Back
બાવળા ગામમાં વરસાદ અને ખરાબ રસ્તા: લોકોની હાલત કફોડી!
DRDarshal Raval
Jul 30, 2025 10:06:55
Ahmedabad, Gujarat
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય માં બાવળામાં લોકો પરેશાન
એક તરફ વરસાદી પાણી ભરાવાની સમસ્યા
તો બીજી તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન
આરસીસી રોડ પર ખાડા પડીને સળિયા બહાર દેખાવા લાગ્યા
બાવળા આરોગ્ય કેન્દ્રથી બાવળા પોલીસ સ્ટેશન તરફ જતા રસ્તા ની હાલત ખરાબ
આ સિવાય એસટી બસ સ્ટેન્ડ, બાવળા નગરપાલિકા, એપીએમસી સહિત બાવળામાં વિવિધ રસ્તાઓ ની હાલત ખરાબ
ખરાબ રસ્તા ના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી
બાવળાની ખરાબ પરિસ્થિતિને લઈને નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ
નગરપાલિકા શું કરી રહ્યું છે તેવા ઊઠ્યાં સવાલ
વિઝ્યુપ અને 121
સલગ. બાવળા રોડ
ફીડ. લાઈવ કીટ
જવે ફીડ ઉતરશે
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DDDeepak Dwivedi
FollowJul 31, 2025 04:45:42Gwalior, Bhopal, Madhya Pradesh:
* *भोपाल - 2 साल के मासूम को स्ट्रीट डॉग ने काट कर किया जख्मी*
गंभीर हालत में मासूम को ले जाया गया अस्पताल
कटारा हिल्स स्थित सिगनेचर सिटी का मामला
पहले भी आवारा कुत्तों को लेकर रहवासी कर चुके हैं प्रदर्शन और शिकायत दर्ज
0
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 04:45:36Surat, Gujarat:
સુરત : રોડ સફાઈ કરતી સ્ક્રેપર મશીનમાંથી ઓઇલ રોડ પર પડતા અકસ્માત સર્જાયો
સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે બની ઘટના.
ચીકુવાડીથી ગુજરાત હાઉસિંગ બોડ સુધી રોડ પર ઓઇલ પડતા વાહન ચાલકો પટકાયા
અનેક બાઈક ચાલકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી રોડ પર પાણીનો મારો ચલાવી ઓઇલ હટાવ્યો.
0
Report
AKAtul Kumar Yadav
FollowJul 31, 2025 04:45:30Kanpur, Uttar Pradesh:
एंकर - खबर गोंडा से है। गोंडा में गोंडा स्टेशन मार्ग पर महारानीगंज घोसियाना के पास दो छुट्टा जानवर के आपस में भिड़ जाने से अफरा तफरी माहौल हो गया। दो साड़ों की बीच लड़ाई से दो मोटरसाइकिल गिर गई और एक गंभीर रूप से घायल हो गया। स्थानीय लोगों ने इलाज के लिए जिला अस्पताल एडमिट कराया है। बीच दो सांड की लड़ाई का वीडियो स्थानीय लोगों ने बनाकर के सोशल मीडिया पर वायरल कर दिया है। लेकिन सवाल इस बात का उठता है कि जब नगर पालिका प्रशासन आखिर इन निराशित गौवंशों को क्यों नहीं संरक्षित कर रहा है। जबकि जिले में बड़े-बड़े गौशाला और गौ आश्रय केंद्र बने हुए हैं। बीते दिनों HDFC बैंक के सामने दो सांड की लड़ाई के बीच आ जाने से बैंक संविदा कर्मी महिला की भी मौत हो गई थी।
Live Video
0
Report
AMAnkit Mittal
FollowJul 31, 2025 04:45:21Muzaffarnagar, Uttar Pradesh:
मुजफ्फरनगर ब्रेकिंग
मुजफ्फरनगर में कार से युवक की स्टंटबाजी,
सड़क पर कार को दौड़ा कर कर रहा है स्लिप,
सोशल मीडिया पर हवा बनाने के लिए स्टंटबाजी,
मीरापुर के कैथोड़ा निवासी है युवक तनवीर आलम,
जिंदगी से स्टंट करके खिलवाड़ कर रहा है युवक,
मीरापुर थाना क्षेत्र का है वायरल हुआ वीडियो।
0
Report
BSBhanu Sharma
FollowJul 31, 2025 04:17:30Dholpur, Rajasthan:
धौलपुर चंबल नदी का जलस्तर बढ़ने के कारण मुक्तिधाम में पानी भर गया है, जिससे दाह संस्कार में भारी परेशानी हो रही है
चंबल नदी का जलस्तर अब खतरे के निशान से ऊपर पहुंच चुका है, और इसका सीधा असर मुक्तिधाम पर पड़ा है। यहां शवों का दाह संस्कार करना मुश्किल हो गया है, क्योंकि पूरा मुक्तिधाम जलमग्न हो गया है।
इस स्थिति में वैकल्पिक व्यवस्था करनी पड़ रही है, ताकि अंतिम संस्कार का काम सुचारू रूप से चल सके। आपको बता दें कि मुक्तिधाम के दो हॉल में भंडारण के लिए रखे उपले और लकड़ियां भी बाढ़ की चपेट में आ गई हैं।
1
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 03:48:08Surat, Gujarat:
એકર
જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે. તેમ તેમ સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે. આ વર્ષે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "હર ઘર તિરંગા" અભિયાનનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સુરતના કાપડ ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે. જ્યાં વેપારીઓને કરોડો રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળી રહ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે તિરંગા માટે જે ઓર્ડર મળ્યા છે તેના થી 100 કરોડનો વેપાર ઉદ્યોગને મળી શકે છે
વિઓ.1
આ ઓર્ડરનો મોટો હિસ્સો સુરતના જાણીતા કાપડ વેપારી પ્રવીણ ગુપ્તાને મળ્યો છે. તેમને એકલાને જ એક કરોડથી વધુ વિવિધ કદના રાષ્ટ્રધ્વજના ઓર્ડર મળ્યા છે. પ્રવીણ ગુપ્તા, જેઓ દેશના પ્રખ્યાત ધ્વજ નિર્માતા તરીકે ઓળખાય છે. તેમની ટેક્સટાઇલ ફર્મ વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોવા મળતા વિશાળકાય ધ્વજ બનાવવામાં નિપુણતા ધરાવે છે. તેમની કંપની ખાસ કરીને મોટા કદના ધ્વજ બનાવવામાં નિષ્ણાત છે.પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ''''હર ઘર તિરંગા'''' અભિયાનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રધ્વજ બનાવવાની શરૂઆત કરી છે. આ તિરંગા બનાવતી વખતે ગર્વની અનુભૂતિ થાય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ રાષ્ટ્રધ્વજ મુખ્યત્વે ચીનથી આયાત કરવામાં આવતા હતા, અને આજે પણ કેટલાક ધ્વજ ત્યાંથી આવી રહ્યા છે. પરંતુ સુરતમાં જે ધ્વજ બની રહ્યા છે તે ''''મેડ ઇન ઇન્ડિયા'''' કાપડમાંથી બનાવવામાં આવે છે. જે તેમાં સાચી રાષ્ટ્રભાવના ઉમેરે છે.
પ્રવીણ ગુપ્તાને ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકારો તરફથી મોટા ઓર્ડર મળ્યા છે. આ ઉપરાંત, દેશભરના હોલસેલર વેપારીઓએ પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યા છે. રસપ્રદ વાત એ છે કે, હાલમાં સૌથી વધુ માંગ નાની સાઈઝના તિરંગાની છે. જેમ કે 5x3 ઇંચ અને 20x30 ઇંચ. આ નાના ધ્વજ ભેટમાં આપવા, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરવા, અને વાહનો તેમજ ઓફિસોમાં મૂકવા માટે લોકપ્રિય છે. જોકે, 20x30 ફીટ જેવા વિશાળ કદના ધ્વજ પણ બનાવવામાં આવી રહ્યા છે.
તિરંગાને વધુ યાદગાર બનાવવા માટે, કેટલાક ધ્વજને ખાસ ફ્રેમ કરીને પણ આપવામાં આવી રહ્યા છે. જે તેને કાયમી યાદગીરી તરીકે સાચવી શકાય.આ પહેલ માત્ર સ્થાનિક ઉદ્યોગને વેગ આપી રહી નથી, પરંતુ ''''મેડ ઇન ઇન્ડિયા''''ના સંદેશને પણ મજબૂત બનાવી રહી છે..
બાઈટ...પ્રવીણ ગુપ્તા..વેપારી
5
Report
SBShilu Bhagvanji
FollowJul 31, 2025 01:15:37Porbandar, Gujarat:
3107 ZK PBR LOOT
FORMAT-PKG
DATE-31-07-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
રાજ્યમાં અવારનવાર ચોરી તથા લૂંટફાટના બનાવો બનતાં આપણે જોઈએ છીએ પરંતુ પોરબંદર જિલ્લામાં બનેલ લૂંટના બનાવે ભારે ચર્ચા જગાવી છે.અહી સગા બનેવીએ જ સાળાના ઘરમાં લૂંટ ચલાવવા એવી ચાલ ચાલી કે પોલીસ સહિત સૌ કોઈ આશ્ચર્યમા પડી ગયા.ચાલો જોઇએ શુ છે બનેવીએ પડાવી સાળાના ઘરમાં ધાડનો સમગ્ર મામલો.
વીઓ-1
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ ખીજદળ ગામની વાડી વિસ્તારમાં આરોપીઓએ છરીની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.ફરિયાદી કરશન દેવાણંદ નંદાણીયા ઉંમર વર્ષ 60 રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 28 જુલાઇ 2025ના રોજ બપોરના પોણા પાંચ વાગ્યાના અરસામાં ખીજદળ ગામે આવેલ તેઓની વાડી પર 6 બુકાનીધારીઓ કારમાં સવાર થઈ હથિયારો સાથે ધસી આવ્યા હતા.આરોપીઓએ સૌ પ્રથમ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી સાહેદ જશુ નંદાણીયા તથા પમી નંદાણીયાના મોઢે મુંગો દઇ ફરિયાદીના આઠ વર્ષના પરપોત્રના ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાળકના ગળે છરી જોતા પમી નંદાણીયાએ બાળકને બચાવવા પ્રયત્ન કરતા આરોપીઓએ બે આંગળીઓમા છરીના ઘા ઝીંકી દીધા હતા.આરોપીઓએ ફરિયાદી સહિત તમામને એક રુમમાં બંધ કરી બહારથી દરવાજાને બંધ કરી લૂંટ કરવાનું શરુ કર્યું હતું.આરોપીઓએ બંને રુમમાં રહેલ કબાટોના લોક તોડી તથા ચાવી વડે ખોલી સોનાના દાગીના જેવા કે 4 જોડી મંગલસૂત્ર 3 પેન્ડલ સેટ,2 સોનાના ચેન સોનાની 4 વિંટી તથા લકી તથા સોનાની બુટ્ટી સહિત કુલ 27 તોલા સોનું તથા 80 હજાર રોકડ કુલ 19 લાખ 70 હજારની ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
બાઇટ-1
ધ્રુવલ સુતરીયા
નાયબ પોલીસ અધિક્ષ,રાણાવાવ ડિવિઝન
વીઓ-2
લૂંટ કરી નાસી જનાર આરોપીઓને એમ કે તેઓએ મોટી લૂંટને અંજામ આપી દીધો છે હવે તેઓને કોઈ નહીં પકડી શકે પરંતુ ઘટનાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક તથા પોરબંદર એલસીબી પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ઘટનાની ગંભીરતાને જોતા પોરબંદર જિલ્લા પોલીસવડાએ પોરબંદર એલસીબી, એસઓજી,પેરોલ ફર્લો તથા રાણાવાવ પોલીસ સ્ટેશનની એમ કુલ ચાર અલગ અલગ ટીમો બનાવી હતી.પોરબંદર એલસીબી પીઆઇ કાંબરીયા સહિત ટીમને સીસીટીવી ફુટેજ તપાસતા કારની વિગત મળતા બંનેનો આ કાર રાણાવાવ ટી પોઇન્ટથી ભાણવડ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવતા GJ-03-MH-4759 નંબરની બલેનો કાર પસાર થતા તેને રોકાવી કારમાં બેઠેલા લોકોને નીચે ઉતારી કારની ઝડતી લેતા સોનાના દાગીના તથા રોકડ મળી આવ્યા આ અંગે પુછપરછ કરતા આ મુદામાલ ખીજદળ ગામેથી લૂંટનો હોવાની આરોપીઓએ કબુલાત આપતા તમામ આરોપીઓને પોરબંદર એલસીબી કચેરી ખાતે લાવી આગવી ઢબે પૂછપરછ કરતાં આ લૂંટનો મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા દ્વારા અપાયેલ કબુલાતને સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આરોપીએ એવી કબુલાત આપી હતી કે, ફરિયાદીને ત્યાં ચોરી કરવાનું રાજકોટમા રહેતા તેના સગા બનેવી દિલીપ માલદે સાંજવા તથા પ્રફુલ્લ પ્રભુદાસ ચરાડવાએ માહીતી આપી હતી.ચોરી લૂંટમાંથી રકમમાંથી 50 ટકા મેળવવાની લાયમા આ બંને આરોપીઓએ મુખ્ય આરોપી રવિન્દ્રસિંહ જાડેજાને એવી જાણકારી આપી હતી કે,આ વાડીમા 60 થી 70 તોલા સોના તથા 10 થી 12 લાખ રોકડા રહેલ છે લૂંટ માટે તમામ લોકેશન તથા જાણકારી ફરિયાદીના બનેવી સહિત શખ્સે આરોપીઓને આપી હતી.આ ઘટનાને અંજામ આપવા માટે રવિન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત બહારથી 5 આરોપીઓને આ કામને બોલાવ્યા હતા જે તમામના નામની વાત કરીએ તો મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા,જતીન પાલ,સિધ્ધેશ્વર પરમાર,સાહિલ યાદવ,નીરજ ચૌહાણ તથા વિશાલ ચૌધરી આ તમામ આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો હતો.તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોય તેમ તમામનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં રવિરાજસિંહ જાડેજા પર આ સિવાય 4 જેટલા આ પ્રકારના ગુનાઓ રાજકોટ જિલ્લામા નોંધાયેલ છે તો સિધ્ધેશ્વર પરમાર વિરુદ્ધ અમદાવાદ જિલ્લામા 3 ગુનાઓ નોંધાયેલ છે સાહિલ યાદવ સામે પણ અમદાવાદમા ગુનાઓ બોલે છે જ્યારે નીરજ ચૌહાણના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેના વિરુદ્ધ પણ અમદાવાદમા 7 ગુનાનો નોંધાયેલ છે.
બાઇટ-2
ધ્રુવલ સુતરીયા
નાયબ પોલીસ અધિક્ષ,રાણાવાવ ડિવિઝન
વીઓ-3
પોરબંદર જિલ્લામાં ધોળા દિવસે લૂંટ કરી પોલીસને ચેલેન્જ આપનારા શખ્સો પોરબંદર જિલ્લાની હટ વટાવે તે પૂર્વે માત્ર 8 કલાકમાં તમામ આરોપીઓને પોરબંદર જિલ્લામાંથી ઝડપી પાડી સરહાનીર કામગીરી કરી છે.આ મામલે પોલીસે ફરિયાદીના બનેવી તથા અન્ય શખ્સ કે જેઓએ ફિલ્મી ઢબે પ્લાન બનાવ્યો હતો તેઓને પણ ઝડપી પાડ્યા છે ટુંકમાં પોરબંદર એલસીબીએ જે ગતીએ આ કેસનું ડીટેક્શન કર્યું છે તે કામગીરીને લોકો પણ બિરદાવતાં જોવા મળી રહ્યા છે.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
14
Report
LJLakhani Jaydeep
FollowJul 30, 2025 16:45:12Dwarka, Gujarat:
વિઓ :- યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર ખાતે સ્થાનિક પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, મામલતદારની ટીમની ઉપસ્થિતિમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે ડિમોલિશન દરમ્યાન આશરે આશરે 770 ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરાઈ હતી અને આ દૂર કરાયેલ દબાણની અંદાજિત કિંમત રૂ. 4.25 લાખ દર્શાવવામાં આવી રહી છે ત્યારે પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ, આ પ્રકારની કાર્યવાહીઓનો ઉદ્દેશ ગુનાહિત તત્વોને સંદેશ આપવો અને સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે જળવાઈ રહે તે હેતુથી ડિમોલીશન કાર્યવાહી કરવામાં આવી છે..
WKT
બાઈટ :- જેનિસ મહેતા મામલતદાર દ્વારકા
બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
14
Report
NDNavneet Dalwadi
FollowJul 30, 2025 15:30:07Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી.
લોકેશન : ભાવનગર
તારીખ : ૩૦/૦૭/૨૦૨૫.
સ્ટોરી : પેકેજ.
સ્લગ: ભાવનગરમાં મેયરની સોસીયલ મીડિયા પોસ્ટથી મામલો ગરમાયો.
એન્કર :
ભાવનગર શહેર ભાજપનો આંતરિક વિવાદ હવે ચરમશીમાંએ પહોંચ્યો છે. ભાવનગરના મુખ્ય નાગરિક એવા મેયરનું પણ કઈ ચાલતું નથી, વારંવાર અપમાનિત થાય અને મેયરની પ્રતિષ્ઠાને ઠેશ પહોંચે એવા વ્યવહાર અને વર્તનને લઈને મેયરે નારાજગી વ્યક્ત કરી હતી. મેયર ભરતભાઈ બારડે સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી. જેના પગલે ભાજપ સંગઠનમાં જ વાતાવરણ ગરમાયું છે. જોકે મીડિયા સમક્ષ નિવેદન આપતાં મેયરે પલટી મારી હતી. કોંગ્રેસે કહ્યું નિષ્ઠાવાન મેયરને ચૂપ કરાવી દેવામાં આવ્યા છે.
વિઓ ૧:
ભાજપ પ્રભારી રત્નાકરજી સૌરાષ્ટ્ર ઝોન ની બેઠક માટે આજે ભાવનગર આવી પહોંચ્યા છે. એવા સમયે જ ભાજપમાં ભડકો થયો છે. ભાવનગર શહેરના મેયર ભરત બારડે આત્મ વિલોપનની ચીમકી સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. 1978 થી જનસંઘ સાથે જોડાયેલા ભરત બારડે સોસીયલ મીડિયામાં પોસ્ટ મૂકી હૈયાવરાળ ઠાલવી હતી. ભરતભાઈ બારડે સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે વારંવાર અપમાન થાય તેવા વર્તનથી તેઓ વ્યથિત છે. અમુક લોકો તેને નિશાન બનાવી અલગ પ્રકારનો વ્યવહાર કરતા હોવાનું તેમને દુઃખ વ્યક્ત કર્યું હતુ. તેમણે પોસ્ટમાં લખ્યું હતુ કે "મને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો જાહેરમાં આત્મ વિલોપન કરી લેશે. જોકે પોસ્ટ વાયરલ થયાના થોડા સમયમાં જ એ પોસ્ટને ગ્રુપ માંથી ડીલીટ કરી દેવામાં આંબી હતી. જે બાબતે મેયર ભરત બારડને પૂછતાં તેમણે અ બાબતે ફેરવીને તોળતા જણાવ્યુ હતુ કે મારીવાત મે મારા પરિવારમાં કરી છે. મારા સોશિયલ મીડિયા પરિવારમાં કરી છે. અમારે આવી વાત ઘણીવાર થઈ જતી હોય છે. એનો અર્થ એવો નથી કે કોઈનો બદઇરાદો હોય. હું ભારતીય જનતા પાર્ટીનો 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું. શિસ્ત બદ્ધ કાર્ય કરું છું. મારી કામગીરી અને પક્ષ પ્રત્યેની ભાવનાને લઈને મને મેયર પદ આપવામાં આવ્યું છે. કોઈ ફરિયાદ કરવાના અમારા સંસ્કાર નથી, વાતમાંથી વાત નીકળી એટલે કીધું છે. વધુમાં તેમણે જણાવ્યું કે મને કોઈ દબાવતું નથી, કોઈ એવી વાત નથી, મેં કોઈ ને ફરિયાદ કરી નથી, અને મારે ક્યાંય ફરિયાદ કરવાની પણ ના હોય.
બાઈટ : ભરત બારડ, મેયર, ભાવનગર.
વિઓ ૨:
મેયર દ્વારા પોસ્ટ વાયરલ કરવા મુદ્દે શહેર પ્રમુખ કુમાર શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, હાલ આ અંગે મારી પાસે કોઈ વાત આવી નથી. આ સમગ્ર મામલો ભાજપ પરિવારનો મામલો છે અમે બધા એક સાથે બેસી ને મામલો પતાવવા પ્રયાસ કરીશું. જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે મેયર મામલે નિવેદન આપતાં જણાવ્યું હતુ કે, મેયર જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ પોતાને હેરાનગતિ થતી હોય. હનીટ્રેપ માં ફસાવવાની વાત થતી હોય તો સામાન્ય માણસનું શું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમા મેયર પણ સુરક્ષિત ના હોય તો સામાન્ય પ્રજાનું શું થાય. નાના લારી ગલ્લા વાળાઓ ને ધંધો કરવા દો એવી બાબતે પણ મેયરનું ચાલતું ના હોય. જયારે આત્મ વિલોપન જેવા મામલમાં પોલીસ સામાન્ય માણસોના નિવેદનો નોંધે છે. તો શું પોલીસ મેયરનું નિવેદન લેશે. વધુમાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે મેયરને પણ ચૂપ કરાવી દેવામાં આવ્યા છે.
બાઈટ : કુમાર શાહ, ભાજપ શહેર પ્રમુખ, ભાવનગર.
બાઈટ : મનોહરસિંહ ગોહિલ (લાલભા) શહેર કોંગ્રેસ પ્રમુખ. ભાવનગર.
14
Report
LJLakhani Jaydeep
FollowJul 30, 2025 14:30:33Dwarka, Gujarat:
विओ 01 :- द्वारका के आपराधिक तत्वों के खिलाफ एक निर्णायक कार्रवाई करते हुए, द्वारका के स्थानीय प्रशासन ने, पुलिस की मजबूत उपस्थिति के साथ, एक बार फिर "दादा का बुलडोजर" चलाया। यह कार्रवाई रूपेन बंदर क्षेत्र में हुई, जो तीर्थ नगरी द्वारका के पास स्थित है। इसमें आपराधिक गतिविधियों में शामिल व्यक्तियों के अवैध निर्माणों को ध्वस्त किया गया।
बाइट:- जेनिस मेहता, मामलतदार,द्वारका
विओ 02 :- मामलतदार की टीम की सतर्क निगरानी और एक मजबूत पुलिस बल की मौजूदगी में, इस विध्वंस अभियान ने अवैध अतिक्रमणों को निशाना बनाया। इस अभियान के दौरान, लगभग 770 वर्ग मीटर भूमि को अतिक्रमण से मुक्त कराया गया, जिसमें हटाए गए अतिक्रमणों का अनुमानित मूल्य लगभग 4.25 लाख रुपये आंका गया है।
बाइट:- सागर राठौड़, डीवाईएसपी, देवभूमि द्वारका
विओ 03 :- अधिकारियों के अनुसार, इस कार्रवाई का प्राथमिक उद्देश्य आपराधिक तत्वों को एक स्पष्ट और कड़ा संदेश देना और समाज में कानून का शासन बनाए रखना है। प्रशासन ने कहा कि ऐसे विध्वंस अभियान यह सुनिश्चित करने के लिए महत्वपूर्ण हैं कि अवैध गतिविधियों में लिप्त लोगों के बीच कानून का डर बना रहे।
LINK :- https://we.tl/t-etKCMmFGjm
14
Report
URUday Ranjan
FollowJul 30, 2025 13:20:46Ahmedabad, Gujarat:
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં અકસ્માતનો મામલો
દિલીપસિંહ રાઠોડના સગીર પુત્રે કર્યો હતો અકસ્માત
મૃતક મહેન્દ્ર ગોહિલ પોતાના પુત્રને સ્કૂલમાં મૂકીને પરત આવતાં હતાં
ટ્રાફિક પોલીસે સગીરના પિતા સામે પણ ફરિયાદ નોંધી ધરપકડ કરી
આજે સવારે સરદાર સ્મારક પાસે બની હતી અકસ્માતની ઘટના
બાઈટ :
DS પુંડરિયા, ACP, ટ્રાફિક પોલીસ
બાઈટ :
સતરામ, પ્રત્યક્ષદર્શી
14
Report
ARAlkesh Rao
FollowJul 30, 2025 12:17:13Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP-3007 ZK BNK KHATAR PKG
સ્લગ-ખાતર
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.વાવ અને થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે ,એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે .મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે .વાવ અને થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે .વાવ અને થરાદમાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે,જોકે ખેડૂતોને જરૂર ન હોવા છતાં પણ યુરિયા ખાતરની જગ્યાએ નેનો યુરિયા ખાતર અપાઈ રહ્યું છે,ખેડૂતોને હાલ ખાતરની ખુબજ જરૂર હોવાથી તેવો પોતાના તમામ કામો છોડીને વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ખેડૂતોને પૂરતું ખાતર ન મળતાં તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે ,તો બીજી બાજુ થરાદ તાલુકા સંઘના મેનેજરનું કહેવું છે કે અમારી જોડે 50 ટન ખાતરની બે ગાડીઓ આવી હતી જેથી અમે ખેડૂતોને વધુમાં વધુ 6 થેલી ખાતર આપી રહ્યા છીએ, જોકે અમે ખાતરની 1 હજાર ટનની માંગણી કરી છે અને તેનું એડવાન્સ પેમેન્ટ કરાવ્યું છે જેવું ખાતર આવશે કે અમે તેનું વિતરણ કરી દઈશું..
બાઈટ-1-ઈશ્વરભાઈ પટેલ- ખેડૂત
( હું સવારના 4 વાગ્યાથી યુરિયા લેવા લાઈનોમાં લાગી ગયો છું મને પૂરું ખાતર મળે તેવી આશા નથી. સરકારે ખાતર વધુ આપવું જોઈએ)
બાઈટ-2-વાલજીભાઈ પટેલ-ખેડૂત
( હું લાઈનમાં ઉભો છું ખાતર લેવા માટે પૂરતું ખાતર નથી મળતું બહુ હેરાન થઈએ છીએ)
બાઈટ-3-ખેમજી પટેલ -તાલુકા સંઘ મેનેજર થરાદ
( અમારે ત્યાં ખાતરની બે ગાડી આવી હતી અમે ખેડૂતોને 6 થેલી ખાતર આપી રહ્યા છીએ અમે વધુ ખાતરની માંગ કરી છે.)
બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓ સહિત વાવ થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ખેડુતોની વહારે આવ્યા છે અને તેમને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ટ્વીટ કરતા કહ્યું કે જો તાત્કાલિક ખાતર ઉપલબ્ધ નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરીશ.એકબાજુ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો બીજી બાજુ પૂરતું ખાતર નથી આપતું.ખેડૂતોને ન જોઈતું હોવા છતાં પણ તમામ જગ્યાએ નેનો યુરિયા ખાતર ફરજિયાત અપાઈ રહ્યું છે .
બાઈટ-4-ગુલાબસિંહ રાજપૂત-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠા
( જો ખેડૂતોને ખાતર નહિ મળે તો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરીશું)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
DRDarshal Raval
FollowJul 30, 2025 11:36:11Ahmedabad, Gujarat:
અમદાવાદ
બાવળા ગામ સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભરાયા પાણી
વરસાદી અને ઉપરવાસના પાણી ભરાતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર થયો અસરગ્રસ્ત
અમદાવાદ બાવળા હાઇવે પર ઉગતા પોરના મેલડી માતા મંદિર પાસે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભરાયા પાણી
ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાતા પાર્કમાં ટુ-વ્હીલર અને ફોરવીલર ની અવરજવર થઈ બંધ
માત્ર મોટા અને ભારે વાહનો અને ટ્રેક્ટર જેવા વાહનો જ આવજા કરી શકે છે
પાણી ભરાતા કર્મચારીઓને અંદર લાવા લઈ જવા માટે કંપનીઓ દ્વારા કરાઈ વ્યવસ્થા
બસ, ટ્રેકટર અને bolero જેવા વાહનો કર્મચારીઓને હાઇવેથી કંપની સુધી લઈ જવા લાવવા માટે મૂકવામાં આવ્યા
ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણીના નિકાલ નો યોગ્ય અભાવ હોવાના કારણે પણ પાણીની સમસ્યા નથી થઈ રહી દૂર
તો ઉપરવાસના પાણી દર વર્ષેની સરખામણીએ વધુ આવતા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વધુ પાણી ભરાયા હોવાની સમસ્યા આવી સામે
વાહનો અંદર ન જઈ શકતા કર્મચારીઓએ હાઇવે પર સર્વિસ રોડ અને મુખ્ય હાઇવે પર વાહનો પાર્ક કર્યા
હાઈવે પર વાહનો પાર્ક કરતા ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાઈ
હાઈવે પર વાહનોની સેફ્ટી નહીં હોવાનો પણ કર્મચારીઓના આક્ષેપ
ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સાથે આસપાસની ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઓમાં પણ ભરાયા છે પાણી
બે દિવસથી ભરાયેલા પાણીનો નિકાલ ક્યારે આવશે તેની રાહ જોતા કર્મચારીઓ
વિઝ્યુલ. ટિકટેક અને 121
સલગ. બાવળા પાર્ક
ફીડ. લાઈવ કીટ
14
Report
CPCHETAN PATEL
FollowJul 30, 2025 11:36:04Surat, Gujarat:
1. સુરત શહેરમાં આત્મહત્યા નિવારણ માટે પોલીસનું સક્રિય હેલ્પલાઇન કાર્યરત
2. 21 એપ્રિલથી શરૂ થયેલી હેલ્પલાઇનને અત્યાર સુધીમાં 336 જેટલા આત્મહત્યા સંબંધિત કોલ મળ્યા
3. હેલ્પલાઇન પર સૌથી વધુ 229 પુરુષો અને 107 મહિલાઓએ આત્મહત્યાનો ઈરાદો જણાવ્યો
4. સુરત પોલીસે અત્યાર સુધીમાં 67 લોકોની આત્મહત્યા અટકાવીને જીવ બચાવ્યો
5. આત્મહત્યા માટે ફોન આવ્યા બાદ પોલીસે 3 થી 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી અભૂતપૂર્વ કાર્યક્ષમતા બતાવી
6. સુરત પોલીસના 24 કલાક કાર્યરત હેલ્પલાઇન માટે ત્રણ અલગ-અલગ ટીમ કાર્યરત
7. દરેક ટીમમાં 1 કાઉન્સેલર અને 2 પોલીસ કર્મચારીઓ હોવાની વ્યવસ્થા
8. કુલ 117 લોકો સાથે રૂબરૂ કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું
9. હેલ્પલાઇન નંબર: 8128308100 અને 8128369100 ઉપરાંત 100 તથા 112 પર પણ મળી રહ્યું સહારો
10. 8128308100 પર 80 થી વધુ, 8128369100 પર 171થી વધુ કોલ નોંધાયા
11. પોલીસ કંટ્રોલ રૂમ 100 અને 112 પર મળેલા આત્મહત્યાના કુલ 78 કોલ નોંધાયા
12. કુલ મળીને 336 જેટલા આત્મહત્યા સંબંધિત કોલમાં ફેમિલી તણાવના 123 કેસ
13. આર્થિક સંકળામણના 100 કેસ પણ નોંધાયા
14. પ્રેમ પ્રકરણમાં તણાવના કારણે 23 લોકોએ કર્યો હેલ્પલાઇન પર સંપર્ક
15. પરીક્ષા અને કરિયર નિષ્ફળતાને લીધે 11 યુવાનો તણાવમાં આવ્યા
16. ગંભીર બીમારીઓથી કંટાળીને 6 લોકોએ આત્મહત્યાનો વિચાર વ્યક્ત કર્યો
17. અન્ય કારણોસર તણાવના કારણે 71 વ્યક્તિઓએ પણ હેલ્પલાઇનનો સહારો લીધો
18. શહેર ઉપરાંત જિલ્લામાંથી પણ લોકો આત્મહત્યા રોકવા માટે હેલ્પલાઇન પર કોલ કરે છે
19. ટેલીફોનિક અને રૂબરૂ બંને રીતથી લાગુ કરવામાં આવે છે કાઉન્સિલિંગ
20. સુરત પોલીસનો માનવજીવન બચાવવાનો પ્રયાસ અનેક પરિવારો માટે બન્યો આશાનો કિરણ
બાઈટ..હેતલ પટેલ..ડીસીપી
14
Report
CPCHETAN PATEL
FollowJul 30, 2025 11:35:58Surat, Gujarat:
સુરત :: કાપોદ્રા અપહરણ મામલે પોલીસને મળી સફળતા
કાપોદ્રા વિસ્તારમા માંથી પતિ પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હતું
આશરે 7 મહિના પેહલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા
બંને પતિ પત્ની કાપોદ્રા રવિ પાર્ક સોસાયટીમા રહેતા હતા
યુવતીના પીતાએ અન્ય લોકો સાથે મળી દીકરી અને તેના પતિનું અપહરણ કર્યું હતું
બંનેને માર મારી કારમા અપહરણ કરી પંચમહાલ તરફ ભાગ્યા હતા
પીતાને દીકરીએ કરેલ લવ મેરેજ બાબતે દુઃખ થતા અપહરણ કરવામાં આવ્યુ હતું
કાપોદ્રા પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશન આધારે પંચમહાલ જિલ્લામાંથી પકડી પાડ્યા
કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
અપહરણ કરવામાં આવેલ બંનેને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યા
કાપોદ્રા પોલીસે સાતેય આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યુ
બાઈટ આલોકકુમાર ડીસીપી
14
Report