Back
દ્વારકા: 770 ચોરસ મીટર જમીનના દબાણને તોડવાની કાર્યવાહી!
LJLakhani Jaydeep
Jul 30, 2025 16:45:12
Dwarka, Gujarat
વિઓ :- યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર ખાતે સ્થાનિક પ્રશાસન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, મામલતદારની ટીમની ઉપસ્થિતિમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે ડિમોલિશન દરમ્યાન આશરે આશરે 770 ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરાઈ હતી અને આ દૂર કરાયેલ દબાણની અંદાજિત કિંમત રૂ. 4.25 લાખ દર્શાવવામાં આવી રહી છે ત્યારે પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ, આ પ્રકારની કાર્યવાહીઓનો ઉદ્દેશ ગુનાહિત તત્વોને સંદેશ આપવો અને સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે જળવાઈ રહે તે હેતુથી ડિમોલીશન કાર્યવાહી કરવામાં આવી છે..
WKT
બાઈટ :- જેનિસ મહેતા મામલતદાર દ્વારકા
બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJul 31, 2025 13:30:20Surat, Gujarat:
સુરત બ્રેકિંગ અપડેટ...
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત ની ઘટના
પિતાએ બંને પુત્રો સાથે કર્યો આપઘાત
જિલ્લા પંચાયતના ક્વાર્ટર્સમાં બની ઘટના
41 વર્ષીય અલ્પેશ કાંતિભાઈ સોલંકી એ પોતાના આઠ અને બે વર્ષના પુત્ર સાથે ટુકાવ્યું જીવન
બંને બાળકો ઘરના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા
જ્યારે પોતે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો
પહેલા બાળકો ને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો હોવાની પણ આ શંકા
આઠ વર્ષીય ક્રિશિવ અલ્પેશ સોલંકી અને બે વર્ષીય કર્ણીશ સોલંકી નું મોત
પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે બજાવે છે ફરજ
પત્ની પણ ઘરમાંથી ગંભીર હાલતમાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
સામૂહિક આપઘાત પાછળ નું કારણ અંકબંધ
વોક થ્રુ..ચેતન
0
Report
AKArpan Kaydawala
FollowJul 31, 2025 13:15:09Ahmedabad, Gujarat:
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની મળી બેઠક
બેઠકમાં લેવાયો વિવાદિત નિર્ણય
સુરત કોર્પોરેશન દ્વારા કરાયેલી છેતરપિંડીની પોલીસ ફરિયાદ બાદ પણ અમદાવાદમાં શક્તિ એજન્સીને કામ સોંપવામાં આવ્યું
વાર્ષિક 50 કરોડનો ખર્ચ સુરક્ષાકર્મીઓ
બાઉન્સર અને ગનમેન માટે ખર્ચવામાં આવશે
સમગ્ર મામલ વિપક્ષ કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા શાબ્દિક પ્રહારો
લોકોની સુવિધા માટે બેસતા અધિકારીઓ વટ પાડવા બાઉન્સર રાખે છે - વિપક્ષ
બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ, amc
વિપક્ષના આરોપ સામે સાશક પક બચાવની મુદ્દામાં જોવાયા
જે કોઈ એજન્સી વિવાદિત હશે એની સામે તપાસ કરી કામ નહીં સોંપવામાં આવે - ભાજપ
સુરતમાં થયેલી પોલીસ ફરિયાદ હાલ સબ જ્યુડિશિયલ છે, તપાસના અંતે આગળનો નિર્ણય કરીશું - ડે.કમિશનર
બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી , amc
બાઈટ : દજયેશ ઉપાધ્યાય , ડે. કમિશનર , amc
-- -- -- -- -- -- -- -- -- -- -- -- -
Amc ની સાપ્તાહિક કારોબારી સમિતિમાં અન્ય કેટલાક નિર્ણય પણ કરવામાં આવ્યા. જેમાં દશામાં વિસર્જન વ્યવસ્થા, ગણેશ મંડપ સ્થાપન અને વિસર્જન મામલે પણ નિર્ણય કરવામાં આવ્યા. જ્યાં ગાયબના ગોબરમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આગામી સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત તિરંગા યાત્રા સહીત તમામ સ્થળે રોશની કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તો શહેરમાં આવેલા તળાવોમાં જતા ડ્રેનેજના પાણીને રોકવા માટે તંત્રને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા. તપાસ દરમ્યાન ડ્રેનેજના કનેક્શન મળશે તો તેના ગટર સહિત પાણીના કનેક્શન દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા.
બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી, amc
4
Report
AKArpan Kaydawala
FollowJul 31, 2025 12:18:05Ahmedabad, Gujarat:
નોંધઃ આ મેટરમાં લબરડેકર amts ના ફાઇલ શોટ પણ લેવા.
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વધુ 4 ડબલડેકર બસ ખરીદવાનો નિર્ણય કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. જેમાં 4 નવી બસ ખરીદવા માટે પ્રજાના ટેક્ષના 8 કરોડ ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયમાં સૌથી ગંભીર બાબત એ છે કે બસ ખરીદીને તેને ચલાવવા માટે માનીતી ખાનગી એજન્સીઓને આપી દેવામાં આવશે. આજ બાબતને લઈને વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં વિપક્ષી નેતાએ ભાજપના માનીતા કોન્ટ્રક્ટરો માટે પ્રજાના નાણાંનો વેડફાટ કરાતો હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ amts દ્વારા 6 ડબલડેકર બસ વસાવીને તેને ખાનગી એજન્સીઓને સોંપી દેવામાં આવી છે. નવી 4 બસ આવતા આ આંકડો 10 પર પહોંચશે.
બાઈટ : ધરમસિંહ દેસાઈ, ચેરમેન - amts
બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc
14
Report
ARAlkesh Rao
FollowJul 31, 2025 11:46:53Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે.
FTP -3107 ZK BNK KHATAR TANGI PKG
સ્લગ-ખાતર તંગી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.પહેલા લાખણી,કાંકરેજ,વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.તો બીજી બાજુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ક્યાંક ખાતરની અછત ન હોવાનું નિવેદન આપતા ખેડૂતો રોષે ભરાયા છે અને કૃષિ મંત્રીને ખાતર માટે લાગતી લાઈનો આવીને જોવાનું કહીને ખેડુતોને ખાતર આપવાની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે ,એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે .મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે .લાખણી,કાંકરેજ, દિયોદર,વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે ,અન્ય તાલુકાઓની જેમ હવે ધાનેરામાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે,જોકે ખેડૂતોને જરૂર ન હોવા છતાં પણ યુરિયા ખાતરની જગ્યાએ નેનો યુરિયા ખાતર અપાઈ રહ્યું છે,ખેડૂતોને હાલ ખાતરની ખુબજ જરૂર હોવાથી તેવો પોતાના તમામ કામો છોડીને વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ખેડૂતોને પૂરતું ખાતર ન મળતાં તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે ,
બાઈટ-1-દેવાભાઈ પટેલ- ખેડૂત
( છેલ્લા 10 દિવસથી ખાતરની બહુ તકલીફ છે સવારના વહેલા આવીને લાઈનોમાં લાગીએ પણ ખાતર નથી મળતું.)
બાઈટ-2-પ્રકાશભાઈ-ખેડૂત
( હું 7 વાગ્યાનો લાઈનમાં ઉભો છું ખાતર લેવા માટે પણ હવે કહે છે કે ખાતર નથી ઘરે જાઓ..બહુ તકલીફ છે)
બાઈટ-3-સુરેશભાઈ -ખેડૂત
(હું 20 કિલોમીટર દૂરથી ખાતર લેવા 7 વાગ્યાથી લાઈનમાં ઉભો રહ્યો પણ ખાતર ન મળ્યું..અમારે ધક્કા પડે છે અને ખર્ચ થાય છે.)
બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓ યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા હોવાથી ખેડૂતોને ખાતર તો નથી મળતું પરંતુ ઉલ્ટાનો ખર્ચ વધી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે તો બીજી બાજુ કૃષિ મંત્રીએ રાજ્યમાં ક્યાંક ખાતરની અછત ન હોવાનું નિવેદન આપતા ખેડૂતોમાં કૃષિ મંત્રી સામે ભારે રોષ ફેલાયો છે.ખેડૂતોનું કહેવું છે કે કૃષિમંત્રીના નિવેદન ઉપર અમને હસું આવે છે જો ગુજરાતમાં ખાતરનો પૂરતો સ્ટોક હોય તો ખાતર લેવા માટે ખેડૂતોની લાઈનો કેમ લાગી રહી છે.ખેડૂતોને લાઈનોમાં ઉભા રહેવાની મજબૂરી છે કોઈ શોખ નથી,રાઘવજી ગાંધીનગર એસી ઓફિસમાં બેસીને જોશે તો એમને ખેડૂતોની તકલીફ નહિ દેખાય એમને અહીં બનાસકાંઠામાં આવીને જોવું પડશે ત્યારે ખબર પડશે કે ખેડૂતોની કેટલી લાંબી લાઈનો લાગી રહી છે.ખેડૂતો ખાતર માટે દુકાને દુકાને ભટકી રહ્યા છે જો 5 -6 દિવસમાં ખાતર નહિ મળે તો ખેડૂતોને આ સિઝન ફેલ થશે અને ખેડૂતો બરબાદ થઈ જશે.
બાઈટ-4-દોલાભાઈ ખાગડા -ખેડૂત આગેવાન
( કૃષિ મંત્રી ખોટા બયાનો કરી રહ્યા છે તેવો અહીં આવીને જુએ તો ખબર પડે કે ખાતર માટે ખેડૂતો કેટલા હેરાન થઈ રહ્યા છે..)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
RTRAJENDRA THACKER
FollowJul 31, 2025 11:46:44Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: assignment
location Bhuj
FTP : KUTCH
3107ZK_CONG_HLABOL_INKJP
એંકર :
કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયત ની સભામાં હલ્લાબોલ કરાયું હતું
કચ્છમાં શિક્ષકની મોટા પ્રમાણમાં ઘટ ને લઈને કોંગ્રેસી આંકરા પાણીએ થયા હતા.
ભાજપ હાય હાય નારા સાથે કોંગ્રેસીઓ પહોંચ્યા હતા
કચ્છની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો
ભાજપવાળા સામે કોંગ્રેસીઓએ માઇકો તોડ્યા સામ સામે ગાળા ગાળી ઓ પણ થઈ
અને હાકલા ડાકોલા સાથે સામાન્ય સમયમાં થયો ડખો હતો
સામાન્ય સભામાં પોલીસ બોલાવવામાં આવી
પોલીસ કાફલો જિલ્લા પંચાયતમાં પહોંચી પરિસ્થિતિ વણસતા અટકાવી હતી.
કોંગ્રેસ કાર્યકર્તાઓ જે રજૂઆત કરી રહ્યા હતા કોંગ્રેસ કાર્યકર્તાઓ જ્યારે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે પ્રમુખએ વચ્ચેથી વાત કાપી અને મીડિયામાં આવી ગયું એવી કોમેન્ટ કરતા કાર્યકર્તાઓ ભર્યા હતા અને અફડા તફડી માહોલ પર સર્જાયો હતો
બાઈટ : જનકસિંહ જાડેજા
પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત
અપડા તપડી વચ્ચે ભાજપ સરકાર અને ઘણા બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થયા હતા
હરસ-પરસ બોલા ચાલી અને ગરમા ગરમી નો માહોલ પણ જોવા મળ્યો હતો તો જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા ચાલુ હતી એના જે માઈક છે એ માઇકને ખેંચતા માઈક તૂટી ગયો હતો
બાઈટ : રામદેવસિંહ જાડેજા અગ્રણી કોંગ્રેસ કચ્છ
11
Report
CPCHETAN PATEL
FollowJul 31, 2025 11:34:44Surat, Gujarat:
સુરત
હજીરાની ખાનગી કંપનીમાંથી લાખોની કિંમતના પ્લાસ્ટિક દાણાનો માલ સગેવગે કરવાનો મામલો
ચૌદ વર્ષથી ફરાર આરોપીની યુપીના રાયબરેલી થી ધરપકડ
એલસીબી ઝોન - 6 ની ટીમ દ્વારા ધરપકડ
આરોપી મુનતખાન ઉર્ફે મુન્ના ઝહિરખાન ની ધરપકડ
વર્ષ 2011 માં આરોપી અને તેના સાગરીત નાનું ઉર્ફે રાજુ તોતારામ સોનાર સહિત પ્રફુલભાઈ અમૃતભાઈ પટેલે 16 ટર્ન પ્લાસ્ટિક દાણા નો માલ સગેવગે કર્યો હતો
ટ્રક મારફતે રૂપિયા 13 લાખથી વધુની કિંમતનો માલ સગેવગે કરી ફરાર થઈ ગયા હતા,
જે કેસમાં અગાઉ આરોપીના બંને સાગરિત 5 ટર્ન માલ સાથે ઝડપાઈ ગયા હતા
જ્યારે ફરાર આરોપી મુનતખાન ને એલસીબી ઝોન - 6 ની ટીમે ચૌદ વર્ષ બાદ ઝડપી પાડ્યો
આરોપી રાયબરેલી માં આધુનિક રેલ ડબ્બાના કારખાનામાં કામ કરતો હતો,
જ્યાં સત્તત ત્રણ દિવસ સુધી સ્થાનિક પહેરવેશ ધારણ કરી 50 ટ્રક ચાલકોને ચેક કર્યા હતા,
જ્યાં અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી
વધુ તપાસ હજીરા પોલીસે હાથ ધરી
બાઈટ : દીપ વકીલ (એસીપી જે ડિવિઝન સુરત)
13
Report
RTRAJENDRA THACKER
FollowJul 31, 2025 11:17:31Sadhara, Gujarat:
નોંધ - વિશાલ જોષી હાલ ફરાર છે તેનો ફોટો મંગાવ્યો છે
કચ્છ
ભુજ તાલુકા પંચાયતમાં બે કર્મચારી ૪૦ હજારની લાંચ લેતા ACB ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા
ભુજ તાલુકા પંચાયતમાં ACBએ ટ્રેપ ગોઠવીને બે સરકારી કર્મચારીને ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં
સરકારી કચેરીના કામકાજ સમયે ACBએ ગોઠવેલી ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં ફફડાટ
ભુજ તાલુકાના મોટા દિનારા ગામે પીએમ આવાસ યોજનાના લાભાર્થીને સહાયની રકમ મંજૂર કરવા સબબ લાંચ માંગી હતી
ગ્રામ સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટે ૪૦ હજારની લાંચ માગી હતી
ભુજ તાલુકાના મોટા દિનારા ગામે પીએમ આવાસ યોજનાના લાભાર્થીને સહાયની રકમ મંજૂર કરવા સબબ લાંચ માંગી હતી
ગ્રામ સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટે ૪૦ હજારની લાંચ માગી હતી
ભુજ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામતાં મકાનોની સહાય માટેની અરજીઓમાં જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા બદલ લાંચ લેતા બે પૈકી એક કર્મચારી રંગેહાથ ઝડપાઈ ગયો છે.
ભુજ તાલુકા પંચાયતમાં ACBએ ટ્રેપ ગોઠવીને ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારીત) વિશાલ ભરતભાઈ જોશીના કહેવાથી ૪૦ હજારની લાંચ લેતા દર્શન વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ સેવક ને રંગેહાથ ઝડપી પાડ્યો છે. વિશાલ સ્થળ પર હાજર ના મળતાં તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.
સરકારી કચેરીના કામકાજ સમયે ACBએ ગોઠવેલી ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજ તાલુકાના મોટા દિનારા ગામના એક અરજદારે પીએમ આવાસ યોજના હેઠળ તેના અને સંબંધીઓના મકાનોમાં સહાય મેળવવા માટે અરજી કરેલી. જે અંતર્ગત આ લાંચ માગવામાં આવી હતી. એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરી અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવી હતી.
RAJENDRA
13
Report
HShakimuddin shabbirbhai
FollowJul 31, 2025 11:17:11Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જગ્યાએ ગાયો ફરતી નજરે પડી છે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રખડતા શ્વાન અને ગયો નજરે પડતા દર્દીઓને ભારે હાલાકી
વી.ઓ
છોટાઉદેપુરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ જોવા મળ્યો છે હોસ્પિટલના વોર્ડ રૂમ અને લેબ રૂમ પાસે ગાયો ફરતી નજરે પડી છે ગાયો અને શ્વાનના ત્રાસ થી દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે હોસ્પિટલમાં બિન્દાસ ગાયો ફરે છે અને કમ્પાઉન્ડમાં રખડતા શ્વાન ફરે છે જેને લઈને દર્દીઓને કે અન્ય કોઈને ઇજા પોહચાડે તો જવાબદાર કોણ હોસ્પિટલ સિક્યુરિટી ગાર્ડ મૂકે તેવી લોક માગ ઉઠી છે.
બાઈટ :અસલમ પઠાણ, દર્દીના સગા
14
Report
AKAshok Kumar
FollowJul 31, 2025 11:17:02Junagadh, Gujarat:
Anchor:
જૂનાગઢમાં વાઘ બકરી ચા નો નકલી જથ્થો પકડાયો જેને લઇ પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ ચાલુ છે.2,50, 000કિંમત ની નકલી ચાનો જથ્થો મળી આવતા પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Vio: જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે આવેલી આપાગીગા કરિયાણા સ્ટોરના માલિક દિપક લાલવાણી વાઘ બકરી ચા ના નકલી અઢીસો ગ્રામના પેકેટ બનાવી બજારમાં વેચી રહ્યા હોવા અંગે જૂનાગઢના વાઘ બકરી ચા ના ડીલર જૈમીન સાહેબ ફરિયાદ નોંધાવી હતી. Dysp હિતેશ ધાંધલિયા એ જણાવ્યું હતું કે પોલીસે તપાસ કરતા નકલી ચાનો 417 પેકેટ જથ્થો મળી આવ્યો છે જેની અંદાજિત કિંમત 2 લાખ પચાસ હજાર થાય છે. જેમાં નકલી બ્રાન્ડિંગ અને પેકેજીંગ કરી બજારમાં વેચવામાં આવી રહ્યો હતો પોલીસે હાલ આ તમામ જથ્થો જપ્ત કરેલ છે તેમજ નકલી બ્રાન્ડ નું વેચાણ કરનાર દિપક લાલવાણી નામના શખ્સની પણ ધરપકડ કરી છે આ સાથે જ આ આ શખ્સની સાથે અન્ય એક વ્યક્તિ પણ જોડાયેલ હોય મયુર પુરોહિત નામની આ વ્યક્તિને પોલીસ શોધી રહી છે.
પોલીસે આ ગુનામાં સંતોવાયેલ અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ અને અત્યાર સુધીમાં ક્યાં ક્યાં થયું છે તેમજ કયાર થી આવેચાણ થઈ રહ્યું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે વધુ તપાસ કરી છે
બાઈટ હિતેશ ધાંધલીયા
ડી વાય એસ પી જુનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
13
Report
AKAshok Kumar
FollowJul 31, 2025 11:16:18Junagadh, Gujarat:
એન્કર... જાફરાબાદ વિસ્તારમાં સિંહ બાળના મૃત્યુ અમુક પ્રકારના ન્યુમોનિયા અને વાયરસથી થયા હોવાની આશંકા
વિઓ....અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં તાજેતરમાં કેટલાક સિંહ બાળના મૃત્યુ અંગે વાઈલ્ડ લાઈફ રિચર્સસર ડો. જલપન રૂપાપરાએ જણાવ્યું કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે જેથી સામાન્ય પણે અમુક પ્રકારના ન્યુમોનિયા અને કેટલાક વાયરસ થી સિંહ બાદ રોગોના કારણે મોત નિપજ્યા હોઈ, જે સામાન્યપણે માનવમાં પણ અમુક આવા રોગો થતા હોય છે. આજે 900 જેટલા સિંહો છે જેનાથી પ્રજાતી ઉપર કોઈ ચિંતાનો વિષય નથી. કુદરતી મોત નીપજે તો ચિંતા કરવા જેવું નથી કે નથી ડરવાનું, એશિયાઈ સિંહોના બચ્ચાઓ અહીં સારી રીતે રહી શકે છે. ત્યારે આ નેગેટિવ ન લઈ સરકાર ઉપર પ્રેસર લાવવું યોગ્ય નથી. બીજી બાજુ મોટી સંખ્યામાં સિંહબાળ ના જન્મ થાય છે ત્યારે અમુક સિંહોના મોત કુદરતી નીપજે તે ચિંતાનો વિષય નથી
બાઈટ,1, ડો. જલપન રૂપાપરા
વાઈલ્ડ લાઈફ રિચર્સસર
વિઓ....આ મુદ્દે ડીએફઓ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગિરનાર વિસ્તારમાં સિંહો સલામત છે અમારી ટિમ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટેઇનગ થતું રહે છે છતાં પણ આવી કોઈ ઘટના બને તો સક્કરબાગ જુ ના વેટરનરી ટિમ દ્વારા તેનું રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવે છે, પરંતુ હાલ જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહો સલામત છે
બાઈટ અક્ષય જોશી
ડીસીએફ જુનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
13
Report
LJLakhani Jaydeep
FollowJul 31, 2025 11:15:58Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકા જિલ્લાના વરવાળા અને શિવરાજપુર વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વ્યાપક રેતી ચોરીની અસંખ્ય ફરિયાદોને પગલે, SDM અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડીને આશરે ૧૭૬૫ મેટ્રિક ટન ગેરકાયદેસર રીતે ખનન કરેલી અને સંગ્રહિત રેતી જપ્ત કરી છે.
વીઓ 02 :- જપ્ત કરાયેલી રેતીની અંદાજિત કિંમત રૂપિયા 5,97,502/- આંકવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલી રેતીની કિંમત વસૂલ કરવા ઉપરાંત ગેરકાયદેસર ખનન બદલ મોટો દંડ પણ વસૂલવામાં આવશે.
13
Report
AKAshok Kumar
FollowJul 31, 2025 10:50:27Junagadh, Gujarat:
એન્કર.....જૂનાગઢ ભવનાથ મંદિરમાં નિમાયા વહીવટદાર શાસન, જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ નીચે કરાસે મંદિરનો વહીવટ,મહાશિવરાત્રી તેમજ પરિક્રમા રાબેતા મુજબ ઉજવવા તંત્ર પૂરતો સહયોગ આપશે, આજે વિધિવત વહીવટદાર ચાર્જ સંભાળશે..
વિઓ....જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલ સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવ મંદિરના મહંતનો વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે, મહંત હરિગીરીજીની મુદત આજરોજ 31 તારીખના પૂર્ણ થઈ છે,આ મુદ્દે વહીવટદાર ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજરોજ સાંજના ભવનાથ મંદિરનો ચાર્જ સાંભળવામાં આવશે, વહીવટદાર શાસન દરમ્યાન ભવનાથ મંદિરનો સારો વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે ,તેમજ ભવનાથ ટ્રસ્ટ નીચે આવતા ભવનાથ મંદિર મુસકુંદ ગુફા પ્રેમગીરી ભવન આ તમામનો કબજો લેવામાં આવશે
ભવનાથ મંદિરના મહંત ની આજે મુદત પૂરી થઈ છે એટલે કલેક્ટર દ્વારા આ વહીવટદાર તરીકે મારી નિમણૂક કરાઈ છે.
બાઈટ. ચરણસિંહ ગોહિલ
પ્રાંત અધિકારી જુનાગઢ
વિઓ....ભવનાથ મંદિર મહંત મામલે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે સંતોની લડાઈમાં ઘણું ભોગવવું પડશે
સરકાર મંદિર ચલાવશે તો જ સરકાર ચાલશે.? તેવો આક્રોશ પણ ઈન્દ્રભારતીએ વ્યક્ત કર્યો હતો છતાં પ્રશાસનનો નિર્ણય શિરોમાન્ય રાખ્યો છે અને વહીવટદારની તમામ કાર્યવાહીમાં અમે સાથ અને સહકાર આપીશું, ભવનાથ મંદિર અને મુચકુંદ ગુફાનો વહીવટ આજથી સરકાર સંભાળશે તો અમે સાધુ સંતો સાથ આપીશું, અમને વિશ્વાસ છે કે વહીવટી તંત્ર ખૂબ સારી રીતે વહીવટ ચલાવશે, ગુજરાતના ઘણા મંદિરો છે જેમાં સરકાર વહીવટદાર બની રહી છે આ પાછળના કારણો તપાસવા અને સંશોધન કરવું જરૂરી છે.
બાઈટ: ઈન્દ્રભારતીજી મહંત , શ્રી રુદ્રભારતી આશ્રમ ,ભવનાથ
વિઓ....3 ભવનાથ મંદિરના મહંત હરિગિરિજી મહારાજે આ મુદ્દે જણાવ્યું કે અમે સરકારના આદેશનું પાલન કરીશું તેમજ સાધુ સંતોની પરંપરા મુજબ દશનામી સાધુએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થવું જરૂરી બન્યું છે, કોઈ ત્રીજી પાર્ટીના પણ બનાવ્યા હોત તો પણ વાંધો ન્હોતો પણ પંચ દશનામ જુના અખાડાના હોવા જોઈએ તેવો પીટીઆર માં ઉલ્લેખ છે, જિલ્લા પ્રશાસન દ્વારા મહેશગીરી કે મહાદેવ ગીરીને મહંત બનાવ્યા હોત તો પણ વાંધો ન્હોતો જ્યારે દશનામી જૂના અખાડા ના મહંતની નિમણુંક કરવા જોઈએ. હું ભવનાથ મંદિરના મહંત ની સાથે જુના અખાડાના સંરક્ષક પદ પર છું આતો ઘર ફૂટે ઘર જાય એવી એક કહેવત છે ત્યારે સાધુ સંતોની લડાઈમાં સરકાર કબજો લઈ રહી છે જે ખૂબ દુઃખની વાત છે,
બાઈટ : હરીગીરીજી, મહંત ભવનાથ મંદિર જુનાગઢ
અશોક બારોટ
જૂનાગઢ
14
Report
ARAlkesh Rao
FollowJul 31, 2025 10:49:23Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે
FTP-3107 ZK BNK JARJARIT SHALA PKG
સ્લગ-જર્જરીત શાળા
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાના 13 જેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે તેમજ ઓરડાઓની છત માંથી પોપડા ખરતા હોવાથી અત્યારે બાળકો ખુલ્લા મેદાનમાં અને સેડ નીચે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ત્રણ વર્ષથી વાલીઓ શાળાના સંચાલક મંડળ દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં શાળામાં કોઈ જ પ્રકારે નવું કામ ન થતા હાલમાં આ શાળામાં અભ્યાસ કરતા 500થી પણ વધુ વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે..
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સારી શાળાઓ બનાવી બાળકો સારું શિક્ષણ લઈ શકે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી શાળાઓ પાછળ વાપરે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવી અનેક શાળાઓ છે કે જેનું બાંધકામ વર્ષો પહેલા થયું હતું અને આજે આ શાળાઓ જર્જરીત હોવા છતાં બાળકો જર્જરીત ઓરડામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાની શરૂઆત 1985 માં નવ ઓરડા થી શરૂ થઈ હતી જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા 1989 માં આ શાળામાં બે રૂમ વધારી અને 10 રૂમની આ શાળા બનાવવામાં આવી હતી જે બાદ બાંધકામ જૂનું થતા ત્રણ રૂમ વધારી વર્ષ 2001માં આ શાળા 13 ઓરડા વાળી બનાવી શાળા ચલાવવામાં આવતી હતી. અત્યારે આ શાળા 17 ઓરડાના બાંધકામવાળી છે પરંતુ 13 જેટલા શાળામાં આવેલા ઓરડા અત્યારેજર્જરિત હાલતમાં થઈ ગયા છે અત્યારે તમામ 13 ઓરડામાંથી રોજે રોજ 1 બાદ એક છતના પોપડા નીચે પડી રહ્યા છે ,તાજેતરમાં જ બાળકો ઓરડામાં અભ્યાસ લઈ રહ્યા હતા તે સમયે જ છત પરથી પોપડા નીચે પડતા શિક્ષિકા અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈને ઇજાઓ પહોંચી ન હતી .જોકે પોપડા ખરવાની ઘટનાને લઈને વિદ્યાર્થીઓ ભયભીત બની જતા અત્યારે શાળાના આચાર્ય દ્વારા આ તમામ 13 ઓરડા બંધ કરી બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવી રહ્યા છે,જોકે વર્ષોથી આ જર્જરીત ઓરડામાં બાળકો જીવના જોખમે અભ્યાસ લઈ રહ્યા હતા પરંતુ જેને લઇ અત્યારે તો શાળા સંચાલક દ્વારા 500થી પણ વધુ વિદ્યાર્થીઓને આ 13 ઓરડા ખાલી કરાવી બહાર ખુલ્લામાં લીમડાના ઝાડ અને શેડ નીચે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એક તરફ અત્યારે ચોમાસાની ઋતુ છે અને બીજી તરફ બાળકો ઓરડા વગર ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મુશ્કેલીઓ વધી છે આ બાબતે શાળાના આચાર્ય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શાળા જર્જરીત છે તે માટેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ શાળામાં કરવામાં આવ્યું નથી જેના કારણે અત્યારે તો દાંતીવાડા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો ભયમાં શિક્ષણ મેળવી રહ્યા છે..
બાઈટ-1- જગદીશ રબારી-વિદ્યાર્થી
( અમારી સ્કૂલમાં અમે અભ્યાસ કરતા હતા ત્યારે પોપડા પડ્યા હતા .મને હવે ભણતા ડર લાગી રહ્યો છે.મારે કલેક્ટર બનવાનું સપનું છે પણ અમારે બહાર બેસીને ભણવું પડી રહ્યું છે .સરકાર .મને નવા રૂમ બનાવી આપે)
બાઈટ-2-દિલીપ રાજપુત-
વિદ્યાર્થી
( અમને સ્ફુલમાં આવતા પણ ડર લાગી રહ્યો છે..અમારા રૂમ નવા બનાવી આપો)
બાઈટ-3-સમરાજી ઘાડિયા-આચાર્ય
( સ્કૂલમાં પોપડા પડ્યા સદનસીબે બધા બચી ગયા જેથી હવે અમે બાળકોને બહાર ભણાવી રહ્યા છીએ)
દાંતીવાડા પ્રાથમિક શાળાની શરૂઆત આજથી 40 વર્ષ પહેલા થઈ હતી આજે આ શાળાને 40 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ શાળામાં નવું કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું નથી જેના કારણે અત્યારે આ શાળામાં 17 ઓરડામાંથી 13 જેટલા શાળાના ઓરડા ચારે બાજુથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે અત્યારે આ શાળામાં માત્ર ચાર ઓરડા જ સારી હાલતમાં છે પરંતુ શાળામાં 400 થી પણ વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોવાના કારણે અન્ય વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસાડી અભ્યાસ શિક્ષકોને કરાવો પડે છે આ બાબતે ગામના સરપંચ વાલીઓ દ્વારા વારંવાર શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ જર્જરીત શાળામાં નવા ઓરડા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી નથી જેના કારણે અત્યારે વાલીઓ પણ પોતાના બાળકોને ડરી ડરીને અભ્યાસ કરવા માટે મોકલી રહ્યા છે ત્યારે અત્યારે તો વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ શાળાને નવી બનાવવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના આ શાળામાં ન સર્જાય....
બાઈટ-4-આહજીભાઈ ઠાકોર-સ્થાનિક
( શાળાના તમામ ઓરડાઓ જર્જરિત છે બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે.)
બાઈટ-5-ઇસુભાઈ પરમાર-સરપંચ દાંતીવાડા
( શાળા ખુબજ જૂની છે પોપડા ખરી પડ્યા સદનસીબે બાળકો બચી ગયા હવે કઈ થશે તો તેની જવાબદારી કોની)
બાઈટ-6-જયંતીભાઈ બોચિયાતર -વાલી
( અમને બાળકોને સ્કૂલે મોકલતા ડર લાગી રહ્યો છે )
બાઈટ-7-બેચરભાઈ રબારી-અધ્યક્ષ sms સ્કૂલ
( બાળકો શાળામાં આવતા ડરી રહ્યા છે અમારી માંગ છે કે નવા ઓરડા બનાવવામાં આવે)
દાંતીવાડા પ્રાથમિક શાળામાં તમામ ઓરડાઓ જર્જરિત હોવાથી તેને બંધ કરી દેવાયા છે અને બાળકોને બહાર શાળાના પરિસરમાં અભ્યાસ શિક્ષકો કરાવી રહ્યા છે જોકે બાળકો અભ્યાસ પણ ડરી ડરીને કરી રહ્યા છે જોકે શાળાના જર્જરિત ઓરડાને લઈને દાંતીવાડા તાલુકાના ટીપીઓ લુલો બચાવ કરતા કહી રહ્યા છે કે 2023માં રૂમો ડેમેજ કરવાની દરખાસ્ત મળી હતી પણ લોકસભાની ચૂંટણીના કારણે તે ડેમજ ન કરી શક્યા.અમે નવીન ઓરડા માટેની પ્રક્રિયા કરી છે હાલ બાળકોને બહાર બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છીએ..
બાઈટ-8-નિરુબા રાજપૂત-ટીપીઓ દાંતીવાડા
( અત્યારે 12 જેટલા ઓરડા ડેમેજ છે.બાળકોને બહાર બેસાડીને અભ્યાસ ચાલુ છે..બાજુની માધ્યમિક શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરાશે)
વોક થ્રુ-અલકેશ રાવ
( દાંતીવાડા પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ જર્જરિત છે આપ જોઈ રહ્યા છો...)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
NJNILESH JOSHI
FollowJul 31, 2025 10:15:13Vapi, Gujarat:
એન્કર-
વલસાડના સરીગામમાં ના રમજાન નગરી વિસ્તારમાં ગઇ ત્રીજી જુલાઈ ના રોજ એક તસ્કર ટોળકી એ હદ વટાવી અને ચોરી કરી ફરાર થતા એક વ્યક્તિ ની આંખ ફોડી અને ફરાર થઇ ગયા હતા. હવે આ ધાડ અને લૂંટ ની ઘટનામાં વલસાડ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.. વલસાડ ક્રાઈમ બ્રાન્ચએ મધ્યપ્રદેશથી સમગ્ર દેશમાં બદનામ એવી ટાંડા ગેંગના ચાર આરોપીની ધરપકડ કરી છે કેવી છે આ ગેંગની મોર્ડસ ઓપરેન્ડી અને શું હતી સમગ્ર ઘટના જોઇએ ક્રાઈમ રિપોર્ટ..
વી.ઓ-1
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ લૂંટની ઘટના અટકવાનું નામ નથી લેતી ત્યારે ઉમરગામ તાલુકાના સરી ગામમાં ગત ત્રીજી જુલાઈના રોજ ધાડ પાળુઓ ત્રાટક્યા હતા. સરીગામની રમઝાન નગરી વિસ્તારમાં અડધી રાત્રે એક તસ્કર ટોળકી ત્રાટકી હતી ..અને એક ઘર ને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી રૂમોના દરવાજા તોડી ઘરમાં થી ચોરી કરી હતી. જોકે અવાજ આવતા રણજીત ચોરસિયા ના પરિવારના સભ્યો જાગી ગયા હતા.. અને પરિવાર ના બે ભાઈઓ એ તસ્કરોનો પીછો કરતા એક તસ્કર પકડાઈ ગયો હતો.જોકે તેને છોડાવવા માટે અન્ય સાથી સાગરીતોએ પથ્થર માર્યા હતા અને ત્યારબાદ કોઈ વસ્તુ નો ઘા કરતા પીછો કરી રહેલા રણજીત ચોરસિયા અને તેનો ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી . જેમાંથી રણજીત ને આંખમાં વાગતા આંખ ફૂટી ગઈ હતી.. આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા હતા સીસીટીવી માં પણ દેખાય છે કે કઈ રીતે તસ્કર ગેંગે આતંક મચાવ્યો હતો..
બાઈટ-કરણરાજ વાઘેલા , એસ.પી વલસાડ
વી.ઓ-2
આ મામલે ભોગ બનનાર ચોરસીયા પરિવારે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ હતી .અને આ આંખ ફોડ તસ્કર ટોડકીને ઝડપવા તપાસ તેજ કરી હતી આખરે ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લા એલસીબી અને ભીલાડ પોલીસને સફળતા મળી છે. અને આ ગેંગ ના 4 સાગરીતોને મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધા છે. તમામની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.. આરોપીઓ ને ઝડપવા વલસાડ જિલ્લા એલસીબી અને ભીલાડ પોલીસે ઘટના સ્થળ થી લઈ અને સમગ્ર વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની સાથે છેક મધ્યપ્રદેશના ધારના સુધીના 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી.. અને આ તસ્કર ટોડકીનો પીછો કરી અને મધ્યપ્રદેશમાંથી જ દબોચી લેવામાં આવ્યા હતા..
બાઈટ:2 ડો કરણ રાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા
વી ઓ:3
આ આંખ ફોડ તસ્કર ટોળકીના પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના ધાર ની કુખ્યાત ટાંડા ધાડપાડુ ગેંગના સાગરીતો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી ઉપર એક નજર કરીએ તો..
1 શેરુ સિંગોરે
2 લાલસિંહ ઉર્ફે તેરસિંગ સિંગારે
3 બીરર્સિંગ સિંગારે અને
4 મહેશ સિંગારેનો સમાવેશ થાય છે ..
આ ટાંડા ગેંગ માં કુલ 7 સાગરીતો સામેલ હતા . જેમાંથી ચાર ઝડપાયા છે. પરંતુ હજુ પણ ત્રણ આરોપીઓ વોન્ટેડ છે..
વોન્ટેડ આરોપીઓ માં
1 અંતરસિંગ સિંગારે
2શંભુ સિંગારે
3 કેરુ સિંગારે નો સમાવેશ થાય છે..
આ આરોપીઓએ પુરા પ્લાનિંગ સાથે આ ગુનાને અંજામ આપ્યો હતો ..પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓમાં... શેરૂ સિંગારે.... લાલસિંહ સિંગારે... અને શંભુ સિંગારે તમામ સરીગામમાં રહેતા હતા . અને આસપાસના વિસ્તારમાં કડિયાકામ અને અન્ય છૂટક મજૂરી કામ કરતા હતા .. સાથે જ આ વિસ્તારમાં રેકી કરતા હતા. જ્યાં જે ઘરને નિશાન બનાવ્યું હતું.. તે ઘરની રેકી કરી અને તેમાં ચોરી કરવી ના ઇરાદે વતનમાં મધ્યપ્રદેશ થી તેમના ત્રણ સગા સાગરીતોને વાપી બોલાવ્યા હતા .આ ગેંગ ની મોડ્સ ઓપરેન્ડી વિશે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા શુ જણાવી રહયા છે તે સાંભળીએ
બાઈટ:3 ડો કરણ રાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા
વી ઓ:4
મધ્ય પ્રદેશ ની આ ખુંખાર ટાંડા ગેંગના 4 સાગરીતો હાલ તો પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે. જોકે આ ગેંગના આતંક નો ભોગ બનેલા ચોરસીયા પરિવારના મોભી એવા રણજીત ને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે . અને જિંદગીભર તેને આરોપીઓએ આરોપીઓ એ આપેલી આ પીડા સહન કરવાનો વારો આવ્યો છે . અત્યારે તો ભીલાડમાં આ ગેંગે આચરેલા ગુના નો ભેદ ઉકેલાયો છે ..જોકે આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે .આથી આગામી તપાસમાં ગેંગે આચરેલ વધુ ગુનાઓ અને ગેંગના કારનામાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ છે.
નિલેશ જોશી ઝી મીડીયા સરીગામ
ftp/vapi/july25/31.7.25/3107ZK_MP_TANDA_GANG/3bite/5visual.
14
Report
HShakimuddin shabbirbhai
FollowJul 31, 2025 10:15:08Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુરના કલારાણી ગામ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ ખાતે પાંચમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
વી.ઓ
છોટાઉદેપુર જિલ્લાના કલારાણી ગામ ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજના પાંચમા સ્થાપના દિવસે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી સાથે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.હરિભાઈ કાતરિયાની ઉપસ્થિતિ રહ્યા હતા અને યુનિવર્સિટી દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે અને યુનિવર્સિટીમાં રમત ગમત ક્ષેત્રે યુનિવર્સિટી દ્વારા અધતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે આદિવાસી બાળકો શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને તેમની કારકિર્દી બનાવે તેમજ અભિયાસ બાબતે તેમને કોઈ મુશ્કેલી ના પાડે અને જિલ્લા માજ તેમને યોગ્ય શિક્ષણ મળે તેવા પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે
બાઈટ : પ્રો.હરિભાઈ કાતરિયા, કુલપતિ ગુરુ ગોવિંગ યુનિવર્સિટી ગોધરા
વી.ઓ
કાર્યક્રમમાં videoconfference મારફતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા યુનિવર્સિટી ની વ્યવસ્થા દ્વારા વધુમાં વધુ આદિવાસી બાળકો સ્પોર્ટ ની અંદર આધાર આગળ વધે અને રાજક સરકાર દ્વારા તમામ તમામ વ્યવસ્થા માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહેશે અને યુનિવર્સિટી પહોંચવા માટે જે બસો ની જરૂરિયાત હતી તે પણ રાજ્ય સરકારે પૂરી પાડી છે અને અન્ય બસના કનેક્શનનો જો જોડવાના હશે તો પણ પૂરી પાડવા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાતરી આપી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનું હતું કે આદિવાસી બાળકો પોતાના ગામમાં જ રહીને અભ્યાસ કરે તે માટે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી નું સ્થાપના કરી હતી આજે છોટાઉદેપુર જેવા આદિવાસી જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે કન્યા કેળવણી અને સાબા શાળા પ્રવેશ ઉત્સવ થકી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તે માટે શરૂ કર્યું હતું. આજે દીકરીઓમાં અભ્યાસનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ની શરૂઆત થતા કલારાણી ગામ ખાતે તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા હશે આ સંસ્થાનું શુભારંભ કરવામાં આવ્યું હતું અને આ સંસ્થામાં આજે હજારો બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ થવા જઈ રહ્યું છે 950 વિદ્યાર્થીઓ હતી શરૂ થયેલી આ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ માં આજે 2500 જેટલા બાળકો અભ્યાસ કરે છે જેને લઇને આ સંસ્થાના સ્થાપકને અને તમામ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા
સ્પીચ.હર્ષ સંઘવી. રાજ્ય ગૃહ મંત્રી
14
Report