિટી ની કાયાકલ્પ થઇ
હવે સરદાર પટેલ રીંગરોડ સીક્સ લેન બનશે
અમારી સરકાર શહેરમાં વસતા લોકોને મકાન આપવા કટી બદ્ધ છે
તેનુ ઉત્તમ ઉદાહરણ એટલે રામા પીરનો ટેકરો
ગરીબોને ૧૫૦૦ નવા મકાન આપ્યા
આ દિવાળીએ તેમના ચેહરા પર ખુશી હશે
અત્યારે આશ્રમનું પણ નવીનીકરણ થઇ રહ્યું છે
હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આશ્રમનું કામ કરવા માંગતો હતો
પણ તે વખતે કેન્દ્ર સરકાર આપણા અનુકુળ નોહતી એ સરકાર બાપુને પણ અનુકુળ નોહતી
જેની કોઇ પૃચ્છા નથી કરતું તેની મોદી પુજા કરે છે
ર૫ કરોડ લોકો ભારતમાં ગરીબીમાંથી બહાર આવ્યા
વિશ્વના લોકો આજે તેની ચર્ચા કરી રહ્યા છે
નીઓ મીડલ ક્લાસ અને મીડલ ક્લાસ આજે દેશની તાકાત બન્યા છે
જે દિવસે બજેટમાં ૧૨ લાખની આવક પર ઇન્કમટેક્સ માફ કર્યો તે વિપક્ષને ખબર ન પડી
આપણા અમદાવાદી માટે તો ખુશ ખબર હોય
સાથીઓ તૈયારી કરો અમારી સરકાર જીએસટીમાં રીફોર્મ કરી રહી છે
આ વખતે વેપારી કે સામાન્ય પરિવારને ખુશીઓનું ડબલ બોનસ મળશે
ગુજરાતમાં ત્રણ હજાર કરોડ કરતાં વધારે સહાય સોલર પેનલ માટે મળી
અમદાવાદને ગંદાબાદ તરીકે લોકો સંબોધતાં હતા
અને સ્વસ્છતા મામલે દેશમાં અમદાવાદ અગ્રેસર
સ્વસ્છતાને સ્વભાવ બનાવીએ
આજે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદનું ગૌરવ વધારી રહ્યું છે
કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું ઘરેણું બન્યું છે
અમદાવાદમાં થયેલા કોલ્ડ પ્લેની ચર્ચા સમગ્ર વિશ્વમાં હતી
અમદાવાદ મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે તૈયાર છે
આપણે જીવનમાં મંત્ર બનાવીએ કે જે ખરીદીએ મેડ ઇન ઇન્ડિયા
જો કોઇને ગીફ્ટ આપવી હોય તો તે પણ મેડ ઇન ઇન્ડીયા
હું દુકાનદારોને કહેવા માંગુ છું કે દેશને આગળ વધારવામાં તમારો મોટો ફાળો છે
તેમે નક્કી કરો કે વિદેશી ઉત્પાદનો નહીં વેચીએ
રીવરફ્રન્ટ, ગીફ્ટ સીટી સ્ટેચ્યુ ઑફ યુનિટી રણોત્સવ ની વાત મુકેલી ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા
આજે આ તમામ જગ્યાએ સૌથી અગ્રેસર છે
આટલા આતંકવાદી હુમલા થયા ત્યારે કંઇ નહીં ચાય એમ માનતા હતા
એર સ્ટ્રાઇક
અને ઓપરેશન સિંદુર થી આતંકવાદી ને નેસ્તનાબૂદ કર્યુ
અવકાશમાં આપણુ પોતાનું સ્પેશ સ્ટેશન બને તે દિશામાં કામ ચાલી રહ્યું છે
હું આભારી છું કે ગુજરાતે મારુ જે ઘડતર કર્યુ છે જે ઉર્જા આપી છે
વિકસિત ભારત બનાવવા નો મહત્વપૂર્ણ માર્ગ સ્વદેશી અને આત્મનિર્ભર છે
14
Report
GPGaurav Patel
FollowAug 25, 2025 17:16:21Ahmedabad, Gujarat:
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નિવેદન
સતત ૪૦૭૮ દિવસથી વધુ શાસન કરી ઇતિહાસ રચ્યો
તેમના નિર્ણાયક અને સાહસિક નેતૃત્વ મા સેનાએ ઓપરેશન સિંદુર પાર પાડ્યું
તેમની આગેવાનીમાં ભારતે ન્યુ નોર્મલ ના માપદંડ સ્થાપિત કર્યા
તેમનો સ્પષ્ટ મત છે આત્મનિર્ભર નો ભારતના ૧૪૦ કરોડ નાગરિકોને સંકલ્પ છે
દેશના નાગરિકોને વિશ્વાસ છે કે ભારત મોદીજીના નેતૃત્વ માં ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે
તેમની આગેવાનીમાં સૌનો સાથ સૌના વિકાસનો મંત્ર ચરિતાર્થ થયો
તેમણે શહેરી વિકાસનો મંત્ર આપ્યો અને આજે ૨૦ વર્ષે તેને ઉજવી રહ્યા છીએ
વિકસિત ભારત વિકસીત ગુજરાત થકી તેઓ આજે ૫૪૭૭ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
તેમણે દેશનું સુકાન સંભાળ્યું ત્યાર થી ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો
નર્મદા નદી પરના બંધના દરવાજા નાખવાના અને બંધ કરવાનો નિર્ણય કર્યો
સૌને પાકા આવાસ માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારના અનેક લોકોને મકાન મળ્યા
તેઓએ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી લોકોના જીવનધોરણને ઉંચું લાવવા કાર્ય કર્યું
તેમની આગેવાનીમાં રેલવે ટ્રેક નાખવાની અને રસ્તા બનાવવાની પ્રકિયાએ બમણી ગતી પ્રાપ્ત કરી છે
અમદાવાદ વલ્ર્ડ હેરીટેજ સીટીમાંથી ઇકોનોમી પાવર બન્યુ
ગુજરાત ના વિકાસના અનેક નવા સીમા ચિન્હો પ્રધાનમંત્રી પાસેથી મળ્યા
બાઇટ
ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત
સ્પીચ
14
Report
RTRAJENDRA THACKER
FollowAug 25, 2025 17:16:14Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved Assignment
Location Bhuj
FTP KUTCH
2508ZK_GAUMATA_ANSHAN
ગુજરાતમાં ગાયને ''રાજ્ય માતા''નો દરજ્જો આપવાની માંગ:
કચ્છના એકલધામ મંદિરના મહંત દેવનાથ બાપુ ને સંતોએ ભુજ કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ગુજરાતભરના સંતો અને ગૌપ્રેમીઓનું સમર્થન મળી રહ્યું છે.
મહંત દેવનાથ બાપુએ જણાવ્યું કે તેમણે આ અંગે અગાઉ ગુજરાત સરકારને અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ સરકારે કોઈ પગલાં લીધા ન હતા, જ્યાં સુધી ગાયને ''રાજ્ય માતા''નો દરજ્જો નહીં મળે, ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.
અને સરકાર ને પ્રશ્ન કર્યો છે કે ગુજરાતમાં ગૌ માતા ને રાજ્યમાતા નો દરજ્જો આપવા માં સરકાર ને વાંધો શું છે?
બાઈટ : દેવનાથ બાપુ
એકલધામ મંદિરના મહંત
14
Report
GPGaurav Patel
FollowAug 25, 2025 17:15:52Ahmedabad, Gujarat:
બ્રેકિંગ.
અમદાવાદ નરોડા 108 સેન્ટર પાસે અકસ્માત
ટ્રક ચાલકે બે મહિલા લીધી હડફેટે
બંને મહિલા હોસ્પિટલ પહોંચાડે તે પહેલા બંને મહિલા થયું મોત
પોલીસ તપાસ એક મહિલા પોલીસ કર્મચારી તેમજ બીજી મહિલા 108ની કર્મચારી હોવાનું આવ્યું સામે
વિરલબેન રબારી પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું
અન્ય હિરલ બેન 108 ના કર્મચારી હોવાનું આવ્યું સામે
જી ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો હાથ ધરી તપાસ શરૂ કરી
વોક થ્રુ
14
Report
NDNavneet Dalwadi
FollowAug 25, 2025 15:07:03Bhavnagar, Gujarat:
નોંધ: સ્ટોરી સબમિટ કરવાનાં હેતુથી.
એપ્રુવલ: હમીમ સર.
સ્લગ: ભાવનગરના કોળીયાક ખાતે ભાદરવી અમાસના મેળામાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટયા.
એન્કર:
ભાવનગરથી ૨૪ કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજે ભાદરવી અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજના દિવસનું અહી ખાસ મહત્વ રહેલું છે. જેમાં વાયકા મુજબ લોકો કોળીયાક ના દરિયામાં સ્નાન કરીને પોતે નિષ્કલંક બને છે. તેમજ પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ કરે છે. ભાદરવી અમાસના દિવસે આશરે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શન કરશે. જયારે આ મંદિર દરિયામાં અંદર હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
વીઓ ૧:
આજે ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ માસનો છેલ્લો દિવસ, આજના દિવસે ભાવનગર નજીક આવેલા કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો આવે છે. કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાનનુ અનેરું મહત્વ છે. નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પાંડવકાલીન મહાભારતના યુદ્ધ બાદ પોતાના ભાત્રુવધ ના કલંક ને ધોવા ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા મુજબ કાળી ધજા લઈને સમુદ્રમાં હોડીમાં નીકળી પડ્યા હતા, ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહેલું કે જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે, ત્યાં તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો, એટલે તમારા તમામ પાપો દુર થઇ જશે, અને તમે બધા નિષ્કલંક બની જશો. આથી આ જગ્યા પર આવતા ધજા સફેદ થઇ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાચ શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું માનવામાં આવે છે. જોકે આજે દરિયો એક કિમી જેટલો આગળ વધી જવાથી મહાદેવનું સ્થાન દરિયામાં આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતાર્યા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે. અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે. અને પૂરો સ્તંભ પાણીમાં ગરકાવ થઇ જાય છે. જયારે આજે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાવનગરના રાજવી પરિવારની સૌ પ્રથમ ધજા ચડે છે. રાજવી પરિવારવતી આ ધજા સરવૈયા પરિવારના લોકો નૌકામાં બેસીને ત્યાં પહોચે છે. અને થોડું પાણી ઉતરતાની સાથે ધજા ચડાવવામાં આવે છે. અને ત્યાર બાદ દરિયાનું પાણી ઉતરી ગયા બાદ લોકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે. આજના આ પર્વે આશરે બે લાખ લોકો મહાદેવના દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાદેવને જળ ચડાવી તેના ચરણોમાં શીશ નમાવી ત્યાર બાદ શ્રદ્ધાળુઓ કોળીયાકના દરિયામાં ડૂબકી લગાવી સ્નાન કરી નિષ્કલંક બને છે. તો સાથે સાથે પિતૃતર્પણ કરી પિતૃને મોક્ષ અર્પણ કરે છે. અહી ગુજરાત સહીત દેશભર માંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. મેળામાં દોઢથી બે લાખ લોકોની ભીડને કાબુમાં રાખવા તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ દરિયામાં બચાવ ટીમોને પણ પોલીસતંત્ર દ્વારા તૈનાત કરવામાં આવી છે.
બાઈટ: ભરતભાઇ વ્યાસ, પૂજારી.
બાઈટ: કલ્પેશભાઈ ભટ્ટ, શ્રધ્ધાળુ, ભાવનગર
બાઈટ: મૈત્રીબેન ભાવસાર, શ્રધ્ધાળુ, અમદાવાદ.
વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર.
ટીકર:
આજે ભાદરવી અમાસના પર્વે હજારો લોકો પહોચ્યા મહાદેવના દર્શને.
પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના દર્શનનું આજે અનેરું મહત્વ છે.
અહી દર્શન કરી સમુદ્રી સ્નાનથી લોકો નિષ્કલંક બને તેવી વાયકા છે.
દરિયામાં મંદિર આવેલું હોય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
રાજવી પરિવારની ધ્વજા ચડ્યા બાદ દર્શનનો થયો હતો પ્રારંભ.
14
Report
DRDarshal Raval
FollowAug 25, 2025 15:04:38Ahmedabad, Gujarat:
અમદાવાદ
27 ઓગસ્ટ થી શરૂ થશે ગણેશ ચતુર્થી ઉત્સવ
ગણેશ ચતુર્થી ને લઈને તૈયારીઓ પૂરજોશમાં
જોકે આ વખતે ગણેશ ચતુર્થી ઉત્સવ ફીકો જોવા મળી શકે છે
દર વર્ષની સરખામણીએ આ વર્ષે ગણેશ પર્વ પર પંડાલોની સંખ્યામાં થયો છે ઘટાડો
સ્થળાંતરણ અને વરસાદની ગણેશ ચતુર્થી પર્વ પર પડી અસર
દર વર્ષે 600થી વધુ નોંધાતા ગણેશ પંડાલોની સંખ્યા આ વર્ષે 500 સુધીનો નોંધાયા તેવો અંદાજ
500 માંથી મોટા પંડાલોની સંખ્યા 250 જેટલી
આ વખતે પંડાલોમાં ઓપરેશન સિંદૂર, ટમ્પે લગાવેલી ટેરીફ સામે પ્રધાનમંત્રી ની કામગીરી દર્શાવતી થીમ અને સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ થીમો જોવા મળશે
વરસાદના કારણે નુકસાની ઓછી થાય અને ઉત્સવ સચવાય તે પ્રકાર ની થીમને લોકો વધુ પસંદ કરી રહ્યા છે
બાઈટ. ગણેશ ક્ષત્રિય. પ્રમુખ.
અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન
સલગ. ગણેશ ઉત્સવ
ફીડ. લાઈવ કીટ
14
Report
AKArpan Kaydawala
FollowAug 25, 2025 14:46:3514
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 25, 2025 13:33:01Modasa, Gujarat:
અરવલ્લી
ભિલોડાની ઈન્દ્રાસી નદીમાંથી મહિલાની લાશ મળી
ગઈકાલે તણાયેલી ૭૦ વર્ષીય વૃદ્ધાની મળી લાશ
મોડાસા પાલિકાની રેસ્ક્યુ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
કિશનગઢની કડવાડુંગળી પાસે નદીમાં તણાયા હતા વૃદ્ધા
14
Report
GPGYANENDRA PRATAP
FollowAug 25, 2025 13:04:35Unnao, Uttar Pradesh:
उन्नाव
उन्नाव में बाढ़ का कहर, बहे जिओ बैग।
गंगा की तेज धारा मे सिंचाई विभाग का वैकल्पिक बांध बह गया।
14 करोड़ की लागत से कटान रोकने के लिए सिंचाई विभाग द्वारा बनवाये गए थे 27 कटर ।
बांगरमऊ तहसील के धन्नापुरवा गाँव मे बनवाया गया कटर पानी मे कट गया।
खेतों की मिट्टी कटने से किसानों की फसलें बर्बाद होने का खतरा बढ़ा।
कई गांवों के सामने गंगा कटान का संकट और गहराया ।
बांगरमऊ क्षेत्र का मामला ।
14
Report
URUday Ranjan
FollowAug 25, 2025 12:01:14Ahmedabad, Gujarat:
અમદાવાદ
પીએમ મોદી નો બે દિવસનો ગુજરાત પ્રવાસ
પીએમ મોદી ૫:૧૫ અમદાવાદ એરપોર્ટ પર થશે આગમન
પીએમ મોદી ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત ના લોકો કરશે રીસીવ
મુખ્ય સચિવ પંકજ જોશી, શહેર પોલીસ કમિશનર તથા મેયર સહિતના લોકો ઉપસ્થિત
પીએમ મોદી એરપોર્ટ થી સીધા સભાસ્થળે પોહોંચશે
હરીદર્શન ચાર રસ્તાથી રોડ શો કરશે પીએમ મોદી
નિકોલ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
_ વિયુઝલ
14
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowAug 25, 2025 11:02:51Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને ખેડુતોએ સરકારના નિર્ણયના વિરોધમાં ઉગ્ર રજૂઆત કરી
સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબુદ કરવાના નિર્ણયના વિરોધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ થતા સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતોનો કપાસ વેચ્યા વગર ઘરમાં પડયો રહે તેવી સ્થિતિ સર્જાઈ
સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત પર ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયમાં ફેરફાર કરવાની પણ માંગ કરી
ખેડૂતો દ્વારા પ્રતિકરૂપે હાથે દોરડા બાંધી વિવિધ પોસ્ટર અને સુત્રોચાર સાથે વિરોધ કર્યો
14
Report