Back
पाटन के किसानों के लिए यूरिया की कमी से लंबी कतारें
PTPremal Trivedi
Sept 12, 2025 07:30:09
Patan, Gujarat
એન્કર..
પાટણ જિલ્લા માં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી પાક વાવેતર કર્યું છે પણ પૂરતા પ્રમાણ માં ખાતર ન મળતા ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડે છે પાટણ તાલુકા સહકારી ખરીદ સંઘ નવાગંજ માર્કેટ યાર્ડ ખાતે સવાર થી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો ની લાબી લાબી કતારો જોવા મળી રહી છે વધુ માં એક ખેડૂત ને માત્ર પાંચ થેલી યુરિયા ખાતર ની આપવામાં આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથેજ યુરિયા ખાતર સાથે અન્ય ખાતર ની થેલી ફરજિયાત આપવામા આવતા ખેડૂતોમા ભારે રોષ જોવા મળ્યો હતો..
વીઓ..
પાટણ જિલ્લા ના ખેડૂતો એ ચોમાસુ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવ ની ખેડ, બિયારણ અને કાળી મજૂરી કરી પાક વાવેતર તો કર્યું પણ હાલ પાક ને તાતી જરૂરિયાત ખાતર ની ઉભી થવા પામી છે ત્યારે પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ માર્કેટ યાર્ડ મા યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો ની સવાર થી જ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે છતાં પણ પૂરતા પ્રમાણ મા ખાતર ન મળતા ખેડૂતો ની હાલત કફોડી બનવા પામી છે હાલમાં ખેડૂતોએ , કપાસ, જુવાર, એરંડા નું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે પરંતુ ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે અગાઉ ખાતર ના વિક્રેતા યુરિયા ખાતર સાથે નેનો યુરિયા ખાતર ની બોટલો આપતા હતા અને હવે ખાતર સાથે અન્ય પ્રકાર ની ખાતર ની એક થેલી ફરજિયાત આપતા ખેડૂતો મા રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતોને પાકમાં તાતી જરૂરિયાત ખાતરની હોય છે ત્યારે પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા ખાતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠવા પામે છે મોટી જમીન ધરાવતા ખેડૂતોને બારોબાર ખાતર જોઈએ તેટલું પહોંચાડવામાં આવે છે પરંતુ નાની જમીન ધરાવતા ખેડૂતોને જ મુશ્કેલીઓ ખાતર માટે વેઠવી પડે છે તો સરકાર દ્વારા મોટા ખેડૂતોને સાચવવાનું બંધ કરી નાના નાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તે પ્રકારની વ્યવસ્થા કરે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે
બાઈટ. 1.પ્રભાત સિંહ રાજપૂત ખેડૂત
બાઈટ.2.મેહુલ ભાઈ રબારી ખેડૂત
બાઈટ. 3.શોભાજી ઠાકોર. ખેડૂત
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 12, 2025 09:46:244
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 09:45:427
Report
UPUMESH PATEL
FollowSept 12, 2025 09:45:127
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 09:33:484
Report
NJNILESH JOSHI
FollowSept 12, 2025 09:07:2213
Report
RMRaghuvir Makwana
FollowSept 12, 2025 09:06:3111
Report
RMRaghuvir Makwana
FollowSept 12, 2025 08:53:0012
Report
UPUMESH PATEL
FollowSept 12, 2025 08:48:5512
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 08:48:269
Report
KBKETAN BAGDA
FollowSept 12, 2025 08:47:0512
Report
URUday Ranjan
FollowSept 12, 2025 08:45:4911
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 07:31:0213
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 07:30:4813
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 06:01:3014
Report