Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में डिप्टी इंजीनियर पर रिश्वत मामला: गिरफ्तार
CPCHETAN PATEL
Sept 12, 2025 06:01:01
Surat, Gujarat
સુરત બ્રેક નાયબ કાર્યપાલક ઇજનેરનો લાંચ લેવાનો મામલો એસીબી ની ટીમે આરોપી પરિમલ પટેલના દ્રોઅર માંથી મળ્યા 70 હજાર 70 હજારની રકમ અંગે ટિમ દ્વારા વેરીફાય કરવામાં આવી રહ્યું છે લાચિયા ના વાલોડ અને અડાજણ સ્થિત ઘરોમાં સર્ચ બે દિવસમાં એસીબીના સુરતમાં બે લાંચ ના કેસ ભાટપોર જીઆઇડીસી ની રિઝનલ ઓફિસના નાયબ કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયો હતો રૂ50 હજારની લાંચ લેતા ઝડપાયો હતો બે ઔધોગિક પ્લોટમાં જુના બનેલા શેડનું ડિમોલિશન માટે પરવાનગી માંગી હતી ફરિયાદીએ લાંચ પેટે રૂ 50 હજાર માંગવામાં આવ્યા હતા કલાસ 2 અધિકારી પરિમલ પટેલ લાંચ લેતા ઝડપાયો પોતાની જ ઓફિસમાં લાંચ લેતા ઝડપાયો વોક થ્રુ..ચેતન
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Sept 12, 2025 09:07:22
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર - વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકોની સાથે હાઇવે ની બંને બાજુ રહેતા રહેણાંક વિસ્તારોમાં પણ લોકો મુશ્કેલીમાં હત.ત્યારે આજે વાપીના બગવાડા ટોલનાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ રોસે ભરાઈ અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. અને હાઇવે બાનમાં લેતા નેશનલ હાઇવે પર વાહનો ઠંભી ગયા હતા.. અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વી ઓ:1 વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ની હાલત અમ ચોમાસામાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. વરસાદી માહોલમાં હાઇવે પર પડેલા ખાડાઓ દેખાતા નહીં હોવાથી અનેક અકસ્માતો સર્જાયા હતા.. ચાર દિવસ સુધી વરસાદે વિરામ લેતા હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડી હતી. આથી આ નેશનલ હાઇવે હાઇવે ઓછો પરંતુ ગામનો ધૂળિયો રોડ વધારે હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.. હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો તો આ ધૂળની સમસ્યાથી પરેશાન હતા .પરંતુ એથી પણ વિશેશ હાઇવે ની બાજુમાં રહેતી સોસાયટીઓના લોકો હતા.. વાપીના બગવાડા ટોલનાકા નજીક આવેલા શુભમ ગ્રીન સોસાયટીના લોકોએ આજે હાઇવે પર ઉડતી ધૂળ અને ખરાબ હાલતને લઈ હાઇવે પર જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ને મહિલાઓએ બાનમાં લીધો હોય .તેમ અડધા કલાક સુધી આ હાઇવે ને બંધ કરાવી દીધો હતો ..વાહનોના પૈડા થંભી જતા પોલીસ પણ દોડતી થઈ હતી.. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મહિલાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે હાઇવે પર લાંબી વાહનોની કતારો જામી હતી.. રોસે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવે નું રીપેરીંગ કરવામાં આવે અને ઉડતી ધૂળની ડમરીઓ થી છુટકારો મળે તેવી રજૂઆત કરી હતી... બાઇટ:1 ભાવના જોશી ,સ્થાનિક બાઈટ:2 રિતા બેન પટેલ સ્થાનિક બાઈટ:3 ભાવિષા તાંબડીયા સ્થાનિક વી ઓ:2 ચોમાસાની શરૂઆતથી જ આ હાઈવેલી આવી હાલત છે.. પ્રથમ વરસાદથી જ હાઇવે ધોવાઈ ગયો હતો. આથી હાઇવે પર અસંખ્ય મોટા ખાડા પડી ગયા હતા. જેને કારણે જીવલેણ અકસ્માતો પણ સર્જાયા હતા. અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો .આથી હાઇવે ઓથોરિટી ની સાથે સંબંધિત વિભાગને પણ લોકોએ રજૂઆતો કરી અને હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી..વરસાદ વખતે તો હાઈવે પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માત થતા હતા ...પરંતુ વરસાદ રોકાયા બાદ હાઇવે ની હાલત વધુ ખરાબ થઈ હતી..અને જ્યારે વરસાદ રોકાય છે.. ત્યારે હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડે છે.. આથી હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોની સાથે સ્થાનિક લોકો પણ પરેશાની નો સામનો કરવો પડે છે.. આજે લાંબા સમય સુધી મહિલાઓએ નેશનલ હાઈવે બાનમાં લઈ લેતા હાઇવે પર થી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા હતા. આથી પોલીસ પણ દોડતી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો લુલો બચાવ કર્યો હતો... બાઈટ:4 જયંતીભાઈ પટેલ ,સ્થાનિક બાઇટ: 5 લાલુભાઈ મકરાણી મેનેજર, બગવાડા ટોલ નાકા વી ઓ:3 આ પ્રથમ વર્ષ નથી. દર વર્ષે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ની હાલત ચોમાસામાં આવી જ રહેશે છે. પ્રથમ વરસાદથી જ હાઇવે ધોવાઈ જાય છે.. ચોમાસામાં હાઇવે ના રીપેરીંગ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે ..પરંતુ તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે ..આખું ચોમાસું વાહનચાલકોએ પરેશાન થવું પડે છે... ત્યારે હાઇવે ની આવી ખરાબ હાલત અંગે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે... નિલેશ જોશી ઝી મીડીયા વાપી. લોકેશન: વાપી વલસાડ
8
comment0
Report
RMRaghuvir Makwana
Sept 12, 2025 09:06:31
Botad, Gujarat:DATE-12-09-2025 SLUG-1209 ZK BTD RAMAGHAT DEM FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHALBHAI GADHVI બોટાદ જિલ્લાના ગઢડા શહેરની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ફરી એકવાર છલકાયો છે. આ ચોમાસાની સિઝનમાં ત્રીજીવાર ડેમ ઓવરફ્લો થતાં ગઢડા સહિત આસપાસના ૧૫ જેટલા ગામોના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વિઓ ​ગઢડા શહેરમાં ઘેલો નદી પર બનેલો આ રમાઘાટ ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાજેતરમાં ઉપરવાસમાં આવેલા લીંબાળી ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા પાણીની આવક વધી હતી. આ કારણે રમાઘાટ ડેમ તેની સપાટી વટાવીને ઓવરફ્લો થયો હતો. ​રમાઘાટ ડેમ ઓવરફ્લો થવાથી ગઢડા, અડતાળા, લાખણકા, પીપળ, તતાણા સહિત અંદાજે ૧૫ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. આ ઘટનાને કારણે આગામી પાક માટે પાણીની ચિંતા દૂર થઈ છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોએ ડેમના ભરાઈ જવાની ખુશી મનાવી હતી અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમની મુલાકાત લઈ રહ્યા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં આનંદનો માહોલ છવાયો છે. બાઈટ - ઉદયભાઈ ડવ - સ્થાનિક ગઢડા બાઈટ - ઘનશ્યામભાઈ વાઘણી - ખેડુત ગઢડા
5
comment0
Report
RMRaghuvir Makwana
Sept 12, 2025 08:53:00
Botad, Gujarat:DATE-12-09-2025 SLUG-1209 ZK BTD LOKO NO VIRODH FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL BHAI(કવિરાજ) એન્કર. ગઢડાના લાખણકા ગામે બની રહેલા જેટકોના 220 કે.વી. સબસ્ટેશનના કામ સામે ગ્રામજનો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગામના સરપંચથી માંડી ગામના યુવાનો અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી સુત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક આ કામ બંધ કરવા ગામલોકોએ માંગ કરી છે. વીઓ. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામની 300 વિઘા સરકારી ગૌચર જમીન પર સરકાર દ્વારા 220 કે.વી. સબસ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવતા જેટકો દ્વારા 220 સબ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લાખણકા ગામના તમામ લોકો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. લાખણકા ગામલોકોના જણાવ્યા મુજબ આ જમીન પર પર્યાવરણપ્રેમી યુવાનોએ પોતાના સ્વખર્ચે રૂ. 1 કરોડ ખર્ચી 4000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. ત્યારે આ જગ્યા પર કામ શરૂ થતાં જ ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગૌચર જમીન નષ્ટ થવાની ભીતિ અને વૃક્ષોના નાશ સામે મોટી સંખ્યામાં લાખણકા ગામના સરપંચ, માલધારીઓ, ખેડુતો સહિત ગામના લોકો સ્થળ પર પહોચ્યા હતા અને ગામલોકોએ વૃક્ષ બચાવો, ગૌચર બચાવો જેવા સુત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. વીઓ. લાખણકા ગામના સરપંચ, માલધારીઓ અને આગેવાનો સહિત ગામના લોકોએ ગૌચર બચાવવાનો સંકલ્પ કર્યો છે. આ સ્થળ પર વૃક્ષારોપણ થયું છે. આપણે વિકાસ વિરોધી નથી, પણ ગૌચર અને પર્યાવરણ બચાવવું એટલું જ જરૂરી છે. માટે જો અહિ સબ સ્ટેશન થશે તો વૃક્ષો નાશ થશે તેમજ ગૌચર નાશ થશે તેમ ગામના લોકોએ જણાવ્યું હતું તેમજ જો બીજી જગ્યા પર સબ સ્ટેશન બનાવે તો અમને કોઈ વાંધો નથી તેમ લોકોએ જણાવ્યું હતું. તેમજ લાખણકા ગામના સરપંચ ના પ્રતિનિધિ, ખેડુતો અને માલધારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી આ કામ બંધ નહીં થાય, તો આખું ગામ પશુઓ સાથે હિજરત કરી તાલુકા કચેરીનો ઘેરાવ કરશું તેમજ અન્નશન નો ત્યાગ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ - 1- જયેશભાઈ ગાબાણી - સરપંચ પતી. લાખણકા. બાઈટ - 2- ભરતસિંહ પઢીયાર - પૂર્વ મહામંત્રી ભાજપ ગઢડા તાલુકા. બાઈટ - 3- જગદીશભાઈ ભરવાડ - માલધારી લાખણકા. બાઈટ - 4- પંકજભાઈ માણીયા - આગેવાન લાખણકા. બાઈટ - 5- હરદેવભાઈ વઢેર - આગેવાન લાખણકા. ફાઈનલ વીઓ. વિકાસ અને પર્યાવરણ વચ્ચે. એક તરફ સરકારની ઊર્જા યોજના, બીજી તરફ લોકોનો કુદરતને બચાવવાનો જિદ્દ. લાખણકા ગામનું આ આંદોલન આગળ શું વળાંક લેશે, તે આવનારા દિવસો તય કરશે..
6
comment0
Report
UPUMESH PATEL
Sept 12, 2025 08:48:55
Valsad, Gujarat:રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાની મુલાકાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્રારા કાંઠા વિસ્તારના લોકો તથા ઘણા સમય થી મંજૂરી માં અટકેલા પાણી પુરવઠા ના પ્રશ્નો અંગે લાવવામાં આવશે નિરાકરણ અધિકારીઓ સાથે દરિયાઈ ધોવાણ અટકાવવા અને પાણી પુરવઠા યોજનાઓ અંગે કરાઈ ચર્ચા વહેલી તકે તમામ યોજનાઓના લાભ પ્રજાને મળે તે માટે અધિકારીઓને અપાઈ સુચના દરિયા કિનારાના ગામોને પીવાનું પાણી મળી રહે તે માટે નવી યોજનાઓ મુકવામાં આવશે દરિયાનું ધોવાણ અટકાવવા માટે કરોડો રૂપિયાની પ્રોટેક્શન વોલ નું કામનું નિરીક્ષણ અને નવી પ્રોટેક્શન વોલનું આયોજન કરી વહેલી તકે બનાવશે : મંત્રી કુંવરજી બાવળીયા બાઈટ : કુંવરજી બાવળિયા રાજ્ય મંત્રી પાણી પુરવઠા
7
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 08:48:26
7
comment0
Report
KBKETAN BAGDA
Sept 12, 2025 08:47:05
Amreli, Gujarat:સ્લગ - કૂવો છલોછલ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - હમીમભાઈ તારીખ - 12/9/25 એન્કર....... અમરેલી જિલ્લાના મોટા જીંજુડા ના ખેડૂત દેવશી ભાઈ રબારી ના ખેતર નો 80 ફૂટ ઊંડો કૂવો બારેમાસ ઝરણાં ની માફક ઓવરફ્લો થઇ ને વહી રહ્યો છે પ્રથમ દ્રષ્ટિ એ જોતા ટાંકો લાગે પરંતુ આ ખેતર નો 80 ફૂટ ઊંડો કૂવો છે જે માત્ર ચોમાસા માં નહીં પરંતુ બારે માસ છલકાયેલો રહે છે અને હંમેશા ઓવરફ્લો થઇ પાણીના ઝરણાં માફક વહ્યા કરે છે. અહીં બારે માસ આ કૂવો છલકાયેલ રહેતો હોવાથી આ કુવા નુ પાણી કૂવાના માલિક દેવશી ભાઈ આસપાસ ના ખેડૂતો ને પણ પિત્ત માટે આપી રહ્યાંછે છતાં કૂવો ક્યારેય ખાલી થતો નથી જેથી દેવશી ભાઈ સહીત આસપાસ ના બધા ખેડૂતો ને ત્રણ સીઝન ખેતી માં મળે છે અને ખુબ ફાયદો થઇ રહ્યો છે. જોકે મારે પાણી થી છલકતા કુવા ને ખેડૂત કુદરત ની દેણ માની તેનો આભાર માને છે ત્યારે આ મારેમાસ છલકતા કુવા ની સ્થિતિ અંગે જોઈ એ આ સ્પેશલ રિપોર્ટ માં. વિઓ - 1 અમરેલી જિલ્લાના નાનકડા એવા ગામ મોટા ઝીંઝુડા ના ખેડૂત દેવશીભાઈ રબારીની વાડીમાં 80 ફૂટ ઊંડો કૂવો આવેલો છે આ કૂવામાં એટલું બધું પાણી છે કે આ કૂવો બારેમાસ છલકાયેલો જ રહે છે અને આ કૂવામાંથી ઝરણા માફક ખળ ખળ કરતું પાણી સતત વહ્યા કરે છે જેથી આ ખેડૂતને ત્રણ સિઝનનો ફાયદો વર્ષોથી થઈ રહ્યો છે કુવાના કારણે આ ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું છે બારેમાસ આ કુંવા નુ પાણી વહ્યા કરે છે ઓવર થતુ પાણી ઝરણા માફક વહે છે ગમે તેટલું પાણી ખેતરમાં વાડી વિસ્તારમાં વાપરે છતાં ક્યારે પણ આ કૂવામાંથી પાણી ખૂટતું નથી નબળા વર્ષમાં કે દુષ્કાળમાં પણ આ કૂવામાંથી પાણી ક્યારેય ખૂટ્યું નથી સામાન્ય રીતે 10 બાય 10 નો કૂવો હોય છે ત્યારે આ 25 બાય 25 નો 80 ફૂટ જેટલો ઊંડો છે સતત આ કૂવામાંથી પાણી બહાર આવી રહ્યું છે જેથી કુવો ખૂબ ઓવરફ્લો થઈ રહ્યો છે આસપાસના ખેડૂતો પણ આપવાનો લાભ રહ્યો લાભ લઈ રહ્યા છે અને પોતાના વાડી ખેતરોમાં પાક લઈ રહ્યા. બાઈટ -2 - માવજીભાઈ પટેલ - ખેડૂત - બાજુની વાડી વાળા વિઓ - 2 સામાન્ય રીતે વાડી ખેતરોમાં 10 બાય 10 ના સાઈઝના કુવા હોય છે જેમાં 50 થી 60 ફૂટની ઊંડાઈ હોય છે અને ઉનાળામાં કુવામાં ખૂબ પાણીની તકલીફ પડે છે ત્યારે ઝીંઝુડા ના ખેડૂત દેવશીભાઈ રબારીની વાડીમાં 80 ફૂટ ઊંડો કૂવો છે જે કૂવો સતત ઓવર થઈ અને પાસે નદીની માફક વહી રહ્યો છે દેવશીભાઈ ત્રણ સિઝનનો પાક લેવાથી સધ્ધર બન્યા છે કુવા ખૂબ વધારાનું પાણી હોવાથી દેવશીભાઈ આજુબાજુના ખેડૂતોને પણ પોતાની મોટર વડે પાણી આપી લગભગ તમામ પાસેના ખેતરોમાં ખેડૂતોને મદદ કરી રહ્યા છે અને આસપાસના ખેડૂતો પણ આ કુવાનો લાભ લઈ રહ્યા છે. બાઈટ - 2 - દેવશીભાઈ રબારી - કુવાના માલિક વોકથ્રુ.......કેતન બગડા ફાઇનલ વિઓ....... સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ માં દેવશીભાઈ રબારીની 22 વીઘા જમીન આવેલી છે આ જમીનમાં ખૂણામાં એક કૂવો છે જે કૂવામાંથી ક્યારેય પણ પાણી ખાલી જ નથી થતું અને પાણી ઓવરફ્લો થઈ સતત બહાર નીકળી અને ઝરણા માફક વહી રહ્યું છે 24 કલાક મોટર દેવશીભાઈ વાપરે છે અને આસપાસના ખેડૂતો પણ આ પાણી લઈ જઈ રહ્યા છે છતાં પણ આ કૂવામાંથી ક્યારેય પાણી ખૂટતું નથી જેથી દેવશીભાઈ નો આ કુવો આસપાસના લોકોને પણ બારેમાસ સિંચાઈ માટે ફાયદો કરાવી રહ્યો છે સામાન્ય રીતે ચોમાસામાં જ ખેડૂતોની સીઝન હોય છે પરંતુ દેવશીભાઈ નો આ કુવાના કારણે ત્રણ સીઝન ખેતી ની દેવશીભાઈ લઈ રહ્યા છે અને લોકોને પણ મદદ કરી રહ્યા છે ત્યારે હાલ આ 80 ફૂટ ઊંડા કૂવામાંથી સતત પાણી વહી રહ્યો છે અને તે પણ ઝરણા માફક જેને નો નજારો આહલાદક છે પહેલી નજરે જોતા કોઈ ટાંકો લાગે પરંતુ પાસે જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ 25 બાય 25 નો 80 ફૂટ ઊંડો કૂવો છે અને આજે પાણી ઓવર થઈ રહ્યું છે એ ઝરણામાં કુવામાંથી બહાર આવી રહ્યું છે દેવશીભાઈ નો આ કુવામાં ક્યારે પણ પાણી ખૂટ્યું નથી જેથી દેવશીભાઈ કુદરતનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
10
comment0
Report
URUday Ranjan
Sept 12, 2025 08:45:49
Ahmedabad, Gujarat:Slug : 1209ZK_LIVE_AHD_PALDI_MURDER Reporter : UDAY RANJAN Injgst Feed :1209ZK_LIVE_AHD_PALDI_MURDER Date : 12 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા ફોટો અને સીસીટીવી સેન્ડ કરેલ છે .... એન્કર : અમદાવાદ ના પાલડી પોલીસ સ્ટેશન થી અંદાજે 117 ડગલા દૂર ક્રુરતા થી હત્યા નો બનાવ સામે આવ્યો છે .... ઉલ્લેખનીય છે કે શુક્રવાર ની વહેલી સવારે નૌશલ ઠાકોર નામના યુવકની નંબર પ્લેટ વગર ની કાર માં આવેલા 5 હત્યારો ઓએ હત્યા ને અંજામ આપી મીનીટો માં જ ફરાર થઈ ગયા હતા ..... વીઓ : 01 સૌથી પહેલા અમે આપને આ સીસી ટીવી દેખાડી દયે તમે જોવો એક વ્યક્તિ ને પહેલા પાડી દેવા માં આવે છે બાદ માં અંદાજે 5 શખ્સો હાથ માં હથિયાર લઈ ને એક બાદ એક અનેક ઘા કરી ને હત્યા નિપજાવી રહ્યા છે અને મીનીટો માં જ ફરાર થઈ જાય છે આ સમગ્ર બનાવ અમદાવાદ ના પાલડી પોલીસે સ્ટેશન ના 117 ડગલા દૂર આવેલા સહજાનંદ પ્લાઝા નજીક ના છે જ્યાં શુકરવા ની વહેલી સવારે નૌશલ ઠાકોર આવ્યો હતો ત્યારે જ એક નંબર પ્લેટ વગર ની શિફ્ટ કાર આવી જેમાંથી અંદાજે 5 જેટલા શખ્સો તીક્ષ્ણ હથિયાર થી નૌશલ ઠાકોર પર તૂટી પડ્યા હતા અને મીનીટો માંજ નૌશલ ઠાકોર ની હત્યા કરી હત્યારાઓ પાલડી પોલીસ સ્ટેશન નજીક જ હત્યા કરી ને ફરાર થઈ ગયા હતા બાઈટ : શિવમ વર્મા , ડીસીપી, ઝોન 7 , અમદાવાદ શહેર પોલીસ વીઓ : 02 આ હત્યા નો બનાવ બનતા ની સાથે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી હતી જેમાં હત્યા ના સીસી ટીવી સામે આવતાની સાથે જ પોલીસે સીસી ટીવી ફૂટેજ ના આધારે હત્યારાઓ ની ઓળખ અને કાર ની ઓળખ કરવા ની શરૂવાત કરી છે ત્યારે પોલીસે વધુ એ તપાસ હાથ ધરી છે કે હત્યા કરવા પાછળ નું કારણ શું છે અને હત્યારા કરનારા કોણ છે ત્યારે પાલડી પોલીસ સ્ટેશન થી માત્ર 117 જ ડગલા દૂર હત્યા થતા પોલીસ ના પેટ્રોલિંગ અને કાયદા અને વ્યસ્થા પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે Wkt: લાઇવ માં આપેલ વોકથ્રુ પોલીસ સ્ટેશન કેટલું દૂર થાય છે એ દેખાડ્યું છે તે ચલાવવું બાઈટ : શિવમ વર્મા , ડીસીપી, ઝોન 7 , અમદાવાદ શહેર પોલીસ વીઓ : 03 ત્યારે પાલડી પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ શરૂ કરી છે જેમાં મૃતક નૌશલ ઠાકોર ભૂતકાળ માં એક હત્યા ના બનાવ માં સંડોવાયેલ હતો તેની અદાવત માં આ હત્યા થઈ છે કે પછી મૃતક નૌશલ ઠાકોર જમીન લે વેચ ના વ્યવસાય સાથે પણ જોડાયેલ છે તેની કોઈ અદાવત માં હત્યા કરવા માં આવી છે આ પ્રકારે અલગ અલગ દિશા માં પાલડી પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે હત્યા પાછળ નું કારણ હત્યારા હાથ માં આવ્યા બાદ સ્પષ્ટ થઈ શકે છે ..... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
9
comment0
Report
PTPremal Trivedi
Sept 12, 2025 07:30:09
Patan, Gujarat: એન્કર.. પાટણ જિલ્લા માં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી પાક વાવેતર કર્યું છે પણ પૂરતા પ્રમાણ માં ખાતર ન મળતા ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડે છે પાટણ તાલુકા સહકારી ખરીદ સંઘ નવાગંજ માર્કેટ યાર્ડ ખાતે સવાર થી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો ની લાબી લાબી કતારો જોવા મળી રહી છે વધુ માં એક ખેડૂત ને માત્ર પાંચ થેલી યુરિયા ખાતર ની આપવામાં આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથેજ યુરિયા ખાતર સાથે અન્ય ખાતર ની થેલી ફરજિયાત આપવામા આવતા ખેડૂતોમા ભારે રોષ જોવા મળ્યો હતો.. વીઓ.. પાટણ જિલ્લા ના ખેડૂતો એ ચોમાસુ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવ ની ખેડ, બિયારણ અને કાળી મજૂરી કરી પાક વાવેતર તો કર્યું પણ હાલ પાક ને તાતી જરૂરિયાત ખાતર ની ઉભી થવા પામી છે ત્યારે પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ માર્કેટ યાર્ડ મા યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો ની સવાર થી જ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે છતાં પણ પૂરતા પ્રમાણ મા ખાતર ન મળતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છે હાલમાં ખેડૂતોએ , કપાસ, જુવાર, એરંડા નું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે પરંતુ ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે અગાઉ ખાતર ના વિક્રેતા યુરિયા ખાતર સાથે નેનો યુરિયા ખાતર ની બોટલો આપતા હતા અને હવે ખાતર સાથે અન્ય પ્રકાર ની ખાતર ની એક થેલી ફરજિયાત આપતા ખેડૂતો મા રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતોને પાકમાં તાતી જરૂરિયાત ખાતરની હોય છે ત્યારે પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા ખાતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠવા પામે છે મોટી જમીન ધરાવતા ખેડૂતોને બારોબાર ખાતર જોઈએ તેટલું પહોંચાડવામાં આવે છે પરંતુ નાની જમીન ધરાવતા ખેડૂતોને જ મુશ્કેલીઓ ખાતર માટે વેઠવી પડે છે તો સરકાર દ્વારા મોટા ખેડૂતોને સાચવવાનું બંધ કરી નાના નાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તે પ્રકારની વ્યવસ્થા કરે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે બાઈટ. 1.પ્રભાત સિંહ રાજપૂત ખેડૂત બાઈટ.2.મેહુલ ભાઈ રબારી ખેડૂત બાઈટ. 3.શોભાજી ઠાકોર. ખેડૂત
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 06:01:09
14
comment0
Report
Advertisement
Back to top